Pret Yonini Prit... - 14 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | પ્રેત યોનિની પ્રીત... - 14

Featured Books
Categories
Share

પ્રેત યોનિની પ્રીત... - 14

પ્રકરણ-14
પ્રેત યોનીની પ્રીત
"અરે વિધુ... તું આજકાલ શું કરી રહ્યો છે ? કે ગલ્લે બેસી ગપાટાં હાંકે છે ? આગળ શું વિચાર્યું ? પાપાએ વિધુને પૂછ્યું.
"પાપા હજી હમણાં સવાર પડી છે અને તમે પાછુ ચાલુ કર્યું પાપા હુ બધાં પ્લાનીંગમાં જ છું ચિંતા છોડો.... માં ચા પીવરાવને સવાર પડી ગઇ મને પણ ખબર પડી ગઇ. પાપા હું આવતાં મહિનાથી નવરો નહીં હોઊં એ નક્કી.. હમણાં થોડા દિવસ આપો પછી એમાંજ હું વ્યસ્ત રહેવાનો છું તમેજ કહેતાં હતાં થોડું ફરી લે.. અને હવે..
"અરે તમે પણ શું છોકરાને સવાર સવારમાં ટોકવા બેઠાં મારો છોકરો વધારાનો નથી તે આમ બોલ બોલ કરો છે. લે વિધુ ચા તૈયાર છે પીલે. નાસ્તો આપું ?
"હાં માં નાસ્તો પણ કરવો છે આપને અને માં દિકરાનાં સંવાદ સાંભળી અજયભાઇ ચૂપ થઇ ગયાં. માં એ કહ્યું "દીકરા તું નવું કામ કે નોકરી કંઇ પણ કામ કરે પહેલાં અંબાજી કે શ્રીનાજી કે સોમનાથ ક્યાંક દર્શન કરી આવ સાથે ફરતો આવ પછી આવીને કામ શોધવા લાગી જા. અને હાં તારે જોઇએ તો પૈસા પણ હું આપીશ.
વિધુનાં ચહેરાં પર આનંદ છવાયો. મનમાં પ્લાન બનાવી દીધો એણે કહ્યું "હાં માં મારે સોમનાથ જવું છે... શું મંદિર બનાવ્યું છે અને ખાસ એના જીર્ણોધ્ધાર અને રીનોવેશન પછી તો શું મસ્ત લાગે છે મારે મહાદેવને મળવા જવું છે એમનાં આશીર્વાદ લઇ આવીને હું કામે વળગી જઇશ પણ પાપા પણ આપશે ને પૈસા ? શું કહો છો પાપા ?
અજયભાઇ કહે "તારી માં નો વિચાર સારો છે જા જઇ આવ હું આપીશ પૈસા અને અમારી વતી દર્શન કરી આવ. ઘરમાં જોખમ ના હોત તો આપણે બધાં જાત. પણ તું જઇ આવ.
વિધુતો ખુશ થઇ ગયો. ચા નાસ્તો કરી બેબે પગથીયા સામટાં ચઢી ઉપર એનાં રૂમમાં ગયો અને સીધો મોબાઇલ હાથમાં લઇને વૈદેહીને ફોન લગાવ્યો.
"એય ફોન ઉપાડતાં કેટલી વાર ? વૈદેહીએ બે ત્રણ રીંગ પછી ફોન ઉપાડ્યો એટલે વિધુએ ખોટો ખોટો ગુસ્સો કર્યો. પછી કહ્યું "એય એક ગોલ્ડન ચાન્સ છે હું કોઇ કામ કે નોકરીએ લાગું પહેલાંજ ચલ ફરી આવીએ સોમનાથ બાબાનાં દર્શન કરીએ અને બે-ત્રણ દિવસ મનભરીને પ્રેમ કરી આવીએ. ચલને..
વૈદેહીએ આશ્ચર્ય સાથે કહ્યું "બે ત્રણ દિવસ અને છેક સોમનાથ ? ઘરેથી એમ થોડાં આવવા દેશે ? હું શું કહું ઘરે ? વિધુએ કહ્યું "એય વહીદુ આવો ચાન્સ નહીં મળે મને ઘરેથી સામેથી કહ્યું છે જવા. તું પણ કહી દેને કોલેજની બધી ફ્રેન્ડર્સ બધાએ ભેગા મળી નક્કી કર્યુ છે પછી બધાં છૂટા પડી જવાનાં કોઇ આગળ ભણવા કે લગ્ન કરી લેશે. બધાએ આવવાનુંજ છે એવું નક્કી થયું છે એવું કહી દે ના નહીં પાડે. પછી પાછા આવીને તું અને હું આપણા વિવાહ લગ્નની પણ વાત કરશું. પ્લીઝ કઈ પણ રીતે ઘરે મંમી પપ્પાને મનાવી લે. પ્લીઝ વહીદુ હું જવાનું નક્કી થાય તરત બુકીંગ કરાવી લઊં નહીં મળે તો બસમાં જતા રહીશું પણ જઇએજ.
