College Pachhi - 6 in Gujarati Love Stories by Avadhi Bopaliya books and stories PDF | કોલેજ પછી - ૬

Featured Books
Categories
Share

કોલેજ પછી - ૬

પાછલા ભાગ માં :
વૃંદા ના ઘરે રાંદલ છે અને રુદ્ર પણ ત્યાં જાઈ છે. બંને સાથે ખુબ મજા કરે છે.

હવે આગળ :
બધા થાકી ગયા હોવાથી બપોર સુધી કોઈ ઉઠતું નથી. બપોરે બધા ઉઠી સાથે જમીને કામે લાગી જાઈ છે. વૃંદા અને રુદ્ર સાંજે જ અમદાવાદ માટે નીકળવાના હોવાથી એમનો સામાન પેક કરવા લાગે છે. રેખાબેન એમના માટે નાસ્તો બનાવી આપે છે. સાંજે બંને અમદાવાદ માટે નીકળી જાઈ છે અને મોડી રાત્રે બંને પહોચે છે. રુદ્ર ટેક્ષી કરીને વૃંદા ને એના ઘરે મુકવા જાઈ છે અને પછી પોતાના ઘરે જતો રયે છે. બીજા દિવસ થી ફરી થી એમનું પહેલા હતું એવું જ ચાલુ થઈ જાઈ છે. વૃંદા ના ફોન પછી ઊઠવાનું, આખો દિવસ મેસેજ માં વાત કરવાની, વચ્ચે સમય મળે તો ફોન કરી લેવાનો, રાત્રે મળવાનું, ક્યારેક ચાલવા નીકળી જવાનું.

બધું પહેલા ની જેમ બરાબર ચાલતું હતું, પણ કહેવાય છે ને કે બધું આપડી ઈચ્છા મુજબ ના ચાલે. રુદ્ર અને વૃંદા સાથે પણ એવું જ કઈક થવાનું હતું. એમની દોસ્તી, એક-બીજા માટે ની લાગણી, એક-બીજા ની ચિંતા ક્યારે પ્રેમ માં બદલી ગઈ એની એમને ખુદ ને ખબર નાં પડી. હવે તો બંને ના પરિવાર ને પણ એવું જ લાગવા લાગ્યું કે બંને એક-બીજા સાથે જ મેરેજ કરશે અને બંને ના ઘરે આ મેરેજ થાય તો કોઈ ને કઈ પ્રોબ્લેમ પણ ના હતો. પણ આ તરફ વૃંદા અને રુદ્ર તો એક-બીજા ને માત્ર સારા દોસ્ત જ સમજતા હતા.

આ દોસ્તી ને એક વર્ષ થવા આવ્યું હતું અને આ એક વર્ષ માં એમની દોસ્તી ખુબ જ ગાઢ બની ગઈ હતી. બંને એક-બીજા ની ના બોલેલી વાતો પણ આરામ થી સમજી જતા. પણ ખબર નહી કેમ આ પ્રેમ ની વાત જ નતા સમજતા કે સમજવા નતા માંગતા. વૃંદા પોતાના ભૂતકાળ ને યાદ કરીને હવે બીજી વાર પ્રેમ માં નતી પાડવા માગતી અને એટલે જ કદાચ બધું સમજતી હોવા છતાં રુદ્ર ને કાઈ જ ના કહેતી. અને બીજી તરફ રુદ્ર પ્રેમ કરવા જતા એક સારી દોસ્ત નતો ખોવા માંગતો એટલે કઈ બોલી નાં શકતો. પણ કહેવાય છે ને કે ઇશ્ક ઔર મુશ્ક છૂપાયે નહી છુપ્તે. હવે તો એ બંને ને પણ અહેસાસ થવા લાગ્યો હતો કે એમની વચ્ચે માત્ર દોસ્તી નથી પણ દોસ્તી થી કઈક વધારે છે. પણ બંને એ વાત ને સ્વીકારવા તૈયાર ન હતા. પણ ક્યાં સુધી..??

આમ ભી આપડે જે વસ્તુ થી દુર ભાગવાની કોશિશ કરતા હોઈ એ વસ્તુ આપડી વધુ ને વધુ નજીક આવે. અને આતો પ્રેમ છે જેમ સમય જાઈ એમ એ વધારે મજબુત થતો જાય.

ધીમે ધીમે હવે બંને ને એક-બીજા ના સાથ ની આદત પડવા લાગી. હવે તો વૃંદા ઘણી વાર રવિવાર ના દિવસે રુદ્ર માટે જમવાનું બનાવી ને લઈ જતી અને બંને સાથે બેસી ને જમતા. રવિવાર તો આખો દિવસ બંને સાથે જ સમય પસાર કરતા.

