ભાવેશ ની આંખો મા અઢઙક સ્મિત રૂપી પ્રેમ દેખાતો હતો.એ પ્રેમ ની ભાવેશ ને ખબર નોતી કારણ કે તે સમયે પ્રેમ વિષે ની સમજણ ઓછી હતી। પણ હા.પ્રેમ સાચો હતો.તે સમયે તેઓ માંડ ૧૩ કે ૧૪ વર્ષ ના હતા...મારા અનુભવ પ્રમાણે સાચા પ્રેમ નો આભાસ ત્યારે જ થાય જ્યારે આપણે તેનાથી વિખુટા પડી જઇયે.
ત્યારે જ તે માણસ ની જેની સાથે પ્રેમ ની દોરીએ બંધાયા છો તેમના વીરહ નું દુખ નો અનુભવ થાય...ભાવેશ અને નિકીતા ના જીવન મા પણ સમય આવ્યો હતો પરંતુ એનાથી પહેલા જે હતુ એ સરલ જીવન હતુ, અણસમજ હતી આવા સંજોગ મા પ્રેમ ને સમજવુ મુસ્કેલ હોય છે.
ભાવુ મારી પાસે રોજ બેસી ને વાતો કરતો..કોની???
નિકી ની .
હવે એને રોજ ની આદત થઇ ગઇ તી .
રોજ ની જેમ સ્કુલ મા તેમની જે વાત થતી એ મારી પાસે બેસી કહી દેતો.હુ પણ સાંભડી લેતો .સ્કુલ મા વર્ષ પુરૂં થવા આવ્યુ,બન્ને ઓ સારા નંબરે પાસ થયા અને ૯મા ધોરણ મા પ્રવેશ કર્યો।
એક દિવસ વહેલી સવારે ભાવેશ એ મારી પાસે આવી ને કહ્યું " હિરેન તારી ગાડી લેને.આપણે શ્રીનાથ મંદીરે જવુ છે"
એના શબ્દો મા શાંતી હતી પણ આઁખો મા મંદીરે જવાની ઉતાવળ જલકતી હતી એટલે મે પણ એને પુછ્યું : આજે કેમ તારો મંદિરે જવાનો ટાઇમ ચેન્જ થઇ ગયો તો તેણે શરમાવતાં જવાબ આપ્યો "ઓલ્યો..જયેશ મંદિરે ગ્યોતો એણે કહ્યુ મને કે નીકિતા આવી છે મંદિરે તો....હું એનો સમય બરબાદ કરવા નોતો માગતો એટલે બાઈક સ્ટાર્ટ કરી ને બે ઓ પહોંચી ગયા મંદીરે...મંદીર વિષે જણાવી દઉં કે એ મંદિર નિકીતા અને ભાવેશ ના ગામ ની બરોબર વચ્ચે હતુ।
મંદિરે પહોંચતા ને ઉતાવળ કરતા ભાવેશ બાઈક પર થી ઉતરી મંદીર તરફ આગળ વધ્યો એટલે હું તો મંદિર ની બહાર જ ઉભો રહી ગયો..મંદીર અંદર ભાવેશ પ્રવેશ કરે એ પહેલા નિકીતા બહાર આવી ગઇ અને મંદિર ની બહાર ગાર્ડન મા બેસી ગઇ ભાવેશ તરફ વારંવાર જોતી રહી અને ભોળો ભાવેશ પણ દુર થી તેને જોતો રહ્યો અને મનો મન ખુશ થાતો રહ્યો...સાચુ કહુ તો તે દિવસે ભાવેશ અને નિકીતા ના રૂપ મા શ્યામ રાધા ને નિર્ખી લિધા અને એ પણ જોયું કે જે લાગણી અને પ્રેમ ભાવેશ ના મન મા છે એ જ લાગણી અને પ્રેમ નિકી ના મન મા પણ હતી.
મે ભાવેશ ને નિકી પાસે જવા ઈસારો કર્યો અને ભાવેશ ગયો પણ ખરો પણ ધીરે ધીરે પગલાં માંડતો અને શરમાવતો.જ્યાં નિકી બેઠેલી ત્યાં જઈ ને બેઠો તો ખરો પણ બન્ને એક પણ શબ્દ બોલ્યા વગર અઙધો કલાક સુધી બેઠા રહ્યા.પાછળ થી અવાજ આવ્યો "નિકીતા હાલ..અમે જઈએ છીએ" આ સાંભળી નિકીતા એ પાછળ વળી ને જોયુ( શાયદ એની સહેલી હશે)અને ઉભી થઈ ને ભાવેશ ને બોલતી ગઇ કે હુ જાઉ છું અને ફરી અહીં અને આ જ સમયે મળશું.આટલું સાંભળી ભાવેશ ખુશ તો થયો પણ સાથે મન મા એ વાત નો મલાલ પણ રહી ગયો કે અઙધો કલાક તેની સાથે બેઠો રહ્યો પણ વાત ન થઇ.આ પછી ભાવેશ અને નિકીતા નુ મળવું કલાકો સુધી કરવી એ ચાલતુ રહ્યું અને ધીરે ધીરે સ્કુલ મા પણ વાત ફેલાવા લાગી અનેબન્ને ને જોડી સાથે બોલાવવા લાગ્યા પણ નિકીતા અને ભાવેશ નો સ્વવભાવ જ એવો સાદો અને સરલ હતો કે તેમનો મજાક ઉડાજવા ની તેમને ચીડાવવાની હીમાકત કોઇ ન કરતું બધા એમની સાથે રિસ્પેક્ટ સાથે વાત કરતા..વર્ષો વિતવા લાગ્યા અને બધુંયે બદલાતું ગયું પણ ભાવેશ અને નિકીતા ન બદલ્યા બન્ને નો આજે પણ એજ સરલ અને સાદો સ્વવભાવ છે..હવે તેઓ ૧૨ મા ધોરણ મા છે અને ઉંમર વધતા ની સાથે તેમની પ્રેમ વિષે ની સમજણ પણ વધી હતી.....