Ajnabi Humsafar - 4 in Gujarati Love Stories by Dipika Kakadiya books and stories PDF | અજનબી હમસફર - ૪

Featured Books
  • Devil I Hate You - 23

    और फिर वहां सोचने लगती है, ,,,,,वह सोचते हुए ,,,,,अपनी आंखों...

  • श्रापित

    मनोहरपुर का नाम सुनते ही लोगों के चेहरे पर अजीब सी घबराहट आ...

  • स्वयंवधू - 33

    उलझन"कल शाम हुआ क्या था? भविष्य के लिए मुझे विस्तार से बताओ।...

  • लव एंड ट्रेजडी - 16

    उन सब ने नाश्ता कर लिया था अब उन्हें एक गाइड की ज़रुरत थी जो...

  • अपराध ही अपराध - भाग 31

    अध्याय 31 पिछला सारांश: कार्तिका इंडस्ट्रीज कंपनी के मालिक क...

Categories
Share

અજનબી હમસફર - ૪

પોતાની બાજુ ની ખાલી સીટ જોઈને દિયાને રાકેશ ની યાદ આવી. કેવી રીતે સવારે તે પોતાની બાજુમાં બેઠો હતો અને બંને મજાક મસ્તી કરતા હતા.આમોદમાં પોસ્ટિંગ મળ્યું છે એટલે હવે દિયાને આમોદમાં જ રહેવું પડશે અને રાકેશ પણ સવારે આમોદ માં રહેવા માટે કહેતો હતો એટલે હવે બંને રોજે મળી શકશે એ વિચારથી જ દિયા ખુશ થઈ ગઈ .


આ બાજુ રાકેશ પણ બસ સ્ટોપ પહોંચી દિયાની રાહ જોવા લાગ્યો. આજ સુધીમાં તેની ઘણી છોકરીઓ સાથે ફ્રેન્ડશીપ થયેલી પરંતુ તેણે કોઈને ફ્રેન્ડશીપ થી આગળ વધવા દીધી ન હતી .તેને ઘણી છોકરીઓએ પ્રપોઝ કરેલું પરંતુ તે દરેકને નમ્રતાથી ના પાડી દેતો હતો. કેમકે તે જાણતો હતો કે છોકરીઓ તેના પૈસા અને મોભાને પ્રેમ કરે છે પરંતુ દિયા ને જોઈને તેને કંઈક અલગ જ લાગણી મહેસુસ થઇ . પહેલીવાર તે કોઈ છોકરી વિશે આટલો વિચાર કરતો થઈ ગયો .


જ્યારે દિયાએ રાકેશને તેની ફેમિલી વિશે પૂછ્યું ત્યારે રાકેશે ફક્ત એટલું જ કહ્યું કે તેની ફેમિલી માં તેના મમ્મી-પપ્પા એક બહેન અને દાદા-દાદી છે અને તે લોકોની કાસ્ટ રાજપૂત છે પણ હકીકતમાં રાકેશ રાજવી પરિવારમાંથી આવતો હતો.આઝાદી પહેલા તેના દાદા ઉત્તર ગુજરાત ના એક સમૃદ્ધ રજવાડા ના રાજા હતા પરંતુ આઝાદી પછી તેમણે લોકશાહી માટે પોતાના રજવાડા ને અખંડ ભારતમાં સમાવેશ કર્યો અને પોતાના રાજાપણાનો ત્યાગ કર્યો અને લોકોની સેવા કરવા લાગ્યા. રાકેશના પપ્પા એમ.એલ.એ હતા અને તેના કુટુંબનુ તેની નાતમાં ખૂબ ઊંચું માન હતું. તે એક ગર્ભશ્રીમંત કુટુંબમાંથી આવતો હતો. તે કોલેજમાં પોતાની મર્સિડીઝ લઈને જતો. તેનો દેખાવ અને પર્સનાલિટી પણ કોઈ હીરો ને શરમાવે તેવી હતી એટલે સ્વાભાવિક જ છોકરીઓ તેના પર આકર્ષાય હતી .કેટલી દેખાવડી છોકરીઓ તેને પોતાના રૂપમાં ફસાવવાની કોશિશ કરતી પરંતુ રાકેશ એ બધી છોકરીઓ સાથે ખપ પુરતી જ વાતો કરતો . તેના મિત્રો માં છોકરાઓ જ વધારે હતા બે-ત્રણ છોકરીઓ સિવાય તેની કોઈ સ્ત્રીમિત્ર ના હતી. એ ભલે શ્રીમંત કુટુંબનો નબીરો હતો પરંતુ તેણે ક્યારેય તેનું અભિમાન ના હતું. તેનામાં કંઈક કરવાનુ જુનુન હતું. રાજપુતી ખૂન તેમની દેશદાઝ માટે જાણીતું છે અને એ જ દેશદાઝ રાકેશમાં પણ હતી તેને પોતાના દેશ માટે કંઈક કરવું હતું. તેના પિતા તેના વિસ્તારના એમ.એલ.એ હતા એટલે તે રાજકારણ વિશે પણ ઘણું જાણતો હતો પરંતુ ગંદી રાજનીતિથી તેને નફરત હતી એટલે જ તેણે કલેક્ટર બની પોતાના દેશ ની સેવા કરવાનું વિચાર્યું આથી તેની તૈયારી ના ભાગરૂપે તેને નોકરી મળી હતી અને આ નોકરી દરમિયાન તેની મુલાકાત દિયા સાથે થઈ .