એક વખત રુદ્ર એના એક ફ્રેન્ડ નિખીલ સાથે ફોન પર વાત કરતો હતો અને અચાનક એને વૃંદા ની વાત કરી. પહેલા તો રુદ્ર એ નોર્મલી જ વાત કરી પણ ધીમે ધીમે વૃંદા ના વખાણ કરતા થાકતો જ ન હતો. નિખીલ ને પણ સમજતા વાર ન લાગી કે એના ફ્રેન્ડ ને પ્રેમ થઈ ગયો છે પણ એ સમજતો નથી. એટલે નીખીલે એને સમજાવ્યો અને ક્યાંક ને ક્યાંક રુદ્ર ને પણ વિચાર આવવા લાગ્યો કે હા આ પ્રેમ હોઈ સકે કેમકે પોતે હવે એક દિવસ પણ વૃંદા થી દુર નતો રહી સકતો. એક કલાક પણ વૃંદા નો મેસેજ ના આવે તો એને ચિંતા થવા લાગતી. ત્યારે તો એને નિખીલ ને કાઈ ના કહ્યું પણ ફોન મુક્યા પછી એકલા બેસી ને ઘણો વિચાર કર્યો અને અંતે નિર્ણય કર્યો કે થોડા દિવસો માં એ વૃંદા ને પોતાના મન ની વાત જણાવી દેશે. આમ પણ બંને એક-બીજા થી કાઈ છુપાવી નતા સકતા. થોડા દિવસ પછી વૃંદા નો બર્થડે આવતો હતો એટલે રુદ્ર એ ત્યારે જ વૃંદા ને એના દિલ ની વાત કહેવાનો નિર્ણય કર્યો.

આજે વૃંદા નો બર્થડે છે. આજે રુદ્ર અને વૃંદા બંને એ પોતાની ઓફીસ થી રજા લઈ લીધી છે અને આજ નો આખો દિવસ બંને સાથે જ પસાર કરવાના છે. રુદ્ર બરાબર ૯ વાગ્યે વૃંદા ને લેવા પહોચી ગયો. આજે એક દિવસ માટે એને કાર પણ રેન્ટ પર લઈ લીધી હતી. બ્લુ ડેનીમ અને એના પર બ્લેક શર્ટ, એક હાથ માં ફુલ નો બુકે અને બીજા હાથ માં ફાસ્ટટ્રેક ની વોચ, પગ માં બ્લેક શુઝ અને ફેસ પર બ્લેક ગોગલ્સ માં એ એકદમ હીરો લાગતો હતો. થોડી વાર પછી વૃંદા પણ ત્યાં આવી જાય છે. વૃંદા પણ આજે કોઈ પરી થી ઓછી નતી લાગતી. ઢીંચણ સુધીનું રેડ વનપીસ, કાન માં મેચિંગ ઇઅરરિંગ્સ, જમણા હાથ માં બ્રેસલેટ અને ડાબા હાથ માં વોચ, લાંબા ખુલ્લા વાળ, પગ માં બ્લેક હિલ વાળા સેન્ડલ, નશીલી આંખો કાજલ અને લાઈનર થી વધુ આકર્ષક લાગી રહી હતી. હોઠ પર થોડી એવી રેડ લીપસ્ટીક, જાણે કોઈ રેડ ગુલાબ જોઈ લ્યો.

વૃંદા રુદ્ર ની બાજુ માં આવી એટલે રુદ્ર એ સૌથી પહેલા બુકે આપીને એને વિશ કર્યું. પછી બંને કાર માં બેસી ને નીકળી ગયા. કાર માં મસ્ત રોમાન્ટિક સોંગ વાગી રહ્યા હતા અને બંને વાતો કરી રહ્યા હતા. બંને દાદા હરીર વાવ જોવા જતા હતા. આશરે દોઢ કલાક પછી બંને ત્યાં પહોચ્યા. ત્યાં નું વાતાવરણ ખુબ શાંત હતું. રજા નો દિવસ નતો એટલે લોકો પણ ઓછા હતા. બંને એ પહેલા આખી જગ્યા માં ફર્યા અને પછી ઘણા બધા ફોટોસ પડ્યા. પછી થોડી વાર બેસી ને વાતો કરી. એટલા માં એક વાગી ગયો હતો અને ભૂખ પણ લાગી હતી એમને. એટલે ત્યાં થી નીકળી ને મસ્ત એક હોટેલ માં ફૂલ ગુજરાતી થાળી જમ્યા. વૃંદા ના ઘણા કહેવા છતાં પણ પૈસા રુદ્ર એ જ આપ્યા. જમીને બંને મુવી જોવા ગયા. મુવી જોઈ ને બહાર નીકળ્યા ત્યાં સુધીમાં ૫:૩૦ વાગી ગયા હતા. રુદ્ર એ કાર કાંકરિયા તરફ ચલાવી. બંને ત્યાં બેઠા અને ખુબ વાતો કરી. ૭:૩૦ પછી બંને ત્યાં થી નીકળ્યા અને રુદ્ર એ એમના માટે ડીનર પ્લાન કર્યું હતું ત્યાં હોટેલ માં ગયા.

