Aasim riyaz in Gujarati Biography by Irfan Juneja books and stories PDF | આસિમ રિયાઝ

Featured Books
Categories
Share

આસિમ રિયાઝ

૧૩ જુલાઈ ૧૯૯૩માં જમ્મુમાં એક બાળકનો જન્મ થયો. એને નામ આપવામાં આવ્યું આસિમ. ઉમરના નાના ભાઈ આસિમને ભણવામાં રસ ઓછો હતો તેમ છતાં સ્ફુલિંગ એને દિલ્હી પબ્લિક સ્કુલ જમ્મુમાં કરેલું. ભણવામાં રસ ન હોવાથી આસિમના પિતા એને મુંબઇ મૂકી ગયા અને એક્ટિંગના ક્લાસ જોઈન કરાવ્યા. આસિમને એક્ટિંગનો ગાંડો શોખ હતો.

જમ્મુના આ છોકરાની જિંદગીમાં ખુબ જ સંઘર્ષો આવ્યા પણ એની અંદર જીતવાનો ઝુનુન હંમેશા હતું. એક્ટિંગની સાથે સાથે એ રેસલિંગ અને બોડી બિલ્ડીંગનો પણ દિવાનો હતો. નિયમિત જિમ કરી આસિમેં પોતાની બોડી સુડોળ અને ફિટ બનાવી હતી. એની બોડીમાં પડતા સિક્સ પેક એના પરિશ્રમનું જ પરિણામ હતું.

આસિમનો ચેહરો દસ વર્ષના સંઘર્ષ પછી પણ અજાણ હતો. એને કોઈ મોટા પ્રોજેક્ટ નહોતા મળ્યા. પણ એની પર્સનાલિટીને જોઈ બિગબોસએ એને શો માટે ઓફર કરી. બિગબોસના શો શરૂ થવાના પાંચ કલાક પહેલા જ કન્ફર્મ થયેલા આસિમને બિગબોસ સીઝન ૧૩ માં મોકો મળ્યો.

સલમાન ખાન સાથે જયારે આસિમે પહેલીવાર સ્ટેજ શેર કર્યું ત્યારે એનો ઈંગ્લીશ એકસેન્ટ જોઈ એની થોડી ટાંગ ખીચાઇ થઇ. સ્ટેજ પર જ ડિસ્પ્લેમાં બેઠેલા પારસ સાથે શોની શરૂઆતમાં જ એની બોલા ચાલી થઇ. જોતા તો એમ જ લાગેલું કે બોડી ને સિક્સ પેક સિવાય આ વ્યક્તિમાં કઈ ખાસ નથી. એક બે વીકમાં તો એ બહાર જ આવી જશે. પણ આસિમે કંઈક અલગ જ ઠાની લીધું હતું.

બિગબોસમાં આસિમ પ્રવેશ્યો ત્યારે પારસ સાથે એના ઝગડાઓ થવા લાગ્યા. માહેરા શર્મા નામની કન્ટેસ્ટન્ટ દ્વારા એને ભાઈ કહી મજાક ઉડાવવામાં આવી. એને બુલી કરવામાં આવી રહ્યો હતો. આ બધુ જોઈ રહેલા ટીવી ઇન્ડસ્ટ્રીના સારા એક્ટર સિદ્ધાર્થ શુક્લાને આસિમમાં પોતાની જવાની દેખાઈ. ચાલીશ વર્ષ વટાવી ચુકેલા સિદ્ધાર્થને પોતાની યુવાની યાદ આવી. એને આસિમમાં પોતાનો સમય ઇન્વેસ્ટ કરવા માંડ્યો. ડગલે ને પગલે એ આસિમની સાથે જ રહેવા લાગ્યો.

આસિમ અને સિદ્ધાર્થની દોસ્તી એટલી આગળ વધી કે બન્ને દિલથી એકબીજાને ભાઈ માનવા લાગ્યા. આસિમ સિદ્ધાર્થને મોટો ભાઈ માનતો અને સિદ્ધાર્થ આસિમને નાનો ભાઈ. બંનેની દોસ્તી જોઈ કલર્સ અને બિગબોસના ચાહકોને એમની દોસ્તીમાં ખુબ જ રસ પડ્યો. કરન-અર્જુનની જોડી કહી એ બન્નેને બિરદાવવામાં આવ્યા. સલમાન ખાને પણ બંનેની દોસ્તીના વખાણ કર્યા.

