Ek mulakat angat sathe in Gujarati Motivational Stories by jaydip solanki books and stories PDF | એક મુલાકાત અંગત સાથે..!

Featured Books
Categories
Share

એક મુલાકાત અંગત સાથે..!

સાલી શુ લાઈફ બની ગઈ છે !

કંટાળી ગયો છું આ રોજ રોજ ની આંઠ કલાક ની નોકરી બે કલાક નું અપ-ડાવન અને એમાં પણ ટ્રેન મોડી હોય તોતો ના જ પૂછવાની વાત.

આવી પણ કંઈ જિંદગી હતી હશે !

ચાલ આજે તો રજા છે જરા કંઈક મસ્ત ચટાકેદાર ખાઈ આવું તો મારો રવિવાર નો દિવસ વસુલ થાય.લગભગ એ 4.30 વાગ્યા ના સમયે હું નીકળ્યો અને આંનદ પૂર્વક રવિવાર ની રજા નો આનંદ લેતો લેતો માર્કેટ માં દાખલ થયો ત્યાં મારી નજર એક પાણીપુરી વાળા પર પડી ચાલ આજે પાણીપુરી ખાવા દે કેટલો સમય વીતી ગયો ખાધી એને અને ત્યાં ભીડ પણ નથી ચાલ તો જલ્દી થઈ જશે.

"આવો સાહેબ આવો" ખૂબ જ પ્રેમાળ સ્વભાવ માં તે છોકરો બોલ્યો.
હાન ભાઈ જરા ચટાકેદાર પાણીપુરી બનાવ ને આજે તો મજા પડી જશે મારા અંતઃમન માં એવા વિચાર ચાલુ હતા.

અને હજુ આ એક અને બીજી પુરી ખાધી તાતો સહકાર્યકર નો ફોન આવ્યો.
"ભાઈ પેલી તમે તૈયાર કરેલી file ક્યાં છે",તે જલ્દી માં બોલ્યો.

અરે એ છે ને પેલા બીજા નંબર ના દ્રાવેરે મુકેલ છે

"ok સરૂમલી ગઈ" તેમ કહી તેમ કહી તેને ફોન મુક્યો.

ત્યાં પેલા છોકરો બોલ્યો "સાહેબ તમે સેમાં નોકરી કરો છો તમે કેટલું ભણેલા છુઓ" એની આંખો માં ખૂબ જ જિજ્ઞાસા હતી.

"હું XYZ કંપની માં કામ કરૂં છું,અને મેં એન્જિનિરિંગ કરેલું છે",મેં પણ હળવાશ પૂર્વક કીધું.

કેમ તું સુકામપુછે છે ??

"ના સાહેબ જ્યારે કોઈની ઈચ્છા ને લગતી વાત હોય ને ત્યારે આમ થોડું મન મારુ લલચાય જાય છે,એટલે મારા મોઢા માંથી શબ્દો નીકળી જાય છે,માફ કરશો" એક જાણે કંઈક ઘરના ખૂણા માં ઉદાસી ના હોય તેવા સ્વર માં તે બોલ્યો.

"અરે નાના ઉદાસ ના થઈશ ભાઈ" મેં પણ તેની વાત માં વાત પરોવી.

હાન તું હમણાં કહેતો હતો કે પોતાની ઈચ્છા ની વાત હોય તો....!!

"હા સાહેબ બધા તમારી જેવા નસીબ વાળા નથી હોતા"

"અરે મારા ભાઈ અત્યરે બધે ઘરે ઘરે એન્જિનિર,ડૉક્ટર થઈ ગયા છે,એમાં કાઈ મોટી વાત નથી" મેં થોડું વધારે ભાર દઈ ને કીધું.

"હા એ બધા ઘર માં મારા ઘર નો સમાવેશ નથી થતો" ઉદાસ સ્વર માં બોલ્યો.

"કેમ તું કેટલું ભણેલો છે !!" મેં થોડું રસ પૂર્વક કીધું.

"ના,સાહેબ છોડો ને જરા બોલતા બોલાય ગયું" તે નિરાશ થઈ ને બોલ્યો.

"અરે મારા ભાઈ મને તારો મોટો ભાઈ સમજ બસ હવે તો કે,શું વાત છે ?"

પછી તેને માંડી ને વાત કરવાનું મન થયું.

"સાહેબ હું હમણાં એક મહિના પેલા જ મારા ગામ થી અહીંયા કામ ની તલાશ માં સાતમું ધોરણ છોડી ને આવ્યો છું"

"હજુ તું સાતમું જ ભણ્યો છે,તો આગળ કેમ ના ભણ્યો તું,તો તું અહીંયા શુ કરે છે ? મેં આશ્ચર્ય તાથી પૂછ્યું.

"શું કવ સાહેબ જ્યારે જિંદગી માણસ ને રમત રમાડે ને ત્યારે તો માણસ ખાલી કઠપૂતળી જ બની ને રહી જાય છે.મારા ઘરે હમણાં જ મારા બાપુજી નું અવસાન થઈ ગયું છે.અને કહેવાય ને એ પુસ્તક રાખવાના થેલા માં મને જીમેંદારી ઓનો વજન મળ્યો." તે અંદર ની ભાવના સાથે બોલ્યો.

હવે કદાચ મારી પાસે તેને કેવા શબ્દ નહોતા અને તે બોલતો હતો.

"સાહેબ ભણવાનું મને પહેલેથીજ બોવ જ મન હતું અને હું કુશળ પણ છું ભણવામાં પણ મારા નસીબ માં ભગવાને આ લખ્યું હશે.પણ હા જયારે મોકો મળશે ને હું જતો રઇસ પાછો ત્યાં જ્યાંથી હું આવ્યો છું." અને આટલું કેહતા મારી પાણીપુરી ખતમ થઈ.

એ સમયે એની પાસે કેહવા માટે શબ્દો કદાચ ઓછા હતા પણ જાણે એની આંખો તેની બધી હકીકત મારી નજર સામે લાવી રહી હતી.

એ પાણીપુરી તો પતિ ગઈ પણ હજુ પણ એ મન માં ચાલતી તે છોકરા ની વાત અને ચેહરો હજુ પત્યો નહોતો.

અને મને મન માં અચાનક વિચાર આવ્યો,હવે કોની જિંદગી સારી ? શું હજુ પણ જે તારી પાસે છે તેનાથી તને શિકાયત છે ? તને કમસેકમ તારી પસંદીદા વસ્તુ પૂછવામાં અને પામવામાં તો આવી છે બીજા ને કદાચ એ પૂછવામાં પણ નથી આવતું કે તમને શું ગમે છે? તમારે શું બનવું છે? પામવાની તો વાત પછીજ રહી.!

આવા અનેક પ્રશ્નો મારા મન ના વમળ માં ફરતા હતા અને તેના જવાબ માં એ જ વાક્ય હતું

"કે તું ઘણો નસીબદાર છે કે કદાચ તારી પાસે આટલું તો છે જે ઘણા ને મળતું પણ નથી"

કદાચ એક નહીં પણ અડધી સેકન્ડ નો પણ ફરક પડી જાય ને તારો જન્મ ક્યાંક આવા નાની એવી જગ્યાએ થયો હોત તો ? કદાચ એ છોકરા ની બદલે તુતો ના હોત ને !!

"તેથી જ તો કંઈક વસ્તુ નથી મળી એનું દુઃખ તો બધાને જ છે,પણ જે વસ્તુ મળી છે એનું સુખ તો કોઈક નેજ છે."