હોટેલ ની બહાર પહોચતા જ રુદ્ર એ વૃંદા ની આંખો પર કાળું કપડું બાંધી દીધું અને એનો હાથ પકડી ને ચાલવા લાગ્યો. ચાલીને બંને હોટેલ ની પાછળ ના ભાગ માં આવ્યા. હવે રુદ્ર એ વૃંદા ના આંખ પર નું કાળું કપડું હટાવ્યું અને આંખો ખોલવા કહ્યું. વૃંદા એ જેવી આંખો ખોલી તો સામે નું દ્રશ્ય જોઈ ને એકદમ ખુશ થઈ ગઈ. હોટેલ ની પાછળ ના ભાગ માં મોટું ગાર્ડન હતું અને આખા ગાર્ડન ને લાઈટ થી ડેકોરેટ કરવામા આવ્યું હતું. ગાર્ડન ની બિલકુલ વચ્ચે એક ટેબલ હતું. ગાર્ડન ના ગેટ થી ટેબલ સુધીના રસ્તા ને બંને બાજુ લાઈટ થી ડેકોરેટ કર્યો હતો. ટેબલ ની ફરતે નાના નાના ફુગ્ગા લગાવ્યા હતા. ટેબલ ની પાછળ ના બે વૃક્ષ ની વચ્ચે મોટા અક્ષરો થી “happy birthday” લખ્યું હતું અને આસપાસ ના બીજા વૃક્ષો ને નાની નાની લાઈટ થી ડેકોરેટ કર્યા હતા. વૃંદા આ બધું જોતી જ રહી ગઈ. એને ક્યારેય નતું વિચાર્યું કે રુદ્ર એને આવી સરપ્રાઈઝ આપશે. બધું જોતા જોતા એ ગેટ થી થોડી અંદર ગઈ અને ત્યાં ઉભી રહી ને ફરી એક વાર બધું જોયું. રુદ્ર હજી ગેટ પર જ ઉભો હતો. થોડી વાર પછી રુદ્ર સામે જોયું અને દોડી ને એને વળગી ગઈ. રુદ્ર એ પણ એને આલિંગન માં સમાવી લીધી. થોડી વાર બંને એ જ સ્થિતિ માં રહ્યા અને પછી છુટા પડ્યા.

રુદ્ર વૃંદા નો હાથ પકડી એને ટેબલ પાસે લઈ આવ્યો અને બંને ત્યાં બેઠા. થોડી વાર પછી કેક આવી, વૃંદા એ કેક કટ કરી ને રુદ્ર ને ખવડાવી. રુદ્ર એ પણ વૃંદા ને કેક ખવડાવી. પછી બંને એ વાતો વાતો કરતા કરતા ડીનર ચાલુ કર્યું. એમની આસપાસ બીજું કોઈ નહતું. ફક્ત એ બંને અને ધીમે ધીમે વાગતું મ્યુઝીક. ડીનર કરીને બંને એ આઇસક્રીમ ખાધું.

વૃંદા : રુદ્ર આજે ખરેખર તે મારા બર્થડે ને સ્પેશિયલ બનાવી દીધો. મેં તો વિચાર્યું પણ ન હતું કે તું આટલું બધું કરીશ. થેંક યુ ડીઅર.
રુદ્ર : અરે એમાં થેંક યુ શેનું...?? તારો બર્થડે છે તો કઈક સ્પેશિયલ તો કરવું જ પડે ને મારે. અને હજી એક સરપ્રાઈઝ છે તારા માટે.
વૃંદા : રુદ્ર આટલું બધું તો કર્યું તે... હજી શું બાકી છે..??

રુદ્ર એ વૃંદા ના હાથ પકડી લીધા.

રુદ્ર : વૃંદા તું મારી લાઈફ માં ખુબ મહત્વ ની વ્યક્તિ છો. તારી સાથે વાત કર્યા વગર, તને મળ્યા વગર મને નથી ચાલતું. તારું નાની નાની વાત માં મારી કેર કરવું મને ગમે છે. તારા થી દુર જવાના વિચાર માત્ર થી હું ડરી જાવ છું. તારા વગર હું મારા ભવિષ્ય ની કલ્પના પણ નથી કરી સકતો. એક રીતે કહું તો મને તારી આદત પડી ગઈ છે અને હવે એ આદત મારે આખી જીંદગી રાખવી છે. વૃંદા હું તને ખુબ પ્રેમ કરું છું. i really love you so much. શું તું મારી સાથે લગ્ન કરીશ..??

રુદ્ર ની વાતો સાંભળી ને વૃંદા થોડી વાર એમાં જ ખોવાઈ ગઈ. પણ પછી અચાનક એને એનો ભૂતકાળ યાદ આવી ગયો. એક વાર પ્રેમ માં ઠોકર ખાધેલી વ્યક્તિ બીજી વાર પ્રેમ કરતા પહેલા સો વખત વિચાર કરે. વૃંદા પણ રુદ્ર ને પસંદ કરતી હતી પણ હવે એને પ્રેમ માં વિશ્વાસ નતો. એ ઉભી થઈ ને થોડી દુર જતી રહી.

