*મન પંખી બની ઉડી*. વાર્તા.. ૨૮-૧૨-૨૦૧૯
અગાશી માં ઉભી ઉભી આયુષી મનથી પંખી બની ઉડી ને મસ્ત ગગનમાં વિહરી રહી અને વિચાર કરી રહી.....
આ એનું થોડીક જ ક્ષણોનું સુખ હતું જે અઠવાડિયામાં એક દિવસ મળતું બાકી તો એની જિંદગી પાંજરા માં પૂરાયેલા પંખી જેવી હતી જેને પાંખો તો હતી પણ સોનાનાં પિંજરામાં કેદ હતી... શું સપનાં સજાવ્યા હતાં અને શું મળ્યું.... કોને દોષ દેવો??? નશીબ ને જે નાનપણથી જ આવું લખાવી આવી હતી... એ નાની હતી કોઈ એને અનાથાશ્રમમાં મુકી ગયું હતું એનું જીવન અનાથાશ્રમમાં વિત્યું... અનાથાશ્રમ ના સંચાલકો સારા હતાં અને ત્યાં ના ટ્રસ્ટી બહું સારા હતાં એ બાર ધોરણ સુધી ભણી... અનાથાશ્રમ ના સંચાલક ના ખાસ ભાઈબંધ જે શહેર ના નામાંકિત વેપારી જયસુખભાઇ હતાં એ કોઈ કોઈવાર આવતાં અને નાનું મોટું દાન લખાવી જતાં...
એક દિવસ એક લાખ રૂપિયાનું દાન કરવાં આવ્યા અને આયુષી સંચાલક ની ઓફિસમાં સાફ સફાઈ કરતી હતી અને જયસુખભાઇ ને આયુષી ગમી ગઈ એમનાં મોટા દિકરા માનવ માટે જે નામનો જ માનવ હતો બાકી તો દાનવ જ હતો અમીર બાપનો બગડેલો નબીરો હતો જે દરેક વ્યસન નો ગુલામ હતો... જયસુખભાઇ એ સંચાલક ને વાત કરી કે તમે આ છોકરી નો હાથ મારા દિકરા માનવ માટે આપો હું મારે ઘરે બહું સુખી રાખીશ... સંચાલક તો રાજી ના રેડ થઈ ગયા એમણે તો આવાં મોટા ઘરનું માંગું આવ્યું એ જોઈ ને અનાથાશ્રમ ને મળતાં લાભ દેખાવા લાગ્યા... અને એમણે આયુષી ને પૂછવા ની પણ તસ્દી ના લીધી અને હા પાડી દીધી....
આયુષી ને વિરોધ કરવાની તક પણ ના મળી...
આયુષી અને માનવ ના લગ્ન થયાં અને આયુષી પરણીને મોટા ઘરે સાસરે આવી....
પહેલી જ રાત્રે માનવ દારુ પીને આવ્યો અને આયુષી પર અત્યાચાર કર્યો... સિગરેટ ના ડામ દિધા એવી જગ્યા એ કે કોઈ ને બતાવી ના શકે અને પોતે નામર્દ હતો પણ એક સ્ત્રી ને પોતાના પુરુષપણા નો રૂવાબ બતાવી દીધો અને આયુષી ને શારીરિક તકલીફો આપી ચૂંથી નાંખી અને આયુષી આ શારીરિક પીડા થી બચવા બૂમો પાડતી રહી અને રડતી રહી અને બચવા કોશિશ કરતી એમ માનવ વધુ ને વધુ એને પીડા આપતો રહ્યો...
સવારે જ્યારે એ રૂમની બહાર આવી માનવ સૂતો હતો એને એમ કે સાસુ ને વાત કરું એક સ્ત્રી બીજી સ્ત્રી ની વેદના સમજશે... અને એ પણ એક દિકરી ની મા છે તો મારી પીડા સમજી શકશે....
આયુષી એ આવીને કનક બેન ને પગે લાગી.... કનક બેને કહ્યું સુખી રહો....
આયુષી એ આજુબાજુ જોયું અને કહ્યું કે મમ્મી જી મારે તમને એક વાત કહેવી છે...
કનક બેન કહે બોલો...
આયુષી એ રાત વાળી પિડાદાયક વાત કરી...
આ સાંભળી ને કનક બેને આયુષી ને કહ્યું કે જો તે આ ઘરમાં થી ભાગવાની કોશિશ કરી તો દુનિયા ના કોઈ પણ જગ્યાએ થી પણ શોધી ને તારા આ રૂપાળા ચહેરા પર એસિડ ફેંકાવીશ તું હજું અમને ઓળખતી નથી એટલે તો અમે તને અનાથાશ્રમમાં થી લાવ્યા છીએ કે તું પાંખ ફેલાવી ઉડી ના શકે... અને જો કંઈ પણ ચૂ કે ચા કરી તો તારુ ગળું દબાવી દઈશ અને કોઈ ને ગંધ પણ નહીં આવે સમજી કે હજુ સમજાવું....???
આયુષી આ સાંભળી ને હેતબાઈ ગઈ...
એણે વિચાર્યું કે હવે કોની મદદ મળે તો હું આ દોઝખ ભર્યા પિંજરામાં થી ઉંડુ...???
એણે દસમાં ધોરણમાં ભણતી નણંદ સાથે વાતચીત કરવા કોશિશ કરી પણ કનક બેન આવી ગયા... આવું બે થી ત્રણ વખત બન્યું એણે હવે સહન કર્યા વગર કોઈ છૂટકો નથી... અઠવાડિયામાં ગુરુવારે ઘરનાં બધાં એમનાં ગુરુ ને મળવા જાય ત્યારે બહારથી તાળું મારી ને જાય અને આયુષી ને કોઈ મોબાઈલ લઈ આપ્યો ન હતો અને આ બંગલો હતો એની ફરતે ઉંચો કોટ હતો અને આ બંગલાની આજુબાજુ બીજું કોઈ મકાન ન હતું કે એને કોઈ મદદ કરી શકે એમ હતું જ નહીં ...
એટલે જ દર ગુરુવારે ધાબા ની અગાસીમાં ઉભી ઉભી મન પંખી બની ઉડી લેતી.... બાકી તો પાંજરામાં પૂરાયેલા પંખી જેવી જિંદગી હતી.... આજે તો રહી રહીને એનું મન આ બંધન તોડી ઉડવા મથતું હતું એની સહનશક્તિ ની હદ આવી ગઈ હતી હવે એક નિર્ણય કરી ને અગાશી ની પાળ પરથી છલાંગ લગાવી દીધી અને વિશાળ આકાશમાં આજે આઝાદ બની ને ઉડવા લાગી... આજે એની દરેક પીડાનો અંત આવ્યો.... સોનાના પાંજરામાં પૂરાઈ રહેલું પંખી આજે ઉડી ને ગગનમાં વિહરવા લાગી....
ભાવના ભટ્ટ અમદાવાદ.....