Aaghat in Gujarati Moral Stories by Rizzu patel books and stories PDF | આઘાત

Featured Books
Categories
Share

આઘાત

સલોની એ મોબાઈલ હાથ માં લીધો,અને નંબર ડાયલ કર્યો.

પ્લીઝ,કોલ રિસિવ કર,પ્લીઝ નિક.....

સામે છેડે રિંગ જતી હતી,પણ કોઈ ફોન ઉપાડતું ના હતું..

*********#********#*******#***************

સલોની.....એય....સલોની.....ગીતા બહેન એ રસોડા માંથી જ સલોની ને બૂમ મારી..

ગીતાબહેન આજે ખૂબ ઝડપ થી હાથ ચલાવતા હતા.આજે કઈક અલગ ઉત્સાહ માં તેઓ કામ કરીએ જતા હતા.સવાર ના પાંચ વાગ્યા ના આજે જાગી ગયા હતા.રોજ સાત વાગ્યે જાગનાર દિનેશભાઇ ને પણ તેમણે આજે જલ્દી જગાડી દીધા હતા.દિનેશભાઇ મો વકાશી ને ગીતાબેન ની દોડધામ જોઈ રહ્યા હતા.અને ગીતા બેન નો ઉત્સાહ જોઈ મન માં ને મન માં હરખાતા હતા.

"ગીતું જોજે હો,હરખ માં ને હરખ માં મારી ચા માં ખાંડ ના બદલે મીઠું ના નાખી દેતી".-દિનેશભાઇ બોલ્યા.

"હા હો...હરખ તો હોય જ ને,આટલા વર્ષો પછી પિતાજી નો પત્ર આવ્યો છે".ગીતાબેન બોલ્યા.

દિનેશભાઇ અને ગીતાબેન ના લગ્ન ને વિસ વરસ થયા હતા.તેમને એક ની એક પુત્રી સલોની હતી.સલોની ને અઢાર વરસ પુરા થયા હતા.

ગઈ કાલે જ અચાનક પિતાજી નો પત્ર મળ્યો.

"ગઈ ગુજરી ભૂલી જઈ,ઘરે આવી જજે,નાનકા ના ઘરે દસ વરસ પછી પારણું બંધાયું છે,એની ખુશી માં એક પ્રસંગ રાખ્યો છે".

પત્ર વાંચી ગીતા બેન ના હરખ નો પાર ન રહ્યો.

ગીતાબેન અને દિનેશભાઇ એ પ્રેમલગ્ન કર્યા હતા.કોલેજ ના દિવસો માં બન્ને ને પ્રેમ થયો,દિનેશભાઇ ના ઘર ની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી ગીતા ના પિતાજી એ આ સંબંધ પર સાફ મનાઈ ફરમાવી દીધી.ગીતા પણ જીદ પર અડી રહી.એક ની બે ના થઇ.લગ્ન તો દિનેશ જોડે જ નહીં તો બીજું કોઈ પણ નહીં,ઘર માં બોલાચાલી થઈ,કોલેજ અધૂરી છોડવી પડી,ઘરમાં કેદ રેહવુ પડ્યું,પિતાજી પણ ના જ માન્યા.અંતે એક દિવસ અડધી રાતે માતા પિતા ને ઊંઘતા મૂકી ગીતા નીકળી પડી દિનેશ સાથે. ગુસ્સા માં પિતાજી એ દીકરી ના નામનું નાહી નાખ્યું.મારે કોઈ દીકરી જ નથી હવે.માતા બિચારી પિતાજી ના ગુસ્સા ના લીધે કાઈ બોલી ના શકી.અને છાંને ખૂણે આંસુ સારતી રહી.બન્ને પ્રેમી પંખીડા નીકળી પડ્યા દૂર ના શહેર માં.ત્યાંજ સાદાઈ થી મંદિર માં લગ્ન કરી લીધા.લગ્ન ના વરસ પછી સલોની નો જન્મ થયો.

આજે આટલા વર્ષો પછી અચાનક પિતાજી નો પત્ર મર્યો અને તે પણ ઘરે આવવા ના આમંત્રણ સાથે.એટલે આજે જાણે ગીતા બહેન પિયર માં જવા માટે થનગની રહ્યા હતા.આટલા વર્ષો પછી પિયર માં જવા મળશે એ વિચાર જ એમના મન ને હરખ થઈ ભરી દેતો હતો.આજે તેમના હાથ ખૂબ જ ઝડપ થી ચાલતા હતા.

