Red Shirt - 2 in Gujarati Fiction Stories by Denis Christian books and stories PDF | Red Shirt - 2

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

Red Shirt - 2

Red Shirt (Part:2)

ગયા અંક માં:
રાઘવ એક શક્તિશાળી વ્યક્તિ છે. એને બહુ સફળ થવું છે, અને ના એને પસન્દ નથી. સફળ થવા એ કોઈ પણ હદે જઇ શકે છે. એની માઁ એને એટલો પ્રેમ કરે છે કે એ રાઘવ ને આમ જોઈ નથી શકતી અને રાઘવ એની માઁ ને એટલો પ્રેમ કરે છે કે એ માઁ નો જીવ લઇ લે છે. હવે એણે સફેદ શર્ટ પહેરી ને ઢોંગ કરવાનું છોડી લાલ શર્ટ માં પોતાની જાત ને અપનાવી લીધી છે.

હવે આગળ....
######################

લાલ શર્ટ માં રાઘવ તૈયાર થઈ ને બાલ્કની બેઠો હતો; સવારની ચા ની ચૂસકી લેતા લેતા, દૂર સુધી પથરાયેલા લીલા ઘાસ ના બાગ ને નિહાળી રહ્યો હતો. થોડી વાર એ નિહાળતો પછી પોતાની આંખો બંધ કરતો, એક હાથ લાંબો કરતો અને randomly બાગ માંથી કોઈ એક ઝાડ કે છોડ ને પસંદ કરતો.. પછી કાંઈક વિચારતો અને ફરી પાછો આંખો બંધ કરી નવું ઝાડ કે છોડ પસંદ કરવામાં લાગી જતો.

જીગર પાછળ આવી ને થોડીક વાર થી ઉભો હતો અને રાઘવ નું આ વિચિત્ર કાર્ય જોઈ રહ્યો હતો, પેહલી વાર જોયું તો એને આશ્ચર્ય થયું પણ 3-4 વખત પુનરાવર્તન થયું તો એને વિચાર આવ્યો કે ક્યાંક.. રાઘવ એની માતા ના શોક માં પાગલ તો નથી થઈ રહ્યો ને??

એણે ધીરે થી રાઘવ પાછળ આવી ને પૂછ્યું, "રાઘવ ભાઈ..". રાઘવ એકદમ ચમકી ગયો, પણ તરત એણે જીગર ને ખુશી થી આવકાર્યો, "અરે, જીગા, આવ આવ બેસ.." જીગર થોડો કચવાતો બાજુ ની ખુરશી માં બેઠો. રાઘવે મિત્રતા દાખવી, "ચા પીશ??" જીગર ની ઇચ્છા નોહતી ચા પીવાની એણે ના પાડવા મોહ ખોલ્યું પણ ત્યાં જ એને યાદ આવ્યું કે રાઘવ ને 'ના' સાંભળવું કેટલું ગમે છે, એની ના ગળા માં થી બહાર નીકળતા નીકળતા હા થઈ ગઈ. "હા". તરત રાઘવ એના માટે કીટલી માંથી કપ માં ચા કાઢવા લાગ્યો.જીગર માત્ર આ નિહાળી રહ્યો. રાઘવે તેને ચાનો કપ આપ્યો.

ચાનો કપ હાથમાં લેતા જીગરે વાત છેડી, "રાઘવ ભાઈ આ તમે બાગ સામે જોઈ ને શુ કરતા હતાં?"

રાઘવ હસી ને, "અરે, just પોતાની જાત જોડે એક નાની રમત રમતો હતો."

જીગર એ પૂછ્યું, "રમત? કેવી રમત?"

રાઘવે હસી ને કહ્યું, "હા, તું રમીશ??"

જીગર એ હા પાડી દીધી, ના પાડવાનો તો પ્રશ્ન જ નોહતો.
રાઘવે ઉત્સાહ માં આવી ને કહ્યું, "જો આ બાગ, એમાં થી આંખો બંધ કરી ને એક ઝાડ કે એક છોડ પસંદ કર." જીગરે આદેશ પાળ્યો. રાઘવે રમત આગળ ચલાવી, "હા તો પસંદ કરી લીધું? કયું પસંદ કર્યું?"

