Vivah Ek Abhishap - 17 in Gujarati Horror Stories by jadav hetal dahyalal books and stories PDF | વિવાહ એક અભિશાપ - ૧૭

Featured Books
Categories
Share

વિવાહ એક અભિશાપ - ૧૭

આગળ આપણે જોયુ કે હીર વિક્રમ ને બધુ જ જણાવે છે કેવી રીતે સુરજનસિંહ ચંદર અને હીર ને છેતરીને એક મકાન માં બોલાવે છે.ત્યાં ચંદર ને મોત ને ઘાટ ઉતારીને હીર ને જબરદસ્તી થી ભોગવી ને પછી એની બલિ ચડાવી દે છે .ચંદર અને હીર મરીને પ્રેત બન્યા પછી સુરજનસિંહ ને મારીને બદલો લે છે પણ સુરજનસિંહ મરી ને પ્રેત બનીને પાછો આવે છે અને ચંદર ને પોતાની મંત્રો ની શક્તિ થી એને એક ભયાનક પિશાચ માં બદલી દે છે અને એની મદદથી બધાય ની હત્યા કરાવે છે .હીર ની આત્મા ને પણ કેદ કરી દે છે રોજ એનું શોષણ કરતો હોય છે .એની વાત સાંભળી વિક્રમ સુરજન સિંહ ના આતંક ને ખતમ કરી ચંદનગઢ અને હીર અને ચંદર ને મુક્ત કરવાનું વચન આપે છે અને હીર ને વર્તુળ ના ઘેરાવા માંથી મુક્ત કરીને જવા દે છે અને પાછો ઘર તરફ જાય છે.
**********************************
હીર ને આશ્વાસન આપતા તો આપી દીધુ કે સાથે મળી ને મુકાબલો કરશું ,સુરજનસિંહ ના આતંક ને ખત્મ કરીશું પણ સવાલ એ હતો કે કેવી રીતે ?એ જ વિચાર આવતો હતો કે શું વિચાર્યુ હતુ અને શું નીકળ્યુ?અત્યાર સુધી એમ હતુ કે હીર ને કેદ કર્યા પછી ખબર પડી જશે કે શ્રાપ થી મુક્તિ કેમ મેળવવી પણ આ તો તાંત્રિક વિધ્યા નો મામલો છે અને એ બાબતે મને કોઈ જાણકારી પણ નથી સુરજનસિંહ નો મુકાબલો કરવાનું સામર્થ્ય મારા માં નથી .એ તો કોઈ આવી સિદ્ધિ ઓ નો જાણકાર હોય એ જ કરી શકે .હા ,પેલા પહાડીવાળા સાધુ મહારાજ પાસે જરુર આનો કંઇક ઉપાય હશે.એકવાર ફરીથી એમની પાસે જઇ બધી વાત કરવી પડશે.એમ વિચારતા વિચારતા ઘર આવી ગયુ.
કોઈ ને ખબર ના પડે એમ હું ઘરમાં દાખલ થયો .ત્યાં જ અચાનક અદિતિ ની ચીસો સંભળાઇ.એ જોરથી જોરથી છોડી દે મને, એમ બુમો પાડતી હતી.એ સંભળાતા જ હું એ તરફ દોડ્યો .સ્ટોર રુમ તરફ થી આવતો અવાજ સાંભળી હુંએ તરફ દોડ્યો.મિહિર દરવાજો ખોલવા નો પ્રયત્ન કરી રહ્યો હતો પણ દરવાજો અંદરથી બંધ હતો એટલે ખુલતો નહોતો.મે એની મદદ કરી.અમારા બંને ના પ્રયત્નોના લીધે અને દરવાજો એટલો મજબૂત નહોતો એથી ખુલી ગયો .અંદર જોયુ તો મોન્ટી એ અદિતિ ના કપડા એકબાજુ થી ફાડી નાખ્યા હતા અને એના બે હાથ પકડી રાખી એને થપ્પડો મારતો હતો .અદિતિ રડતી હતી .
આ દ્રશ્ય જોઇ મે અને મિહિરે પેલા તો મોન્ટી ને અદિતિ થી દુર કર્યો અને એને મેથી પાક ચખાડ્યો.અદિતિ દોડતી જઇ ને દુર્ગાદેવીને ભેટી ને રડવા લાગી.પુજા પણ અદિતિ ને સાંત્વના આપવા લાગી.
મે અને મિહિરે મળી ને મોન્ટી ને અદિતિ સાથે આવુ વર્તન કરવા બદલ ખુબ માર્યો સાથે મે એને કહ્યું કે ,"અત્યારે ને અત્યારે જ તુ અહિં થી ચાલ્યો જા નહિ તો જાનથી મારી નાખીશ."
"ના,મને ખબર છે કે એણે ખુબ ધ્રુણાસ્પદ કામ કર્યું છે પણ અત્યારે એનું ઘરથી બહાર નીકળવુ સલામત નથી .સવાર ના સાત વાગતા સુધી માં એ ભલે ચાલ્યો જાય . ત્યાં સુધી અદિતિ મારા રુમ માં સુઇ જશે. "અદિતિ હજુ ય ડુસ્કા ભરે જતી હતી.દુર્ગા દેવી એને પોતાના રુમ માં લઇ ગયા એણે કહ્યું ,"રાત ના પોણા ત્રણ જેવા થયા હતા જ્યારે મારી આંખ ખુલી.મારી ઉંઘ ઉડી એટલે હું બહાર આવી હતી ત્યાં સ્ટોર રુમ માંથી અવાજ આવતા દરવાજો ખોલી ને અંદર જોવા ગઇ કે ત્યાંથી કેમ અવાજ આવ્યો ત્યારે મોન્ટી પણ સ્ટોર રુમાં ઘુસી આવ્યો અને દરવાજો અંદરથી બંદ કરી દીધો અને પછી મારા તરફ ધસી આવ્યો ને મારી સાથે ."એમ કહી ફરી રડવા લાગી.
