(આગળના ભાગ માં હરિદ્વાર માં શાહી સ્નાન હોવાથી સવારે વહેલાં ગંગાજી માં સ્નાન કરવા બધાં જાય છે, ગીરદી ના લીધે બધાં જુદા જુદા થઈ જાય છે, અંધારું અને ગીરદી ને લીધે કોઈ દેખાતું ન હોવાથી ત્રિપુટી હરકતમાં આવે છે. )
રવિ ભગીરથ અને મનોજ ત્રણેય આ વાત ધ્યાનમાં રાખી જ હતી, સખત ગીરદી હશે જ , ત્યારે આ બધાં ને સાચવીને ઉતારા પર પાછા લઈ આવવા માટે આગલા દિવસે ત્રણેય જવા ના રસ્તે થી પાછા આવવા ના રસ્તા સુધી ચાલીને જોઈ આવ્યાં હતાં , અને તે રસ્તા માં આવતાં ત્રણ પોઈન્ટ નક્કી કરી લીધાં હતાં, અને ત્રણેય જણે ચાર ચાર જણને લઈને ત્યાં ભેગાં થવાનું , અને દરેક ને એક મોટી સાઈઝના લીલાં રૂમાલ આપી રાખ્યાં હતાં એકલા પડી જાવ તો આ રૂમાલ હાથમાં રાખી થોડી થોડી વારે હાથ ઊંચો કરતાં રહેવાનું જેથી તમારા સુધી ત્રણ માંથી કોઈ પણ એક પહોંચી ગીરદી માં થી બહાર લઈ આવશે,. મનોજ બધાં ની વચમાં ધક્કા મારી ને ઘૂસી ને પાસે દેખાતાં લીલાં રૂમાલ સુધી પહોંચ્યો ,ત્યાં ત્રણ જણા સાથે હતાં , બીજા ત્રણ આગળ જ દેખાતાં હતાં ,મનોજે પાછળ જોયું , ભગીરથ પણ ભીડમાં ઘૂસી બધાં ને ખસેડી ને આગળ આવતો હતો ,એણે ભગીરથ ને લીલો રૂમાલ બતાવ્યો ,ભગીરથે બૂમો પાડવા નું શરૂ કર્યું, ' મારા બા કયાં ? ' " ઓ ભાઈ જવા દો , મારા બા ને શોધું છું " બધાં ખસી ને જગ્યા આપવા લાગ્યાં ,
એમ કરી બન્ને ભેગાં થઈ ગયા , હવે બધા ની સાથે ઘૂસ મારી ને આગળ જે ત્રણ હતાં , ત્યાં પહોંચ્યા ત્યારે આગળ નીકળી ગયેલાં જે પાંચ સાથે હતાં ,એ લોકોને લીલો રૂમાલ પાછળ ઊંચો થતો દેખાવાથી સખત ગીરદી માં પણ આગળ જવાને બદલે પાછા આવવા લાગ્યા , કેટલાય લોકો બૂમો પાડતાં રહ્યાં પણ અત્યારે ભેગાં થવાનું વધારે જરૂરી હોવાથી કોઈનું કંઈ સાંભળ્યા વગર ધક્કા વાગતાં હોવા છતાં ત્યાં પહોચી જ ગયાં ,
કુંભમેળા માં ગંગા નદી ઉપર લાકડા નો પુલ વધારે લોકોને લાભ મળે એ માટે બનાવેલ હતો, પુલ શરૂ થાય તે પહેલાં જ ભગીરથ અને મનોજે એ બધાં અગીયાર જણાને લઈને બહાર નીકળી ગયાં ,અને પહેલાં પોઈન્ટ ઉપર જવાનું નક્કી કર્યું ,પુલ ઉપરથી પાછા અવાય એવી કોઈ સગવડ નહીં દેખાતાં , બહાર નીકળી જવું વધારે યોગ્ય લાગ્યું હતું ,
" પૂજા હવે અમદાવાદ આવશે , " પરેશભાઈ નો અવાજ સાંભળી પૂજા એ ઉપર જોયું , ટ્રેન માં ખૂબ કંટાળી ગયેલી પૂજા એક મિનિટ માટે ખુશ થઈ ગઈ , બીજી જ મિનિટમાં કશું યાદ આવી જતાં પાછી ઉદાસ થઈ ગઈ, પરેશભાઈ એ જોઈ ગયાં , એમણે પૂછ્યું , " કેમ શું થયું ? "
પૂજા બોલી : " પરેશભાઈ એક વાત કહું , બે દિવસથી આપણે સાથે છીએ , આજે પહેલી વાર મારા મોટાભાઈ સાથે હોવા છતાં હું મને પોતાને એકલી અને અસહાય સમજી રહી છું , મારી નાની ભૂલ માં પણ જે હક્ક થી તમે મને વઢતા હતાં , તમે મને પોતાની સમજતાં હતાં , એ મારા આ એક નિર્ણય થી એટલી પારકી બનાવી દીધી , ઘરના પણ હવે મને પારકી જ સમજશે , મારે ઘરે નથી જવું . " બોલતાં બોલતાં પૂજા રડી પડી .