વૃંદા : રુદ્ર આ તું શું બોલે છે...?? તને ખબર છે ને મારા ભૂતકાળ વિષે..!!??
રુદ્ર એની પાસે આવે છે. વૃંદા રુદ્ર તરફ પીઠ રાખીને ઉભી છે.
રુદ્ર : હા મને બધી ખબર છે. પણ એ તારો ભૂતકાળ હતો અને તને હું મારું ભવિષ્ય બનાવા માંગું છું. મને કઈ જ ફરક નથી પડતો તારા ભૂતકાળ થી.
વૃંદા : પણ રુદ્ર..
રુદ્ર : પણ બણ કાઈ નહી. તારે વિચારવા માટે સમય જોતો હોય તો લઈ લે. આરામ થી વિચારીને કેજે. મને કઈ જ ઉતાવળ નથી. (વૃંદા ની સામે આવીને એના બંને હાથ પકડે છે.) અને જો સાંભળ તારો જે પણ નિર્ણય હશે એ મને મંજુર હશે. અને હા તારો જે પણ નિર્ણય હોય એના થી આપડી દોસ્તી માં કઈ ફરક નહી પડે. આપડે સારા ફ્રેન્ડસ હમેશા રહેશું. માટે તું જરાય ચિંતા નહી કરતી કે આપડી દોસ્તી માં કઈ ફરક પડશે. એવું ક્યારેય નહી બને.
વૃંદા : રુદ્ર હું સમય માગી ને તને ખોટી આશા આપવા નથી માગતી. હું તને અત્યારે જ બધું કહી દેવા માંગું છું. મારા ખ્યાલ થી હજી હું એવા કોઈ સંબંધ માટે તૈયાર નથી. હજી હું મારા ભૂતકાળ ને ભૂલી નથી અને એને ભૂલ્યા વગર હું તને ભવિષ્ય ના સપના દેખાડું તો એ ખોટું કહેવાય. એના થી તને હર્ટ થશે અને એ હું ક્યારેય નાં કરી શકું. માટે આપડી દોસ્તી ને તું દોસ્તી જ રહેવા દે.

આ સાંભળી ને રુદ્ર નું દિલ તૂટી ગયું પણ એને ફેસ પર નાં આવવા દીધું કઈ.

રુદ્ર : નો પ્રોબ્લેમ ડીઅર. હું એ વાત થી જ ખુશ છું કે તું એક દોસ્ત ના રૂપ માં મારી સાથે રહીશ. મારા માટે તારો સાથ મહત્વ નો છે.
વૃંદા : તો હવે નીકળી આપડે..?? મોડું થઈ જશે.
રુદ્ર : હા નીકળી...

બંને હોટેલ માંથી નીકળે છે. રુદ્ર વૃંદા ને ઘરે મૂકી પોતાના ઘરે જાઈ છે. બંને માંથી કોઈ ને આજે ઊંઘ નથી આવતી. બંને ના મન માં ઘણું દુખ છે. વૃંદા આજે રુદ્ર એ આપેલા ટેડી ને હગ કરીને સુવે છે.

બીજે દિવસે બંને રોજ ની જેમ જ વાત કરે છે. રુદ્ર જરા પણ એવું નથી લાગવા દેતો કે એ દુઃખી છે. પણ વૃંદા ને ખબર છે એટલે એ રુદ્ર ને વધુ ને વધુ હસાવા ની કોશિશ કરે છે. ધીમે ધીમે રુદ્ર પણ નોર્મલ થઈ જાઈ છે અને બંને ની દોસ્તી ની ગાડી ફરી પાટા પર દોડવા લાગે છે. રુદ્ર ક્યારેક મજાક મજાક માં પોતાના મન ની વાત કહી દેતો અને વૃંદા પણ સમજતી એટલે એને ક્યારેય નાં ન પાડતી. ધીમે ધીમે વૃંદા પણ રુદ્ર તરફ આકર્ષાવા લાગી અને એ આકર્ષણ ક્યારે પ્રેમ માં બદલી ગયું એની એને ખુદ ને ખબર નાં પડી. ધીમે ધીમે હવે એ એના ભૂતકાળ ને ભૂલવા લાગી હતી. અને રુદ્ર માટે ના પ્રેમ નો પણ એને અહેસાસ થઈ ગયો. હવે એને નક્કી કર્યું કે વહેલી તકે એ રુદ્ર ને પોતાના મન ની વાત કહી દેશે.

આજે રુદ્ર નો બર્થડે છે. વૃંદા એ નક્કી કર્યું કે આજે તો એ રુદ્ર ને કહી જ દેશે. એ રુદ્ર ને વિશ જ નાં કરવાનું નક્કી કરે છે આખો દિવસ અને રાત્રે સરપ્રાઈઝ આપવાનું વિચારે છે. અચાનક સવાર માં રુદ્ર નો ફોન આવે છે.

વૃંદા : hello..
રુદ્ર : એક ગૂડ ન્યુઝ છે...
વૃંદા : અરે વાહ બોલ બોલ.
રુદ્ર : મને બરોડા માં એક કંપની માં જોબ મળી ગઈ.

આ સાંભળી ને વૃંદા નું દિલ એકદમ તૂટી જાઈ છે અને એ કાઈ જ બોલી સકતી નથી.

રુદ્ર : અરે વૃંદા તું સંભાળે છે ને..??
વૃંદા : હા સાંભળું છું. કોન્ગ્રેચ્યુલેશન
રુદ્ર : થેંક યુ ડીઅર.
વૃંદા : પણ તે ઇન્ટરવ્યુ ક્યારે આપ્યું હતું..??
રુદ્ર : થોડા ટાઇમ પહેલા જ.
વૃંદા : મને કહ્યું ભી નહી તે..??
રુદ્ર : અરે હું તને સરપ્રાઈઝ આપવા માંગતો હતો.
વૃંદા : ખુબ સરસ સરપ્રાઈઝ છે. બાય ધ વે happy birthday..
રુદ્ર : થેંક યુ ડીઅર. આજે તો ડબલ ખુશી નો દિવસ છે.
વૃંદા : હા સાચે જ ડબલ ખુશી નો દિવસ છે.
રુદ્ર : તો રાત્રે મળીયે આપડી જગ્યા પર. અને હા આજે સાથે ડીનર કરશું આપડે.
વૃંદા : હા, રાત્રે મળીયે.

