Sambandho ni aarpaar - 53 in Gujarati Love Stories by PANKAJ books and stories PDF | સંબંધો ની આરપાર... પેજ - ૫૩

The Author
Featured Books
Categories
Share

સંબંધો ની આરપાર... પેજ - ૫૩

અંજલિ ના પેરેન્ટ્સ અંજુને વિશાલ સાથે લગ્ન કરવા માટે સમજાવવામાં પોતાની જાતને અસમર્થ મહેસૂસ કરેછે, ત્યારે તેમને અંજલિ ને આ સંબંધ માટે સમજાવવામાં અનુરાગ સર એકમાત્ર આખરી વિકલ્પ તરીકે ધ્યાનમાં આવે છે, ત્યારે અંજુ ના પેરેન્ટ્સ અનુરાગ સર ની ઓફિસમાં આવ્યા છે અને અનુરાગ સર ને પોતાની સમસ્યા સમજાવે છે. અનુરાગ સર તેમની વાત સાંભળી ને તેમની હાજરીમાં જ અંજુ ને સમજાવવા તેમની કેબીનમાં બોલાવે છે. અંજુ તથા તેનાં પેરેન્ટ્સ ત્રણેય જણા અનુરાગ સર ની કેબીનમાં બેઠા છે, જ્યાં અનુરાગ સર ત્રણેય ની મંજુરી થી ચર્ચા કરવા બેઠા છે.