પરંતુ આજે તે પોતાના જ વિચારોમાં ખોવાયેલો છે. કેમ તે વારંવાર દિયા વિશે વિચારે છે ?કેમ તેની એટલી બધી ફિકર કરે છે? તેને સરખી રીતે મળ્યા ને ફક્ત એક દિવસ જ થયો છે છતાં પણ જાણે ખુબજ જૂનો સંબંધ હોય એ રીતે બંને મિત્રો બની ગયા છે .કેમ આવું થાય છે? આ બધા વિચારોમાં ખોવાયેલો તે બસ સ્ટોપ પર બેઠો હતો ત્યાં જ તેના મોઢા પાસે કોઈએ ચપટી વગાડી એટલે રાકેશનુ ધ્યાન તૂટયુ. રાકેશે ઝબકીને જોયું તો દિયા તેની સામે ઉભી હતી.

" અરે તું આટલી જલદી આવી ગઈ "રાકેશ એ કહ્યું "મિસ્ટર ચાલીસ મિનિટ થઈ છે એ આટલું જલ્દી કહેવાય" દિયા એ હસતા હસતા કહ્યું .


"અરે હા ટાઈમ ની હ ખબર જ ના રહી"


" કોના વિચારોમાં ખોવાયેલો હતો ?"દિયા એ જાણે એને પકડી પાડયો હોય એમ પૂછ્યું.


"મેડમ, વિચાર કરવા માટે પણ જીંદગીમાં કોઈ નુ હોવુ જરૂરી છે પણ અમારા એવા નસીબ ક્યાં છે કે કોઈ અમારી જિંદગીમાં આવે" રાકેશે હસતા હસતા કહ્યું.
"અચ્છા તો પછી શું વિચારતો હતો?" દિયા એ પુછ્યુ.


"કંઇ નહિ બસ ઘરની ચિંતા માં હતો હવે રહેવા માટે મકાન પણ ઘર જેવું હોવું જોઈએ ને. બે જગ્યાએ જોયું પણ મકાન માલિક "આમ નહીં કરવાનુ,તેમ નહીં કરવાનું" એવા નિયમો ની લાંબી લીસ્ટ પકડાવી દે.. જાણે હોસ્ટેલમાં રહેતા હોય. એ મને ના ગમે એટલે હવે વિચારૂ છુ કે જ્યા મકાનમાલિક જોડે ના રહેતા હોય એવું કોઈ મકાન રાખી લેવ.