જીગર બહુ આસાની થી, "પેલો આંબો."
રાઘવ હસી ને, "સરસ મઝા આવશે. બહુ અઘરું લીધું તે. હવે સંભાળ તારે શુ કરવાનું છે." જીગર એ ધ્યાનથી સાંભળવાનું શરૂ કર્યું.

રાઘવે નિયમ સમજાયો, "હવે તારે એ યાદ કરવાનું છે કે એ આંબા નીચે કેટલી લાશો આપણે દાટી હશે. Exact આંકડો કેહ જે." જીગર હેબતાઈ ને, "શુ ગણવાનું છે મારે??" રાઘવ હસી ને , "total કેટલી લાશો આપણે દાટી હશે એ.."

જીગર બે મિનિટ રાઘવ ને જોઈ રહ્યો, એને આ રમત પર વિશ્વાસ નોહતો, પણ લાગ્યું રાઘવ serious હતો. જીગર એ આંબા પર નજર કરી આંગળી ના વેઢા ગણવાનું શરૂ કર્યું. બધી બાદબાકી ને સરવાળા પછી એણે જવાબ આપ્યો. "6".

"ગલત જવાબ"રાઘવે હસી ને અમિતાભ ની એકટીંગ કરતા કહ્યું. "તું શેખર ને ભૂલી ગયો ને?" રાઘવ ફરી હસી પડ્યો.

"એ હા યાર.. શેખર બહુ જૂનો.." હવે તો જીગર ને પણ આ રમત માં મઝા આવા લાગી.

"અબ દૂસરા પડાવ" રાઘવે kbc ચાલુ રાખ્યું. "એ બધા ને શેના થી અને કેમ માર્યા હતા એ યાદ છે??"
જીગર પણ મઝા લેવા લાગ્યો, "બે, આ તો બહુ અઘરું છે.. quit ભાઈ quit.. " અને બંને હસી પડ્યા.
રાઘવ હસતા હસતા, "અલ્યા હજુ તો ત્રીજો પડાવ પણ હતો. દરેક ની તારીખ બતાવો." જીગર એ હસી નાખ્યું, "ઓ બાપરે... આપણને તો ના યાદ રહે.. તને રહે છે..?"
રાઘવ હાર સ્વીકારતા "ના ભાઈ ના". પણ પછી રાઘવ ની નજર એક પારિજાત ના ઝાડ પર પડે છે જે એની માઁ ની કબર પર હોય છે એટલે એ થોડો ભાવુક થઈ જાય છે.. "પણ કોઇક વાર કેટલાક ઝાડ યાદ રહી જાય છે." જીગર આ બદલાવ ને સમજી જાયછે.

"રાઘવ, 'કાકા' નો ફોન આવ્યો હતો" જીગર વાત બદલી નાખે છે.
રાઘવ એકદમ ભૂતકાળ માંથી યાદ આવી "હા, કાકા નો કોલ તો મને પણ આજ સવાર થી આવે છે. શુ કાંઈ થયું છે?"

જીગર થોડો ધીમા અવાજ માં, "પેલું consignment.. હજુ નથી ગયું. આપણું consignment બે દિવસ માં નહીં પોહચે તો માલ બગડી જશે. આઉટ ઓફ ઇન્ડિયા ફ્લાઈટ માં જાય એવું નથી. આપણે એને શ્રીલંકા બોટ થી પોહચાડવું પડશે. ત્યા થી પછી કોઈ પણ રીતે ઉડાવી ને બહાર પોહચાડી દઈશું. પણ આપણી આ ગતિવિધિ ઇન્ડિયન નેવી ના એક મોટા અફસર 'મયુર' ને ખબર પડી ગઈ છે. એણે ત્યાં પાણી માં ચેકિંગ વધારી દેવડાયું છે."