***********(હવે આગળ)***********

અંજલિ નાં ચહેરા પર હલકો તનાવ વર્તાઈ રહ્યો હતો. અનુરાગ સર ની અનુભવી નજરથી કશુ જ છુપાયેલું નહોતું રહી શકતું, અને તે વાત અંજલિ ભલીભાતી જાણતી જ હતી. ઝુકેલી નજરો થી અંજુ અનુરાગ સર ની કેબિન માં અનુરાગ સર ની સામે ઉભી રહી હતી.
પહેલીવાર આ રીતે અંજુ ના પેરેન્ટ્સ અનુરાગ સર ને મળવા માટે આવ્યા હતા...એટલે કોઈને પણ દુઃખ નાં પહોંચે તે રીતે અનુરાગ સરે વાત સરુ કરી.
જી...અંજુ...તારા પેરેન્ટ્સ તારા માટે તમારી જ જ્ઞાતિના કોઈ યુવાન સાથે તારા સંબંધ ગોઠવવાની જે વાત કરેછે તેમાં તારૂં શું મંતવ્ય છે ?
જી...સર ...પપ્પા અને મમ્મી તો કહેછે પરંતુ વિશાલ સાથે એક મુલાકાત કર્યા પછી થી હું પોતે હજું પણ તે બાબતે નક્કી કરી શકી નથી કે મારે તેમાં હા કહેવી જોઈએ કે નાં કહેવી જોઈએ ?
ઓ.કે.અંજુ શુ હું જાણી શકું કે તારા મન માં શું ઉલઝન છે ? શક્ય હશે તો હું તને મદદ કરીશ.
સર...હું માનું છું કે લગ્ન એક એવી ગ્રંથિ તથા એવુ બંધન છે, કે જેમાં ફક્ત બે વ્યક્તિ એકબીજાને પરણે છે તેવું નથી, પરંતુ બે પરિવારે એકબીજાની સાથે જોડાવાનું હોય છે. ફકત એવા માણસોને જોઈને મારે ડીસીસન નથી લેવું કે તેમની પાસે આર્થિક સધ્ધરતા વધારે સારી છે, મારે માણસને પરણવાનું છે નહીં કે પૈસા ને. મને મારા પર વિશ્વાસ છે કે હું અંજલિ, આજે નહીં તો કાલે પણ આર્થિક રીતે વધારે સારી રીતે તાકતવર બનીશ, અને વિશાલ ને મળી ને મને એવુ લાગ્યુ હતુ કે કદાચ અમે બંન્ને એકબીજાને ક્યારેય નહીં સમજી શકીએ, હું એવું માનું છુ કે પતિ અને પત્ની એ બન્ને એકબીજાને સમજે તે લગ્નેજીવન નો મુળ પાયો છે..અને જો લગ્નજીવન નો પાયો મજબુત નાં હોય તો સંસાર કેવી રીતે નીભાવી શકાય ? કોઈ વ્યક્તિ મને જો સમજી ના શકે તો તેની સાથે જીવન કેવી રીતે જીવી શકાશે ??
અંજલિ નાં પેરેન્ટ્સ ચુપચાપ બધુ સાંભળી રહ્યાં હતાં.
અંજુ...માન્યુ કે તને જે સમજી ના શકે તેની સાથે તુ સરળતા થી જીવન નાં જીવી શકે.....પરંતુ રહી વાત આર્થિક રીતે આગળ વધવાની તો હું ઈચ્છું છું કે...ફકત એ જ બાબત ને ધ્યાનમાં લઈને તુ કોઈ નિર્ણય નાં લઈશ. પૈસો તો આજે છે અને કાલે નથી...અને તારા પર તને વિશ્વાસ છે તે જાણીને હું પણ ખુશ થયો...પરંતુ એક વાત આજીવન યાદ રાખજે કે આ વસ્તુ તારા માનસપટ પર અભિમાન નું આવરણ નાં ચઢાવીદે..બસ, નહીંતર તારું અંહી મારી સાથે રહેવું અને રહેલું બન્ને વ્યર્થ જશે.
સર...હું ક્યારેય તેમ નહીં થવા દઉ...મારા પર આપને એટલો વિશ્વાસ તો હશે જ....તેમ હું માનું છું.
હમમ...અંજુ મને તારા પર તથા મારા ઘડતર પર વિશ્વાસ છે...પરંતુ તારે તારા જન્મદાતાઓ નાં મન ને પણ જોવું પડે ને ?
સર..સંમત છું આપની વાત સાથે.....પરંતુ લગ્ન પછી થી જો હું રડતી રડતી ઘરે આવીશ તો તે સમયે પણ મારા પેરેન્ટ્સ દુખી તો થશેજ ને ?
હા અંજુ...એ વાત માનું છુ તારી...પરંતુ લગ્ન જીવન એ એકબીજા પર નાં વિશ્વાસ ને લીધે જ ટકે છે. અને જો તુ વિશ્વાસ પુર્વક આગળ વધી શકે તો શક્ય છે કે તારી શંકાઓ ઊભી થઈ છે તે નિરર્થક પણ સાબિત થાય.
