એક કપ ચા...
વિષય કેટલો અદભૂત આ વિષય ને એ વ્યક્તિ જ જાણી અને માણી શકે જેને એક કપ ચા સાથે એવી ગાઢ અને ઘેરો સંબંધ હોય જે ક્યારેય તૂટી ના શકે કોઈ પણ બાબત થી એ છૂટી ના શકે. એક સાચો ચા પ્રેમી એ જ હોય શકે જેને ચા તો પ્રિય હોય જ પરંતુ સાથે ચા પીવા વાળી વ્યક્તિ પણ એટલી જ પ્રિય હોય.
એવું જરૂરી નથી કે ચા એ પોતાના પ્રેમી સાથે જ પીવી અથવા તો પોતાના પ્રિય સાથે જ પીવી. ચા પોતાના મિત્રો સાથે રાત્રે બે વાગ્યે પણ પીવાની એટલી જ મજા આવે છે. તો અહીંયા છે એક નાની એવી રસપૂર્ણ વાર્તા જે એક કપ ચા સાથે જોડાયેલી છે.....
મૃણાલ એક એવો વ્યક્તિ જે હંમેશા પોતાના મન નું ધાર્યું અને મન મરજી ચલાવનાર છોકરો. ક્યારેય કોઈ નું માનવાનું નહિ અને માતા પિતા નાનપણ માં જ મૃત્યુ પામ્યા તો હવે વધ્યા મૃણાલ અને રિદ્ધિ બંને ભાઈ બહેન જ રિદ્ધિ મોટી હતી તો તેના લગ્ન થઈ ગયા બહુ સારું સાસરું પણ મળી ગયું અને વર પણ બહુ સંસ્કારી હતો. રિદ્ધિ તો પોતાના ઘર સંસાર માં ડૂબી ગઈ ઘરે જુડવા બાળક નો જન્મ પણ થયો. આ વાત સાંભળી અને મૃણાલ એક દમ ખુશ ખુશ થઈ ગયો. તે મામા બની ગયો હતો અને એ પણ એક નહિ બે બે ભાણેજ નો તેના હરખ નો તો પાર ના રહ્યો.
મૃણાલ હવે બદલાઈ ગયો હતો. તે પહેલાં ની જેમ બધું ધાર્યું ના કરતો ઘર માં એકલો અને પોતાના મન થી પણ એકલો થઇ ગયો હતો. પહેલા તો મોટી બેન હતી તો તેની સાથે આખો દિવસ લડતો જગડતો અને મજાક મશ્કરી કરતાં કરતો પરંતુ હવે કોઈ નહોતું એ એકલો જ હતો. આમ જોઈએ તો તેને ફેસબૂક માં હજારો મિત્રો પણ રીયલ લાઇફમાં માં અમુક જ એવા ગણ્યા ગાંઠ્યા મિત્રો જેની સાથે એ બધું જ જણાવી શકે અને તેના થી કંઈ જ છુપાવવું ના પડે.
એક દિવસ ની વાત છે તેને એક ફ્રેન્ડ રિકવેસ્ટ આવી કોઈ મિશિતા કરી ને છોકરી હતી. તેને રેકવેસ્ટ સ્વીકારી અને થોડી જ વાર માં સામે થી મેસેજ પણ આવ્યો કે તમે તો RJ Mrunal જ કે નહિ. તો મૃણાલ ને લાગ્યું આ કોઈક જાણીતું જ છે. તેણે પૂછ્યું કે તમે કોણ તો મીશિતા એ પોતાનો પરિચય આપ્યો . બંને ધીમે ધીમે વાતો કરતા કરતાં થોડા સમય માં તો બહુ સારા મિત્રો બની ગયા.
