આગલા ભાગમાં આપણે જોયું કે હસીના ઇશિતાને મારવા માટે પહોંચી જાય છે જ્યાં એક નવું આશ્ચર્ય તેની રાહ જોઈને ઉભું હોય છે, હવે આગળ,
હસીના સાચવીને એસીના વિન્ડ્સમાંથી નીચે ઉતરે છે અને બેડ પર રહેલ ઇશિતાની સામું જોવે છે ત્યારબાદ તે બાજુમાં રહેલ કાતરથી ઇશિતાને મારવા માટે ઘા કરે છે પણ કોઈજ અવાજ નાં થતા તે ચાદર ઊંચી કરે છે અને જોવે છે તો ઇશિતા બેડ પર હોતીજ નથી,
હસીના : ઇશિતા અહીંયા નથી તો ક્યાં ગઈ??
એટલામાં પાછળથી જયરાજ બોલે છે,
જયરાજ : ઇશિતા અહીંયા છે દિવ્યરાજ ઉપ્સ સોરી મિસ હસીના,
જયરાજ, ઇશિતા, નિલેશ, સોનિયા, કિશન બધા એકસાથે હસીનાની સામે ઉભા રહે છે, જયરાજ સોનિયા સામું કંઈક ઈશારો કરે છે,
હસીના : ઓહહ માય બિગ બ્રો કેટલા વર્ષો પછી આપણે સામસામે આવ્યા,
જયરાજ : બસ કર હવે તારી નોટંકી અને શું કામ આ બધું કર્યું એ કહે,
હસીના : આ બધા પાછળ તું જ જવાબદાર છું, જો તને મારા ડેડએ રસ્તા પરથી લઈને અપનાવ્યો ના હોત તો આ દિવસ જ ના આવત, હંમેશા હું એમનો સગો દીકરો હોવા છતાં એમણે તને જ વધારે પ્રેમ આપ્યો, મારી લાગણીઓ એમણે કયારેય સમજી જ નહીં, હું સંપૂર્ણ પુરુષ નહોતો, મારી અંદર રહેલી સ્ત્રી બહાર આવવા વલખા મારી રહી હતી પણ જયારે મેં એમને આ વાત કરી તો તેમણે મને પાગલખાનામાં મોકલવાનું નક્કી કર્યું, એક વાત જે હું તને આજેજ કહીશ, ડેડનું ખૂન મેં જ કર્યું હતું એમણે આત્મહત્યા નહોતી કરી, એમને મેં જ ધક્કો માર્યો હતો બારી બહાર, ત્યારબાદ તું હોસ્ટેલથી આવ્યો, મારે પાગલખાનામાં નહોતું જવું પણ તું પણ ઘરનાં નોકરના કહેવાથી મને પાગલખાનામાં મુકવા માટે તૈયાર થઇ ગયો હતો પણ હું ભાગી ગયો ઘર છોડીને, ત્યાંથી નીકળીને હું ખૂબજ રખડ્યો, પાગલ ના હોવા છતાં હું પાગલ જેવોજ થઇ ગયો પણ માતાજીની કૃપાથી હું બચી ગયો અને માસીબાઓનાં શરણમાં આવી ગયો જ્યાં મને ખૂબજ માન, સમ્માન અને પ્રતિષ્ઠા મળી, હું ધીરે ધીરે ત્યાં આગળ આવતો ગયો પણ અમારા લોકોમાં જે મુખ્ય માસીબા હતા એનું નામ સુલોચના હતું તેને મારી અંદર પાગલ નજર આવવા લાગ્યો પણ મેં તેને પણ તડપાવી તડપાવીને મારી નાખી અને ત્યારબાદ હું તેમની મુખ્ય માસીબા બની ગઈ, મેં ધીરે ધીરે મારી શક્તિ વધારવા બલીઓ આપવાનું શરુ કર્યું, ત્યારબાદ એકવાર સ્વપ્નમાં માતાજીએ આવીને મને ખોટું કામ કરતી છોકરીઓની હત્યા કરવાનું કહ્યું એટલે.....