જ્યાં પ્રેમ હોય ત્યાં શૈતાની હરકત થાય જ. બસ બીજા કન્ટેસ્ટન્ટને આ બન્નેની દોસ્તી ખટાકવા લાગી. પારસ છાબરા નામના કન્ટેસ્ટન્ટ દ્વારા આ દોસ્તી તોડવાની પહેલી કોશિશ થઇ. આસિમને 'ચેલો' બોલાવી એની સેલ્ફ રિસ્પેક્ટને ઉશ્કેરવામાં આવી. છવ્વીસ વર્ષના આ યુવાનું લોહી કોઈના 'ચેલા' બનવાનું પસંદ ન જ કરે એ દુઃખતી રગ પારસને ખબર હતી. એ પછી અરહાન નામના કન્ટેસ્ટન્ટ જે વાઈલ્ડ કાર્ડમાં આવેલા એને પણ આસિમને ખુબ જ ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો." તું હીરો છે. એને ફોલો કેમ કરે છે.. જેવા શબ્દો થકી એના કાન ભરવામાં આવ્યા" પણ આસિમને આથી ફરે ન પડ્યો.

સિદ્ધાર્થને હતું કે આસિમ મેચ્યોર થઇ ગયો છે. એનું સારું ભલું એ સમજી શકે છે. એ જોઈ સિદ્ધાર્થ ક્યારેક બધા વચ્ચે પ્રેમથી આસિમની મશ્કરી કરી લેતો. સિદ્ધાર્થને ખબર ન હતી કે એ આસિમને નીચું દેખાડી રહ્યો છે. પણ બધાના કહેવાથી અને સિદ્ધાર્થના આ વર્તનથી આસિમ ખુબ જ હર્ટ થયો. એને સિદ્ધાર્થને કહ્યું કે બધાની વચ્ચે એની મજાક ન ઉડાવે. એને પણ સેલ્ફ રિસ્પેક્ટ વ્હાલી છે. એ પછી બિગબોસ દ્વારા અપાતા ટાસ્કમાં પણ સિદ્ધાર્થ અને આસિમના પોઇન્ટ ઓફ વ્યુ અલગ થવા લાગ્યા હવે ઝેર એકબીજાના દિલમાં વધવા લાગ્યું હતું.

એક દિવસ એક ટાસ્કમાં સિદ્ધાર્થનો પ્લાન ફ્લોપ ગયો ને આસિમ એ ટાસ્ક હાર્યો. એને પોતાનો ગુસ્સો ઠાલવવાનું ચાલુ કર્યું સિદ્ધાર્થને એ રાસ ન આવ્યું. આસિમ વાતોથી એને સમજાવી રહ્યો હતો કે દરેક ટાસ્કમાં ટિમની વાત સાંભળ અને પછી નક્કી કર ફક્ત તારી જ મેથડ નહીં ચાલે. સિદ્ધાર્થનો ઈગો હર્ટ થયો અને એને ફ્લાય અલોન કહી હાથ મિલાવ્યો. બસ પછી શું ? આ દોસ્તી દુશ્મનીમાં બદલવા લાગી.

એ પછી ટાસ્ક હોય કે ન હોય આસિમ અને સિદ્ધાર્થને એકબીજાની વાતો જ ન ગમતી. ક્યારેક સફરજન અને સંતરા માટે તો ક્યારેક ઘરના કામ માટે, ક્યારેક ચા માટે તો ક્યારેક સ્મોકિંગ ઝોનમાં પહેલા જવામાં માટે સતત બંનેના ઝઘડાઓ ચાલતા રહ્યા. જેટલો પ્રેમ એમની વચ્ચે હતો એટલી જ હદે દુશ્મની પણ થઈ.

આસિમ જે બિગબોસના ઘરમાં દેખાડવા માટે આવ્યો હતો એ રસ્તેથી એ ભટકી રહ્યો હતો. સતત ત્રણ કલાક એ જિમમાં વિતાવતો. એના વિશે પણ સલમાન ખાને એને સલાહ આપેલી કે એ શોટ્સ પબ્લિકને નથી દેખાડવામાં આવતા. પણ પોતાને ફિટ રાખવા માટે એ કોમ્પરોમાઇઝ નહોતો કરવા માંગતો. સિદ્ધાર્થ સાથે શબ્દોથી, ગુસ્સાથી, ગાળોથી, ફેમિલી વિશે અપશબ્દ વગેરે હદો પાર કરવામાં આવી એ પછી સિદ્ધાર્થ દ્વારા સાત વાર ધક્કા ખાઈને પણ એ બિગબોસના સફરમાં રહ્યો પણ ક્યારેક એનો અવાજ અને એની વાતો ઇરીટેટિંગ લાગતી.