એક વાર મિશીતા એ સામે થી તેને મળવાનું કહ્યું. મૃણાલ ને આ થોડું વિચિત્ર લાગ્યું કોઈ છોકરી આમ અચાનક મળવા બોલાવે.... તેણે પોતાની બહેન ને વાત કરી તો રિદ્ધિ એ કહ્યું કાઈ વાંધો નહિ એક વાર મળી લો. હવે મળવું ક્યાં એ નક્કી કરવાનું હતું તો મિશિતા એ જ કહ્યું કે ચા પીવા માટે બેસ્ટ કેફે હોય ત્યાં મૃણાલ ને પણ એટલું જ જોઈતું હતું તેના માટે તો ભાવતું હતું ને વૈધે કહ્યું તેના જેવું થયું. તેણે હા પાડી તરત જ કેમ કે એ ચા પ્રેમી હતો.
આજે બંને ને મળ્યા ને ચાર વર્ષ થઈ ગયા બંને જ્યારે મળે ત્યારે ચા માટે ના તે કેફે માં જ મળે આજે મૃણાલ તેને ચા સાથે એક મસ્ત પ્રપોઝ કરવાનો હતો. મિશિતા પણ આજે માટે મસ્ત તૈયાર થઇ ને આવી હતી. તે પણ મૃણાલ ને કંઇક ખાસ કહેવા માંગતી હતી. પહેલા મૃણાલ કહે કે તું જ બોલ કેમ કે મૃણાલ ને હતું કે મિશિતા પણ તેને એ જ કહેવા માંગતી હશે. પરંતુ હકીકત કઈક અલગ જ હતી મિશિતા કહે કે મૃણાલ આજે મને જે છોકરો ગમતો હતો તેને પ્રપોઝ કર્યું અને મારા માતા પિતા એ પણ હા પડી દીધી છે. આ સાંભળી અને મૃણાલ ના મોતિયા મારી ગયા. તે આંખો પહોળી કરી ને થોડી વાર જોતો જ રહી ગયો.
હવે મિશિતા કહે તું બોલ તરે શું કહેવું હતું ત્યારે મૃણાલ એ આખી હકીકત કીધું અને પોતે ઉદાસ થઇ ગયો. હવે મિશિતા એ સમજાવ્યો તેને અને તેના આ જે ના કહેવાયેલા અને નામ ના આપેલા સંબંધ ને એક કપ ચા સુધી નો જ સંબંધ કહ્યો. બધા પ્રેમ નું જરૂરી નથી કે તેને સફળતા મળે જ તેના આ સંબંધ ને તેને ચા સુધી જ રહેવા દિધો અને છતાં પણ બંને ખુશ હતા કેમ કે બંને ને પ્રેમ હતો એક જ વાત થી એ હતી ચા...
એવું નથી કે બંને એ મળવાનું મૂકી દીધું અને મૃણાલ પાછો પહેલા જેવો થઇ ગયો કે એવું કંઈ જ દુઃખાંત નથી આ વાર્તા નો પરંતુ આ તો એક સુખાંત વાર્તા છે જેમાં અંત માં બંને જીવન ભર એક બીજા ને મળે તો છે જ એ જ ચા ના કેફે માં મિશિતા ના લગ્ન થઈ ગયા તેના પ્રેમી સાથે અને મૃણાલ ને પણ કોઈ મળી ગયું તેના જેવું જ જીવન સાથી. તે પણ ખૂબ ખુશ છે ચા ના એક કપ સાથે... એટલે એવું જરૂરી નથી કે ચા પોતાના પ્રેમી સાથે જ પી શકાય પરંતુ તે એવા કોઈ મિત્ર સાથે પણ વહેચી શકાય જે હંમેશા તમારી બધી જ વાત સમજે અને તેને કહ્યા પહેલા જ અનુભવે.......
આમ તો ચા વિશે લખીએ એટલે આ કંઈ જ ના કહેવાય પરંતુ એટલું પણ ઓછું જ છે. ચા એક પ્રેમ છે જેને માણવો અને અનુભવવો કોઈ જેવી તેવી વ્યક્તિ ની બાબત નથી અને તે સામાન્ય વ્યક્તિ ની જ હોય શકે એવું પણ નથી તે અમીર ની નિશાની હોય તેવું પણ નથી. આ તો બધા નો પ્રેમ છે એક શાશ્વત પ્રેમ છે એક શાશ્વત સત્ય ની જેમ... ♥️