પરેશભાઈ બોલ્યાં : " પૂજા તું પરાઈ નથી પણ તે વર્ષો ના સંબંધો ને એક અજાણી વ્યક્તિ માટે છેદી નાખ્યાં , તારા પપ્પાનો તારા માટેના અતૂટ વિશ્વાસ ને પણ તારો ટેકો ના મળવા થી એમને આઘાત લાગ્યો , અને વડીલો એ દુનિયા જોઈ હોય ,દરેક માતાપિતા પોતાના સંતાનો નું સારું જ ઈચ્છે , તને ખબર છે તને જયારે તારા પપ્પા પહેલી વખતે લેવા આવ્યાં હતાં ત્યારે એમને ગુંડાઓ એ ધમકી આપી હતી , ત્યારે જ એમને ખબર પડી કે તું ખોટી જગ્યાએ ફસાઈ ગઈ છે , " પૂજા તો આ નવી વાત સાંભળીને વિસ્મય થી જોઈ જ રહી .
. અમદાવાદ આવી ગયું હતું , સ્ટેશન પર આવી ને પૂજા કોઈ જગ્યા શોધી ને થોડીવાર તો બેસી જ ગઈ , એના માથામાં પરેશભાઈ ની વાતો અફળાવા લાગી , હવે એને ઘરે પહોચવાની હિંમત પણ નહીં રહી , પૂજા આમતેમ જોયું પરેશભાઈ કયાંય દેખાયા નહિં , પૂજા સાચું અને જૂઠુંના તરાજુ માં પોતાને તોલતી રહી . એટલામાં પરેશભાઈ ચા નાસ્તો લઈને આવ્યા , બોલ્યાં : " ચાલ ,પૂજા ચા નાસ્તો કરી લે . "
રવિ ને પણ ઘરે ગયાં પછી ચિંતા માં ઊંઘ જ ના આવી , બીજા દિવસે એ પણ કપડાં ભરી બેગ તૈયાર કરી , ઘરે થી અમદાવાદ જવું છું કહીને નીકળ્યો .ઘરમાં બધાં એ ઘણું સમજાવ્યું પણ એ એક નો બે ના જ થયો , અને અમદાવાદ માટે નીકળી જ ગયો .
પૂજા પણ વિચારી રહી આટલાં વીસ દિવસમાં એવો કોઈ જ વ્યવહાર યાદ જ ના આવ્યો કે એ માણસો ખોટાં હોય કે એને ખોટી રીતે પજવવા માં આવી હોય તો પપ્પાને ગુંડાં કેવી રીતે મળ્યાં ?.એણે ચા નાસ્તો કરતાં પરેશભાઈ ને કહ્યું : " મોટાભાઈ મારે હંમણા ઘરે નથી જવું , હંમણા મને તમારા ઘરે જ લઈ જાવ.." પરેશભાઈ એ કહ્યું : " એ પણ તારું જ ઘર છે વાંધો નહિં આપણે પહેલાં ત્યાં જઈએ . "
અમદાવાદ થી દૂર હિંમતનગર માં પરેશભાઈ નું ઘર હતું , એમને એક કલાક અમદાવાદમાં કામ હતું , એ પતાવીને પછી જવાનું નક્કી કરી , પૂજા ને સ્ટેશન પર એમના ફ્રેન્ડ નો સ્ટોલ હતો ત્યાં બેસવાની વ્યવસ્થા કરી , એમનું કામ પતાવવા ગયાં , પૂજા બુક સ્ટોલ માં થી એક બુક લઈ આવી ,હજી આગળ જવાનું હોવાથી વાંચવા માટે જોઈશે .