જયરાજ : એક મિનિટ કોઈ પણ માતાજી કયારેય આવું સૂચિત નાં કરે સમજ્યો, તને બાળપણથી આ બીમારી હતી, તું કોઈને પણ કયારેય પણ નુકસાન કરી દેતો, તારા લીધે ઘરનાં નોકરો પણ નોકરી છોડી દેતા એટલે તારી સારવાર માટે ડેડ એ તને પાગલખાનામાં મોકલવાનું નક્કી કર્યું હતું પણ તે તો ડેડને પણ નાં છોડ્યા,....
હસીના : તું તારી વિચારધારા મારી આગળ નાં ચલાવીશ સમજ્યો, માતાજીના આદેશથી જ મેં મારા નવા નામ મુજબ પેટર્ન કરીને લોકોને મારી જેમાં ઇશિતા પણ તને દગો જ દઈ રહી હતી તો એનામાં શું જોઈને હજુ તું એને છોડતો નથી,
જયરાજ : તે કયારેય કોઈને પ્રેમ કર્યો છે તો તું સમજી શકે, ડેડ નહોતા માન્યા તને બીજી રીતે અપનાવવા પણ તે કયારેય આ વાત મને કરી?? પણ તારામાં રહેલ સાયકો માસીબા શું કંઈ પણ બનવાને લાયક નથી,
હસીના : ઓહહ બસ કર જયરાજ બહુ મહાનતા જોઈ લીધી છે મેં તારી, મારી આગળ તારી કોઈજ મહાનતા કામ નહીં કરે,
નિલેશ : તે છોકરીઓને કેવી રીતે મારી??
હસીના : હા તો હું પછી બધી જ રીતે સક્ષમ થઇ ગયો હતો એટલે મેં હેકરો, બીજા ગુંડા લોકોને મારી ગેંગમાં સામેલ કરી દીધા, મારો હેકર મારો અવાજ પણ બદલી શકતો, સીસીટીવી ફૂટેજ પર હટાવી શકતો, લોકોના માઈન્ડમાં ચહેરો પણ કઢાવી શકતો અને હું જ્યાં સુધી ઈચ્છું ત્યાં સુધી કોઈ પણ વિડીયો ઓનલાઇન પ્લેટફોર્મ પર હટી નાં શકે તેમ ચઢાવી મૂકતો, સુનિતા, નિશિકા, આસ્થા આ બધીને તો મેં સરળતાથી ઉલ્લુ બનાવી મારી પાસે બોલાવીને મારી નાખતી, અનુષ્કા તો ઇશિતાને બચાવવાં ટ્રેનની વચ્ચે આવીને મરી ગઈ અને હરિણી, હા એને મારવાની મને ખૂબજ મજા પડી હતી પણ ખબર નહીં જયરાજ નિર્દોષ કેમનો થઇ ગયો અને અહીંયા કેમનો આવી ગયો??
પાછળથી અક્ષય આવ્યો અને બોલ્યો,
અક્ષય : એનો જવાબ હું આપું, હરિણી કોર્પોરેટ ક્ષેત્રમાં હોવાથી તે હંમેશા જે કોટ પહેરતી તેમાં માઈક્રોફોન લગાવી રાખતી જેથી એમાં બધુંજ રેકોર્ડ થઇ જતું એટલે જયારે તે હરિણીને મોત આપી ત્યારે એ અવાજો અને બધુંજ રેકોર્ડ થઇ ગયું, જે મને યાદ આવતા મેં તે સબ ઇન્સ્પેક્ટર કિશનને સોંપ્યું....
કિશન : અને મેં તે ક્રાઇમ બ્રાન્ચને સોંપ્યું અને જયરાજને નિર્દોષ પુરવાર કર્યો,
જયરાજ : તો મિસ હસીના તમે કંઈ કહેવા માંગશો હવે??
