ઘણા વર્ષો પછી હું આજ નવરો પડ્યો, એટલે થયું લાવ ને આજ ફોન ને તો વાપરું. કે મારા આ ફોન માં છે શું... એવું તો શું ભરેલું છે કે જેમાં આટલા જીબી મેમોરી ભરાયેલી છે, અને મને ખબર પણ નથી.
તો હું સાવ નવરાશની પળ લઈ એક ખૂણામાં ખુરશી ઢાળી, ને ચા નો કપ હાથમાં, ને ખુરશી પર બેઠો. અને ચા ની ચૂસકી લેવા લાગ્યો અને ફોન મંતરવાનુ શરૂ કર્યું.
સૌથી પહેલા મેં જોયી મારી કોન્ટેક્ટ લીસ્ટ. જેમાં ફોન ની અંદર ૨૦૦૦ થી વધારે નંબર તો હતા પણ કદાચ હું વર્ષ માં ૪૦ થઈ ૫૦ લોકો સાથે આ નંબર થી વાત કરું છું. બાકી નાં ફક્ત કોન્ટેક્ટ લીસ્ટ વધારવા માટે જ છે એવું લાગ્યું. એટલે મેં એ ફોલ્ડર બંધ કરી દીધું. અને...
કોન્ટેક્ટ લીસ્ટ ની બાજુમાં જ મેસેજ બોક્સ, જોયું, ને મન થોડું શાંત થઈ ગયુ. પણ થયું કે હવે શું. એ તો વર્ષો પહેલા થતું હતું, ટેક્સ્ટ મેસેજ આવતો, હવે તો શું આ ફાસ્ટ લાઈફ નાં જમાનામા કોણ ટેક્સ્ટ મેસજ કરવાનું. એટલે મેસેજ ખોલ્યા, જોયા અને ફરીથી બંધ કરી દીધા.
અને થોડી વાર માં ચા પિતા પિતા મેં સેટિંગ ખોલ્યું. વિચાર્યુ સાલું મારું તો ક્યાંય સેટિંગ છે નહીં તો ફોન ના જ સેટિંગ ને થોડું હેરાન કરું. એટલે ફોન નું સેટિંગ ખોલ્યું. એમાં About phone, call setting, System apps update, sim card and mobile network, data usage, network setting, app setting, display, notification, wall paper, home screen, additional setting, more setting ને વગેરે વગેરે જેવા ઓપ્શન જોયા તો ખૂબ જ કન્ફ્યુઝ થઈ ગયો એટલે તરત જ મેં આ બધું જોયા ગાજ્યા વગર તરત જ ફોના ના હોમ પેજ ઉપર આવી ગયો.
એટલે રાહત થઈ થોડી અને હવે વિચાર્યુ, યાર કંઈ પણ થાય, હવે એવું ફોલ્ડર ખોલું જેમાં કંઈક દમ હોય, જે જોયા પછી મારે બીજું કંઈ જોવાની જરૂર નાં પડે, ને આવુ બધું વિચારતો હતો ત્યાં જ મને ગેલેરી નું ફોલ્ડર દેખાયું.
તો મારાથી રોકાયુ નહીં એટલે તરત જ મેં ગેલેરી ખોલી. જેવું ગેલેરી ખોલી કે એમાં પણ ઓપશન ની ભરમાર.
કેમેરા, વિડિઓ, વોટ્સએપ ફોટો, વોટ્સએપ વિડીયો, જેવા અવનવા ફોલ્ડર જોયા એટલે એમાંય કન્ફ્યુઝ થઈ ગયો.
ધીરે ધીરે હું એક એક ફોલ્ડર જોતો હતો, અને ફોટો ને આગળ વધારતો હતો. પણ ફોટો હું એવી નજરે જોતો હતો જાણે કે હું એ ફોટોમાં કંઈક શોધી રહ્યો હોઉં. હા શોધી જ રહ્યો હતો. પણ શું એ નાં ખબર પડી.
તો હું ચા ની ચૂસકી સાથે એક એક ફોટો જોતો હતો, ફોટો જોતાં જોતાં મોઢા પર એક અલગ સ્મિત આવી ગયું. હું મન માં ને મન માં મલકાવા લાગ્યો. ધીરે ધીરે ફોટો અગળ કરતો રહ્યો, અને જોતો રહ્યો. એક પછી એક ફોટો. મજા આવતી ગયી ને હું ફોટો જોતો ગયો. ફોટો જોતાં જોતાં એટલો આગળ પહોંચ્યો કે ૧૦૨૩ ફોટો થઈ ગયા તો પણ જોતો રહ્યો બધાં. એક પછી એક ફોટો ફેરવતો રહ્યો. પણ અચાનક એક ફોટો એવો આવ્યો કે મારો હાથ ત્યાં ને ત્યાં જ થંભી ગયો, અને એકીટશે એ ફોટો જ જોતો રહ્યો. નૈ હોય તો કદાચ ૨-૫ સેકન્ડ તો હું એ ફોટો જ જોતો રહ્યો. હા એ ફોટો ફક્ત મારો જ હતો. બીજા કોઈનો નહીં. તો પણ એકીટશે જોતો રહ્યો.
