મારો પરિવાર એટલે પપ્પા, જનકભાઈ , મમ્મી જીજ્ઞાબેન અને મોટી બેન ટીના , જે બે વરસથી પરણી ને પોતાના જીવનમાં ખુશ હતી.
હવે પપ્પા અને મમ્મી નું મારા લગ્ન બાબત પ્રેશર વધી રહ્યું હતું.
મધ્યમવર્ગી પરિવારે બધું સમજી, વિચારી ને આયોજન કરવું પડતું હોય છે.હપ્તા ઉપર જિંદગી જીવવાની પરંપરા હવે આદત બની ચૂકી છે.પરંપરા બદલી શકાય છે પણ આદત છૂટતી નથી! આદત કોશિશ કરી ને છોડી દઈએ , પણ દેખાદેખી થી પીછો કેમ છોડવો?
હું એટલે આધુનિક વિચારધારા સાથે વહેતો પવન.
જી હા,મારું નામ પવન છે . હું શહેરની નામાંકિત કંપની માં આસી.મેનેજર છું.અમારી કંપની સુપર માર્કેટ ની ચેઇન ધરાવે છે.શહેર ની વસ્તી અનુસાર અમારી બ્રાંચ વિવિધ શહેરોમાં છે.મારા શહેરમાં અમારી બે બ્રાંચ છે.
અરે, હા મારા પરિવાર ની એક વ્યક્તિ ની ઓળખાણ આપવાનું રહી ગયું. જોકે હજુ પરિવાર ની સક્રિય સભ્ય બની નથી , બનવાની છે...મારી જિંદગી ના દરેક પડાવ ,ઉતર ,ચડાવ અને તોફાની પ્રવાહ માં સતત મારા સાથે રહેતી મને ટેન્શન મુકત કરતી " મુક્તિ ".
કોલેજ સમયની એ દોસ્તી પરિયણ માં કયારે પરિણમી તે યાદ જ નથી! એકબીજા ના સહવાસમાં
જિંદગી હર પલ ને પવન મુક્તિ સંગ વહેવા દેવાના વચન આપી દીધા.
રવિવાર ની સાંજે ખીલતી સંધ્યા ના સાંનિધ્ય માં પવન અને મુક્તિ ગાર્ડન માં બેઠા હતા.
મુક્તિ , " પપ્પા અને મમ્મી હવે લગ્ન માટે દબાણ કરી રહ્યા છે , આપણે હવે કંઈ રીતે કરવા અને કયારે કરવા તે નક્કી કરવું પડશે". પવન કહ્યું.
" હા ,પવન તારી વાત સાચી છે મારા ઘરે પણ તારા ઘર જેવું જ વાતાવરણ બની ગયું છે." મુક્તિ સ્પષ્ટતા કરતા બોલી.
"ઓકે , આપણે એક મહિના પછી આપણો પ્લાન અમલ માં મુકીશું." બંને એકસાથે બોલ્યા.
એક મહિના બાદ એક દિવસ રાત્રે ડાઇનિંગ ટેબલ પર પવન એ કહ્યું, " પપ્પા અને મમ્મી હું બે દિવસ બાદ એક વીક ની ટ્રેનિંગ માટે દિલ્હી જવાનો છું . તમારે કંઈ ત્યાંથી લાવવાનું હોય તો મને કહી દેજો."
મુક્તિ એ પણ પોતાના મમ્મી પપ્પા ને પોતાના એક વીક ના પ્રોગામ ની જાણ કરી દીધી હતી.
એક મહિના પછી એક દિવસ સવારે પવન અને મુક્તિ પોતાની બેગ લઈ નીકળી ગયા અને પહોંચ્યા કોર્ટ માં જયાં બંને ના મિત્ર દંપતિ હાથ માં હાર લઈ રાહ જોઈ રહ્યાં હતાં.
કોર્ટ માં બંને એ મિત્ર દંપતિ ની સાક્ષી એ રજીસ્ટર મેરેજ કરી લીધા સીધા માઉન્ટ આબુ હનીમૂન માટે નીકળી ગયા.નેટ પર થી બુકિંગ કરાવેલ હોટલ સાત્વિક પર પહોંચી ગયા.
ત્યાં હોટેલ માલિક સુરેશભાઈ એ નીલકંઠ મહાદેવ મંદિરમાં હિન્દૂ ધર્મ પ્રમાણે લગ્ન નું આયોજન કરી રાખ્યું હતું. હોટેલ ના માલિક , સ્ટાફ અને ત્યાં ઉતરેલા પ્રવાસીઓ ની હાજરી માં હિંદુ વિધિ વિધાન મુજબ લગ્ન કર્યા. નીલકંઠ મહાદેવ ના આશીર્વાદ લઈ બંને હોટેલ પરત આવ્યા.
ચાર દિવસ હનીમૂન કપલ ની જેમ ફરી લીધું. પાંચમાં દિવસે સવારે બંને ફ્રેશ થઈ આગળ ના પ્લાન માટે ચર્ચા શરૂ કરી.
મુક્તિ એ શરૂઆત કરી, " પવન હવે આપણે બધા ને જાણ કરી દઈએ ," હા મુક્તિ હવે તું તારા મોબાઈલ માં એક ગ્રુપ બનાવ અને તેને નામ આપ " અનેરા લગ્ન " પવન એ કહ્યું.
મુક્તિ , પવન બંને એડમીન બની ને ગ્રુપ બનાવી લીધું. બંને એ પોતપોતાના તમામ સગા સંબંધી અને મિત્રો ના નંબર એ ગ્રુપ માં લઇ લીધા.
નવા ગ્રુપ માં પોતાના લગ્ન નો ફોટો અને મેરેજ સર્ટિફિકેટ સાથે એક પોસ્ટ લખી.
અમારા પ્રિય કુટુંબીજનો , સગા સંબંધી અને મિત્રો ને જણાવતા અમે "પવન અને મુક્તિ " આનંદ અનુભવી એ છીએ કે અમે લગ્ન કરી લીધા છે.
અમે લગ્ન વિધિ માં થતાં બિન જરૂરી ખર્ચા કરવામાં નથી માનતા. અમારી આ વાત તમે લોકો ના સ્વીકાર કરત એટલા માટે અમે આજના યુગ ને અનુરૂપ આ રીતે લગ્ન કરેલ છે.
નીચે આપેલા બંને નંબર પર આપ આશીર્વાદ , શુભેચ્છા સંદેશ મોકલી શકો છો , અને "પેટીએમ" ,
"જી પે " અને "ભીમ એપ " મારફત વધાવો મોકલી શકો છો. આપના આશીર્વાદ અને શુભેચ્છા ના ચાહક .પવન અને મુક્તિ.
આજ રીતની પોસ્ટ બંને એ ફેસબૂક તથા ઈન્શ્ટા પર પણ મૂકી દીધી.
ફરી હનીમૂન આગળ વધાર્યું ,નક્કી લેક, દેલવાડા , લવ પોઇન્ટ ફરી જોવા નીકળી ગયા.