અસ્તિત્વ !! એટલે કે એક સાક્ષી એક અનુપસ્થિતમાં પણ હોય એક ઉપસ્થિતિ ની અનુભૂતિ એટલે બને તમારું અસ્તિત્વ.
આપણાં જીવનમાં જેટલાં પણ લોકો આપણને મળે છે,પછી આપણાં જીવનથી કંઈ કારણો વશ છૂટાં પડી જતાં હોય છે. પરંતુ એમનું અસ્તિત્વ ક્યારે આપણાં જીવનમાં થી સંપૂર્ણરીતે પૂરું નથી થતું. હમેશાં આપણાં જીવનમાં બધાં ને આપણે યાદ રાખીએ છે, જેણે કઈ બરાબર નો કર્યું હોય આપણા જોડે એણે પણ અને જે હમેશાં આપણાં માટે હાજર હોય, સારું જ કરે આપણું એણે પણ.!!
સમય સમય ની દેણ હોય છે, સબંધો ? ક્યારે એકસરખા નથી રહેતાં. તમારા થી દુર જતાં પછી કદાચ એમના જીવનમાં તમારું સ્થાન કોઈ પણ લઈ શકે છે, કે પહેલા તમારા જોડે જ વસ્તુ ખરીદવા જતાં, હવે તમે નથી બીજા જોડે જાય છે, આ બહુજ સ્વાભાવિક વસ્તુ છે. પછી આપણે અે વાત ને સારી રીતે સમજી પણ શકીએ છે. પણ જ્યારે અે માણસ તમને આવીને કે તારું અસ્તિત્વ મારા જીવનમાં કાલે હે હતું અે છે, સ્થાન હ્રદય થી ક્યારે દૂર નથી થતું, એની ખોટ નાં સર્જાય માટે એના જેવું કોઈ જોડે રહેવું પોતાનાં હિત માટે ગમે છે. આવું બહુજ અોછી માત્રા માં બને છે.બાકી આ કળયુગ ની માયા નાં રંગ માં આપણે બધા સમય અને સંજોગો વશ રંગાઈ જતા જોઈએ છે.
અમુક પરિસ્થિતિ પર આપણો બસ નથી હોતું.એક સમય હતો કે જ્યારે લોકો મુંબઈ જવા પાછા વળે પોતાનાં ઘરથી તો, આંખો ભીની બંને બાજુથી થતી હતી. વતન નાં લોકો અને આપણે પણ રડતાં અે સમય હતો, એવો કે સબંધ ફક્ત ઔપચારિકતા તો ક્યારે હતો જ નહિ! સબંધો ખરેખર આત્માં નાં બંધન થી જોડાયેલાં રહેતાં.એટલે કદાચ એમના થી વિખૂટા પાડવાનું દુઃખ આપણને અનુભવ થતો હતો.
આપણે બાળપણ થી લઈ ને જવાની સુધી અને જવાની થી લઈને ગળપણ સુધી ! આપણાં જીવન નાં આ લાંબા સમયગાળા માં કેટલાં લોકો આવે છે, જે આપણે ઘણું શીખવે છે, અને આપણાં હૃદયમાં સ્થાન બનાવે છે. એમનું અસ્તિત્વ શાશ્વત હોય છે.અમુક સબંધો જોડે આપણે એટલી હદ સુધી જોડાઈ જઈએ છે કે, આપણાં જીવન નો સુખ દુઃખ નો હક એને આપી દેતા હોય છે.
પણ જીવનમાં આ પ્રેમ એક મિત્ર નો મિત્ર જોડે પણ હોઈ શકે અને એક પ્રેમી અને પ્રેમિકા જોડે હોય છે. પરંતુ કોઈ પણ સબંધ પોતાનાં સુખ દુઃખ નું પ્રતિક નાં બનાવો જોઈએ.
પોતાનાં સબંધો રાખો પણ પોતાની સુખ અને દુઃખ ની ચાવી કોઈપણ સબંધ ને હાથમાં નાં અપો. જીવનમાં આપણને ઘણાં પ્રકારના ડરો ગેરી લે છે. એટલે આપણે ઘણાં લોકો ને કહેતાં સાંભળ્યાં હશે કે, એને મારા જેવું મળી જાશે, પરંતુ મને એના જેવું કોઈ નઈ મળે.*પણ આ વાત વાસ્તવિકતા માં નાં ગણી શકાય, કારણકે જીવનમાં કોઈ પણ વસ્તુ અજર અમર નથી કે સાથે રહે,માટે એક જગ્યા અે ટ્રાફિક જામ નઈ કરો અને જીવનમાં આગળ વધો.* આપણે એક પ્રકાર ના ડર હોય છે,હવે આ માણસ જોડે ફાવી ગયું છે, તો બીજા જોડે નઈ જ ફાવે, એટલે કે આપણને ડર હમેશાં હોય છે, નવી વસ્તુ નો ફરી થી નવી શરૂવાત કરવાનો અને આદત છોડવાનું, આદત સારી હોય કે પછી ખરાબ પણ આદત ને છોડવામાં સમય લાગે છે.જીવન નું નામ છે, આગળ વધતાં રહો,પોતાનું અસ્તિત્વ ને ઊંચા બનાવતા રહો.
અમુક માણસો જોડે આપણે કંફોર્ટ ઝોન ફીલ થાય, એની જોડે વાતો કરવાની મજા આપણને કઈક અલગ પડે, આપણને ડર ના હોય કે આ માણસ આપણને જજ કરશે, પીઢ પાછળ કઈ કેશે એવું ક્યારે નાં આવે મન માં કારણકે એક વિશ્વાસ હોય કે આ માણસ તો મારા જોડે કંઈપણ ખોટું કરી જ નાં શકે.
જ્યારે કોઈ આવું વ્યક્તિ તમારા જીવનમાં આવે તો અે હંમેશા એક ખાસ મહત્વનું સ્થાન તમારા જીવનમાં લઈ લે છે.
પછી સમય રહેતાં આ માણસ તમારા જીવન માંથી પ્રસ્થાન થવાનો નિર્ણય લઈલે ત્યારે તમને સમજાય છે કે તમને તો અે માણસ ની ખરેખર આદત થઈ ગઈ છે. અને તમે એવું અનુભવવા લાગો છો, હવે એના વગર તમારા જીવનનું અસ્તિત્વ નથી.પણ હકીકત એ છે કે અે તમારો નિહિત સ્વાર્થ છે, કોઈ નાં વગર ક્યાં કઈ અટક્યું છે અને અટકશે, પણ હંમેશા ભૂતકાળમાં થયેલા અનુભવ સમજાવશે કે ક્યાં અટકવું, ક્યાંથી છટકવું, અને કઈ રીતે ક્યાંક પણ નાં લટકવું.
આપણે અહિયાં બસ અનુભવ કરવાં સમજવા આવ્યા છે.માટે જીવનમાં હમેશાં ચાલતી કા નામ ગાડી એવું તમારા જીવન માટે રાખો. અને ખુશ રહો.🙏