રાઘવ એ ઊંડા શ્વાસ જોડે જીગરે આપેલી બધી information પોતાની અંદર ઉતારી લીધી. એનું મગજ કામ કરવાનું ચાલુ થયું. "કાંઈક કરવું પડશે તો આ મયુર નું.. બહુ મોર ટહુકે છે એના નામ ના..."

જીગર સમજી ગયો હતો, "કેહતા હોય તો એક કબર ખોદાવી દુઉ પેલા વડ નીચે??"

રાઘવ હસી ને, "ના, ના એક મુલાકાત ગોઠવ, જલ્દી." અને રાઘવ ફરી બાગ તરફ જોવા લાગ્યો.

જીગર પણ હવે બાગ ને નિરખવા લાગ્યો. "સાચ્ચે, બાગ બહુ મસ્ત ખીલ્યો છે હો"

રાઘવે એક કરડી નજર જીગર પર નાખી, જીગર થોડો ઝંખવાનો પડી ગયો.

"બધી આ ખાતર ની કમાલ છે જીગર ખાતર ની." અને રાઘવ હસી પડ્યો. જીગર ને પણ હસું આવી ગયું. બંને મિત્રો એ બાગ ને જોઈ પોતની રમત ફરી શરૂ કરી.

__________________________________________

રાઘવ પોતાના લાલ શર્ટ ની બાંયો ને કોણી સુધી વાળતો, એક 5સ્ટાર હોટલ ના બેનકવેટ હોલ માં મોટો દરવાજો ખોલી પ્રવેશ્યો. પાછળ પાછળ જીગર અને શિવા પણ પ્રવેશ્યાં.

રાઘવે એક નજર બધા ટેબલ પર કરી. બુટ સૂટ પહેરેલા અમીર પુરુષો અને જાત જાત ના વસ્ત્રો પહેરેલી ખુબસુરત સ્ત્રીઓ થી ટેબલો અને હોલ ભરાયેલા હતા. ખૂણા માં પિયાનો પર મ્યુઝિક વાગતું હતું અને ટેબલો પર સ્વાદિષ્ટ વાનગીઓ પીરસાય રહી હતી. જેને આ sofesticated લોકો બહુ discipline થી છરી કાંટા ના ઉપયોગ થી ખાઈ રહ્યા હતા.

રાઘવે જીગર ની તરફ ખાલી જોઈ ને આંખો થી પૂછ્યું. "કોણ?". જીગર એ પણ કશું જ બોલ્યા વગર એક ટેબલ પર ઈશારો નાખ્યો. રાઘવે એ ટેબલ ને જોઈ રહ્યો. એક આધેડ વય નું કપલ બેઠું હતું. પુરુષે બ્લેક tuxido અને white શર્ટ પહેર્યો હતો અને સ્ત્રીએ એક વાદળી રંગ ની ટ્રાન્સપ્રરંટ સાડી.

રાઘવે ટેબલ તરફ ચાલવાનું શરૂ કર્યુ. એનો પ્રભાવ, એની ચાલ, એની બેફિકરાઈ અને 'સભ્ય' માહોલ માં તેનો આ ભપકાદાર લાલ શર્ટ બધાનું ધ્યાન એના તરફ ખેંચી રહયા હતા. રસ્તા માં એક ટેબલ આવ્યું, ત્યાં એક યુવાન અને યુવતી બેઠા હતા. યુવતી વાઈન પી રહી હતી. એની લાલ લિપસ્ટિક એ પતલા ગ્લાસ પર લાગી ગઈ હતી. રાઘવે એમની પાસે થી પસાર થતા, બે સેકંડ ત્યાં રોકાયો. યુવતી પાસે જઈ એણે પીધેલો અધુરો ગ્લાસ એના હાથ માંથી લઈ લીધો. સ્મિત આપ્યું , "cheers" કહ્યું. અને લિપસ્ટિક લાગેલા ભાગ તરફ થી જ wine પીતો, કોઈ ની પરવાહ કર્યા વગર આગળ વધી ગયો. યુવાન અને યુવતી હજુ ડરેલા હતા. પણ આ ઘટના ને લીધે હવે હોલ ની લગભગ દરેક વ્યક્તિ નું ધ્યાન રાઘવ એ પોતાની તરફ ખેંચી લીધું હતું.

