માર્ચ મહિનો આવે એટલે બાળકો ને પરીક્ષા ની ચિંતા થવા લાગે છે.તેમ જે લોકો વેપાર સાથે જોડાયેલા હોય તેમને હિસાબો સમતલ કરવાની ચિંતા થતી હોય. બાળકોની પરીક્ષા હોય એટલે સાથે સાથે તેમના માતા પિતાને પણ તેમના બાળકોની ચિંતા થાય તે વાત તો સ્વાભાવિક છે.
બાળકો જેમ તહેવારોની ઉજવણી હર્ષ અને ઉલ્લાસ થી કરે છે તેમ બાળકો પરીક્ષાને પણ તહેવારોની જેમ લઇને પરીક્ષા આપવી જોઇએ.એક વાત યાદ રાખવી જોઇએ કે આ પરીક્ષા એ જિંદગીની છેલ્લી પરીક્ષા નથી, દરેક પરીક્ષામાંથી કાંઇકને કાંઇક શીખવાનું હોય છે.
આપણે આખા વર્ષ દરમિયાન તનતોડ મહેનત કરી છે તો પછી પરિણામની ચિંતા કરવાની નહી . ગીતામાં પણ કહેવાયું છે કે ' કર્મ કરો ફળ ની ચિંતા નહી કરો ' જે પરિણામ આવશે તેનો સ્વીકાર કરશું.
અત્યારે ભણતરનો યુગ છે તેમાં પણ બાળકોને સ્કુલમાં દોઢ વર્ષ સુધી સખત મહેનત કરાવવામાં આવે છે.સખત મહેનત કરાવી છે તો તેમનું પરિણામ ચોકકસ સારૂ જ આવશે.
પરીક્ષા આપતી વખતે યાદ રાખજો આ પરીક્ષાને ત્રાજવાના માપ થી માપવાની છે.તમે જે વર્ષ દરમિયાન બુદ્રિ , આવડત ,સુઝ થી જે કામ કર્યુ છે તેની પરીક્ષા છે.આ પરીક્ષાનું એક માપ કાં તો ઉંચે લઇ જશે અથવા તો એક માપ નીચે લઇ જશે ઉપર લઇ જઇ તો કાંઇ વાંધો નથી અને જો નીચે લઇ જાય ત્યારે જો મનમાં ખોટા વિચારો આવે તો ત્યારે યાદ કરવાનું આ કાંઇ જિંદગીની છેલ્લી પરીક્ષા નથી.
જે બાળકો વર્ષ દરમિયાન કોઇ પણ જાતની મહેનત નથી કરી તેઓ કાંઇ ચિંતા કરવાની જરૂર નથી.પરીક્ષા નું જે પણ પરિણામ આવે તેને સ્વીકારવાનું.જો પરિણામ સારૂ આવે તો નસીબ નો સાથ મળ્યો તેમ માની લેવું , જો ખરાબ પરિણામ મળે તો તેમ માની લેવું કે મારા ભાગ્યમાં જ નથી.
હું એક વર્ષ પહેલા પ્રાઇવેટ સ્કુલ ભણવવા માટે જતો હતો . સ્કુલ નાની હતી અને કોઇ પણ જાતનો અનુભવ નહોતો. 10 માં પણ ગુજરાતી લેવાનું થયું.પહેલા થોડોક ડર લાગતો કે શું થશે વિધાર્થીઓ કેવા પ્રશ્ન કરે અને તેનો જવાબ શું આપીશ, પહેલા થી વિચાર્યુ હતું કે ફુલ તૈયારી સાથે જ જઇશ.પછી ભલે જે પુછવું હોય તે પુછે.પછી ભણવાનું શરૂ થયું .ધીમે ધીમે સમયગાળો પસાર થતો ગયો . બોર્ડ ની પરીક્ષા પહેલા પેપર લીધા.પેપર વિશેની માહિતી આપી .પરીક્ષા દરમિયાન શું કરવાનું , શું નહી કરવાનું. વિધાર્થીઓ પેપર દઇને આવે એટલે ચર્ચા કરીએ.પછી પરીક્ષા પુરી થઇ ગઇ પછી પરિણામ આવ્યું . જેટલા વિધાર્થી હતા તેટલા માંથી એક જ ફેલ થયો .ત્યારે અમને બધાને અફસોસ થયો કે અમારા માં શું કચાશ રહી ગઇ.
પરીક્ષા પહેલા અમુક પ્રકારની સુચનાઓ ધ્યાનમાં રાખવી જોઇએ.
( 1)પહેલા તો પરીક્ષાના આગલા દિવસે કોઇ પણ પ્રકારનું વાંચન કરવું નહી.
(2) પરીક્ષાના આગલા દિવસે હરવું , ફરવું અને મોજ કરવી.
(3) એક મહત્વપુર્ણ વાત કે બને ત્યાં સુધી બહાર ના ખાવું અને હળવો જ ખોરાક લેવો.
( 4 ) 8 કલાકની ઉંધ તો કરવી.
પરીક્ષાને લગતી સુચનાઓ
( 1 ) પરીક્ષમાં જરૂરી બધી જ સામગ્રી લઇ ને જવી.
( 2 ) પરીક્ષામાં ફરજિયાત ધડિયાળ પહેરીને જવી જેથી સમય જોઇ શકાય.
( 3 ) પરીક્ષામાં બેસો અને પેપર આવે એટલે બરાબર પહેલા તેને વાંચવું પછી જે આવડતું હોય તેને પહેલા લખવું.
(4)પરીક્ષા પુરી થઇ એટલે સીધું પહેલા ઘરે પહોંચવું .
પરીક્ષાને લગતી બાબત ધ્યાનમાં લેવી.
પરીક્ષામાં જયારે પણ તમને નાપાસ થવાનો ભય લાગે ત્યારે કોઇ પણ જાત ના ખોટા વિચાર કર્યા વગર વિચારવું કે આ જિંદગીની છેલ્લી પરીક્ષા નથી. ધણા બધા એવા લોકો પણ છે જેઓ ભણ્યા વગર પણ સફળ થયા છે.
જો પરીક્ષામાં નિષ્ફળ જશે તો તમને એક અનુભવ મળશે.તેમ માનીને આગળ વધવું.
બોર્ડની પરીક્ષા આપતા તમામ વિધાર્થી ભાઇઓ અને બહેનો ખુબ ખુબ શુભેચ્છાઓ ,ખુબ આગળ વધો .