mughal-e-azam - 2 in Gujarati Love Stories by Sachin Patel books and stories PDF | મુઘલ-એ-આઝમ - 2

Featured Books
Categories
Share

મુઘલ-એ-આઝમ - 2

આગળના ભાગમાં આપણે મુઘલશાસક અકબર અને હુમાયુની વાતો કરી.હવે આ ભાગમાં ક્રમશ અકબર અને જહાંગીર વિશે જાણીશું...

હુમાયુ પછીનો મુગલ વંશનો શાસક એટલે અકબર.અકબરનો જન્મ રાણા વીરસાલના મહેલમાં જ થયો હતો.હુમાયુની ભાગદોડમાં બિચારો અકબર બહુ હેરાન થયો.નાનપણ તો મુશ્કેલી ભર્યું જ રહ્યું હતું.માત્ર ૧૪ વર્ષની ઉંમરમાં જ અકબરનો રાજ્યાભિષેક થયો.અકબરે બેરમ-ખા ની દેખરેખ હેઠળ હેમુની સામે પાણીપતનું બીજું યુદ્ધ લડયું અને વિજયી બન્યો.પરંતુ બેરમ-ખા સાથે મતભેદ થવાથી તેની હત્યા કરી. અકબર પોતાના પૂરા શાસન દરમિયાન એક ઉત્કૃષ્ટ રાજા તરીકે ઓળખાય આવ્યો તેનું વલણ પ્રજાલક્ષી હતું તેના સમયમાં સ્થાપત્ય કલાનો વિકાસ સારો થયો હતો.હુમાયુનો મકબરો,આગ્રાનો કિલ્લો,લાહોરનો કિલ્લો,બુલંદ દરવાજા,પંચમહાલ,ઈબાદત ખાતા,વગેરે તેમના સમયના ઉત્તમ સ્થાપત્યના નમુના ગણી શકાય.અકબરને મધ્યકાલીન ભારતના સૌથી શ્રેષ્ઠ રાજા તરીકે ગણાવું તો જરાય અતિશયોક્તિ ભરેલું નથી.અકબર એટલે સાવ અંગૂઠા છાપ ના આવડે વાંચતા કે ના આવડે લખતા.તો સવાલ એ થાય કે આટલું મોટું સામ્રાજ્ય ચલાવતો કઈ રીતે હશે!આપણે ત્યાં ગુજરાતમાં કહેવત છે કે સંગ તેવો રંગ.અકબરે તેના દરબારમાં નવરત્નો રાખેલા હતા.તેની પાસેથી અકબરે ખાસ્સુ જ્ઞાન વિકસાવ્યું હતું.બીરબલ એટલે એમાંનો જ એક રત્ન. આપણે અકબર બીરબલની ઘણી બધી વાર્તાઓ પણ સાંભળી જ હશે.અબુલ ફઝલ પણ નવરત્ન માનો એક વિદ્વાન.અકબરના પુત્ર જહાંગીરેને શંકા ગઈ કે મારા કરતાં તો સત્તાનો દાવેદાર તે વધારે છે.એટલે તેને વીરસિંહ બૂંદેલા દ્વારા અબુલ ફઝલની હત્યા કરાવી દીધી.સત્તાની ભૂખ એટલે રાજકારણ.સતા ક્યારેય સંબંધ ના જોવે.રાજકારણમાં સગા બાપનો પણ ભરોસો ના કરવો. પણ અકબર ના કિસ્સા માં તે તદ્દન ઊલટું પડ્યું તેના મોતનું કારણ તેમનો જ પુત્ર જહાંગીર બન્યો.જહાંગીરને આપણે બાહુબલી મુવીના ભલ્લાલ દેવ સાથે સરખાવી શકીએ.હવે પછીના બધા મુઘલ શાસકોના મૃત્યુ કંઈક આ રીતે જ થશે.પરંતુ એની પહેલા આપણે જહાંગીરની વાતો કરી.લઈએ.

અકબર પછી મુઘલ શાસનની ગાદી સંભાળનાર એનો પુત્ર સલીમ.આ સલીમ એટલે જહાંગીર.જહાંગીરની વાત આવે એટલે એના પત્નીને પણ યાદ કરવા પડે.જહાંગીરે શેર-એ-અફઘાનની વિધવા મહેરુનીસ્સા સાથે લગ્ન કરી લીધા અને લગ્ન પછી એનું નામ નૂરજહાં પડ્યું .નામ પરથી જ તેની સુંદરતાનો ખ્યાલ આવી જાય.કહેવાય છે કે જહાંગીરના શાસન દરમિયાન નૂરજહાંનો વધારે પ્રભાવ પડેલો.પ્રજા માટે રાજા અને પત્ની માટે જોરો કા ગુલામ. ટૂંકમાં જહાંગીર બિચારો પત્ની પીડિત હતો.નૂરજહાંના સન્માનમાં જહાંગીરે ચાંદીના સિક્કા બહાર પડ્યા હતા.રાજાના બધા જ નિર્ણય તો એના ઘરના એટલે કે નૂરજહાં દ્વારા જ લેવાતા.એટલે રાજા પડ્યા નવરા.
જ્યાં-જ્યાં નવરા ત્યાં-ત્યાં નીતનવા ફતવા...
નવરા બેઠા ટાઇમ કાઢવા જહાંગીરે ચિત્રકામ ચાલુ કર્યું.જહાંગીરનો સમય ચિત્રકળાનો સુવર્ણયુગ ગણાતો. જહાંગીર પોતાના ચિત્રણની પાછળ સૂર્ય જેવું તેજ ધરાવતું વર્તુળ ચક્ર બનાવતો.જે "अहोम् ब्रह्माश्मी" તરફ ચાડી ફેંકે છે.
"अहोम् ब्रह्माश्मी" એટલે સેક્રેટ ગેમ્સ વેબસીરીઝમાં નવાજુદ્દીન સિદ્દીકી નો ડાયલોગ "કભી કભી તો લગતા હૈ કી અપુન ઇ ચ ભગવાન હૈ" આ પત્ની પીડિત જહાંગીરના મનમાં પણ કંઈક આવો જ વહેમ હતો.અન્ય એક ચિત્રમાં સિંહ અને બકરી બાજુમાં સુતા હોય છે.પ્રેક્ટીકલી વિચારીએ તો આવું શક્ય છે!!! જહાંગીર તેના દ્વારા એવું બતાવવા માગતો હતો કે મારા રાજમાં બધાને સમાન ન્યાય મળશે.ખરેખર જહાંગીરને ન્યાયની સાંકળ માટે યાદ કરવામાં આવે છે.બીજા એક ચિત્રમાં તો તે પૃથ્વી ઉપર ચડીને ધનુષ્યથી શિકાર કરતો હોય છે જે તેની બહાદુરી બતાવે છે. મહત્વની વાત છે કે ચિત્રમાં પૃથ્વીને ગોળ બતાવવામાં આવી છે.આ વાત છે 15મી સદીની.પૃથ્વી ગોળ છે એ શોધ ન્યુટને ૧૭મી સદીમાં કરી.તો શું જહાંગીરને અગાઉથી ખબર હતી કે પૃથ્વી ગોળ છે.ચર્ચ વાળાઓ એ તો ઓગણીસમી સદીના અંત સુધી નહોતું સ્વીકાર્યું કે પૃથ્વી ગોળ છે.આ ખરેખર રિસર્ચ કરવા જેવી બાબત છે.જહાંગીરની હત્યા એના જ પુત્ર ખુરમ દ્વારા કરવામાં આવી.

-sK