એક કાલ્પનિક છતાં સત્યતા ની નિકટ નું ખુબજ લાગણીભીનું નાટક વિજય ગોહેલ લેખિત.....
સ્થળ આકાશ લોક
પાત્રો :
મોહન બાપા, મોતી મા,રાકેશ, ટોકર બાપા, મંગુ મા, મફાભા, મણી મા,બેચર બાપા, નાની મા, પપ્પા...
તા:૦૧.૦૧.૨૦૨૦
સમય લગભગ : ૧૨:વાગ્યે,૧૯ મિનીટ.૦૦ સેકંડ
મોહન બાપા, મોતી મા, ટોકર બાપા, મંગુ મા, મફાભા,બેચર બાપા, નાની મા સૌ ની પાસે રાકેશ બેઠો હતો અને અચાનક પપ્પા આવ્યા, બધાં ઉભા થઈ ગયા,
એક ખૂણા મા મણી મા ચપટી છીકણી લઇ ને બેઠા હતાં,પપ્પા એ જોડે જઇ ને કહ્યુ, કેમ છો મણી,ગુણવત અમદાવાદ આવી ગયો છે..
એક ટોળું ઉંભૂ હતુ ત્યાં અજિત,બ્લેકી હતાં ,અજિત પપ્પા ને આવી ને પગે લાગ્યો પણ બ્લેકી તો હજુ સંતાવા ની કોશિષ કરતો હતો.
રાકેશ દોડી ને પપ્પા ને વળગી પડ્યો અને મોહન બાપા અને મોતી મા એ પપ્પા ને બાથ મા ભરી લીધાં અને રડવા લાગ્યા ભઇ બાબુ કેમ આટલો જલ્દી આવી ગયો,
રાકેશ કહે પપ્પા હૂં ૧૯૯૫ મા આવી ગયો હતો,ત્યારે તમે મને લેવા બરોડા સયાજી હોસ્પિટલ આવ્યાં હતાં અને બીજા દિવસે બપોરે 3 વાગ્યે અમદાવાદ લાવ્યાં હતાં ત્યારે,તમે ચોધાર રડ્યા હતાં,
આખું ગોહેલ કૂટુંબ ચોધાર રડ્યૂ હતુ,
આખું લક્ષ્મીનગર ચોધાર રડ્યૂ હતુ,
આખું માલોસણ ચોધાર રડ્યૂ હતુ,
મારા મિત્રો ચોધાર રડ્યા હતાં.
વિજય બિલિયા જવાનું નાં કહેતો હતો, LC લઇ અમદાવાદ આવી ગયો હતો છતાં તમે સુરેશ કાકા એ,નર્મદા ફૂઇ,મમ્મી અને સૌ એ સમજાવી પાછો મોકલ્યો હતો પછી તમે સૌ મારા આ આઘાત મા થી ઉગરી ને ખુબજ સારી રીતે જીવતાં હતાં તો આજે આમ અચાનક કેમ આવી ગયા શુ કરે છે બધા ઘરે,
પપ્પા એ કહ્યુ રાકા તારા ગયા પછી હૂં અને સૌ હેબતાઈ ગયા હતા પણ કુદરતે અમને તાકાત આપી અને એવું જણાવ્યું કે આજ જીવન ની વાસ્તવિકતા છે એનો આજે નહીં તો કાલે સ્વીકાર અને ખૂબ જ સમજદારી થી સામનો કરવાનો જ છે, આજ નિશ્ચિત છે, ભગવાન ગૌતમ બુદ્ધ ને આ સત્ય સમજાઈ ગયુ હતુ અને એટલે જ એ સર્વ સુખ સાહ્યબી ત્યજી ને આની પાછળ નો મર્મ અને તર્ક શોધવા નીકળી પડ્યા હતાં, અમે સૌ પણ આ સત્ય ને સમજી લીધું હતુ અને આપણાં સ્વજનો જે પૃથ્વી પર છે એ પણ આજ શીખી લેશે અને સ્વીકારવું જ પડશે આજ તો જીવન ની એક હકીકત છે.
ગયા પછી લોકો બેસણા નું પૂછશે અને સ્વજનો ૧૨ દિવસ બેસી ને જતા રેહશે,ખોટ જરૂર વર્તાશે પણ ખાલી હાથ આવ્યાં હતાં એમજ ખાલી હાથે જ જવાનું છે, જેટલું સ્વજનો સાથે પ્રેમ અને વ્હાલ થી જીવ્યા, સમજ્યા, લડ્યા વગર બધુ ભૂલી ને સમજણ થી સાથે રહયા એજ સાચું ધન બાકી સર્વ મુકી ને સર્વ એ છેલ્લે અંનત ની યાત્રાએ જવાનું જ છે,
વિજય કહેતો હતો કે સિકંદર જેવો સિકંદર પણ ખાલી હાથે જ ગયો હતો, રંક હશે કે રાજા જીવન નો પડદો ગમે ત્યારે પડશે કોઈ ને ખબર નથી બીજા પળ ની કે શું થશે, એ સાચું જ છે અને આપડો વિજય તો બહુ સારું લખે છે હોઁ...
એ લોકો આપણાં માટે પ્રાર્થના કરે છે કે આપણી આત્મા ને શાંતી મળે અને આપણે એવી પ્રાર્થના કરીએ કે એ જીવન ની આ હકીકત સમજે........
એટલાં મા ગોવિંદ ફૂવા આવ્યાં અરે બાબુ હૂં લુના કાઢું છું, ચાલ રાજપુર ગોમતીપૂર જતા આવીએ સર્વોદય ની ચાલી મા.....
સૌ હસવા લાગ્યાં અને સૌ ની આંખો મા હર્ષ નાં આંસુ આવ્યાં અને આકાશ રંગબેરંગી બની ગયુ અને વરસાદ ચાલુ થયો સીધી પૃથ્વી ભીંજવવા લાગી....
વિજય ગોહેલ "સાહીલ"
૧૯.૦૧.૨૦૨૦