પ્રકરણ - 4 (છેલ્લો એપિસોડ)
"વેઈટ ..." પ્રિયંકા બોલી.
"જલ્પા, જો તું મને આ તારો ટોલ, ડાર્ક હેન્ડસમ ભાઈ નિલેશ આપ તો હું તને દેવ આપી દઉં!" પ્રિયંકાએ શરત મૂકી.
"બહેન, આઈ રિઅલી લાઈક પ્રિયંકા! શી ઇઝ સો ક્યૂટ આઇ એમ ઇન લવ વીથ હર!" નિલેશ બોલ્યો.
સૌની વચ્ચે ની દુશ્મની મટી ગઈ.
જલ્પા - દેવ અને નિલેશ - પ્રિયંકા એક બીજાને ભેટી પડ્યા.
રાજે એક બાજુ જઈ, ફૉન કરી તેના આદમીઓ દ્વારા ચારેય ને કલોરોફોમૅ સુંઘાડી દિધુ!
સૌને હોશ આવ્યો ત્યારે રાજ અને જલ્પા ગાયબ હતા. એક ચિઠ્ઠી મળી, જેમાં જે લખ્યું હતું તે ચોંકાવનારું હતું!
દેવે ચિઠ્ઠી વાંચી:
"Dear Detective , સોરી! પણ જલ્પા હવે મારી પાસે છે, તું બીજી કોઈને લવ કર!
પિયુ, હું તો તને પોતાની માનતો હતો, પણ તું તો હવે પારકી થઈ ગઈ! તું પણ હવે મારી દુશ્મન જ છે!
મારા દુશ્મનો, હું જલ્પા થી બધી જ પ્રોપર્ટી ઝ લઈ લઈશ. રોકી શકો તો રોકો મને! - તમારો દુશ્મન રાજ!"
"હું જલ્પા નો વાળ પણ વાંકો નહિ થવા દઉં!" દેવે કહ્યું. ગુસ્સા ના આવેગ ને લીધે તેને કાગળને જોર થી ભીંસી લીધો અથવા એનાથી ભીંસાઈ ગયો! "અમે તારી સાથે છીએ." પ્રિયંકા અને નિલેશ એ કહ્યું. દેવ એની ટીમ સાથે તૈયાર હતો ...
સૌ દેવના ઘરે હતા.
"જુઓ, નિલેશ આપણે બે રાજને સંભાળી શું એટલે કે એટેક કરીશું અને પ્રિયંકા, તારે જઈને જલ્પા ને છોડાવવાની! આપની પાસે સમય ખૂબ જ ઓછો છે!" દેવે આખો પ્લાન સમજાવ્યું.
"દેવ, આપણે જલ્પાના ઘરે જવું જોઈએ. રાજ ત્યાં જ હશે!" પ્રિયંકા બોલી.
સૌ જલ્પા ના ઘરે પહોંચી ગયા. ત્યાં બધે જ કેટલાક કાળા પહેરવેશ ધારીઓ નો પહેરો હતો!
દેવ અને નિલેશ ઘરમાં પ્રવેશ્યા. ઘણા પહેરદારીઓને તેમને રોક્યા અને બંને એ તેમને બહાદુરીથી માર્યા.
પ્રિયંકા દોરી નાખી, ઉપર જલ્પા ના રૂમમાં દાખલ થઈ! જલ્પા ને પહેલા દોરીથી નીચે ઉતરી, જેવી પ્રિયંકા ઉતારવા ગઈ કે રાજે ઉપરથી રસ્સી કાપી!
દેવ અને નિલેશ પણ રૂમમાં આવી ગયા. આ બાજુ દેવ અને રાજ લડવા લાગ્યાં અને નિલેશ એ પેલી રસ્સી પકડી લીધી, પણ ...
પણ નિલેશ પણ દોરીથી બહાર પટકાયો! પ્રિયંકા અને નિલેશ બન્નેની હાલત બુરી હોત, પણ નીચે ગાદલા ભરેલ ટ્રક હતો!
રાજ અને દેવ ધમાષણ લડ્યાં. તેઓ ઘણા સમય બાદ રૂક્યાં. વચ્ચે વચ્ચે રાજ દેવને તો દેવ રાજ ને મારતો અને નીચે પાડી દેતો... રાજની અત્યાચારની બધી જ વાતો દેવ ના દિમાગ માં એક પછી એક ફ્લેશ થવા લાગી... આને પરિનામ એ દેવે રાજને મારી નાખ્યો હતો!
"બોથ આર આઉટ ઑફ ડેન્જર!" ડોક્ટરે દેવ અને જલ્પા ને કહ્યું.
"હાશ...!!!" જલ્પા થી હાશકારો નીકળી ગયો...
દેવ ના જીવ માં જીવ આવ્યો...
હોસ્પિટલના રૂમમાં નિલેશ બોલ્યો: "સારું થયું કે અમે ગાદલા ભરેલા ટ્રકમાં પડ્યાં.!"
ચારેય વ્યક્તિઓ ખૂબ ખુશ હતા. રાજની આતંકલીલા સમાપ્ત થઈ ગઈ હતી.
[ટેકનીકલ એરર ની લીધે મેં આ પ્રકરણ એપલોડ જ ના કરી શક્યો... જેનું મને ઘણું જ દુઃખ છે...]
(સમાપ્ત)
આટલો સમય ક્યા વીતી ગયો કોઈ જાણ ના રહી... હવે આપણે વાર્તાના અંતિમ ભાગમાં પહોંચી ગયા માતૃભારતી નાં વાચકો સાથેના આ સ્નેહ સંબંધ માં બહુ જ મજા આવી... મારી જિંદગીની આ પહેલી વાર્તા હોવાથી ઘણું જ મહત્વ ધરાવે છે...
આપ પોતાના વિચારો commment કરી જણાવો એવી નમ્ર વિનંતી...
પ્રસ્તુત વાર્તા મૂળ મારી ડાયરી માં લખેલ હતી... એમ કહી શકાય કે આ વાર્તા થી મેં વાર્તા ના વિશ્વ માં ડેબ્યુ કર્યું એમ... હવે સમય અને સંજોગ પ્રમાણે આગળ પણ વાર્તા લાવવાની કોશિશ કરીશ...
આ વાર્તા નો concept જબરદસ્ત છે... જે વાચકો ને જકડી રાખશે ...
પ્રસ્તુત વાર્તા એ નાની છે ... જે એની એક ખાસિયત છે ... ઓછા સમયમાં મનોરંજન માટે ઉપયોગી રહેશે ...