"હવે જાઓ,તમારી લાડકી ને જગાડો,મારુ તો ક્યાં સાંભળે જ છે હવે એ".ગીતા બહેન બોલ્યા.

"સુવા દે ને હવે..હજુ તો ઘણી વાર છે."-દિનેશ ભાઈ એ જવાબ આપ્યો.

"તમારા લાડ પ્યાર ના લીધે જ એ બગડી ગઈ છે".-ગીતાબહેન એ બળાપો કાઢ્યો.

"ગીતું,શુ તું પણ,હજુ નાની છે આપણી સલોની."-દિનેશભાઇ.

"હા હો,કાઈ નાની નથી રહી હવે,અઢાર પુરા થયા છે તમારી લાડલી ના."આમ બોલતા ગીતા બેન જાતે જ સલોની ના રૂંમ તરફ જવા પગ ઉપાડ્યા.

સલોની ના રૂમ માં ગયા તો સલોની પોતાના બેડ માં હાથ માં મોબાઈલ લઈ જાગતી પડી હતી.

"આ શું બેટા,ક્યારની બુમો પાડું છું,સંભળાતી નથી?અને આ સવાર સવાર માં મોબાઈલ માં શુ કર્યા કરે છે?જવાનું છે મેં કાલની તો તને વાત કરી હતી ને?"

ગીતા બહેન બોલ્યા.

"ઓહ,મોમ પ્લીઝ સવાર સવાર માં તું શરૂ ના થઈશ.અને મેં કાલે પણ કહ્યું હતું કે હું નથી આવવાની,મને ગામડા માં આવવાનો કોઈ શોખ નથી."
-સલોની બોલી

"બેટા તારા નાનાજી એ પેહલી વાર બોલાવ્યા છે,એ પણ તને જોઈ ખુશ થશે". -ગીતા બેન હરખ થી બોલ્યા.

"ઓહ, મોમ પ્લીઝ મને તારા આ ફેમિલી ડ્રામા માં કોઈ જ રસ નથી,અને મારે કોલેજ માં પણ ઘણું કામ છે"-સલોની એ ઉદ્ધતાઈ થી જવાબ આપ્યો.

ગીતા બહેન પોતાની દીકરી ને તાકી રહ્યા."આ બધુ પેલા નાલાયક ની સોબત ના લીધે જ છે,નહિ તો મારી દીકરી આવી ના હતી."સ્વગત બબડતા એ રૂમ ની બહાર નીકળી ગયા.

"એ ભલે ને રહેતી અહીંયા,એનું મન નથી તો શું કામ જીદ કરે છે ખોટી."દિનેશભાઇ બોલ્યા..તેમની વાત નો કોઈ જ જવાબ ન વાળ્યો ગીતાબહેન એ.

થોડા દિવસ પહેલા જ બજાર થી આવતા તેમને સલોની ને નિક ની સાથે બાઈક પર જતાં જોઈ લીધી હતી.નિક એક નંબર નો અમીર બાપ નો બગડેલ નબિરો હતો.એના અવારા મિત્રો સાથે બેસી જતી આવતી છોકરીઓ ની છેડતી કરવાની,સિગરેટ,શરાબ એમના માટે કઈ નવું ન હતું.

સલોની અને નિક એક જ કોલેજ માં હતા.સલોની ખૂબ જ સુંદર અને કોઈ પણ છોકરો મોહિત થઇ જાય એવી હતી.

પેહલા દિવસ થી જ નિક સલોની ને જોઈ તેને ફસાવા ના ઉપાય વિચારવા લાગ્યો હતો.તેની અને તેના મિત્રો ની નજર સલોની પર જ હતી.તેમણે ધીરે ધીરે સલોની ને પોતાની વાતો મા ફસાવી પોતાના ગ્રુપ માં શામિલ કરી દીધી.અને સલોની પણ હેન્ડસમ સ્માર્ટ નિક ના મોહજાળ માં ફસાયી એના તરફ આકર્ષાવા લાગી હતી.

ગીતા બહેન એ આ વાત ની દિનેશભાઇ ને પણ જાણ કરી હતી.પણ શાંત સ્વાભાવ ના દિનેશભાઇ એ આ વાત મન પર લીધી નહિ.