બંને ફોન કટ કરી નાખે છે. વૃંદા રડવા લાગે છે.

વૃંદા : (મન માં જ..) રુદ્ર હું તો તને આજે મારા મન ની વાત કહેવાની હતી. કહેવાની હતી કે હું તને કેટલો પ્રેમ કરું છું. પણ તું તો હવે મને મુકીને બરોડા જાઈ છે. કદાચ મેં જ ઘણું મોડું કરી નાખ્યું તને કહેવામાં અને એટલે જ તું મારા થી દુર જાઈ છે હવે. પણ હવે હું તને નહી રોકું. તું મારાથી દુર જ ખુશ રહીશ કદાચ. કદાચ ભગવાન પણ નથી ઈચ્છતા કે આપડે સાથે રહીએ. હું તને ખુશ જોવા માગું છું પછી ભલે તું મારા થી દુર હોય. બસ તું ખુશ હોવો જોઈ.

બીજી તરફ રુદ્ર પણ ફોન મુકીને રડવા લાગે છે.

રુદ્ર : હવે હું તારી નજીક નહી રહી શકું વૃંદા. મારા માટે હવે મારી ફીલિંગ્સ ને કન્ટ્રોલ કરવું મુશ્કેલ છે. એટલે જ હું તારા થી દુર જાવ છું. અહિયાં રહીશ અને તને જોઈસ તો હું કન્ટ્રોલ નહી કરી શકું. એટલે તને છોડીને જાવ છું. મારે તને ખુશ જોવી છે પછી ભલે એના માટે મારે તારા થી દુર જવું પડે.

બંને એક-બીજા ની ખુશી માટે એક-બીજા થી દુર થવા તૈયાર થઈ ગયા. આને જ તો પ્રેમ કહે છે. જેને આપડે પ્રેમ કરતા હોય એને હમેશા ખુશ જોવા જ માગી આપડે. પછી ભલે એમાં આપડે દુઃખી થઈ પણ સામે વાળી વ્યક્તિ ખુશ થવી જોઈ.

બંને સાંજે મળે છે. રુદ્ર વૃંદા ને એના ઓફેર લેટર ના ફોટો બતાવે છે. બંને એક-બીજા ની સામે ખુશ હોવાનો દેખાવ કરે છે. રુદ્ર ને એક વિક માં જ બરોડા જવાનું હોવાથી બંને વધુ માં વધુ સમય એક-બીજા સાથે વિતાવા માંગે છે. રોજ મળી ને કલાકો ના કલાકો વાતો કરે છે. બંને આ છેલ્લા દિવસો ને માંણી લેવા માંગે છે. પછી ક્યારે મળવાનું થાય..? જોત-જોતામાં રુદ્ર નો બરોડા જવાનો દિવસ પણ આવી ગયો. વૃંદા એ ભારે મન થી એને વિદાય કર્યો પણ ફેસ પર સરસ સ્માઈલ જ રાખી. રુદ્ર ટ્રેન માં નીકળી ગયો અને વૃંદા ઘરે જઈ ને ખુબ રડી. રુદ્ર પણ ટ્રેન માં ખુબ રડ્યો.

બીજે દિવસે સવારે બંને ને કઈક ખૂટતું હોય એવું લાગ્યું. બંને ને એક-બીજા નો સાથ ખૂટતો હતો. હવે તો માત્ર મેસેજ અને ફોન માં જ વાતો થતી. બંને પહેલા ની જેમ જ આખો દિવસ વાતો કરતા પણ હવે રાત્રે મળી નાં સકતા. ક્યારેક વૃંદા એ બેસતા એ જગ્યા પર જઈ ને બેસતી અને રુદ્ર ને યાદ કરીને રડી લેતી.

આ વાત ને એક વર્ષ થઈ ગયું. આ એક વર્ષ માં ન રુદ્ર ક્યારેય અમદાવાદ આવ્યો વૃંદા ને મળવા કે ન વૃંદા ક્યારેય બરોડા ગઈ રુદ્ર ને મળવા. હા બંને રોજ મેસેજ અને ફોન માં વાત કરતા જ.

એક દિવસ અચાનક રુદ્ર એ કહ્યું કે એના મમ્મી એ એના માટે છોકરી જોવાનું ચાલુ કરી દીધું છે. આ સાંભળી ને તો વૃંદા ના દિલ ના કટકે કટકા થઈ ગયા પણ પોતે નોર્મલ રહી ને જ વાત કરી.

વૃંદા : હા તો હવે તો ચાલુ કરે જ ને. હવે કાઈ નાનો નથી તું.
રુદ્ર : એટલે જ તો મેં એમને નાં ન પાડી. હવે મને પણ લાગે છે કે મારે લગ્ન કરી લેવા જોઈ.
વૃંદા : તો ક્યારે જવાનું છે છોકરી જોવા..?
રુદ્ર : પાગલ હજી તો ગોતવાનું ચાલુ કર્યું છે. કોઈ મળશે પછી જોવા જઈશ.
વૃંદા : ઓકે ઓકે. હવે મને ઊંઘ આવે છે. good night.
રુદ્ર : ઓકે good night.