રાઘવ પોતાના ધારેલ ટેબલ આગળ આવી ઉભો રહ્યો. હજુ પેલું આધેડ વય નું કપલ પોતાની તરફ આવી રહેલા તોફાન થી અનજાન એક બીજા ની વાતોમાં ખોવાયેલું હતું. રાઘવે તેમને જોતા જોતા લિપસ્ટિક વાળા ગ્લાસ માંથી એક wine નો ઘૂંટડો લીધો. પેલી સ્ત્રી એ ચમચી લેવા પોતાનો હાથ લાંબો કર્યો, પણ ત્યાં જ એક દમ થી રાઘવે આવી ને એજ ચમચી લઇ લીધી. સ્ત્રી થોડી હબકી ગઇ. પુરુષ પણ થોડો અચંબામાં હતો.

રાઘવે ચમચી થી પોતના હાથ માં રહેલા ગ્લાસ ને જેન્ટલી ખખડાવી ને અવાજ કર્યો. અવાજ થી બધા નું ધ્યાન રાઘવ તરફ ગયું, આખા હોલ માં શાંતિ છવાઈ ગઈ. રાઘવ ના ચેહરા પર એક સ્મિત હતું અને બધાની આંખો રાઘવ પર. રાઘવે કશું જ બોલ્યા વગર ધીરે ધીરે હોલ માં રહેલા બધા સામે જોવાનું ચાલુ કર્યું, જાણે બધાને પોતાની માયા જાળ માં ફસાવતો હોય. બધાને જોયા બાદ એણે માત્ર પેલા દરવાજા ને જોયું. આખા હોલ નું વાતાવરણ ભારે થઈ ગયુ. રાઘવે ફરી બધા સામે જોવાનું ચાલુ કર્યું અને બધા ધીમે ધીમે દરવાજા ની બહાર જવા લાગ્યા. ધીરે ધીરે આખો હોલ ખાલી થવા લાગ્યો. બધાનું જોઈ પેલી સ્ત્રી પણ જવા ઉભી થઇ પણ રાઘવે એની સામે જોયું ને બેસવા ઈશારો કર્યો. લગભગ બધા બહાર નીકળી ચુક્યા હતાં, થોડા ઘણાં લોકો દરવાજા થી બહાર જતા હતાં. રાઘવે બુમ મારી, "Thank you...", થોડા લોકો એ પાછળ ફરી ને જોયું. એમાંથી એક શ્રીમાન ને ઉદેશી ને રાઘવે કીધું, "please, દરવાજો બંધ કરતા જજો..." પેલા શ્રીમાન પેહલા તો થોડા ઝંખવાના પડી ગયા પણ પછી એમણે મુન્ડી હલાવી ને રાઘવ ના આદેશ નું પાલન કર્યું અને દરવાજો બંધ થઈ ગયો.

શિવા એટલી વાર માં એક ખુડશી લઇ ને આવ્યો ને એને પેલા પુરુષ ની બાજુ માં ટેબલ તરફ કરી ને મૂકી દીધી. રાઘવે પેલી સ્ત્રી ને એ ખુડશી પર બેસવા આંખથી ઈશારો કર્યો.

એ સ્ત્રી હવે અકળાઈ ઉઠી, "excuse me??"

રાઘવે એક ઊંડો નિશાસો નાખ્યો, પછી ચાલુ કર્યું, "ચ..ચ..ચ.. આખો સીન બગાડી નાખ્યો, હિન્દી ફિલ્મો નથી જોતા?? હીરો હિરોઇન ડિનર કરતા હોય , વિલન ની એન્ટ્રી થાય. હિરોઇન હીરોની બાહો માં જઈ ને લપાઈ જાય. હીરો અને વિલન એક બીજાની આમને સામે ટેબલ પર બેઠા હોય... ને પછી ડાયલોગ ની તડાફડી ચાલુ થાય... પણ પણ.. અહી તો તમે એની સામે બેઠા છો, એ મારી જગ્યા છે વિલનની, તમારી જગ્યા ત્યાં પેલી ખુડશી પર છે, please , તારો રોલ સમજો અને.. " રાઘવે ફરી ખુડશી બતાવી.