આજે પણ નિક ના લીધે જ સલોની એની મમ્મી સાથે જવાની ના પાડતી હતી.ગઈકાલે નિક સાથે કોઈ વાતે બોલવાનું થયું હતું,જેનાથી નિક ને ખોટું લાગતા તેને સલોની ના ફોન ઉપાડવા નું બંધ કરી દીધું હતું.સલોની તેને કેટલાય ફોન કરી ચુકી હતી પણ એક પણ કૉલ રિસિવ થયો નહિ.

સલોની ના મન માં હતું કે ઘરે રહી નિક ને મનાવી તેની સાથે બહાર ફરવા જશે જેથી નિક પણ તેનાથી ખુશ થઈ જશે.

********************************************

નવ વાગી ચુક્યા હતા.ગીતા બહેન એ સલોની ને છેલ્લી વાર મનાવતા કહ્યું'"હજુ વિચારી લે બેટા,તું એકલી કેમની રહીશ."

"મોમ હવે હું કઈ નાની નથી રહી,અને એક દિવસ માં શુ થઈ જવાનું છે."

અંતે ગીતા બેને પણ હાર માની લીધી.પરંતુ નીકળતા સુધી માં તો કેટલીય સૂચનાઓ આપતા રહ્યા.

આખરે માં નો જીવ હતો ને,ઝાલ્યો રહેતો ન હતો.

દિનેશભાઇ એ બધો સમાન કાર માં ગોઠવ્યો..અને તેઓ પોતાની ઇંનોવા કાર લઈ નીકળી પડ્યા.ગીતા બેન બાજુ ની સીટ માં બેઠા હતા.દિનેશભાઇ ડ્રાઇવિંગ કરી રહ્યા હતા.

*************************************

આ બાજુ મોમ ડેડ ના જતા જ સલોની પોતાની સ્કુટી લઇ નિક ને મળવા નીકળી પડી.

એ સીધી કોલેજ ની કેન્ટીન માં ગઈ.નિક ત્યાં એના મિત્રો સાથે બેઠો હતો.

'નિક મારે તારા સાથે વાત કરવી છે.' સલોની બોલી

તું કાલનો મારો ફોન પણ રિસિવ કરતો નથી...

"મારે તારા જોડે કોઇ જ વાત કરવી નથી."નિક પણ ના માન્યો.

થોડી વાર સુધી બન્ને આમ જ લડતા રહ્યા.

અંતે બન્ને માની ગયા...

"ચાલો હવે લેલા મજનું માં સુલેહ થઈ જ ગઈ છે તો પાર્ટી તો આપવી જ પડે."નિક નો દોસ્ત નયન બોલ્યો.

હા..હા..કેમ નહિ...બોલને યાર,ક્યાં જઈશું?..નિક બોલ્યો

એટલામાં સલોની બોલી,"ગાઈઝ...પાર્ટી મારા ઘરે જ રાખીયે,કેમકે મારા મોમ ડેડ બહાર ગયા છે તો કોઈ જ વાંધો નથી."

નિક અને તેના મિત્રો તો જાણે ખુશ થઈ ગયા..સાંજની પાર્ટી નું આયોજન કરી છુટા પડ્યા.

*******************************************

નેશનલ હાઈવે નંબર આઠ પર દિનેશભાઇ ની ઇંનોવા પુર ઝડપે દોડી રહી હતી.સાથે સાથે ગીતા બહેન ના દિમાગ માં પણ વિચારો એ ગતિ પકડી હતી.

ગીતા બહેન એ દરેક માટે કઈ ને કઈ ગિફ્ટ લઈ રાખી હતી.પિતાજી માટે તેમને ભાવતા અચાર બનાવ્યા,માં માટે નવી સાડી,ભાઈ ભાભી માટે કપડાં,નાના બેબી માટે રમકડાં....

ગીતા બેન ના મન માં વિચારો નું તોફાન ઉઠ્યું હતું..આજે આટલા વર્ષો બાદ પિયર ની વાટ પકડી હતી.એ પિયર જે તેઓ વરસો પેહલા છોડી ગયા હતા.

આટલા વર્ષો પછી પિતાજી નો સામનો કેવી રીતે કરશે?માં માં કેવી હશે?હવે તો ઉંમર થઈ ગઈ હશે,ભાઈ ભાભી કેવા હશે?ભાભી કેવા હશે?મને જોઈ શુ વિચારશે?મરતાવડા હશે કે નહીં?બાજુવાળા શાંતાકાકી તો જોઈને બોલવાનો એક પણ મોકો નહિ છોડે,પોતે શુ જવાબ આપશે?