બિગબોસે મોકલેલા વાઈલ્ડ કાર્ડમાં હિમાંશી ખુરાનાને જોઈ આસિમના દિલમાં હલચલ થઇ. જીવનમાં એ થોડી છોકરીઓને ડેટ કરી ચુકયો હતો પણ હિમાંશી માટે આવેલી ફીલિંગ્સ જ અલગ હતી. હિમાંશી વિશે જયારે એને જાણવા મળ્યું કે એ તો ઓલરેડી કોઈ સાથે આઠ વર્ષથી રિલેશનમાં છે ત્યારે પણ એની ફીલિંગ્સ ઓછી ન થઇ. એને ધીરજથી હિમાંશી સાથે દોસ્તી વધારી. શેફાલી ઝરીવાળાએ પણ આ બંનેની દોસ્તીમાં મદદ કરી.

જયારે પણ મોકો મળતો આસિમ હિમાંશી સાથે બેસી મીઠો વાર્તાલાપ કરી લેતો. દિવસો વીતતા ગયા. હિમાંશીનો બર્થ ડે આવ્યો. આસિમે હાર્ટ શેપનો પરોઠા આપી એને વિસ કર્યું. હિમાંશીના મનમાં પણ ક્યાંકને ક્યાંક એના વિશે ફીલિંગ્સ આવી રહી હતી.

એક દિવસ સિદ્ધાર્થને કેપ્ટન હોવાના હકથી નોમિનેટ કરવાનો મોકો આપ્યો. એને હિમાંશીને નોમિનેશનમાં મૂકી. પબ્લિક વોટ ઓછા મળવાથી હિમાંશીએ ઘર છોડ્યું. હિમાંશી અને આસિમ એ દિવસે ખુબ રડ્યા. આસિમ હવે એકલો પડવા માંડ્યો હતો. પણ કહેવાય છે ને કે ઈશ્વર એક રસ્તો તો રાખે જ છે. એટલે જ આસિમને સપોર્ટ કરવા રશ્મિ દેસાઈની દોસ્તી મળી.

અરહાનથી હર્ટ થયેલી રશ્મિ અને આસિમ વચ્ચે ગાઢ મૈત્રી થઇ. બન્ને ગેમમાં અને મોરલ સપોર્ટમાં સાથે રહ્યા. બિગબોસના ઘરમાં ગ્રુપ બનવા લાગ્યા હતા એમાં રશ્મિ અને આસિમનો સાથ આપ્યો વિશાલે. આસિમને વિશાલ અને રશ્મિનો એટલો સપોર્ટ મળ્યો કે એ સિદ્ધાર્થના ગેરવર્તન સામે ભરપાઈ થઇ ગયું.

હવે સમય હતો બિગબોસના આખરી પડાવનો. દરેક ઘરવાળાના કનેક્શન આવવાના હતા. ટીવી સ્ક્રીન ઓન થયું અને જોયું તો હિમાંશી કન્ફેશન રૂમમાં બેઠી હતી. હિમાંશી આસિમનું કનેક્શન બનીને આવી હતી. આસિમ ખુબ જ ખુશ અને ઉત્સાહી હતો. આટલો ઉત્સાહી તો એને એના ભાઈ ઉમરને જયારે ઘરમાં મોકલવામાં આવ્યો ત્યારે પણ નહોતો જોયો. આસિમના ઉત્સાહી હોવાનું કારણ પરાગ જે શેફાલી ઝરીવાળાનો હસબન્ડ હતો એના દ્વારા અપાયેલ મેસેજ હતો. એના મેસેજ થકી એવા સમાચાર આસિમને મળેલા કે હિમાંશી એ પોતાના એક્સ સાથે છૂટું કર્યું અને હવે એ તારી સાથે રિલેશનશિપમાં આવશે.

આસિમ હિમાંશી પ્રવેશી ત્યાં જ એને ગળે વળગી ગયો. ખુબ જ ટાઈટ હગ અને ચહેરાના હાવભાવથી એને જાહેર કરી દીધું કે એ હિમાંશીને કેટલો પ્રેમ કરે છે. કનેક્શન બનીને આવેલા વિકાસ ગુપ્તાએ આસિમની બહાર કોઈ ગર્લફ્રેન્ડ છે એવું બહાર પાડ્યું. બિગબોસે ચેતવી બહારની ખબર કોઈને ન આપવા જણાવ્યું.

