Throne in Gujarati Short Stories by Kinjal Dipesh Pandya books and stories PDF | શૂળ..

Featured Books
Categories
Share

શૂળ..

સીટી હોસ્પિટલ ના પગથિયાં આજે મારા માટે હિમાલય ચઢવા જેટલા અઘરાં લાગતા હતા. છતાં મન મક્કમ કરી ગભરાતી હું ઉપર ચઢી ગઈ.

મિસ્ટર મહેતા જીવન મરણ વચ્ચે નો આખરી જંગ ખેલી રહ્યા હતા. એમને આ પરિસ્થિતિમાં ધકેલનાર હું જ હતી. મારાથી એમની હાલત જોવાઈ એમ ન હતી. અને એમનાથી કરુણ પરિસ્થિતિ તેમની પત્ની અને બાળકોની હતી મિસ્ટર મહેતા ને મળવા સીટી હોસ્પિટલ પહોંચી એ આઈસીયુમાં હતા ત્યાં બહાર જ એમના પત્ની બેઠા હતા,એમની નજીક જઈ હું નતમસ્તકે બે હાથ જોડીને ઊભી રહી અને કહ્યું તમને આવી પરિસ્થિતિમાં ધકેલનાર એ બીજું કોઈ નહીં પણ હું જ છું. માફી માંગવાને પણ ક્યાં લાયક છું! તમે જે દંડ દેશો એ સ્વીકારવા હું તૈયાર છું. આનાથી વિશેષ આગળ હું એક પણ શબ્દ ઉચ્ચારી ન શકી. એમની સામે જોવાની મારી હિંમત જ ન હતી.

મિસિસ મહેતા નું વ્યક્તિત્વ ખુબ જ જોરદાર આંખે ઊડીને વળગે એવું રૂઆબદાર અને ભણેલા હશે એ તો એમના એટીટ્યુડ પરથી જ ખબર પડતી હતી છતાં કેટલા નમ્ર. આ પરિસ્થિતિમાં પોતાની જાત પર કાબૂ રાખી રહ્યા હતા. અંદરથી એકદમ જ ભાંગી પડ્યા હતા. પરંતુ બહાર એમની લાગણીઓને જરા એમના મુખ પર દેખાવા દેતા ન હતા. એમના બાળકો માટે અડગ પહાડ જેવા ઉભા હતા. એમને જોઇને મને પણ આજે ઈર્ષા આવતી હતી કે, સ્ત્રી હો તો આમ જ રહેવું. એમના પ્રત્યે મારું માન વધી ગયું એમની આંખોમાં મારા માટે સંપૂર્ણ રોષ દેખાતો હતો.
અમને બંનેને એકાંત મળતા જ જાણે કે મારા પર વરસી પડ્યા એમણે મને ખૂબ જ ગુસ્સાથી કહ્યું ," જો આ માણસ મરી જશે ને તો ફક્ત મારો પતિ મૃત્યુ નહીં પામે કેટલીએ નવલકથાઓ મૃત્યુ પામશે" છેલ્લે એમણે મને પૂછ્યું, "તને ખબર છે આ કોણ છે??" અને મને ખરેખર ખબર ન હતી, કે આ કોણ છે. ફક્ત મને એમનું નામ ખબર હતું. મિસ્ટર મહેતા છે. અને એ પણ હોસ્પિટલમાં આવ્યા પછી ખબર પડી કે એમનું નામ મિ. મહેતા છે.
એમને હું શું કહું? શું સાંત્વન આપું? બસ શરમથી માથું ઝુકાવી નીચું જોઈ ઊભી રહી.
પહેલી વાર મારી સાથે કોઈએ આટલા ઊંચા અવાજે વાત કરી હતી કારણ હું અહીંના મેયર ની દીકરી છું. બી.એમ.ડબલ્યુ માં ફરું છું, કોઈની તાકાત નથી કે મારી સામે કોઈ આવીને મને ગમે તેમ બોલી શકે. હા, પણ મેં આજે જોયું કે એક પત્ની માં આ સામર્થ્ય હોય છે. હું ચૂપચાપ ત્યાંથી ચાલી નીકળી હવે મારું મન જાણે કે આગલી રાત ને ફરી વાગોળી રહ્યું હતું.

વાત એમ છે કે ગઈકાલે રાત્રે હું પાર્ટીમાંથી આવી રહી હતી. મને મોડું થવાનું હતું તેથી મારી સાથે મારા ડ્રાઈવરને પણ લીધો ન હતો હું જાતે જ કાર ડ્રાઇવ કરી રહી હતી. પાર્ટી ખૂબ મોડે સુધી ચાલી અને કાલે મારે થોડું ડ્રિંક્સ પણ વધારે જ થયું હતું આમ પણ પીધા પછી તો ગાડી ચલાવવાની મજા જ જુદી હોય. બસ મારા મગજમાં તો એ જ ચાલતું હતું. હું સરસ જુના ગીતો સાંભળતી સાંભળતી ઘરે આવવા નીકળી રસ્તો ખાલી હોવાથી મારી ગાડી ની સ્પીડ પણ વધારે જ હતી. એકાએક મેં સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો અને રસ્તે ચાલતા એક માણસ ને ટક્કર લાગી ગઈ. હું ગભરાઈ ને ત્યાંથી જતી રહી.

