Hu raahi tu raah mari - 34 in Gujarati Love Stories by Radhika patel books and stories PDF | હું રાહી તું રાહ મારી.. - 34

Featured Books
Categories
Share

હું રાહી તું રાહ મારી.. - 34

શિવમ હરેશભાઈના રાજકોટ જવાથી અને હેમમાં ને ન મળી શકવાના લીધે ખૂબ પરેશાન હતો.શિવમ વિચારી રહ્યો હતો કે હરેશકાકા જ્યાં સુધી રાજકોટ રહેશે ત્યાં સુધી તે ઘરે નહીં જઈ શકે.ઘરે તેના અને રાહીના લગ્નની વાત ચાલી રહી છે.તેના જીવનની મહત્વની ક્ષણ તે ચૂકી જવા નહોતો માંગતો પણ તેની પાસે બીજો કોઈ રસ્તો જ નહોતો. શિવમ હેમમાંને મળ્યા પહેલા કોઈપણ કાળે શિવમ બની હરેશકાકા સામે જવા માંગતો ન હતો.આ માટે તેની હેમ માં સાથે વાત કરવી ખૂબ જરૂરી હતી.
“રાહી તું ખંજનને વાત કર કે જલ્દીથી જલ્દી મને હેમ માં સાથે વાત કરાવે.હું જાણું છું કે કોઈ વાત છે મારા ભૂતકાળને લઈને જે મને પપ્પાએ નથી જણાવી. પપ્પા અત્યારે મારા લગ્નની વાતને લઈને ખૂબ જ ખુશ છે અને મારે તેમને પૂરી વાત જાણ્યા વગર આ બાબતે કોઈ વાત નથી કરવી.મને પૂરો વિશ્વાસ છે કે મમ્મી-પપ્પાએ જે પણ નિર્ણય મારા ભૂતકાળમાં લીધો તે મારા સારા ભવિષ્ય માટે જ હશે.પણ મને પૂરી વાત ખબર હોવી ખૂબ જરૂરી છે.આ વાત મને હેમ માં સિવાય કોઈ કરી શકે તેમ નથી.પણ હું અત્યારે ઘરે જાઉં તો પણ કેમ?પપ્પા-મમ્મીના ફોન પણ આવી ચૂક્યા છે.મને કોઈ રસ્તો નથી સૂજતો.તું જ હવે કઈક કર.”શિવમ.
“તું પરેશાન ન થઈશ શિવમ.હું હમણાં જ ખંજન સાથે વાત કરું છું.તે જલ્દી તને હેમ માં સાથે વાત કરાવશે.રહી વાત ઘરની તો હું મમ્મી સાથે આ બાબતે વાત કરી લઉં છું.”રાહી.
રાહી ઘરે ફોન કરી તેના મમ્મીને જણાવે છે કે તે અને શિવમ કોઈ ખાસ વાત કરવા માટે થોડીવાર એકલા સમય પસાર કરવા માંગે છે માટે તેમને આવતા મોડુ થઈ જશે.તે લોકો બહાર જ જમીને આવશે માટે બાકી બધા તેમની રાહ ન જોવે અને જમી લે.આ વાત શિવમના મમ્મી-પપ્પાને પણ જણાવી દેવા માટે શિવમે કહ્યું છે.
પછી રાહી ખંજનને ફોન કરી પરિસ્થિતીનો ખ્યાલ આપી જલ્દી જ હેમમાં સાથે વાત કરવા જણાવે છે.
“તું ચિંતા નહીં કર રાહી. હું હેમમાં એકલા થાય તેની રાહ જોઈને જ બેઠો છું.”ખંજન.
***********************
થોડીવાર પછી હેમ માં એકલા જણાતા ખંજન તેમની પાસે જઈ શિવમ તેમની સાથે વાત કરવા માંગે છે તેમ જણાવ્યુ.
“બા ચિંતા નહીં કરો મને થોડી વાતની જાણ છે કે માટે હું તમને ફોન લગાવી દઉં તમે વાત કરી લો.”ખંજન.
