( મને મારા પપ્પા ની ડાયરી મળે છે... ડાયરી માં મે વાંચ્યું કે મારા પપ્પા અને તેમના મિત્રો બગીચે જાય છે.. મુકેશ ને ડર લાગી રહ્યો છે.. તે રોકાવા ની ના પાડે છે ... હવે આગળ)
" એ છોકરાઓ... " એક અવાજ બધા ના કાને પડે છે... ને બધા ચોંકી જાય છે.... સમર પાછળ ફરી જોવે છે તો નાથુ માળી કાકા હોય છે.... " છોકરાઓ, રમવા આવ્યા છો ને?,"
બધા હકાર માં માથું હલાવે છે...." ભલે આવ્યા પણ ૮ વાગ્યા પછી કોઈ રોકાતા નઈ... હુ પણ બગીચો બંધ કરી જતો રહું છું. બંધ કરતી વખતે તમને લેતો જઈશ"
"તમને ખબર છે ને રાતના ઓલી જગ્યા એ સુ થયું તુ .... એ પછી રોકાવા ની મનાય છે" "સમજી ગયા કે નઈ?"
" હા, કાકા એ તમે ચિંતા ના કરો.. અમે જોડે જ આવી જઈશું... હજી તો ઘણી વાર છે થોડી વાર બેસીએ ને રમીએ..."
નાથુ કાકા ની ઉમર આશરે ૬૦ આસપાસ હસે... વરસો થી બગીચામાં પાણી નાખવાનું કામ કરે... આજે ચિંતા કરતા કરતા અમને ચેતવતા ગયા...
સમર ના મન માં એક પળ માટે તો થઈ ગયું કે નાથુ કાકા જોડે જતા રહીશું... પણ વળી એમ માંડી વાળ્યું કે આ સુ વળી ચુડેલ ને ભૂત ને ... કઈ ના હોય... આજ તો જોઈ ને જ રેહવુ છે કે આ છે સુ...
બધા ફૂટબોલ રમતા હતા... રમતા રમતા ક્યાં સમય જતો રહ્યો ખબર પણ ના પડી....
૭:૩૦ નો સમય થતો હતો.... હરેશ ને તરસ લાગી તો એ પાણી પીવા માટે બેઠો....
પાણી ખાલી થઈ ગયું હતું... એણે થયું પાસે પરબ છે ત્યાંથી પાણી ભરતો આવું....
" પાણી પતિ ગયું છે.... હુ પરબે થી ભરતો આવું.... તમે રમો...હુ આયો થોડી વાર માં"
બધા રમવામાં મશગુલ હતા... મે જેવું તેવું સાંભળ્યું... સમર ને મુકેશ ને તો ખબર પણ ના હતી કે રાકેશ પાણી ભરવા જાય છે....
રમતા રમતા ૮ વાગી ગયા....નાથુ કાકા સિટી વગાડતા વગાડતા બધા ને ઘરે જવા માટે કહી રહ્યા હતા...
" ચાલો છોકરાઓ, ઘરે જવાની તૈયારી કરો... હુંય હવે બધાને ઘરે મોકલી પાછો આવું એટલે મારી જોડે આવતા રેજો."
અમે બધા થાકીને બેઠા મુકેશ ને થયું લાવો નાસ્તો ને જમવાનું જે લાયા છીએ કાકા આવે ત્યાં સુધી માં ખાઈ લઈએ..
સમર ને જવાનું મન હતું નઈ...... અમે ત્રણે બેઠા ને મુકેશ એ પૂછ્યું " આ હરિયો ક્યાં જતો રહ્યો?"
" એ તો પરબે પાણી ભરવા ગયો તો... એ પણ ૭:૩૦ વાગ્યા નો" હજી આયો કેમ નઈ.. કઈ પાણી ભરતા અડધો કલાક થાય?...પરબ તો આ રહી"
"તમે બેય બેસો... હુ એને લેતો આવું." ને આમ કહી મુકેશ એને શોધવા ગયો....
હુ ને સમર બેઠા બેઠા નાસ્તો કરતા હતા ને નાથુ કાકા આવી ગયા..."ચાલો છોકરાઓ નીકળીએ".
"અરે બેસો ને કાકા થોડી વાર.. લો આ નાસ્તો લ્યો થોડોક...
આ મુકેશ ને હરેશ પાણી ભરવા ગયા છે ... આવે એટલે નીકળીએ"... સમર એ કહ્યું.
" પણ એમને અત્યારે કોને જવાનું કીધુ હતું પરબે... તમને મે પેહલા જ ચેતવ્યા તા ને ..કે અંધારું થાય હુ નીકળું એટલે નીકળી જવાનું... પરબ ની પાસે સુ છે તમને ખબર નથી?.
મને હવે ભાન થયું એ વાત નું કે કસરત કરવાની જગ્યા ની બાજુ માં જ પરબ છે....
" ત્યાં જ તો બે વખત લાશ મળી છે. તમને ખબર નથી?"
નાથુ કાકા એ ચિંતા માં કહ્યું...
" હવે ઊભા થાઓ ને ચાલો એમને ગોતવા આજે ના થવાનું ના થઈ જાય.... બગીચા માં આપડા સિવાય કોઈ નથી ... બધા નીકળી ગયા છે... જલદી ચાલો... "
હુ તો ચિંતા માં આવી જ ગયો હતો... પણ સમર ના મોઢે પણ ચિંતા ને ડર ચોખ્ખો દેખાતો હતો....એણે જેવું વિચાર્યું હતું... આ તો એનાથી પણ ઊંધું થઈ ગયું હતું....
"કાકા, બેય ને કઈ થયું તો નઈ હોય ને?" હુ બઉ ડરી ગયો હતો....
ચિંતા ના કરો ભગવાન પર ભરોસો રાખો.... કઈ નઈ થાય છોકરાઓ ને ..
અમે પરબે પોહોચ્યા ને જે જોયું... એ જોઈ ને અમારી આંખો જ ફાટી ગઈ...
( બધા એ સુ જોયું?... હરેશ ને મુકેશ ને સુ થયું હસે? એ આવતી વખતે )