વૈદેહી પણ ખુશ થઇ ગઇ. એણે કહ્યું "મને પણ આ પ્લાન ખૂબ ગમ્યો છે આપણને નિશ્ચિંત સમય મળશે. વાહ મારાં પ્લાનબાજ.. ચાલ હું પ્હેલાં મંમીને મનાવી લઊં પછી પાપા ના નહીં પાડે.. એમ પણ પાપાને ધંધામાંથી નવરાશ નથી હોતી એ ક્યાંય કઇ જતાં નથી. ચાલ હું નક્કી કરીને તને કહુ જ છું તું તારે તૈયારી ચાલુ કરી દે આપણે કોઇ પણ રીતે જઇએ જ. ચાલ ફોન મૂકું પહેલાં નક્કી કરી લઇએ. તું માં મહાદેવને મનાવી લે અને પ્રાર્થના કર કે બધુ નક્કી જ થઇ જાય. ચાલ ફોન મૂકું. વિધુએ કહ્યું "ઓકે બસ મને હા માં જ જવાબ જોઇએ મૂકૂ ફોન.
વૈદેહીએ ફોન મૂક્યો અને પછી ધીમે રહીને માં પાસે પહોચીને બોલી "માં... પાપા ક્યારે પાછાં આવવાનાં છે મુંબઇથી ? અરે એ મુંબઇથી સીધાં હૈદ્રાબાદ જવાનાં છે પછી આવશે અને એમનાં કોઇ ઠેકાણાં નથી બસ આખો દિવસ ધંધો ને ધંધો તારો બાપ પૈસા કમાવા ગાંડો થઇ ગયો છે નથી મારી કે તારી ફીકર... ના કંઇ જવાનું ના કોઇ આવવાનું હું તો કંટાળી ગઇ છું.
વૈદેહીએ લાગ જોઇને દાણો ચાંખ્યો કહે "માં મારી પણ પરીક્ષા પુરી થઇ ગઇ. મને પણ આખો વખત ઘરમાં કંટાળો આવે છે ક્યાંય જવાનું નહીં આવવાનું. એણે મંમીનો ડાયલોગ રીપીટ કર્યો.
માં એકવાત કહું ? હમણાં મારી ખાસ ફ્રેન્ડ સીમાનો ફોન હતો એ લોકો બધાએ એટલે કે કોલેજ ગ્રુપ એક ટ્રીપ નક્કી કરી છે કહે પછી બધી છૂટી પડી જવાની કોઇ ભણવા કે લગ્ન કરી લેવાની પછી આમ મોકળાશથી કોઇને મળાશે નહીં એટલે બધાએ ટ્રીપમાં નક્કી આવવાનું જ છે . તો માં હું જઊં બધાં જાય છે જ.. અરે ક્યાં જાય છે ? એકલી છોકરીઓ ? કોણ કોણ આવવાનું કોણ છે સાથે ? ક્યાં જવાનાં ? કેટલા દિવસ માટે ? અને તારાં પપ્પા છે નહીં હું એકલી શું કરીશ ?
માં કેટલુ પૂછે ? તું માસીને બોલાવી લેને 3/4 દિવસ પ્લીઝ એમ પણ માસી ઘણા સમયથી આવી નથી તારે પણ કંપની રહેશે. એમને પણ સ્કૂલમાં વેકેશન પડી ગયું હશે એમને પણ સારું રહેશે. પૂછું માસીને ? ફોન કરું ?
માં એ કહ્યું "એય ઉતાવળી મેં ક્યાં હા પાડી છે ? ક્યાં જવાની, કોણ કોણ જવાનુ કેટલા દિવસ ? પહેલાં એ બધાં જવાબ તો આપ. આમ કુંવારી છોકરીને એકલાં બહાર મોકલીને કંઇ ના કરે નારાયણને થયું તો હું તારા બાપને શું જવાબ આપીશ ?
માં કંઇજ નથી થવાનું જવા દેને. બધાએ સોમનાથ જવાનું નક્કી કર્યુ છે ત્યાં રીનોવેશન થયા પછી ખૂબ સરસ થઇ ગયું છે અમે આખુ ગ્રુપ છીએ 7-8 છોકરીઓ પછી શું ચિંતા ? અને સીમાનાં પપ્પા બધુ એરેન્જ કરવાનાં છે રહેવાનું-જમવાનું બધુ જ પછી શી ચિંતા ? માં પ્લીઝ જવા દેને પછી તો આખુ જીવન કોઇનાં આશરે જ જવાનું-પ્લીઝ ફરી આવવા દે ને તું ચિંતા ના કર હું તને ફોન કરતી રહીશ પ્લીઝ માં....