“ના બેટા તે વાત આમ અહિયાં બધાની વચ્ચે થઈ શકે તેમ નથી.”હેમ માં.
“તો હવે શું કરીશું?”ખંજન.
“તું એક કામ કર.હું હમણાં જે કરું તેના માટે તારે હા કહી મને બહાર લઈ જવાની છે.”હેમ માં.
“ઠીક છે.”ખંજન.
હેમમાં તેમના દીકરા હરેશ પાસે જઈ કહે છે, “બેટા મને શિવજીના મંદિરે લઈ જા.આજ મારે ઉપવાસ છે અને સવારથી હું મંદિરે ગઈ નથી.હું દર્શન કર્યા વગર ઉપવાસ માટે જમી નહીં શકું.”
“ઠીક છે બા હું તમને મંદિરે લઈ જાઉં છું.”હરેશભાઈ.
“અરે બા તમને હું મંદિરે લઈ જાઉં છું.અંકલ તમે બધા સાથે બેસો.”ખંજન.
“હા હરેશભાઈ તમે બેસો.ખંજન બા ને દર્શન કરાવી લાવશે.”જયેશભાઇ.
“ઠીક છે તો બેટા તું જ બા સાથે જા.”હરેશભાઈ.
ખંજન હેમમાં ને લઈને મંદિરે જાય છે.
જયેશભાઇ,ચેતનભાઈ અને હરેશભાઈ સાથે બેઠા હોય છે.
“ચેતનભાઈ મારે તમને એક ખૂબ જરૂરી વાત કરવી છે. જે રાહી-શિવમના લગ્ન જીવનને જોડતી એક વાત છે.” જયેશભાઇ.
“હા કહો ને તમારે જે કહેવું હોય તે અને તમને કોઈ વાત પૂછવી હોય તો પણ બેફિકર પૂછી શકો છો.દીકરીના પિતા છો સમજી શકું.તમને બધી વાત જાણવાનો હક્ક છે.”ચેતનભાઈ.
“મને શિવમ વિષે ખબર છે.મે શિવમને જોયો પણ છે.અત્યારે મારે રાહી વિષે વાત કરવાની છે.મારી રાહીમાં કોઈ ખોટ નથી.તેણે હંમેશા દીકરી હોવા છતાં દીકરાની ભૂમિકા ભજવી છે.પણ મારી રાહીના જીવનમાં એક પરેશાની છે અને તેની એક જરૂરિયાત પણ છે જે મને ખબર છે કે લગ્નની વાત નક્કી થશે તે પહેલા તે જણાવશે જ.”જયેશભાઈ.
“જી તમે બેફિકરપણે મને જણાવો.” ચેતનભાઈ.
“તમે તો જાણો જ છો કે રાહી પોતે એક બિસનેસવુમન છે.તો લગ્ન પછી પણ તે પોતે ઘર સંભાળવા સાથે બિસનેસ પણ કરે તેવી તેની ઈચ્છા છે.તો તમે તેની આ ઈચ્છાને સ્વીકારો તે મારી તમને ભલામણ છે.”જયેશભાઇ.
“મારી આ વિષે કાલે જ શિવમ સાથે વાત થઈ.મારા પરીવારમાથી કોઈને પણ રાહીના કામ બાબતે કઈ પરેશાની નથી.લગ્ન થઈ ગયા તો શું ? કોઈ એક છોકરીની ઈચ્છા,આકાંક્ષા,તેના સપનાઓ પણ વડીલોએ અને સાસરિપક્ષવાળા લોકોએ પાણી ફેરવી દેવાનું? તો તો આ કોઈ સંબંધ નહીં પણ કરાર થયો ન કહેવાય? હું અહિયાં મારા દીકરાનો સંબંધ કરવા માટે આવ્યો છું.રાહીમાં મારા દીકરાની ખુશી છે.માટે રાહીની ખુશી શું છે તે સમજવાની મારે ખાસ જરૂર છે.સાચું કહું તો દુનિયામાં ઘણા તેવા ભાગ્યશાળી વ્યક્તિ હોય જેમનો દીકરો અને વહુ સાથે બેસી એક ઓફિસમાં કામ કરે અને મને ખુશી છે તે વાતની કે તે ભાગ્યશાળી વ્યક્તિ હું છું. અને આ વાતનો શ્રેય માત્ર હું રાહીને આપીશ.બોલો હવે કોઈ પરેશાની?”ચેતનભાઈ.