આજે સવારે તપાસ કરતાં ખબર પડી કે એ ભાઈને સીટીહોસ્પિટલમાં એડમિટ કર્યા છે અને હું મળવા ગઈ ત્યાં તેમની પત્નીના વાક્યોના ઘા મારા દિલમાં એક પછી એક તીર બની ભોંકાઈ ગયા.
મિસ્ટર મહેતા એટલે સાહિત્યકાર નિલેશ મહેતા ખૂબ મોટું નામ સાહિત્યક્ષેત્રે. હું પોતે જ એમની નવલકથાની ખૂબ મોટી ચાહક છું. મારાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ હતી જેની કોઈ ક્ષમા ન હતી. એમની પત્ની તો ઠીક હું પોતે જ મારી જાતને માફ ન કરી શકીશ. હું રોજ હોસ્પિટલમાં જતી હતી એક્સિડન્ટના બે દિવસ પછી મિસ્ટર મહેતા મૃત્યુ પામે છે. એતો ચીર નિંદ્રામાં સરી ગયા સાથે મારી ઊંઘ પણ લેતા ગયા. મને હવે ચેન પડતું ન હતું. આંખ બંધ કરો ત્યાં તેમની પત્નીના શબ્દો મારા કાન પર અથડાતા હતા. બસ રહી રહીને મારા દિલમાં એમના માટે કંઇક કરવાની ભાવના જાગી હતી. એમના માટે એવું તો શું કરું કે આ સાહિત્યકાર અમર બની જાય. મારા મનમાં અનેક સવાલો અને એના અનેક ગણા જવાબોએ ઘેરો લીધો. છેવટે હું એક નિર્ણય પર આવી અટકી. એમ કહો ને આ ઘટના મારુ જીવન બદલી નાખે છે. મને રાતે ઊંઘ ન આવતી હતી એટલે હું જાગી મારી ડાયરી લખવા બેઠી આખી એ વાતના મારી ડાયરીમાં અક્ષરસહ હું ઉતારવા લાગી. ત્યારે જ મારા મનમાં એક વિચાર આવ્યો, કે હું મિસ્ટર મહેતાની બાકી રહેલી નવલકથા પૂર્ણ કરું તો??? હા હું જાણું છું કે મને નવલકથા લખતા નથી આવડતું કે મને લખતા જ નથી આવડતું બસ મારે તો એમના સપના પુરા કરવા છે. બસ ત્યાંજ હું મારી ડાયરી બંધ કરી તને મારા બેડમાં સુતા સુતા કાલ ના દિવસ નો વિચારવા લાગી કે, સવાર પડશે કે પહેલાં મિસ્ટર મહેતા ની પત્ની પાસે જઈશ અને મારા મનની વાતો કહીશ. જાણું છું આ ખૂબ જ કપરું કામ છે પરંતુ મારે હવે કરવું જ રહ્યું. મારે મિ. મહેતાની નવલકથાઓને જીવંત રાખવી છે. બીજે દિવસે સવારે એમની પત્ની પાસે પહોંચી ગઈ. આમ તો એ જરા ન જોઈ શકાય એવી પરિસ્થિતિમાં હતા છતાં સ્ટ્રોંગ બનીને પોતાના બાળકોને વળગીને બેઠા હતા. ઘરમાં બધું નોર્મલ વાતાવરણ બનાવવાની કોશિશ કરી રહ્યા હતા. એક પતિ વગર અને પિતા વગર નું ઘર કેવું હશે? એતો હવે એમના થી વધારે કોણ જાણે?? એમણે મને આવકાર ન આપ્યો પણ સામે તેમણે જાકારો પણ ન આપ્યો. મેં એમને મારા હૃદયની વાત કરી ત્યારે તેમણે ઉઠી ને કહ્યું કે, "તમે મને માફ કરો અને હવે પછી મારા ઘરે ના આવશો, હું મારા પતિના અધૂરા સપના આમ કોઈને રખડાવાના આપી શકું. એ પણ એના હાથમાં કે જેને સાહિત્યની જરા પણ સમજ ન હોય હું આમ જ જીવી જઈશ મારા પતિના અધૂરા સપના સાથે પણ એમનાં સપનાં રોળાવાતો ન જ દઈશ. એમના સપનાને મારા દીકરાઓ મોટા થઈને પૂર્ણ કરશે."
મેં એમને ખૂબ કાલાવાલા કર્યા કે મને એકવાર એમની રૂમમાં જવા દો, પુસ્તકો જોવા દો એમનું લખાણ ક્યાં સુધી છે? શું લખ્યું છે? બધું જ મને જોવા દો મને આટલું કરવા તો દો? જેથી હું પ્રાયશ્ચિત કરી શકું.! એમને લોકોના હૃદયમાં ધબકતા રાખી શકું! પણ મિસીસ મહેતા એક ન માન્યા. પણ હું એ જીદ્દી હતી આજે નહિ તો કાલે તો મનાવી લઈશ એમ માની રોજ જવાનું શરૂ કર્યું. ને રોજ એમના ઘરે જાઉં અને રોજ એમને કહું કે, "મને વાંચવા દો, એમના રૂમમાં જવા દો.