હસીના : અચ્છા એટલે હરિણી હાથે કરીને મરવાના ડરને ભૂલીને મારી આગળ મારો પ્લાન જાણતી હતી, કંઈ નહીં છેવટે તે પણ મરી જ ગઈ ને,
જયરાજ : તો તને શું લાગે છે તું બચી જઈશ, અત્યાર સુધી બંધ બારણે મર્ડર કર્યા આજે લોકો આગળ આવીને મર્ડર કરવામાં શું હાલત થઇ ખબર પડી?? તારું બોલેલુ બધુંજ ઇન્સ્પેક્ટર સોનિયાએ રેકોર્ડ કરી દીધું છે તો ગુનો કબૂલ કર અને ફાંસીની સજા માટે તૈયાર થઇ જા....
હસીના : હું કયારેય તારા હાથે નહીં મરું સમજ્યો,
આટલું કહીને હસીનાએ કિશનની વર્ધી આગળ રહેલ રિવોલ્વર પોતાના માથા પર રાખી અને ટ્રીગર દબાવી ગોળી છૂટતા મોતને ભેટી ગઈ, મરતાં મરતાં પણ તેણે જયરાજ સામું હાસ્ય રેલાવ્યું,
જયરાજ : હું જાણતો હતો કે તે આ જ કરશે એટલે જ હાથે કરીને કિશન પાસે રિવોલ્વર રખાવી અને કિશનને તેની બાજુમાં જ રાખ્યો, કેમકે આપણી ન્યાયપ્રણાલી ન્યાય આપતાં વર્ષો કાઢી નાખત અને તેને પાગલ માનીને કદાચ પાગલખાનામાં પણ નાખી દેત જે હું નાં ઈચ્છત.....
થોડા મહિનાઓ બાદ........
જયરાજ : ઈશુ જલ્દી કર, દવાખાને જવાનું છે,
ઇશિતા : અરે હા બાબા શાંતિ તો રાખ, ખબર છે બહુ નવાઈનો બાપ બનવાનો છું, (હસવા લાગે છે )
જયરાજ : હાસ્તો ને મારો શેર આવવાનો છે જોઈ લેજે,
ઇશિતા : અચ્છા તને બહુ ખબર, નામ શું રાખીશ એનું??
જયરાજ : દિવ્યરાજ....
ઇશિતા : પણ....
જયરાજ : નામ દેવાથી ગુણો નથી આવી જતા, ભલે દિવ્યરાજ પાગલ હતો પણ તેણે સતત 2 મહિના મને હંફાવી દીધો હતો,
ઇશિતા અને જયરાજ બંને હસવા લાગે છે.....
મારી આ પ્રથમ નવલકથાને આટલો સારો પ્રતિભાવ આપવા માટે ખૂબજ આભારી છું, વ્યાકરણની ઘણી ભૂલો આમાં જોવા મળી હશે પણ હવે એનું પુનરાવર્તન હું નહીં થવા દઉં, આપ લોકોના પ્રેમના લીધે જ મને લખવાનો જુસ્સો મળતો રહ્યો છે, આ નવલકથાની શરૂઆતમાં ઘણા લોકોએ કહ્યું હતું કે મેં કોપી કરી છે કે મેં પ્લોટ ચોરી કર્યો જે સાંભળવું મારા માટે ખૂબજ દુઃખદાયી હતું પણ મારા પતિના પ્રોત્સાહનને લીધે મેં લખવાનુ ચાલુજ રાખ્યું અને જયારે આજે એવા લોકોની કોમેન્ટ યાદ આવે તો હસુ આવી જાય છે, આ નવલકથા મારી પોતાની જ કલ્પના પર રચાયેલી છે, મારી આવનાર નવી રહસ્યમય પ્રેમકથા ધારાવાહિક 'કાશ્મીરની ગલીઓમાં' ને પણ ખૂબજ વધાવશો એ આશાએ લખતી રહીશ.... આપના અમૂલ્ય પ્રતિભાવો જણાવતા રહેજો,