વૈદેહીની માં ઇન્દીરાબેન વિચારમાં પડી ગયાં. હું તો આખી જીંદગી આમને આમ ઘરમાં રહી.. છોકરી ભલે જતી ફરી આવશે પછી ક્યાં જવાનું છે ? મારી જેમ મારે એને ઘરમાં નથી ગોંધી રાખવી એમણે કહ્યું "સારું જા.. પણ સાચવજો મને કોઇ રીતે બટ્ટો ના લગાડીશ. ફરી આવ અને માસીને ફોન કરી દે પૂછીલે એને આવવાનું ફાવશે ?
વૈદેહીતો માં નો જવાબ સાંભળી એકદમ ખુશ થઇ ગઇ અને માને ગળે વળગીને બોલી "થેંક્યુ માં થેક્યું કહીને ગાલે બચ્ચીઓ ભરી વ્હાલ કરી દીધું.
ઇન્દીરા બ્હેન કહે જા હવે ગાંડલી.. શું ગાંડા કાઢે છે ? જઇ આવ અને તૈયારી કર હું પૈસા આપુ છું ફરી આવ.
વૈદેહી કૂદતી આનંદથી ઉછળતી ઉપર ગઇ અને તરત જ વિધુને ફોન કર્યો. "એય વિધુડા... શું કરુ માં ના જ પાડે છે. વિધુએ કહ્યું "બનાવ નહી તારી ખુશી…. ના પાડે છે કહેતાં પણ મને સમજાય છે લૂચ્ચી.. હા પાડીને ? વૈદેહીએ કહ્યું "સાવ લૂચ્ચો અને જબરો છે બધુ સમજી જાય છે પકડી જ પાડી મને. હાં મા એ હા પાડી છે ક્યારે નીકળવુ છે ?
વિધુએ કહ્યું "તું તૈયારી ચાલુ કર કાલેજ નીકળી જઇએ હું જવા માટેનું નક્કી કરી લઊં છું હું બુકીંગ કરાવી લઊં ચલ.. હાશ.. મારી મીઠડી હવે મારાં હાથમાં મારો મસ્ત માલ.. "જાને લૂચ્ચા કહી, વૈદેહીએ ફોન મૂક્યો અને માસીને લગાવ્યો.
માસી સાથે વાત થઇ અને ખૂશ થઇ ગઇ... ચાલો માસી પણ કાલે બપોર સુધીમાં આવી જશે અને અહીંજ જમશે અને નીચે માં ને કહેવા ગઇ.. માં માસી કાલે બપોર સુધીમાં આવી જશે.. અને અહીં જ જમશે. હું મારી બેગ ભરી તૈયાર કરું અને ફોન કરી હા પાડી દઊં છું કાલે સવારે અમે નીકળવાનાં થેંક્યુ માં.. લવ યુ.
વૈદેહી ઉપર આવીને બેગ ભરવાની તૈયારી કરવા લાગી. એણે કબાટમાંથી બધાં ડ્રેસ કાઢીને ફોટાં લઇને વિધુને મોકલ્યા પછી ફોન કર્યો. એય મેં મારાં ડ્રેસનાં ફોટાં મોકલ્યાં છે ક્યો લઊં કયો ના લઊં મને નક્કી કરીને કહે પછી બેગ ભરૂં.
વિધુએ કહ્યું "મોકલુ છું ફરી પાછાં ફોટાં મોકલું એ તારે લેવાનાં એટલે સમજી જજે હું પણ મારી બેગ ભરી લઊં આઉ... મજા પડી ગઇ એક સપનું પુરું થશે અને હાં પાછી તું નાઇટમાં પહેરવા કંઇ ના લેતી હું મારાં મસ્ત રેશમી ચડ્ડા લાવવાનો છું એજ પહેરજે. બાકી ઉપરતો તારે ક્યાં જરૂર છે ?
વૈદેહીએ કહ્યું "બસ કાબૂ રાખ હવે અત્યારથી આટલો ઉતાવળો અને નોટી નાં બન.. હું મારી રીતે લાવીશ.. તું જોજે એટલે ખબર પડશે. બાકી તું પહેરવા દઇશ તો પહેરીશને ? એમ કહીને લૂચ્ચું હસી.
વિધુએ કહ્યું "મને તો આખી રાત ઊંઘ જ નહીં આવે મળીશું શું શું કરીશું એનાં વિચાર આવ્યા કરશે. મળીશુ અને તારો રેશ્મી દેહ મારાં હાથમાં હશે.. હું તને આંખથી પગ સુધી, ચૂમતો હોઇશ.. મારાં ભીનાં ભીનાં હોઠ તને.. બસ કર હવે બોલ નહીં મારી દશા ના બગાડ ચાલ કાલે સવારે મળીએ.. સવારે ફોન કરીશ ઉઠાડવા?
વધુ આવતા અંકે --- પ્રકરણ-15