" બરાબર છે " "ચલો હવે મારે મામલતદાર કચેરી પહોંચવાનું છે એટલે હું પહેલા જોઈનીંગ કરી લવ પછી લંચ ટાઇમમાં આપણે મળીએ"દિયા એ ‌કહ્યું


"હુ પણ તારી સાથે આવું છું પછી સાથે લંચ કરીશું "રાકેશ હક થી કહ્યું


દિયાને તેની આ વાત ગમી ગઈ .બંને દિયાની ઓફીસ જવા લાગ્યા. રાકેશ તેની સાથે ઓફિસમાં ગયો અને દિયાની જોઇનિંગ પ્રોસિજર પૂરી કરવામાં પણ મદદ કરી.પ્યુને દિયા ને મામલતદાર સામે હાજર થવા કહ્યું એટલે દિયા મામલતદાર ઓફિસમાં ગઈ. મામલતદાર સાહેબે તેને બેસવા કહ્યું અને કોંગ્રેચ્યુલેશન્સ કહી તેનું અભિવાદન કર્યું .સામાન્ય નીતિનિયમો જણાવીને સાહેબે ઉમેર્યું કે ,"આજે તમારો પહેલો દિવસ છે તો તમે પુરી રીતે કચેરીની મુલાકાત લઈ તમારા કામ વિશે જાણીને ઘરે જઈ શકો છો કોમલબેન તમને એ માટે મદદ કરશે ."


દિયા એ" થેન્ક્યુ સર" કહીને રજા લીધી અને પોતાની કેબીનમાં આવી ને પ્યુનને કોમલબેન વિશે પૂછ્યુ. પ્યુને દિયાની બાજુની ટેબલ પર બેઠેલી એક છોકરી તરફ આંગળી ચીંધી કહ્યું ,"આ રહ્યા કોમલબેન"


કોમલ લગભગ દિયા જેટલી જ ઉંમરની અપરણિત છોકરી હતી અને તે પ્રોપર ભરૂચની જ હતી તેનું ગામ આમોદ થી છ કિલોમીટર જેટલું દૂર હતું એટલે સ્કૂટર પર ઑફિસ આવતી. ગઈ કાલે જ મામલતદાર સાહેબે નવા જોઇનીની સ્ટાફ ને માહિતી આપી અને કોમલને તેને કામ શીખવવા કહ્યું હતું. આ સાંભળી કોમલ ખુબ જ ખુશ થઈ ગઈ હતી કેમકે આખા ઓફિસ માં તે એક જ છોકરી હતી એટલે હવે તેને વાતો કરવા કોઈ છોકરીની કંપની મળશે અને કંટાળો નહીં આવે.પ્યુનનો અવાજ સંભળી તેણે દિયા સામે જોયું.દિયા ખુબ જ સુંદર લાગતી હતી . કોમલે સ્માઇલ કરી અને તેની સાથે હાથ મિલાવી કોન્ગ્રેચ્યુલેટ કર્યું.

દિયા એ પણ સ્માઈલ આપી થેંક્યું કહ્યું અને સાહેબ સાથે થયેલી વાતચીત જણાવી.

આ સાંભળી કોમલ ઊભી થઈ અને દિયાને ઑફિસ માં બધાના પરીચય આપવા લાગી ત્યાર બાદ દિયા ને કચેરી ના અલગ અલગ વિભાગો બતાવ્યા .

તમે સુરત થી આવો છો ને? કોમલે દિયા સાથે ઓળખાણ વધારવા પુછ્યુ.

હા અને તમે? દિયા એ સામે એ જ પ્રશ્ર્ન કર્યો.

"હુ અહીં રોહદ ગામમાં જ રહું છું. આમોદ થી નજીક જ છે." કોમલે જવાબ આપ્યો . વાત કરતા કરતા બંને ઑફિસ માં ગઇ અને પોતાની જગ્યા પર ગોઠવાઈ.

દિયા ને યાદ આવ્યું કે રાકેશ કચેરી બહાર ઉભો હશે. એટલે તેણે રાકેશ ને મેસેજ કર્યો કે હમણાં લંચ બ્રેક પડશે પછી તે ફ્રી.જવાબમા રાકેશે કહ્યું કે કોઈ વાંધો નથી હું રાહ જોઈશ.


(શું દિયા અને રાકેશ ની સ્ટોરી આગળ વધશે? દિયા ને રાકેશ ની સચ્ચાઈ ની ખબર પડ્યા પછી શું કરશે? જોઈએ આગળના ભાગમાં)