Shikaar - 26 in Gujarati Fiction Stories by Devang Dave books and stories PDF | શિકાર - પ્રકરણ ૨૬

Featured Books
Categories
Share

શિકાર - પ્રકરણ ૨૬

શિકાર
પ્રકરણ ૨૬
શ્વેતલ આબાદ મૂર્ખ ઠર્યો હતો.. આટ આટલી ચોકસી છતાં એ જણ છેક ઓફીસ પાર્કીંગ સુધી પહોંચ્યો કેવી રીતે? એનાં માટે એ સૌથી મોટો કોયડો હતો? આકાશની ગાડીમાં ઘુસ્યો કેમનો હશે ? જો કે એ સવાલ ફોકટ હતો એ કાંઇ બહું અઘરૂં ન હતું ... એ SD ની સામે જઇ હાથ ઘસતો ઉભો રહ્યો, એને કશુંય કેહવાની જરૂર ન હતી, એ તરત બોલ્યો , " કેમ ના હાથ લાગ્યો?? "
"ના, આકાશને વાગ્યે માર્યુ છે, એને મારી ધકેલી ને નીકળી ગયો સાલો....! "
"શું?? આકાશને વાગ્યું ? "
"હા કાંઈ ખાસ ઉંડા ઘા નથી પણ ચાકૂ ના ઘા છે ખંભે સહેજ ઉંડો હશે બાકી નોર્મલ છે , દવાખાનામાં મોકલ્યા છે પાટો આવશે અહીં લઇને આવતો જ હશે જયસિંહ... "
"અને ઓલાનો અત્તોપત્તો? "
"ગાડી ખુલ્લી મૂકી ને ભાગી ગયો..."
"પણ એ? "
પાછલી સીટ નીચે બેસીને છુપાયો હતો એવું આકાશે કહ્યું, ગાડી આવે પછી ખબર પડશે વધું તો... પણ એ હતો કોઇ ઉંમર લાયક ..."
"કેમ તેં જોયો? .."
ના આકાશ બુમો પાડતો હતો સાલો બુઢ્ઢો ફેસ પર ઘા કરી ગયો ફેસ બગડ્યો તો સાલાને છોડી નહી... એટલે કદાચ તમારા મારા જેવડો કે પછી આપણાથી પાંચ દસ વર્ષ મોટો હશે... "
આકાશ ને લઇ જયસિંહ આવ્યો ,લમણા પર પટ્ટી લાગેલી, ખંભે પાટો ને ગરદન પર પણ પટ્ટી હતી ...
"સોરી! આકાશ દિકરા મારે કારણે તારે ..."
"અરે ! એનો વાંધો નહી એટલાં ઉંડા ઘા નથી .."
શ્વેતલભાઇ તરફ ફરીને બોલ્યો , ગુસ્સામાં કાંઇ વધુ કહેવાય ગયું હોય તો સોરી... "
શ્વેતલ ભાઇ એ એનાં ખભે હાથ મુકી કહ્યું , "તારી જગ્યાએ હું પણ એમ જ કરૂં... "
"આકાશ! તેં એને જોયો ખરો ?"
"હા અર્ધો ચહેરો ઢાંકેલો હતો પણ લાલ ફ્રેમના એનાં ચશ્માં ની એની આંખો હજી ય મને યાદ છે તમારાથી પાંચ સાત વર્ષ મોટા હશે એ.... "
થોડું અટકીને ..
બહું સમય નહોતો મળ્યો પણ બીજી મીનિટે મને બહાર ફંગોળી દિધો હતો ,આમતો હું આટલી સહેલાઇથી કેમ ફેંકાઇ ગયો એ જ ન સમજાયું પણ ઉપરા છાપરી ચાકુના ઘા ના કારણે હું બઘાઇ ગયો હતો સાવ... સાલુ પહેલાં એનાં પરગુસ્સો થયો હતો પણ હવે જાત પર ગુસ્સો આવે છે... "
આકાશ નો હાથ ઉંચો થતાં જ ઉહકારો નીકળી ગયો ....
"રિલેક્સ આકાશ! ..."
શ્વેતલ ભાઇએ હાથ ફેરવતાં કહ્યું .