એક દિવસ એમને મળીને એમના ઘરેથી હું બહાર નીકળી અને મારા બીજા સાહિત્યમાં રસ ધરાવતા મિત્રો હતા તેમની સાથે આ બાબતો પર ચર્ચા કરી. ત્યાં એક એવો વિચાર કર્યો કે આપણા ગુજરાતી સાહિત્યમાં એવા કેટલા લેખકો છે જે આગળ આવવા માટે કોશિશો કરી રહ્યા છે તો એવા લેખકો ને હું મદદ કરું તો? આજ વિચાર મારામાં નવી આશાનું કિરણ લઈ આવ્યો. આ અકસ્માતથી મારું જીવન ઘરમૂળથી બદલાઈ ગયું હતું. ફેશન, સ્ટાઈલ,અભિમાનની જગ્યા હવે ધીમે ધીમે નમ્રતા, સાદગી એ લઈ લીધી હતી. બસ બીજા જ દિવસથી હું મારા કામે વળગી ગઈ. ગુમનામ કવિઓ લેખકો અથવા જે આગળ આવવા સમર્થ હોય છતાં એમને કોઈ તક ન મળતી હોય એવા સાહિત્યકારોની શોધમાં હું જોડાઈ ગઈ. આજે મને આજ કામ કરતા ત્રણ વર્ષ પૂરા થયા છે ત્યારે હું અને મારા સાહિત્યમાં રસ ધરાવતા સાથી મિત્રો કેટલાય નવોદિતોને નવું પ્લેટફોર્મ આપી આનંદ અનુભવીએ છીએ. અને સાથે સાથે મિસ મહેતા પાસે જઈ મિસ્ટર મહેતા ના અધૂરા કાર્ય પૂર્ણ કરવાની અરજી કર્યા કરું છું. મારું સપનું તો એ જ છે ને મિસ્ટર મહેતાની નવલકથાઓ પૂર્ણ કરવાનું. અને લોકોના હૃદયમાં હંમેશા માટે અમર બનાવવાનું. આજ હવે મારું લ લક્ષ્ય છે. હૃદયમાં મી. મહેતાને જીવંત રાખ્યા છે.

આજે એક નવોદિત લેખક ના પુસ્તકનું વિમોચન છે . એમની કથાનું આ શીર્ષક તો જુઓ "મારું સપનું". વિમોચન સમારંભ શરૂ થયો. ત્યાં એકાએક મિસીસ મહેતાને આવતા જોયા. હું સ્ટેજ પરથી ઉતરી સામે અમને લેવા ગઈ એમની સાથે એમના બે બાળકોએ હતા. હવે તો ખાસ્સા મોટા થઈ ગયા હતા અને મારા વિશે બધું જાણતા પણ હતા હું એમના પિતાની કાતિલ છું એવો ભય મારા હૃદયમાં જાગ્યો હતો પણ એમની આંખોમાં જોવા મળતો હતો. મિસીસ મહેતાનું અમે ખૂબ હૃદયપૂર્વક સ્વાગત કર્યું. મિસીસ મહેતાના હસ્તે જ આ પુસ્તકનું વિમોચન કરાયું. મિસિસ મહેતા ને બે વાક્યો બોલવા માટે આમંત્રણ આપવામાં આવ્યું. એમના આંખમાં આંસુ હતા. એમણે એમના પતિ ને યાદ કર્યા પછી મારી તરફ હાથ લંબાવી કહ્યું આ દીકરી આજે એક સાહિત્યકારને સાચી શ્રદ્ધાંજલિ આપી રહી છે. ત્યારે મારા પતિ દ્વારા શરૂ કરાયેલી નવલકથા જે એમના ઓચિંતા ચાલ્યા જવાથી અધૂરી રહી ગઈ છે હવે એને તું પૂર્ણ કરજે એવી મારી મહેચ્છા છે. ત્યારે ખરી તારી શ્રદ્ધાંજલિ એમના સુધી પહોંચી જશે. તારા શબ્દાંજલી દ્વારા એક મહાન સાહિત્યકાર ને શ્રદ્ધાંજલિ.

- કુંજદીપ.