આસિમ હિમાંશીમાં જ ખોવાઈ ગયો હતો. બસ હિમાંશીની કેર, એની સાથે પ્રેમભરી વાતો વગેરે. એને ભાન ન રહ્યું કે એ ગેમના આખરી પડાવમાં છે. કનેક્શનને આપવાના આવેલું મની ટાસ્ક ચાલી રહ્યું હતું ત્યારે ઝપાઝપીમાં વિકાસ દ્વારા હિમાંશીને અચાનક ચોટ વાગી અને એ બેભાન બની. આ જોઈ આસિમ સાત એક ફુટની ઊંચાઈએથી છલાંગ લગાવી હિમાંશીને લઇને કન્ફેશન રૂમમાં ભાગ્યો. આ જોઈ દર્શકોએ એના પ્રેમની તારીફ કરી.

વિકેન્ડમાં સલમાન ખાને પણ હિમાંશીની સામે આસિમને કહ્યું કે થોડી સેલ્ફ રિસ્પેક્ટ રાખો આમ છોકરી ભાવ નથી આપતી તો પ્રપોઝ કેમ કરો છો? સલમાન ખાને આ વાત હિમાંશીના પ્રવેશ્યા પછી આસિમે જાહેરમાં કરેલા પ્રપોઝને લઈને હતી. આસિમને નિખલાશતાથી સલમાનના જવાબો આપ્યા. સલમાને આસિમના બહારના રિલેશન વિશે પણ પૂછ્યું અને ધમકી પણ આપી કે જો બહાર જઈને તે બ્રેકઅપ નથી કર્યું તો હું તારા પિછવાડે લાત મારીશ.

આસિમે ખુમારી અને ડીંગનીટીથી જવાબ આપ્યો સલમાન સામે જ હિમાંશી અને આસિમે પ્રેમનો ઈઝહાર કર્યો. એ પછી દરેક કનેક્શનને ઘરની બહાર મોકલવામાં આવ્યા. હવે સમય હતો ફાઇટ ટુ ફીનાલેનો.

આસિમને ખ્યાલ પણ નહોતો કે એ આટલો લોક લાડીલો બની જશે. ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, ટિકટોક બધે જ એના ફોલોઅર્સ વધી રહ્યા હતા. આસિમનો ઘરમાં ગયા પછી જે ગ્રોથ હતો એ અવિશ્વશનીય હતો. આસિમનું એક હેશટેગ #AsimRiazforTheWin 15 મિલિઅન વટાવી ચૂક્યું હતું. લોકો આસિમ માટે દિલ ખોલીને વોટ કરી રહ્યા હતા. આસિમના ટેગસ્, પેજ, પોલ બની રહ્યા હતા. શરૂઆતમાં રહેલા દોસ્ત અને પછી બનેલા દુશ્મન સિદ્ધાર્થ સાથે એની વન ટુ વન ફીનાલે ફાઇટ હતી.

હવે દિવસ હતો ફીનાલેનો. આસિમ, સિદ્ધાર્થ, આરતી, રશ્મિ, પારસ અને શેહનાઝ ફાઇનલીસ્ટ હતા. જોવાનું એ હતું કે શું અન્ડરડોગ આસિમ વિજયતા બનશે? ફીનાલેની શરૂઆત થઇ બધા એક્સ કન્ટેસ્ટન્ટ, ફેમિલી મેમ્બર્સ આવી ગયા હતા. સલમાન ખાન પણ ફીનાલે હોસ્ટ કરવા તૈયાર હતા. આસિમના પપ્પા, મમ્મી, ભાઈ બધા આવ્યા હતા.