"પણ શ્વેતલ તેં જાતે એની ગાડી ચેક કરી હતી ... તો ય નજર બહાર કેમ રહી ગયો? "
"મારી ગાડી આમ તો રખડેલની ગાડી છે એટલે સીટ નીચે સુઈ જવાય એવું ય છે અને એ બહારથી પણ ખ્યાલ આવે એવું હોય છે પણ સાલું મેં જ પાછળ ચેક ન કર્યું... નહી તો સીટ સહેજ ઉંચી નીચી હોય તો ખ્યાલ તો આવે જ.... "
"અરે હા! એક સાઇડ સીટ ઉંચી તો હતી જ પણ... સાલુ! એવું કાંઇ સુજ્યું જ નહી... "
"હવે તો એના ફોન ની રાહ જ જોવી રહી ... શ્વેતલ આકાશની ગાડી સરખી કરાવીને જ આપજે ... અને... " એ વાક્ય પૂરૂ કરે એ પહેલાં જ ફોન રણક્યો ..
"હેલ્લો "
"કોઈ અમીન લાઇન પર છે સર..!"
"હમમ! આપ ."
"હેલ્લો !"
SDએ આકાશની ધારણા બહાર સ્પિકર ઓન કર્યુ.
"હા બોલો..! "
"જુવો હવે આ ઉંમરે મને આવી લોહિયાળ રેસ મને પસંદ નથી તમારો શોખ પૂરો કર્યો હવે મારી ફી હું કહું એ રીતે જ મળવી જોઇએ ..."
"પણ .."
"સામજી ...! મારી પાસે ઝાઝો સમય નથી પહેલાં વાત સાંભળી લે, એ છોકરાની ટ્રીટમેન્ટ તો તું કરાવીશ જ પણ... મારા તરફથી એને એક લાખ એકાવન હજાર આપી દેજો... "
"જુઓ એ તમારો વિષય નથી ... બીજી એક વાત મને આંધળો પાટો રમવો પસંદ નથી , જે કાંઇ વાત ચિત લેવડ દેવડ રૂબરૂ થશે તો એ વઘુ સારૂં રહેશે બાકી સમય વધતો જશે એમ પરિણામ ભયંકર ....."
" અરે! હા પરિણામ ની વાત માણેકભુવન ના ખોદકામ માં બહાર આવશે ને રહી વાત રૂબરૂમાં મુલાકાત ની તો એ માટે તો હું પણ તત્પર છું પણ દોસ્ત! એક એકાવન અત્યારે જ એ છોકરા ને ...."
ફોન કપાઈ ગયો..
આકાશ બોલી ઉઠ્યો , " એવી કોઈ જરૂર નથી તમે એને કહી દેજો કે મને પૈસા મળી ગયા છે. " પછી શ્વેતલભાઇ તરફ જોઈ ને, હા મારી ગાડી મને સહીસલામત અપાવી દો.. મારે અમદાવાદ પણ જવું છે... "
"હા! તો, અમદાવાદ જવા તને એક ગાડી અપાવી દઉં છું.."
"પણ! તમારી ગાડી લઈને હું નહી જઈ શકું.."
"કેમ? "
SD સમજી ગયાં કે ,"અમદાવાદ ગૌરીને માટે જ જાય છે તો મારી કોઇ પણ ગાડી ન જ લઇ જઈ શકે ને? "
શ્વેતલ ને હાથ દબાવી કહ્યું ," રામ મોટર્સ માંથી અપાવી દે એને બેત્રણ દિવસ માટે .."
શ્વેતલ કાંઇ સમજ્યો કે ના સમજ્યો પણ એ માની ગયો... આકાશ જોડે જમીન ના કાગળ લઇ થોડી બીજી વાત કરી એક માણસ સાથે રવાના કર્યો...
શ્વેતલ પાછો ફરતાં જ SD બોલ્યાં," શ્વેતલ આ છોકરા ને તાવવો પડશે ગૌરી માટે આ લગભગ બરાબર લાગે છે અને ગૌરી ને પસંદ પણ છે અત્યારે એ ગૌરી માટે જ અમદાવાદ જાય છે એ પાક્કુ સમજ .."