“ખૂબ ખૂબ આભાર ચેતનભાઈ.મને ખુશી છે કે મારી દીકરી તેવા પરિવારની વહુ બનવા જઈ રહી છે જ્યાં તેની ઈચ્છા અને આકાંક્ષાઓનું સન્માન થાય છે. પણ મારે હજુ એક મહત્વની વાત કરવાની છે. રાહી એકદમ સામાન્ય વ્યક્તિ છે પણ તે દિવસમાં ત્રણ વખત દવા લે છે.”જયેશભાઇ.
“પણ શેના માટે?”ચેતનભાઈ.
“રાહીને એક વખત કોઈ કારણસર આંચકી આવી ગયેલી.જેને ડોક્ટરની ભાષામાં એપીલેપ્સી કહે છે.આગળ આવું ફરી વખત ન થાય માટે ડોક્ટરે ત્રણ વર્ષનો દવાનો કોર્ષ કરવા માટે કહ્યું.હું રાહીનું સારું ભવિષ્ય ઈચ્છતો હતો માટે મે રાહીને આ દવા ડોક્ટરની સલાહ મુજબ ચાલુ કરાવી છે.મારી દીકરીમાં કોઈ ખોટ-ખાપણ નથી તો પણ મારે તમને આ વાત કરવી ખૂબ જરૂરી હતી.હવે તમે જે નિર્ણય લો તે મને સ્વીકાર છે.”જયેશભાઇ.
“તેમાં વળી નિર્ણય શાનો? તે બીમાર નથી,મને ખબર છે એપીલેપ્સી વિષે. તે કોઈ બીમારી નથી.તે એક સમાન્ય પ્રશ્ન છે. આ વિષે હું રાહીનો અસ્વીકાર કરું તે નહીં બને.રાહી જેવી છે તેવી બસ મને તેના સંસ્કારથી જ મતલબ છે.મને મારો નિર્ણય સાચો લાગે છે.મે મારા ઘર માટે એક યોગ્ય પુત્રવધૂ શોધી છે.”ચેતનભાઈ.
“પુત્રવધૂ નહીં દીકરી.”દિવ્યાબહેન.
***********************
“બેટા રાહી તારા ઘરની થનારી પુત્રવધૂ છે.બધી વાત નક્કી થઈ ગઈ છે.હવે અંત સમયમાં કઈ જ પરેશાની ઊભી ન થવી જોઈએ.હું કઇપણ કરી હરેશને લઈને મોરબી પાછી ફરું છું. કાલ અહી તમારી ‘જલવિધિ’નો કાર્યક્રમ ગોઠવાયો છે. તું ચિંતા નહીં કર.હું કઈક વિચારું છું.”હેમ માં.
**********************
બધા જમીને બેઠા હતા ત્યાં હરેશભાઈને એક ફોન આવે છે.
“ચેતન મારે મોરબી જવું જોશે.કાલ હું શિવમની ‘જલવિધિ’ના કાર્યક્રમમાં નહીં રોકાય શકું.”હરેશભાઈને કોઈનો ફોન આવતા તેમણે જણાવ્યુ.
“પણ કેમ? હજુ તો તારે શિવમ –રાહી સાથે મળવાનું પણ છે.”ચેતનભાઈ.
“હું તેમને પછી મળી લઇશ.મારે એક કામ આવી ગયું છે.”હરેશભાઈ.
બધા જમીને બેઠા હતા ત્યાં હરેશભાઈને એક ફોન આવે છે.