અમદાવાદમાં આવી ને પણ એ ઘરે નહોતી જઈ રહી ,એના મગજમાં હજારો વિચારો આવ જા કરતાં એનું માથું પણ દુખવા લાગ્યું હતું , થોડીવાર તો એવું પણ થઈ ગયું એકલી જ કયાંક દૂર જતી રહું , પરેશભાઈ બે કલાક પછી આવ્યાં , ત્યારબાદ હિંમતનગર જવા માટે ફરીથી મુસાફરી કરવા ટ્રેન માં ચઢયા .
પૂજા બુકના પાનાં ફેરવતી રહી પણ કંઈ વાંચી નહોતી રહી , એને ગુંડા વાળી વાત મગજમાં બેસી જ નહોતી રહી , શું ભૂલ થઈ હશે ?, વિચારો માં જ એ પાછી હરિદ્વાર પહોંચી ગઈ ,
ભગીરથ અને મનોજ બધાં ને લઈને નીકળ્યા ત્યારે રવિ પાસે આવ્યો ત્યાં સુધી ઊભા રહીને કહ્યું ,હવે ફક્ત પૂજા જ નહોતી દેખાઈ રહી ,ફોઈએ કહ્યું તમે પૂજા ને જુઓ ત્યાં સુધી અમે અહી જ ઊભા રહીએ , રવિ એ કહ્યું તમે બધાં સાથે રહી ને જ નીકળજો, હું પૂજા ને લઈને આવું છું .અને રવિ પુલ પર આગળ જવા લાગ્યો , હવે ફક્ત પૂજા ને જ જોવાની હોવાથી દૂર સુધી કોઈ લીલો રૂમાલ દેખાય છે કે નહીં ? તે નહીં દેખાતાં પૂજા એ પીન્ક કલર નો ડ્રેસ પહેર્યો હતો , એ જ કલર નજરમાં રાખી જોવા લાગ્યો , પહેલાં દિવસ થી જ જે આંખો એનો પીછો કરી રહી હતી એ આંખો માં એના શરીર નું બંધારણ ફીટ થઈ ગયું હતું ,એટલે એને શોધતાં વાર નહિં લાગે એવું રવિ પોતે વિચારી રહ્યો હતો .
પૂજા ગીરદી માં એટલી ફસાઈ ગઈ હતી ,એને કોઈ જ દેખાઈ જ નહોતું રહ્યું , અને ધક્કામુક્કી માં રૂમાલ તો કયાંય પડી ગયો હતો , એની નજર પાછળ જ હતી ,પણ ધક્કા આવતાં હોવાથી આગળ પોતાની મેળે જ પહોંચી જતી હતી , અત્યારે પૂજા પુલ ઉપર જ હતી ,પણ અત્યારે આગળથી રસ્તો બંધ કર્યો હોવાથી આગળ બધાં થોડીવારમાં રસ્તો ખુલવાની રાહ જોઈને ઊભા હતાં , પણ પાછળથી અવિરત લોકો વધતાં જતાં ગીરદી વધુ ભયાનક વધી હતી , એના કારણે પુલ ઉપર લોકો વધી જ રહ્યા હતાં , ત્યાં જ પુલ આગળથી થોડો નમ્યો ,પહેલાં તો કંઈ ખ્યાલ ના આવ્યો પણ વધતી ગીરદી થી પુલનો આગળનો ભાગ તૂટી જતાં કેટલાયે લોકો ગંગાજીમાં પડયાં , અચાનક અકસ્માત થી લોકોની ચીસાચીસથી વાતાવરણ ડરામણુ બની ગયું.
(નોંધ : વાસ્તવમાં એક વખત કુંભમેળા માં હરિદ્વાર માં આ રીતે પુલ તૂટયો હતો , કયાં વર્ષે એને જણાવવું જરૂરી નથી.)