બિગબોસે ફ્રુટ શેમ્પેઈન સાથે ફાઇનલીસ્ટને આવકાર્યા અને પછી મોકો આપ્યો પૈસા લઈને નીકળવાનો. પારસને હતું કે એનો સિક્કો નહીં હાલે એટલે એ બેગ લઈને નીકળી ગયો. એ પછી આરતીને એના મમ્મીને મોકલી એવીક્ટ કરવામાં આવી. આસિમનું દિલ જોરજોરથી ધબકવા લાગ્યું હતું. સેલિબ્રિટી ગોવિંદાની ભાણી પાંચમા નંબર પર નીકળી એ જોઈ એને થયું કે એને કેટલા વોટ મળ્યા હશે. એ પછી રોહિત શેટ્ટી દ્વારા રશ્મિને એવીક્ટ કરવામાં આવી. વોટ્સ તો પબ્લિકના જ હતા પણ કોને કેટલા મળ્યા એ તો બિગબોસ મેકર્સને જ ખબર. હવે ટોપ થ્રીની રેસમાં હતી શેહનાઝ, આસિમ અને સિદ્ધાર્થ.

સિદ્ધાર્થને તો પોતાની જ પડી હતી પણ શેહનાઝને હતું કે એક સાઈડ એ ઉભી રહે અને એક સાઈડ સિદ્ધાર્થ પણ આસિમના ફેન્સ પણ હાર માનવાવાળા ન હતા. ઈન્ટરનેશનલ લેવલે આસિમને ખાસ્સા વોટ મળ્યા હતા. જ્યાં પણ પોલ જોવો ટક્કર આસિમ અને સિદ્ધાર્થ વચ્ચે જ દેખાતી અને થયું પણ એવું સલમાન ખાને ભારે હૈયે શેહનાઝને એવીક્ટ કરી.

હવે ખુબ જ મુશ્કેલ ઘડી હતી. આસિમના ફેન્સ ઇન્ડિયામાં તો હતા જ પણ ફોરેનમાં પણ એટલા જ હતા. બિગબોસે ફીનાલેમાં જ ૧૫ મિનિટ માટે વોટિંગ લાઇન્સ ખોલી. શેહનાઝના નીકળ્યા બાદ વોટિંગ શરૂ થયું. સલમાને પણ કહી દીધું કે "મેય બેસ્ટ મેન વિન ધ શો..." પંદર મિનિટના અંતે બિગબોસે ભાવુક શબ્દોથી કહ્યું કે "અહીંની રંજિશો અહીં જ દફનાવી જીવનમાં આગળ વધો અને ખુબ નામ કામઓ" આસિમ અને સિદ્ધાર્થએ એકસાથે ઘરની લાઇટ્સ બન્ધ કરી અને બંને સ્ટેજ પર આવ્યા. સલમાને બન્નેને ગલે લગાવ્યા અને બંનેના હાથ પકડી ફાઇનલ ગેમ શરૂ કરી. આસિમ-સિદ્ધાર્થ , આસિમ-સિદ્ધાર્થ વારા ફરીથી બન્નેની હાર્ટબીટ ઉંચીનીચી કરવાની કસર સલમાને ન છોડી અને ફાઇનલી સિદ્ધાર્થને બિગબોસ સીઝન ૧૩નો વિનર બનાવ્યો. આસિમ આ જોઈ થોડો હતાશ થયો પણ સલમાને સિદ્ધાર્થ પેહલા એને ગલે લગાવી સાંત્વના આપી.

ભલે એ બિગબોસ ન જીત્યો પણ આજે કરોડો ભારતીયોમાં હ્રદયમાં એ વસી ગયો. આસિમના ફેન્સ ક્યાંક રડી રહ્યા તો ક્યાંક સલમાન ને બિગબોસને બાયસ કહી રહ્યા, ક્યાંક સિદ્ધાર્થના ફેન્સ સાથે ઝગડા કરી રહ્યા તો ક્યાંક ટ્વિટર ને ટિકટોકમાં પોતાની ભળાશ કાઢી રહ્યા. પણ આસિમે દરેક ઇન્ટરવ્યૂમાં ઇટ્સ આ પાર્ટ ઓફ ગેમ કહી ડીંગનીટી મેઇન્ટેઇન રાખી અને પોતાની હારને સ્વીકારી બ્રાઇટ ફ્યુચરમાં પ્રવેશવાની તૈયારી દાખવી. જમ્મુ કશ્મીરના આ આસિમ રિયાઝના આ સફરને મારી આ રચના ભેટ છે. આસિમ મારો પણ ફેવરિટ હતો પણ હાર જીત દરેક રમતનો હિસ્સો છે તો આજે એની હાર ભલે થઇ પણ જીવનમાં હાર નહીં થાય એવી મારી દુવા છે. સિદ્ધાર્થ શુક્લાને જીત મુબારક...

****
ઈરફાન જુણેજા
અમદાવાદ