Thappad bus itni si baat in Gujarati Love Stories by Matangi Mankad Oza books and stories PDF | થપ્પડ_બસ_ઇતની_સી_બાત

Featured Books
  • મારા અનુભવો - ભાગ 19

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 19શિર્ષક:- ભદ્રેશ્વરલેખક:- શ્રી...

  • ફરે તે ફરફરે - 39

      નસીબમાં હોય તો જ  કહાની અટલા એપીસોડ પુરા  ક...

  • બોલો કોને કહીએ

    હમણાં એક મેરેજ કાઉન્સેલર ની પોસ્ટ વાંચી કે  આજે છોકરાં છોકરી...

  • ભાગવત રહસ્ય - 114

    ભાગવત રહસ્ય-૧૧૪   મનુષ્યમાં સ્વાર્થ બુદ્ધિ જાગે છે-ત્યારે તે...

  • ખજાનો - 81

    ઊંડો શ્વાસ લઈ જૉનીએ હિંમત દાખવી." જુઓ મિત્રો..! જો આપણે જ હિ...

Categories
Share

થપ્પડ_બસ_ઇતની_સી_બાત

#થપ્પડ_બસ_ઇતની_સી_બાત"
"બસ ઇતની સી બાત" આપણા માટે દરેક વાત બહુ જ નાનકડી હોય છે ખાસ ત્યારે જ્યારે તે અનુભવ તમે ન કર્યો હોય. સર્વશક્તિમાને આપણને એક ખાસ વસ્તુ પ્રદાન કરી છે તે છે ભૂલી જવું. કોઈ પણ વસ્તુ કે અનુભવ ને ભૂલવામાં આપણને જરાય સમય લાગતો નથી.

ભૂલી જાવ અને આગળ વધો. પણ દર વખત એવું ન થાય. જિંદગીમાં ફક્ત એક થપ્પડ જ કાફી છે આંખ ખોલવા માટે. બહુ જ નાનકડી વાત છે એવું માનીએ છીએ પણ તે અનુભવ કરનાર માટે કેટલી મહત્વની વાત છે તે સમજવામાં માત ખાઈ જઈએ છીએ. આમ તો ઘણી વખત બીજાના અનુભવ પણ તમારા જીવન જીવવાનો અભિગમ બદલવામાં મહત્વનો સાબિત થતો જ હોય છે. ત્યારે વાત કરવી છે ફરી એક ટ્રેલરની "થપ્પડ" જેની ટેગ લાઈન છે " બસ ઇતની સી બાત" ટ્રેલર જોતાં જ ખબર પડી જાય કે માત્ર એક જ થપ્પડ ની વાત છે. પહેલાં જ સીનમાં તાપસીની વકીલ કહે છે કે ઘરે જવામાં તકલીફ શું છે કોઈ કૌટુંબિક, કોઈ લફરું અને અંતે કહે છે કે માત્ર એક થપ્પડ... ત્યારે તાપસી કહે છે કે "નહિ માર શકતા" બસ એક થપ્પડ તો કંઈ ન કહેવાય પણ અહીં આ થપ્પડ એક વાત છે જીવનને જોવાના આપણા ઘટિયા અને દક્યાનુસી દ્રષ્ટિકોણ ની. આપણે ક્યારેય એક જ વખતના અનુભવ થી શીખતાં જ નથી. એક થપ્પડ વખતે જો તમે સ્ટેન્ડ નહીં લ્યો તો ક્યારે હાથ પગ ભાંગી એક હોસ્પિટલમાં પડ્યા હશો તે ખ્યાલ પણ નહીં આવે. જીવન પ્રત્યેના દરેક સંબંધ જીવન જીવવા માં દરેક વસ્તુ કે આપણું શરીર પણ કેટલું મહત્વનું છે તે કેટલાંય થપ્પડ પછી પણ આપણે સમજતાં નથી. બસ એક થપ્પડ નહિ માર શકતા યાદ રાખશું તો ક્યારેય બીજી વખત હાથ ઉગામશે નહીં. આ પિકચર ની વાત નથી કરતી. પિકચર ખરેખર સમજવા જેવું એને જોવા જેવું જ હશે.

શારીરિક અત્યાચાર જે સામાન્ય છે અને ખાસ હાઈ સોસાયટીમાં તો વધુ પગ પેસારો છે તે માટે તો જે તે વ્યક્તિ એ જ તાપસી ની જેમ સ્ટેન્ડ લઈ સામું આવવું પડશે. લોકો શું વિચારશે ન ડરે સહન કરશો તો લોકો તો તમને ભૂલી જશે. તમારો પર થયેલ અત્યાચાર તો કોઈ યાદ નહીં જ રાખે. સાચું કરવામાં ક્યારેક ખરાબ દેખાવું જ પડે છે. એમાં જ એક ડાયલોગ છે કે "કંઈ બાર સહી હોને કા રિઝલ્ટ સહી નહી હોતા" (#MMO)

પિકચર માં તો પતિ પત્નીના સાંસારિક જીવનની વાત છે પરંતુ હું તો દરેક વ્યક્તિ જે પોતાના જીવનને સહેલાઇ થી લે છે તેની વાત કરી રહી છું. બસ ઇતની સી બાત ક્યારે પહાડ જેવું સ્વરૂપ ધારણ કરી લેશે ખબર પણ નહીં પડે અને એક થપ્પડ પછી ફરી બે ચાર થપ્પડ જિંદગી મારે તેની રાહ જોવી જોઈએ નહી. બસ મુવ ઓન ન કરવું જોઈએ. ભૂલવામાં ભલાઈ નથી. લડવામાં ભલાઈ છે. એક થપ્પડ પડે ત્યારે જ એ હાથ ને રોકી દેવો જોઈએ. ટુંકમાં પિકચર નો તો દ્રષ્ટિકોણ જોરદાર છે જે લોકો સહન કરી જાય છે શારીરિક અત્યાચાર જે ભલે વાગે શરીર પર પણ અસર માનસિક કરે છે તેણે એક જ થપ્પડ થી રોક લગાવવી પડે. રહી વાત કુદરતની અને એ થપ્પડની જે આપણી આંખ ઉઘાડવા સર્વ શક્તિમાન મારે છે તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. નાનકડો બદલાવ કે હલનચલનને "બસ ઇતની સી બાત" સમજી આગળ વધવું જોઈએ નહીં. {#માતંગી}

https://youtu.be/jBw_Eta0HDM