દુર્ગા દેવી એ એને શાંત કરી અને કહ્યું ,"હજુ સવાર ના ચાર થયા છે તમે બધા જઇ ને સુઇ જાઓ .અને અદિતિ ની ચિંતા ના કરો .હું એનો ખ્યાલ રાખીશ."પુજાએ એમના રુમ માં સુઇ જવા કહ્યું એટલે દુર્ગા દેવી એ એને રજા આપી.અને અમે બધા પાછા પોતાના રુમ માં જઇ સુઇ ગયા.
*********************************************
સવારના આઠ વાગ્યા અમે મોડા ઉઠ્યા.નાનકડા ડાઇનિંગ ટેબલ પર બટાટાપૌંઆ અને મેથી ના થેપલા દહીં વગેરે નો નાસ્તો તૈયાર હતો.અદિતિ સવાર ના નહાઇ ધોઇ સફેદ ચુડીદાર પહેરી ,ખુલા વાળ રાખી ને આવી હતી .એના વાળ તાજા જ ધોયેલા હતા.હવે એ થોડી સ્વસ્થ દેખાતી હતી .મારી નજર એના પર પડતા એના પર જ નજર ચોટી ગઇ.મિહિર અને પુજા પણ આવી ગયા હતા.પણ મોન્ટી નજરે ના ચડ્યો પણ રાતે એણે જે કાંડ કરેલુ એ પછી અમને એમજ હતુ કે રાતે જે એણે કર્યું એના પર પસ્તાવો હશે એટલે એ સવાર પડે અને કોઇ એને જુએ એ પહેલા જતો રહ્યો હશે.અમે બધા જ નાસ્તો કરી રહ્યા હતા ત્યાં જ એક માણસ દોડતો દોડતો આવ્યો .એ ખુબ ડરેલો અને હાંફી રહ્યો હતો એના ચહેરો જોતા એવું લાગતુ હતુ કે એણે કંઇક ભયાનક દ્રશ્ય જોયું છે.દોડતા દોડતા આવી ને કહ્યું ,"રાણી સાહેબા ,ઘર ની પાછળ વાડી માં " એ એટલુ જ બોલ્યો અને હાંફી ગયો .દુર્ગા દેવી એ કહ્યું ,"હા ,પણ ત્યાં શું ?"
"તમે બધા જાતે જ આવો અને જોઈ લ્યો."
એમ કહી એ દોડ્યો એની પાછળ અમે બધા ય દોડ્યા.અમારા મનમાં કેટલાય વિચારો ત્યાં સુધી આવી ગયા.અને જઇ ને જોયુ તો દ્રશ્ય કાળજુ કંપાવી દેનારુ હતુ .વાડી માં પાણી થી ભરેલા કુંડમાં મોન્ટીની લાશ તરતી હતી જેની ગરદન મરોડીને કોઈ એ હત્યા કરી દીધી હતી .એ જોઈને અદિતિ ,પુજા, દુર્ગા દેવી,અને હું ત્યાં હાજર રહેલા બધા જ આઘાત થી સ્તબ્ધ હતા.
મિહિરે કહ્યું ',"આ શું કર્યું તે માન્યુ કે રાત ના જે એણે કર્યું એ ખુબ જ ધ્રુણાસ્પદ હતુ પણ એના માટે થઇ ને તે એને મારી નાખ્યો .બિચારા નો જીવ લઇ લીધો."
એની વાત સાંભળી ને બધા જ મારી સામે જાણે શંકાની રીતે જોવા લાગ્યા.
"પણ મે કંઇ નથી કર્યું .મે એને નથી માર્યો."
"હું જ્યારે ઉઠ્યો ત્યારે તું અને મોન્ટી બે ય ગાયબ હતા.નાસ્તા માટે તો અડધા કલાક પછી આવ્યો ત્યાં સુધી ક્યાં હતો શું કરતો હતો?
"હું છત પર યોગા કરવા ગયો હતો ત્યારે મોન્ટી એ રુમ માં નહોતો "
"આટલી ઠંડી માં ?""
"હું હમેશા એ રીતે જ યોગા કરું છું.તમને બધા ને કેમ વિશ્વાસ દેવડાવું હું છત પર જ હતો."
"તમે બધા ચુપ થઇ જાઓ .એકબીજા પર આરોપ નાખવાથી કંઇ જ નહિ થાય .હત્યા થઇ છે કોઈ ની .પોલીસ જ તપાસ કરશે .અને હા એના મા બાપ ને પણ ખબર કરી દો."
*********************************************
ના બનવા નું બની ગયું ,મોન્ટી એ જે રાતે કર્યું હતુ એ ખોટુ હતુ પણ એનું કોઇકે ખુન કરી દીધું હતુ. પણ સવાલ હતો કે કોણે?
*************************************
હજુ તો શ્રાપ નો કોઈ ઉપાય મળ્યો નથી ત્યાં અદિતિ ના ઘરમાં પગ મુકતા જ હત્યાનો સિલસિલો ફરીથી ચાલુ થઇ ગયો .કોણે મોન્ટીનું ખુન કર્યું હશે?આગળ શું થશે?જાણવા વાંચતા રહેજો વિવાહ એક અભિશાપ .