SENMI - 4 in Gujarati Short Stories by Rohit Prajapati books and stories PDF | સેનમી - ભાગ ૪

Featured Books
  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

  • હું અને મારા અહસાસ - 108

    બ્રહ્માંડના હૃદયમાંથી નફરતને નાબૂદ કરતા રહો. ચાલો પ્રેમની જ્...

Categories
Share

સેનમી - ભાગ ૪

તેં દિવસે સોનલે ગામના મુખીની હાજરીમાં જે મંદિરમાં પગ મુકવાની મંજુરી નહોતી એ મંદિરમાં જઈને ચોખા ઘી નો દીવો કર્યો, આ વાતની જાણ આખા ગામમાં થઇ એટલે તો જાણે આખા ગામમાં ભૂકંપ આવ્યો. સિત્તેર ટકા લોકોના મનમાં સવાલ પેદા થયો,“હાય બાપ આવું તો થતું હશે? સેન્મીના પગલા મંદિરમાં પડ્યા?,આખું મંદિર ધોવડાવવું પડશે”. જયારે ત્રીસ ટકા લોકો એવા પણ હતા જે એવું વિચારતા હતા,”ઠીક છે ને હવે, પૂજા કરી તો કરી.એય માણસ તો ખરા જ ને”. મારી સોનલબેનના બાપુ શંકરે હવે સોનલને ઘરમાંથી બહાર નીકળવા પર પ્રતિબંબ લાધ્યો. ખેતરેથી આવતા જતા,ઝાંપામાં,દુકાને આવતા જતા લોકોના ટાણા સાંભળીને આ પગલું ભરવામાં આવ્યું હતું. હવે સોનલબેનને ચાર દીવાલોમાં ભરાઈને બેસી રહેવું પડતું હતું. આંખોની સામે ટીવી અને આંખોની અંદર દોર વગર ઉડતા પતંગ બનવાના સપના. આજ કાલ ટીવી પર તો આપણે જોઈએ જ છીએ કે કેવી કેવી સીરીયલો હોય છે. વાસ્તવિકતાથી સ્નાન સૂતકનોય સબંધ ના હોય એવી વાર્તાઓ સીરીયલોમાં બતાવવામાં આવે છે. મહેસાણા જીલ્લાના નાનકડા ગામની એક નાનકડી ઓરડીમાં બેસીને સોનલબેન મુંબઈમાં ભજવાતા બીગ-બોસના એપિસોડ એક પછી એક જોતી રહી, સાથે સાથે આવતા રીયાલીટી શો પણ. ઘરમાં એનો શ્વાસ ઘૂંટાઈ રહ્યો હતો. એને કોલેજના મિત્રો યાદ આવી રહ્યા હતા. વોટ્સએપ ને ફેસબુક બધું જ હતું પણ રૂબરૂ મળવાની પણ કંઈક તો મજા હોય જ ને. ઘણીને ચાર દિવસ ઓરડીમાં રહી હશે ને સોનલે મનોમન નક્કી કરી નાખ્યું આપણે હવે અહીંથી ઉડવું પડશે. જો અહીં આ ગામડામાં જ રહી તો ક્યારેય એનું ડાન્સર બનવાનું સપનું પૂરું નહિ કરી શકે. રોજ કંકુબેન આવીને સોનલને પ્રેમથી પોતાના હાથથી જમાડતા, અને વારંવાર સમજાવવાની કોશિશ કરતા, “દીકરી તો એને ઘેર જ શોભે. જુવાનજોધ દીકરીને ઘરમાં રાખે એતો માં-બાપની જ ભૂલ કહેવાય દીકરી. તું ખાલી એક વાર હા કહે. એક એકથી ચડિયાતા ઘરના માંગા લાવું છું કે નહિ? અને આમેય આપણે તો ભણ્યા ગણ્યા છીએ. આપણે કંઈ એમ નેમ જોયા વગર થોડું તારું સગપણ કરી લઈશું?” સોનલની માં એકદમ સાચું કહેતી હતી. ગામડામાં રહેવું અને જોઈ જોઈને અને મળી મળીને સગાઇ કરવી એનાથી વધુ શું અપેક્ષા હોઈ શકે? એમને મન તો જોયા વગર જ ઘોડિયામાં જ બાળલગ્ન થતા હતા ત્યારે એને જ અભણ પગલું કહેવામાં આવતુ. પણ હમણાં તો દુનિયા આગળ ચાલી નીકળી હતી, અને એમના મનથી તો એ દુનિયાની સાથે જ હતા. પણ સોનલ? સોનલ તો રોજ બીગ બોસ,ને અવનવી સીરીયલો અને આજ કાલ યુટ્યુબ પર AIB ના વિડિયોઝ જોતી હતી. એને તો સમજાઈ રહ્યું હતું કે એના માં-બાપ દુનિયાથી એક આખી પેઢી પાછળ છે. અને એનું ગામ? ગામ તો આખી ત્રણ પેઢી. રોજ લોખંડના બારણાવાળા બાથરૂમમાં નહાતી વખતે સોનલ વિચારતી,”હું ખરેખર નસીબદાર કહેવાઉં કે નહિ? નાની હતી એટલે સાબુ પણ નહિ ને માત્ર રાખ અથવા તો ઠીકરડું(માટલાનો કટકો) ઘસીને નહાતી, એમ.બી.એ કર્યા પછી એશ્વર્યા રાય અને કરીના કપૂર રોજ ટીવી પરે જે સાબુથી નહાય એ લક્સ સાબુથી નહાવાનું અને હવે? હવે શાવર જેલ હાથમાં લઈને પોતાના નમણા શરીર પર લગાવવાના સપના જોવાના અને એ પુરા થવાની ખાતરી પણ ખરી જ પાછી, નસીબદાર જ કહેવાય ને. ત્રણ ત્રણ પેઢી સુધીના બદલાવ એની આંખો સામે થાય અને એ એને માણવા મળે. ખરેખર! બાકી એવું જનરલી બનતું નથી, જે શહેરમાં જ જન્મ છે એ તો જન્મ થી જ જે ટ્રેન્ડ ચાલતો હોય એમાં પરોવાઈ જાય. જે નાના શહેરમાં અને મધ્યમ વર્ગમાં જન્મ્યા છે એમને લક્સ સાબુ અને પછી શાવર જેલ સુધીં જીવવા મળે. બાકી જે નાનકડા ગામડામાંજ જન્મ્યા હોય ને પોતાના પગ પર ઉભા થઈને શહેરની બિલ્ડીંગો સુધી પહોંચતા હોય એમને ત્રણેય માણવાનો ખુબ જ સરસ ચાન્સ મળે છે. માત્ર ફરક એટલો કે તમને એ ખબર હોવી જોઈએ કે તમે નસીબદાર છો કે નહિ? અને છો તો પછી શહેરની બિલ્ડીંગમાં જઈને રહેવાના સપના જોવાની તાકાતય તમારામાં હોવી જરૂરી છે, અને અહીં મારી સોનલબેનમાં તો એ તાકાત હતી. આ ઓરડીમાંથી બહાર નીકળીને એને ફ્લેટમાં જઈને બારીમાંથી દેખાતો કૃત્રિમ વ્યુ જોઇને ઈંસ્ટાગ્રામ પર ફોટો પોસ્ટ કરવો હતો અને નીચે લખવું હતું, a view from my window.