આવા બધા વિચારો માં તેમનું મન અટવાઈ રહ્યું હતું.

જઇ ને પિતાજી ના પગ માં પડી પેહલા તો માફી માંગી લેવી એવુ મનમાં નક્કી કર્યું.તેમની આંખ ના ખૂણા ભીના થઈ ગયા.

દિનેશભાઇ ગાડી ચલાવતા ચલાવતા ત્રાંસી નજરે ગીતાબેન ને જોઈ લેતા હતા.ગીતા બહેન ની આંખો બંધ હતી પરંતુ આંખ ના ખૂણે થી આંસુ સરતા હતા.

દિનેશભાઇ આ જોઈ પોતાની પાસે પડેલ બેગ માંથી પાણી ની બોટલ કાઢી ગીતા બેન સામે ધરી.થોડી વાર માટે બન્ને ની આંખો મળી.દિનેશભાઇ તરફ જોતા જ ગીતાબેન થી પોક મૂકી રડી પડાયું.વરસો થી દિલ માં સાચવેલો ઘૂઘવાત આજે આંસુ ના ધોધ સાથે બહાર આવી રહ્યો હતો.દિનેશ ભાઈ એ પણ તેમને રડવા દીધા.પરંતુ આ સમય દરમિયાન તેમનું સંપૂર્ણ ધ્યાન ગીતાબેન તરફ હતું અને એજ ક્ષણે સામે થી એક બેકાબુ થયેલી ટ્રક ધસમસતી કાર સામે આવી ગઈ.હજુ તો દિનેશભાઇ કઈ સમજે એ પહેલાં તો ટ્રક ની ટક્કર થી કાર કેટલાય દૂર સુધી ફંગોળાઈ.ગાડી ના ટાયર નો ચીરરરરરરર..... અવાજ વાતાવરણ માં ગુંજી ઉઠ્યો.અને સામે થી આવતી બીજી ટ્રક સાથે કાર ધડામ ના અવાજ સાથે અથડાઈ.એક મોટો ધડાકો...અને પછી...વાતાવરણ માં સન્નાટો છવાઈ ગયો.આસપાસ ના વાહનો ના ટાયર થંભી ગયા.

ગીતા બહેન નું આંખ નું આંસુ ત્યાંજ અટકી ગયું.અને એ આંસુ માં હતા કેટલાય સપના....થોડીવાર માં તો એમની આંખો સામે બધું જ આવી ગયું,પિતાજી,માં,ભાઈ,ભાભી,બેબી......અને અને....અને...છેલ્લે આવી એમનું વ્હાલસોયું રમકડું,એમનો જીવ,એમની પરી,એમની સલોની,એનું નિર્દોષ હાસ્ય,એની પાયલ ની છમ છમ અવાજ,ઘર માં દોડાદોડી કરતી એ નાની ઢીંગલી,અને મમ્મા ટાટા...ટાટા...ના કાલી ઘેલી ભાષા માં એ ઢીંગલી બોલી રહી હતી,હાથ હલાવી રહી હતી,અને એટલા માં તો એ સ્કૂલ બસ,ઢીંગલી ને ખેંચી ગઈ,અને અંધકાર ...અંધકાર...ક્યાં ગઈ બસ,ક્યાં ગઈ મારી ઢીંગલી,કોણ છીનવી ગયું,હાથ હવામાં જ રહી ગયો,સ....લો.....અને અંધકાર ફેલાઈ ગયો આંખો માં.........

****************************************

આ તરફ રાત ના નવ થયા હશે,પાર્ટી પુરજોશ માં ચાલી રહી હતી.સલોની,નિક,નયન,જોસેફ,ધીરજ મ્યુઝિક ના તાલે ઝુમી રહ્યા હતા,સલોની માં ઘર પર નિક પોતાના ઘરે થીજ શરાબ ની બોટલો લઈ ને આવ્યો હતો.શરાબ ના પેગ પર પેગ પીવાઈ રહ્યા હતા.લાઉડ મ્યુઝિક વાગી રહ્યું હતું.દરેક એન્જોય કરી રહ્યા હતા.સલોની આજે ખૂબ ખુશ હતી.પરંતુ નિક અને તેના મિત્રો ના મન માં કઈ ક અલગ જ પ્લાન આકાર લઈ રહ્યો હતો.