એક-બીજા ને good night કહી દીધું પણ ઊંઘ કોઈ ને નતી આવતી. બંને એક-બીજા ના જ વિચાર કરતા હતા. થોડા દિવસ પછી રુદ્ર એ કહ્યું કે એ કાલે સવારે એક છોકરી જોવા જવાનો છે. વૃંદા એ best of luck કહ્યું. બીજે દિવસે સાંજે રુદ્ર નો મેસેજ આવ્યો કે એ છોકરી નો સ્વભાવ નાં ગમ્યો એને. આમને આમ બીજી ૨-૩ છોકરીઓ જોઈ પણ એમાં થી એક પણ રુદ્ર ને નાં ગમી. બીજી તરફ વૃંદા માં મમ્મી-પપ્પા પણ એના માટે સારો છોકરો ગોતવા લાગ્યા. અને એક દિવસ એના મમ્મી એ કહ્યું કે આ રવિવારે છોકરા વાળા જોવા આવાના છે. એ વાત એને રુદ્ર ને કહી. રુદ્ર પણ ખુશ થયો.

જોત-જોતામાં રવિવાર પણ આવી ગયો. વૃંદા શનિવાર ની સાંજે જ ઘરે આવી ગઈ હતી. સવાર થી જ ઘર માં બધા કામ કરવામાં લાગી ગયા હતા. મહેમાન સાંજે ૫ વાગ્યે આવવાના હતા. સાંજ પડતા જ રેખાબેન એ વૃંદા તૈયાર થઈ જવા કહ્યું. વૃંદા એ એના મમ્મી ના કહેવા પર સાડી પહેરી. બ્લેક રંગ ની સાડી, કાન માં મેચિંગ ઇઅરરિંગ્સ, જમણા હાથ માં મેચિંગ બંગડી અને ડાબા હાથ માં એક કડું. ખુલ્લા વાળ માં જાણે કોઈ અપ્સરા જ લાગતી હતી વૃંદા આજે.

૫ વાગ્યા ત્યાં મહેમાન પણ આવી ગયા. બધા બહાર હોલ માં બેઠા હતા. વૃંદા એના રૂમ માં હતી. રેખાબેન એ મહેમાન ને પાણી આપ્યું અને પછી ચા-નાસ્તો આપ્યા. થોડી વાર થઈ એટલે વૃંદા ના ભાભી સેજલબેન વૃંદા ને લેવા રૂમ માં આવ્યા. સેજલબેન ભલે વૃંદા ના ભાભી હતા પણ બંને વચ્ચે સહેલી જેવા જ સંબંધ હતા અને એટલે એ વૃંદા ને નામ થી જ બોલાવતા. બાકી ઘણા ના ઘર માં નણંદ ને બેન કહીને માન આપવામાં આવતું હોય છે.

સેજલબેન : ચાલ વૃંદા, બહાર કાકી તને બોલાવે છે.
વૃંદા : ભાભી મને ડર લાગે છે.
સેજલબેન : એતો શરૂઆત માં બધા ને લાગે. મને પણ લાગતો હતો. પણ પછી બધું નોર્મલ થઈ જાઈ.
વૃંદા : ભાભી હું એને શું પૂછીશ...??
સેજલબેન : તું ચિંતા નાં કર એ પણ અત્યારે એ જ વિચારતો હશે. હવે ચાલ નહીતર કાકી પોતે આવી જશે તને બોલવા.

બંને રૂમ ની બહાર હોલ માં આવે છે. વૃંદા હોલ માં આવીને જોવે છે તો એકદમ ડઘાઈ જ જાઈ છે. રેડ શર્ટ, બ્લેક જીન્સ, હાથ માં ફાસ્ટટ્રેક ની વોચ, એ બીજી કોઈ નહી પણ રુદ્ર હતો. રુદ્ર ને અચાનક એના ઘર માં જોઈ ને વૃંદા શોક માં આવી જાઈ છે. ત્યાં અચાનક બધા એક સાથે જોર થી સરપ્રાઈઝ બોલીને હસવા લાગે છે. કુસુમબેન વૃંદા ની નજીક આવે છે.

કુસુમબેન : કેવી લાગી અમારી સરપ્રાઈઝ વૃંદા બેટા..??
વૃંદા : આંટી તમે અહિયાં...??
કુસુમબેન : કેમ અમે તારા ઘરે નાં આવી સકી..??
વૃંદા : અરે ના ના આંટી આવી જ શકો. આતો અચાનક..
કુસુમબેન : એ બધું તને રુદ્ર જણાવશે. રુદ્ર તમે બંને જાઓ પહેલા વાત કરી લ્યો એક-બીજા સાથે.

રુદ્ર વૃંદા ની નજીક આવે છે.

રુદ્ર : વૃંદા તારા રૂમ માં ચાલ. વાત કરવી છે.

વૃંદા એના મમ્મી-પપ્પા તરફ જોવે છે. બંને આંખ ના ઈશારા થી મંજુરી આપે છે એટલે એ રુદ્ર ની સાથે પોતાના રૂમ માં આવે છે. રુદ્ર રૂમ નો દરવાજો બંધ કરી દે છે.