******************** *********************
હા પાટા પટ્ટી સાથે એ ગૌરી ને મળવા જ જઇ રહ્યો હતો.... શું કહેવું કે શું ના કહેવું એમ શબ્દો ને ગોઠવતો...ગૌરીનો શું પ્રતિભાવ હશે એ વિચારતો... ગૌરી ને વિચારતો
ગૌરી એક રાજસી કન્યા, રાજાની દિકરી SD ના રજવાડાની રાજકુમારી અને પોતે...?
પોતે ય રાજા હતો એનાં મામાનાં રજવાડા નો ... મામાએ તો ધીરજ ધરવાની કહી હતી પણ એ પૂરપાટ દોડી રહ્યો હતો પ્રેમની રાહ પર ....
"સોરી! મામા! હું મજબુર છું .." મનમાં બોલતો એ મામાના દિધેલા ઘાવ પર હાથ રાખીને સ્વગત બોલ્યો....
અમદાવાદ પહોંચતાં પહેલાં તો ગૌરી ને ફોન પણ કરી લીધો કે ત્યાં જ મળીશું જ્યાં એ કાયમ મળતાં હતાં , દાદા સાહેબ ના પગલા પાસે... રેગ્યુલર સમયે જ...
આકાશને જોતાં જ ગૌરી એ દોટ મૂકી,", આકાશ શું થયું તને? ક્યાં વાગ્યું ? ક્યારે? તારી કાર ક્યાં એક્સિડન્ટ થયો? ક્યાં આગળ?? "
આકાશ ને પ્રશ્નો ની ઝડીથી નવડાવી દીધો સાથે બાહો માં ભરી હુંફથી પણ નવડાવી દિધો આકાશને ખંભાનો ઘા હળવા દબાણ થી દુખતો હતો પણ, એ આ ક્ષણ ખોવા નહોતો માંગતો... એણે પણ ગૌરીને લગભગ ભિંસી દિધી..
"બોલને હવે કેમ કાંઈ બોલતો નથી?.."
"તું ક્યાં વારો આવવા દે છે? "
હા બોલ હવે વાયડા ... હા એક્સિડન્ટ જ હતો નાનો શ્વેતલ ભાઇ ની જીપ સાથે જીપ તો નહી પણ સામાન મારી પર પડ્યો ,પછી એ જ દવાખાનામાં લઇ ગયાં ને પાટાપીંડી કરાવી .. હું બહાર નીકળતો જ હતો ને રિવર્સ માં આવતી જીપમાંથી સામાન નીચે પડ્યો ,મારી કાર પાસે જ હું ઉભો હતો... "
"પણ તું ત્યાં શું કરતો હતો? "
"તારા પપ્પા ને મળવા ગયો હતો તારો હાથ માંગવા... "
"ચાંપલા ..!"
"ચાંપલી... "
"બોલને સિરિયસલી ..."
"એક જમીન ની મેટર માટે ગયો હતો મારે છોડી દેવી છે એ બાજુ તારા પપ્પા કોઇને ફાવવા દે એમ નથી.. "
"તું કેમ મારા પપ્પા ની પાછળ પડ્યો છે હેં..?! "
ધબ્બો મારતાં બોલી...
"કોણે કિધું? હું તો એમની દિકરી ની પાછળ પડ્યો છું..! "
'કોણ દિકરી ? ગૌરી!!?? સાચવજે એ માથાની ફરેલી છે.. "
"હા! છે તો માથાની ફરેલી.... " એ ગૌરીના માથાને ચુમતા બોલ્યો..
અડધો એક કલાક બંને એમ જ બેસી રહ્યાં એકમેકનાં આગોશમાં ... આકાશ બોલ્યો "ગૌરી! સાંજ થવા આવી છે ..!
"હમમ! સોણલી રતાશભરી સુહાગી ઓઢણી ઓઢી હોય એવી સાંજ.."
"મેડમ! મેં સવારથી ખાધુ નથી ભુખ લાગી છે એમ કહું છું... "
" હા! તો ચલ ઝીણીમાસી ના હાથનું મસ્ત જમાડું .."
"ઝીણી માસી ?"
એને પેલા કબાટમાંથી નીકળેલા કટીંગ્સ યાદ આવ્યાં
બંને SDના ફ્લેટ ભણી રવાના થયા...