નશા માં ધૂત નિક બસ મોકા ની તલાશ માં હતો.

એટલા માં એને આવી ને સલોની ને કહ્યું કે પોતાને વોશરૂમ જવુ છે,સલોની એને પોતાના રૂમ માં લઇ ગઈ.સલોની ને લાગ્યું કે નિક કદાચ આજે એને એના મન ની વાત કહેશે,એને લગ્ન નો પ્રસ્તાવ મુકશે,એ ખુશ હતી,એને લાગ્યું નિક એના સાથે એકલા માં વાત કરવા માંગતો હશે એટલે એ એકલા માં લાવ્યો હશે.રૂમ માં આવી નિક એ સલોની ને પોતાની નજીક ખેંચી.અચાનક સલોની નશા માં ધૂત નિક ની આ હરકત થી બે ડગલાં પાછળ હતી ગઈ.નિક ફરી આગળ વધ્યો,સલોની એ કહ્યું નિક અત્યારે આવુ કંઈજ નહિ,તું નશા માં છે,આપણે પછી વાત કરીશું.પરંતુ નિક વધારે જોશ થી સલોની તરફ આગળ વધ્યો એને એક હાથ થી ધક્કો દઈ બેડ પર ફેંકી.સલોની હવે ડરી રહી હતી.એને નિક ને ધક્કો મારી ત્યાંથી ભાગવાની કોશિશ કરી,હજુ દરવાજા પાસે પોહચી દરવાજો ખોલ્યો કે દરવાજા માંથી નિક ના ત્રણેય મિત્રો અંદર ધસી આવ્યા,એકે સલોની ને પકડી નિક ની તરફ ફેંકી.નિક અને તેના મિત્રો ની આંખો માં હવસ ના કીડા સળવરાટ કરી રહ્યા હતા.નશા માં ધૂત ચારેય નરાધમો આજે એક નાજુક છોકરી ને પિંખવા પોતાની દરેક કોશિશ કરી રહ્યા હતા.અને સલોની એમના હાથ માંથી છૂટવા નિષ્ફળ હવાતિયાં મારી રહી હતી.નિક એ ધક્કો મારી સલોની ને ફરી બેડ પર ફેંકી,અને પોતે પણ એના પર આવી પડ્યો,એના મજબૂત હાથ થી સલોની ના હાથ જકડી રાખ્યા હતા.સલોની ને એક ક્ષણ માટે મોમ ડેડ યાદ આવી ગયા.કેમ પોતે મોમ ડેડ ની વાત ન માની?કેમ એમની સાથે ના ગઈ?એને આંખો મીંચી દીધી.એની આંખ ના એક ખૂણે થઈ આંસુ ખરી પડ્યું.નિક ના મોઢા માંથી શરાબ ની ગંદી વાસ આવી રહી હતી.એ સલોની તરફ જુક્યો....અને ત્યાંજ બેડરૂમ નો દરવાજો ધડામ સાથે ખુલ્યો અને ગીતાબેન અને દિનેશભાઇ અંદર ધસી આવ્યા.

કોઈ હજુ કઈ વિચારે એ પહેલાં જ નિક આમ અચાનક એમને આવેલા જોઈ પેહલા તો ગભરાયો.પછી પોતાના ખિસ્સા માં રાખેલ ચાકુ કાઢી દિનેશભાઇ તરફ ધસ્યો.દિનેશભાઇ પાછા ખસી ગયા.સલોની એકદમ થી મોમ ડેડ ને આવેલા જોઈ દોડી ને ગીતાબેન ને વળગી પડી.દિનેશભાઇ એ નિક ને ધક્કો મારી નીચે ફેંક્યો.પરંતુ એના મિત્રો તરત દિનેશભાઇ તરફ ધસ્યા અને પાછળ થી એમને પકડી લીધા.નિક ફરી થી ચાકુ હાથ માં લઇ દિનેશભાઇ તરફ આગળ વધ્યો પરંતુ જેવો એને ચાકુ મારવા હાથ ઉપર કર્યો કે બાજુ ના ટેબલ પર સફરજન ના પ્લેટ માં પડેલ ચાકુ ગીતાબેને ઉઠાવી લીધું.એક ક્ષણ...અને બીજી જ ક્ષણે તો એ ચાકુ નિક ના પેટ માં હુલાવી દીધું.તે જમીન તરફ ઢળી પડ્યો.