કારણ કે, એ ફોટો હતો જ એવો, આજથી ૫ વર્ષ જૂનો ફોટો. નવી નવી જેમ જાડ પર કૂંપળો ફૂટે એવી હજી તો નવી નવી દાઢી ઉગેલી, મુછુ ના દોરા ફૂટતા હતા હજી, આંખો પર તેજ હતું, ત્યારે મોઢા પર થી દેખાતું, મન કેટલું શાંત હતું, શરીર એકદમ દુબળુ પતલુ, પણ બધું જ કરી છુટવાની હિંમત અને ધગશ હતી. ક્યાંય પાછો નહીં પડું એવી વિચારણા, કોઇની સામે ક્યારેય હાથ નહીં ફેલાવું એવો નિર્ણય, અને આ બધા સાથે સાથે ચેહરા પણ એક નિશ્વાર્થ હાસ્ય હતું. જે જે કદાચ આ કામ ની દોડભાગ માં ક્યાંક નીકળી ગયું છે.
જાણે, જાણે એ ફોટામાંથી એ મને એમ કેતો હોય, ગાંડા, એ ગાંડા ક્યાં ભાગે છે આટલો. થોડો ઊભો તો રહે, હું તારું ભુતકાળ છું, અને લોકો કહે છે કે ભુતકાળ ખરાબ હોય છે તો જો અહી મને. અને કે ખુદ, ને કે ભુતકાળ ખરાબ હોય છે કે સારું હોય છે.??
આ ફોટો જોઈને મનમાંથી અવનવા સવાલો ઉભા થવા લાગ્યા. સાચે આ વાત તો સાચી છે. ભૂતકાળ તો ઘણું સારું હતું. હમણાં અહીં માત્ર ૨૨ વર્ષ ની ઉંમરે કમાવાની હાયહાય, પૈસા ની લાલચ, રાત દિવસ મેહનત, લોકો ને ખુશ રાખવા, લોકો સામે ખોટી મુસ્કાન પાથરવી, સાહેબો તથા મારી સાથે રેહનાર દરેકનું સાંભળવું, અને એમાંય સ્મિત સાથે સાંભળવું... યાર આ બધા માં આ પાંચ વર્ષ પહેલાનું આ નિર્દોષ હાસ્ય ક્યાંક જતું રહ્યું છે. લોકોને ખુશ કરવામાં, આ હાસ્ય જતું રહ્યું છે. જિંદગી જિવવામાં આ હાસ્ય જતું રહ્યું છે. પૈસા કમાવામાં આ હાસ્ય જતું રહ્યું છે. ગમ ભુલાવામાં આ હાસ્ય જતું રહ્યું છે. અને છેલ્લે તો મુખ પર ખોટું હાસ્ય રાખી જીવવામાંથી આ સાચું હાસ્ય જતું રહ્યું છે.
તો એ ફોટો જોતાં એટલી બધી ઉર્જા અને થોડી ઉદાસી આવી મુખ પર, તો મેં ચાય ની છેલ્લિ ચૂસકી ભરી એટલામાં ફોન આવ્યો, સાહેબ નીચે ગાડી આવી ગયી છે. અને એ તમારી વાટે જ ઊભો છે. હમણાં ૨ કલાક પછી તમારી ફ્લાઈટ નો ટાઈમ છે, તો તમને હમણાં નીકળવું પડશે.
અને આ સાંભળી ફરીથી મુખપર એ ફોટો વાળું હાસ્ય આવી ગયું. અને મેં એ ફોન ની ગેલેરી બંધ કરી દીધી.
એ વાત ની આજ પંદર વર્ષ થાઇ ગયા છે. અને એ ફોટો આજે પણ ક્યારેક નિરાશ થાઉં તો જોઈ લઉં છું. કારણ કે આજે મારી પાસે બધું જ છે, ધન, દૌલત, ગાડી, નોકર, પત્ની, એને ઢીંગલી જેવી એક દીકરી. પણ હજીયે એ ૧૭ વર્ષ ની ઉંમર નું હાસ્ય નાં મળ્યું.