વૃંદા : રુદ્ર આ બધું શું છે...???
રુદ્ર : તું પહેલા શાંતિ થી બેસ. બધું કહું તને હમણાં.

રુદ્ર વૃંદા ને બેડ પર બેસાડે છે.

રુદ્ર : હવે હું મારી વાત પૂરી નાં કરું ત્યાં સુધી એક શબ્દ પણ નાં બોલતી.

રુદ્ર વૃંદા ની સામે એના બંને ઢીચણ પર બેસે છે. વૃંદા ના હાથ એના હાથ માં લે છે.

રુદ્ર : વૃંદા મેં ખુબ કોશિશ કરી તારા થી દુર જવાની. અમદાવાદ થી બરોડા જતો રહ્યો પણ મારું મન હમેશા અમદાવાદ માં તારી પાસે જ રેહતું. હમેશા મને તારી ચિંતા થતી. આપડે વાત કરતા પણ તને નાં જોઈ શકવાનું દુખ હમેશા રહેતું. મારે તારા થી દુર નતું જાવું પણ ત્યારે મારા માટે મારી ફીલિંગ્સ ને કન્ટ્રોલ કરવી મુશ્કેલ બની ગયું હતું. જો હમેશા તારી સામે જ રહેત તો તને એ અહેસાસ કરાવતો રહેત કે હું તને પ્રેમ કરું છું. અને એના લીધે તું દુઃખી થાત. તને હું દુઃખી કરવા નતો માંગતો એટલે બરોડા જતો રહ્યો. પણ પ્રેમ કરતા હોય એ વ્યક્તિ થી દુર ભાગી શકાય, પ્રેમ થી દુર નાં ભાગી શકાય. અને તારા થી દુર ગયા પછી મને અહેસાસ થયો કે તારા વગર હું અધુરો છું. તને ભૂલવા માટે મેં મમ્મી એ પસંદ કરેલી છોકરીઓ ને જોવા પણ ગયો. પણ હમેશા હું એ છોકરીઓ માં તને જ શોધતો. અને તું મને ક્યાય નાં મળતી એટલે નાં પાડી દેતો. પછી મને સમજાયું કે તારા વગર હું નહી રહી શકું. એટલે મેં મમ્મી પપ્પા ને કહ્યુ. એ લોકો તો ખુબ જ ખુશ થયા. એતો પહેલે થી જ આપડે બંને લગ્ન કરી એવું ઈચ્છતા હતા. એટલે એમને તારા ઘરે વાત કરી. તારા ઘરે પણ માની ગયા બધા. અને બધા એ મળી ને તને સરપ્રાઈઝ આપવાનું વિચાર્યું એટલે મારા વિશે કોઈએ તને કઈ જ નાં કહ્યું. અને તું પણ ગાંડી કે છોકરા નું નામ પણ નાં પૂછ્યું કોઈ ને.

વૃંદા : મને તો આ બધા માં કાઈ રસ જ ન હતો એટલે મેં છોકરા નું નામ નાં પૂછ્યું. અને રુદ્ર તને ખબર છે તું જ્યાર થી બરોડા ગયો ત્યાર થી મારી શું હાલત થઈ છે..?? હમેશા તું યાદ આવતો. ક્યારેક આપડી જગ્યા પર જઈ ને એકલી બેસતી એને તને યાદ કરીને રડતી. જે દિવસે તે મને બરોડા ની જોબ ની વાત કરી એ દિવસે તારો બર્થડે હતો અને મેં નક્કી કર્યું હતું કે હું રાત્રે તને પ્રપોઝ કરીને સરપ્રાઈઝ આપીશ. પણ તે તો સવાર માં જ બરોડા જવાનો બોમ્બ ફોડ્યો. એટલે મને લાગ્યું કે તું મારા થી દુર જવા માંગે છે એટલે મેં તને મારા દિલ ની વાત નાં કહી. તને જવા દીધો.

રુદ્ર : પાગલ એક વાર રોકી લીધો હોત તો...??
વૃંદા : મને એમ હતું કે તું હવે મને પ્રેમ નહી કરતો હોય એટલે મારા થી દુર જવા માંગે છે. એટલે મેં તને નાં રોક્યો.
રુદ્ર : સાવ પાગલ જ છો તું. અચ્છા ચાલ હવે બીજી વાર તને પૂછું છું. (રુદ્ર એકદમ ફિલ્મી સ્ટાઇલ માં વૃંદા ની સામે એક ઢીંચણ પર બેસીને એક હાથ એની તરફ રાખીને બોલે છે.) વૃંદા હું તને આજે પણ એટલો જ પ્રેમ કરું છું જેટલો પહેલા કરતો હતો. એક વર્ષ તારા વગર રહેવાથી હવે મને સમજાય ગયું છે કે મારા જીવન માં તારી જગ્યા કોઈ નાં લઈ સકે. હવે પછી નું મારું જીવન હું તારી સાથે વિતાવવા માંગું છું. વૃંદા i love you so so so much. will you be my wife..??

વૃંદા એનો જમણો હાથ રુદ્ર ના હાથ માં મુકે છે.

વૃંદા : i love you to dear...

રુદ્ર ઉભો થઈ ને વૃંદા ને હગ કરે છે. થોડી વાર બંને હગ કરી ને ઉભા રહે છે. રુદ્ર વૃંદા નો ફેસ બંને હાથ થી પકડે છે.