નયન ગીતાબેન તરફ ધસ્યો પરંતુ ગીતાબેને તેના પર પણ વળતો પ્રહાર કર્યો એ પણ ત્યાંજ ઢળી પડ્યો.પોતાની દીકરી ને બચાવવા એક માં આજે રણચંડી બની હતી.એમની આંખો ગુસ્સા થી લાલ થઈ ગઈ હતી.એક પછી એક તમામ ને ત્યાંજ પાડી દીધા.

સલોની હજુ ડરેલી હાલત માં ત્યાંજ ઉભેલી હતી.તેને હજુ કંઈજ સમજાતું ન હતું.તેના હાથ પગ ધ્રુજતા હતા.તે ગીતાબેન ને વળગી ખૂબ જ મોટા અવાજે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી.ગીતાબેન એ પણ તેને રડવા દીધી.છાતી સાથે ચાંપી કેટલીય વાર સુધી તેને પસવારતા રહ્યા.

થોડીવાર પછી સલોની શાંત થઈ એટલે એને મોમ ડેડ તરફ જોયું અને અચાનક એ બોલી ઊઠે છે.

"મોમ,ડેડ....આ તમને બન્ને ને શુ વાગ્યું?અને આ માથા માંથી આટલું લોહી કેમ વહે છે?અને તમે લોકો અચાનક આટલા જલ્દી પાછા કેવી રીતે આવ્યા?"

"કઈ નહિ બેટા,રસ્તા માં નાનું ઍક્સિડન્ટ થઈ ગયું.અને તારી મમ્મી ને તો તું જાણે જ છે..મને કહે કે હવે પાછા ચાલો,બીજી કોઈ દિવસ જઈશું.આજે દિવસ સારો નથી.અને અમે ત્યાં થી જ પાછા આવ્યા."-દિનેશભાઇ બોલ્યા

"અને જો આજે અમે ના આવ્યા હોત તો ખબર નહિ શુ નું શુ થઈ જતું"-ગીતાબેન ચિંતા સાથે બોલ્યા.

"મોમ ડેડ હું હમણાં જ પોલીસ ને કૉલ કરું છું."આમ બોલી સલોની ઉભી થઇ.

એટલા માં જ ડોરબેલ વાગી.

સલોની દરવાજો ખોલવા ગઈ.

દરવાજો ખોલતા સામે એક પોલિસ ના માણસ ને જોયો એટલે એને ખૂબ નવાઈ લાગી કે હજુ ફોન તો કર્યો નથી તો પોલિસ ને કેવી રીતે જાણ થઈ.

"મિસ્ટર દિનેશ મેહતા નું જ ઘર છે ને આ?"આવનાર વ્યક્તિ બોલ્યો

હા,પણ શું થયું?--સલોની બોલી

"મિસ્ટર અને મિસિસ મેહતા નો અમદાવાદ વડોદરા હાઈવે પર ગંભીર અકસ્માત થયો છે,અને બન્ને નું ઘટના સ્થળ પર જ મૃત્યુ થયુ છે.તમારો લેન્ડલાઈન ફોન ડેડ બતાવે છે.એટલે જ જાતે જાણ કરવા આવ્યો છું,તમે જલ્દી થી સિવિલ હોસ્પિટલ પોહચી જાઓ."-વ્યક્તિ એકી શ્વાસે બોલી ગયો.

સલોની એની વાત સંભળી પેહલા તો હસવા લાગી.એને લાગ્યું કોઈ એની સાથે મજાક કરી રહ્યું છે.એ મોમ ડેડ ને બોલવા અંદર ગઈ તો રૂમ માં નિક અને તેના મિત્રો ની લાશ સિવાય કોઈ હતું જ નહીં.એને બધે જોઈ લીધું.પરંતુ મોમ ડેડ ક્યાંય દેખાયા નહિ.એના શ્વાસ એકદમ ધમણ ની જેમ ચાલવા લાગ્યા.એના હાથ પગ થીજી ગયા.એને બધું ગોળ ગોળ ફરતું દેખાયું.એ દીવાલ પકડી ત્યાંજ ફસડાઈ પડી...

"તો શું મોમ ડેડ ફક્ત એને બચાવવા જ.........

અને એની આંખો માં અંધારા આવવા લાગ્યા....એ બેહોશ થઈ ત્યાંજ ઢળી પડી.....

(સમાપ્ત)