Half information about love - 1 in Gujarati Fiction Stories by Gayatri Patel books and stories PDF | અધૂરી જાણકારી પ્રેમની - 1

Featured Books
Categories
Share

અધૂરી જાણકારી પ્રેમની - 1


માંરા વ્હાલા વાચકમીત્રો આ નવલકથામાં એક અલગ પ્રેમની રજુઆત ને કરતી આ ધારાવાહીક છે.
જે પ્રેમને સમજ તો છે પણ પ્રેમને અલગ નજર થી જોઈ છે અધુરી જાણકારી પ્રેમની કેવી હોય તમન
ખબર જ હશે.
તો મારાં વ્હાલા વાચકમિત્રો ઘણાં સમયથી મારી નૉવેલ લખવાની ઈચ્છા થઈ હતી.પણ સમયને અનુકૂળ નહિ આવતો. હોવાથી શરૂ કરી.
પરંતું કહેવાય છે કે મન હોય તો માળવે જાય નહીં તો ..
એક સારા વિચાર સાથે એક કહાની લાવી છું જે સામાજિક જવાબદારી સંભાળતા પરિવાર ની છે.
કહાણી માં પ્રેમ, દયા,નફરત,માનવતાં, સારા કર્મો ને બાળકને જન્મ થયો પછીની કહાની છે માતા પિતાની સાથે મન મુંજાવ ને જૂનવાણી ના વિચારોને રજૂ કરતું માધ્યમ એટલે મારી નવલકથા
અધૂરી જાણકારી પ્રેમની ભાગ 1

આ નવલકથામાં
નાયક -સાગર હાસોંતી ( પટેલ)
નાયિકા-કાવેરી ભરુચિ (પટેલ )
નાયક ના પિતા મનહરભાઈ
નાયકની માતા અન્નપૂર્ણા
નાયકની બહેન મનસ્વી
નાયકનો ભાઈ પાર્થ
નાયિકાના નાની નમર્દાબેન
નાયિકાના નાના ધીરજભાઈ

એમની આસપાસ આપણી કહાની રચના થશે જેમાં કોઈ વ્યક્તિ સાથે ભૂતકાળની ઘટના બની છે .પણ અસર પુરી ફેમિલી પર થઈ છે એટલે કોઈ પર વિશ્વાસ કરતા પહેલા સૌ વાર વિચારવું પડે છે.
કેમ તો તેના માટે સ્ટોરી વાંચવી પડશે.

શુની રાતો ને બેખબર યાદો.
ન જાણે કેવી તારી વાતો.
ક્યારેક સમયના સથવારે
લાગણી અનુભવી તારી વાટે.

પોતાની લાગણીને એક નોટમાં રચતાં. દરિયા કિનારે બેસીને રજુ કરતા કરતા લખે છે. ત્યારે જોઈ રહ્યો અદભુત નઝારો હતો ઢળતી સાંજે સૂર્યના કિરણો ધીરે ધીરે દરિયામાં સમાતા હતા જેમ કોઈ બાળક એની માં ની ગોદમાં સંતાઈ જાય.
આમ એક ધ્યાન થી સાગર જોયા કરતો હતો. લોકો થી અજાણ પોતાના વિચારોમાં કુદરતને નીરખી રહ્યો હતો.
એની પાસે શુ ન હતું?
મમ્મી પાપા ભાઈ બેન ને સુખી જીવન.
લાઇફ તો મસ્ત .
પણ આ ભાઈ તો પોતે જ વ્યસ્ત .
કુદરતી સૌંદર્ય માં જ મગ્ન રહે. એક ગુજરાતી વ્યાપારી તે પણ નામચીન સાગર હાંસોટી. 30 વર્ષની ઉંમરમાં આજે એ 50 વર્ષના અનુભવી લોકોને ટક્કર આપી રહ્યો હતો
તેનું માત્ર એક જ કારણ કે એ એના કર્મ ના કામને સમર્પિત હતો.
એનું લક્ષ્ય સ્વનો વિકાસ અને સૌનો ઉદ્ધાર.
કમ્પની ના કર્મચારી છે તે લોકોને પણ હિસ્સો આપતો હતો. પોતાના કર્મચારીને પણ પરિવાર જેમ રાખે .આ પરિવારે તેના કરતાં વધારે વિશ્વાસ તેના પર કરતા હતાં.
બસ એની એકજ અઘરી ને અધૂરી જાણકારી હતી.
સમય સાથે તે વધતી જતી હતી. જેને કોઈ ઉકેલ ન હતો.
કોઈના વિચાર પર અમલ કરવો નહીં.આ વાત એના પપ્પા પાસે થી શીખ્યો હતા.
સાગર ના પિતા એટલે મનહરભાઈ એક સાદા ને સરળ સ્વભાવના જેમને વારસામાં કઈ મળ્યું ના હતું અપમાન સીવાય.
પણ એમના સરળ સ્વભાવે બધું જ જાત મહેનતે ને પોતાની કાબેલિયતથી હાંસિલ કરી નામના મેળવી.

આજના જમાનામાં સ્વબળે આગળ વધવા જતા તો અઢાર મુશ્કેલી આવે પણ એને પાર પાડે એ રાજા બાકી પાછળ રહે પ્રજા.
એમના મમ્મી એટલે સાક્ષાત અન્નપૂર્ણા. જેવું નામ તેવું જ તેમનું કામ. જેમની પાસે થી હજી મનહરભાઈ શીખતાં જાય છે.ને શીખતો રહીશ કેમ કે કહે છે એને આના પરિણામે બાળકોને આજે આ મુકામ આપ્યું છે.

વધુ સારી વિગત જાનશું આગળ ના ભાગમાં શનિવારે .
સાગર નો સ્વભાવ દેખાવ. એમના પપ્પાની કામની શૈલી.
પરિવાર ને રીત રજુઆત ને ઓરખ ને આપની નાયિકા ને પણ
તો મિત્રો વાંચવાનું ન ભૂલતા
અભિપ્રાય જરૂરથી આપશો તમને ગમ્યું કે નહિ અને શું હશે ભૂતકાળ ની ઘટના
જે થકી હું આગળ વાર્તાને નવું સ્વરૂપ આપી શકું.
ધન્યવાદ
તારો સાથ નવલ કથા વાંચવાનું ન ભુલતાં