સ્ત્રી એ વધુ અકળાઈ ને કહ્યું, "આ બધું શુ છે?? તું છું કોણ?"

"રાઘવ" રાઘવે લિપસ્ટિક વાળા ગ્લાસ માંથી wine પીતા, ગર્વથી જવાબ આપ્યો.

સ્ત્રી એ મુંઝવણ માં પડી ને પૂછ્યું, "રાઘવ...??"

રાઘવે જવાબ આપ્યો, "રાઘવ. બસ, રાઘવ. ઘણા નામ ને સરનેમ ની જરૂર નથી હોતી. નામ નું પણ એક માન હોય છે."

"અને ઘણાં નામ પહેલે થી જ બદનામ હોય છે." પેહલીવાર પુરુષે શબ્દો ઉચ્ચાર્યા.

રાઘવ હસી પડ્યો. "જોયું , જીગર આને કેહવાય હીરો. મારે છેને ડાયલોગ." પછી તાળી પાડતા પુરુષ સામે ઝૂકી ને કહ્યું , "મઝા આવશે, મયુર ભાઈ". તરત પછી સ્ત્રી સામે જોઇને રાઘવે ગહેરા અવાજ માં ચાલુ કર્યું, "જોયું ભાભી, ભાઈ સમજદાર છે, તો તમે જરા એ ખુડશી ગ્રહણ કરો હું જરા મારા character માં ઘુસુ. થોડા business ની વાતો કરું, લોહી નો વેપાર છે, ભાઈએ એક consignment રોકી રાખ્યું છે, કરોડો નો માલ છે, અને હજારો લોકો ના જીવ નો સવાલ છે. પૈસા માટે નહીં તો, લોકો ના જીવ બચાવવા માટે તો એક વાર discussion કરવું પડશે ને..??" રાઘવ નું હાસ્ય ફરી હોલ માં ગુંજી ઉઠ્યું.

######################

વધુ આવતા અંકે...

પણ આ consignment માં છે શું? રાઘવ નો વેપાર શેનો છે? કાકા કોણ છે? મયુર શુ જાણે છે, રાઘવ વિશે? અને રાઘવના consignment વિશે? શું એ રાઘવ ને ના પાડી શકશે કે પછી એ પણ કોઈ ઝાડ નીચે....

વધું આવતા વખતે..

*************
દરેક વ્યક્તિ ની જિંદગી માં કાંઈક તો એવું થયું જ હોય જે એની જિંદગી ની વાર્તા ને બીજા ની વાર્તા કરતાં કંઈક હટકે બનાવે. હું એવી વાર્તાઓ શોધતો હોઉં છું. તો જો તમને મારું લખાણ ગમ્યું છે અને તમે જો ઈચ્છા રાખો છો કે તમારી જિંદગી ની વાર્તા હું મારા લેખન દ્વારા દુનિયા આગળ મુકું તો please ખુલ્લા મને તમે મને 8460894224 પર call કે whatsapp થી contact કરી શકો છો.કારણકે દરેક જિંદગી એક વાર્તા છે અને દરેક વાર્તા ને દુનિયા આગળ પ્રગટ થવાનો હક છે.
.
Thank you, પુરી વાર્તા વાંચવા માટે અને હવે મને ખબર છે તમે તરત બીજી વાર્તા પર jump કરવા તૈયાર છો. પણ એ પેહલા, જો આ વાર્તા એ તમને touch કર્યા હોય, entertain કર્યા હોય કે bore કર્યા હોય તો please તમારી life ની ૨ સેકન્ડ આપજો, તમારા પ્રતિભાવ અને રેટિંગ આપીને. જેથી હું તમારી અને ગુજરાતી સાહિત્ય ની વધુ સારી સેવા કરી શકું. આભાર.