રુદ્ર : હવે હું તને ક્યારેય મારાથી દુર નહી થવા દઉં.
વૃંદા : હું પણ ક્યારેય તારાથી દુર જવાની ટ્રાય નહી કરું.

બંને એક બીજા ની આંખો માં ખોવાઈ જાઈ છે. રુદ્ર એનો ફેસ વૃંદા તરફ નમાવે છે. બંને વચ્ચે માત્ર થોડુક જ અંતર બચે છે. બંને એક-બીજા ના શ્વાસ ની ગરમી મહેસુસ કરી સકે છે અને અનાયાસ જ બંને ની આંખો બંધ થઈ જાય છે. થોડીક જ સેકન્ડ માં રુદ્ર એના હોઠ વૃંદા ના હોઠ પર મૂકી દે છે. બંને એક ગાઢ ચુંબન માં ખોવાઈ જાઈ છે. વૃંદા ના હાથ રુદ્ર ના વાળ માં ફરવા લાગે છે અને રુદ્ર વૃંદા ને કમર થી પકડી લે છે. બંને વચ્ચે જાણે શરત લાગી હોય એમ કોઈ સામેવાળા ને છોડવા તૈયાર જ નથી. છેલ્લે જયારે વૃંદા ને શ્વાસ લેવામાં તકલીફ પડે છે ત્યારે રુદ્ર એને છોડે છે અને હગ કરી લે છે. વૃંદા પણ પોતાના બંને હાથ રુદ્ર ની ફરતે વીંટાળી ને એનામાં સમાઈ જાઈ છે. બંને આંખો બંધ કરીને આ પળ ને માણે છે.

રુદ્ર : બહાર જવું નથી...??
વૃંદા : હા બધા આપડી રાહ જોતા હશે.

બંને હજી હગ કરીને જ ઉભા છે. જવાની ઈચ્છા તો નથી થતી પણ જવું પડશે. રુદ્ર વૃંદા ને કપાળ માં કિસ કરે છે અને બંને હાથ પકડી ને બહાર નીકળે છે. બહાર બધા એમની જ રાહ જોતા હોય છે.

સેજલબેન : લ્યો આવી ગયા બંને પ્રેમી...
વૃંદા : શું ભાભી તમે પણ.. (વૃંદા શરમાઈ જાઈ છે.)
પ્રવીણભાઈ : તો હવે તમારા બંને ની હા હોઈ તો પંડિતજી ને બોલાવી સારું મુહુર્ત જોઈ લઈ.
ભરતભાઈ : અરે પ્રવીણભાઈ હવે એમને શું પૂછો છો..?? એમનો હાથ જોઈ ને જ એમનો જવાબ શું હશે એ સમજાઈ ગયું હવે તો...આપડી સામે હાથ પકડી ને તો ઉભા છે. હવે નાં પાડે તો તો મારવા પડે બંને ને...

આ સાંભળી વૃંદા વધુ શરમાઈ છે અને પોતાના રૂમ માં જવાની ટ્રાય કરે છે. પણ જેવી એ પાછળ ભાગવા જાઈ એ પહેલા રુદ્ર એનો હાથ પકડી ને પોતાની તરફ ખેંચી લે છે અને પછી કમર થી પકડી લે છે. વૃંદા એની છાતી માં પોતાનું મોઢું સંતાડી દે છે. આ જોઈ બધા હસવા લાગે છે. સેજલબેન વૃંદા ની પાસે આવીને એનું મોઢું ઉચું કરે છે.

સેજલબેન : અરે વાહ, મારી લાડકી નણંદ ને શરમાતા પણ આવડે છે એતો મને આજે ખબર પડી.

વૃંદા સેજલબેન ને હગ કરી લે છે. રાત પણ થવા આવી છે અને ભરતભાઈ ને એ લોકો રોકવાની તૈયારી કરીને જ આવ્યા છે કેમકે પ્રવીણભાઈ એ ફોન માં જ રોકાવાનું કહી દીધું હતું. થોડી વાર બધા બેસીને વાતો કરે છે અને પછી લેડીઝ રસોઈ બનવાની ચાલુ કરે છે. બધા સાથે જમીને ફરી વાતો એ વળગે છે. રુદ્ર વૃંદા નો હાથ પકડી ને જ બેઠો હોય છે. ૧૧ વાગતા બધા પોત-પોતાના રૂમ માં જઈ ને સુઈ જાઈ છે. રુદ્ર અને વૃંદા મોડે સુધી હિંચકે બેસીને વાતો કરે છે અને પછી એ બંને પણ સુઈ જાઈ છે.

બીજે દિવસે ૧૧ વાગ્યે પંડિતજી આવીને સગાઇ અને લગ્ન નું મુહુર્ત કાઢે છે. ૧ મહિના પછી બંને ની સગાઇ છે અને સગાઇ ના ૨ મહિના પછી લગ્ન.

આ મારી પહેલી પ્રેમકથા હતી એટલે કાઈ ભૂલ હોય તો માફ કરજો અને તમારા વિચારો તમે મને નીચેના ઇન્સ્તાગ્રામ પર મેસેજ કરીને જણાવી શકો છો.
instagram username : avadhi_bopaliya