હા સર...અને શક્ય તો તેવુ પણ છે ને કે હું સાચી પણ સાબિત થઉ ?
હા અંજુ...શક્યતાઓ બધી જ છે..પરંતુ લગ્ન જીવન શક્યતાઓ અને સંભાવનાઓ ને આધારે નહીં પણ સત્યતા અને સમજદારી ને આધારે જીવાયછે. અને સત્ય શું છે તે હાલ તો તુ, હું કે આપણે કોઈપણ નંથી જાણતા..અને ફક્ત તારા અનુમાનને કારણે તારે કોઈ સંબંધ માં આગળ ના વધવું જોઈએ તેમ હું નથી માનતો. અને હું એવુ પણ નથી ઈચ્છતો કે તુ જીવનમાં ક્યારેય પણ દુઃખી થાય.
અંજલિ ની આંખો માંથી હજુયે ના સમજાય અને ના કહેવાય તેવી અમુઝણ નજર આવતી હતી. સર..બોલી ને ચૂપ થઈ ગઈ અંજુ.
અંજુ...એક વખત શાંતિ થી આ બાબત પર વિચારી જો..અને રહી તારા જીવન ની વાત તો તને મારું વચન છે કે જીવનભર જ્યારે પણ તારે મારી જરૂર હશે ત્યારે હર હંમેશા કોઈપણ સમયે અનુરાગ તારી સાથે હશે.
અંજલિ ના પપ્પા તથા મમ્મી બંન્ને જણા આ વાત સાંભળી ને મનોમન ખુશ થઈ ગયા, જ્યારે અંજુને પણ માનસિક રીતે રાહત લાગી.
ઠીક છે સર...મમ્મી પપ્પા નો પણ ખુબ આગ્રહ છે તથા આપ પણ કહોછો તો હું આ સંબંધ માં આગળ વધવા તૈયાર છું. અને હા મને ફક્ત આપનાં તરફ થી એક જ વચન જોઈએ કે આપ અંજલિ ની સાથે રહેજો બસ.
અંજુ...તારા પપ્પા અને મમ્મી ની હાજરીમાં તને વચન આપુ છું કે હું અનુરાગ મારા થી શક્ય હશે ત્યાં સુધી હંમેશા તારી સાથે રહીશ અને તને ક્યારેય કોઈ પણ જાત ની તકલીફ પડશે તો હું તને શક્ય તેટલી બધીજ રીતે મદદ કરીશ.
અનુરાગ સરે અંજુ નાં પપ્પા ની સામે જોયું તથા પોતાની બેગ માંથી બે હજાર ની નોટ નું એક બંડલ કાઢ્યું અને એક કવર માં તે પૈસા મુક્યા....અને અંજુ ના પપ્પા ને તે આપીને બોલ્યા...વડીલ આ લો આ બે લાખ જેવી રકમ છે, આપ રાખો અંજુ ના લગ્ન માટે આપને કામ આવશે.....અને કદાચ વધારે જરૂર પડે તો અંજુને કહીને મંગાવી લેજો...
અંજુ ની આંખો માં થી દડદડ કરતા આંસુ ખરવા લાગ્યા....અંજલિ ના પપ્પા અને મમ્મી પણ અનુરાગ સર નું આ સ્વરુપ જોઈને ગળગળા થઈ ગયા...
સરરરર...હું શુ કહું ??? મારી બન્ને વ્યથા ને તમે ચપટીમાં ઉકેલી નાંખી...અંજુ ના પપ્પા ની આંખો માં થી પણ હરખ નાં આંસુ આવી ગયા.
અનુરાગ સર નાં કહેવાથી અંજુ એ પોતાનો નિર્ણય બદલી નાંખ્યો અને તેટલા માટે જ અંજુ ના પપ્પા તથા મમ્મી પણ ખુશ થઈ ગયા.
વિચારો માં ખોવાયેલી અંજુને અમેરિકા ની કાતિલ ઠંડી માં પણ વિચારો નો ગરમાવો તેનાં કપાળ પર પરસેવા ની બુંદો બની ને ઝામી ગયો હતો.
પોતાના રૂમમાં આરામ ફરમાવી રહેલી અંજલિ ને જુની યાદો પરેશાન કરતી હતી. શુ કરવું શુ નાં કરવું કશુ સમજાતું નહોતું. કોઈ એવું કારણ હતું કે જે અંજુ ને થોડા થોડા સમયે પરેશાન કરતું હતું...
એકવાર અનુરાગ સર કોઈ લાંબી ફોરેન બીઝનેસ ટ્રીપ પર ગયા હતાં અને તેવા સમયે તેમનો અંજલિ પર ફોન આવ્યો હતો...તેમને મીટીંગ દરમ્યાન કોઈ અરજન્ટ ડોક્યુમેન્ટ ની જરુર હતી...અને અંજલિ એક જ વ્યક્તિ હતી અનુરાગ સર ની ઓફીસમાં કે જેનાં પર વિશ્વાસ કરીને તેમની કેબીનમાં તેમનાં પર્સનલ વોર્ડ રોપ માંથી તે ફાઈલો ચેક કરીને જરૂરી પેપર્સ તેમને ઈમેઈલ કરી શકે...એટલે અંજુ એ તે સમયે તેમની ફાઈલો ચેક કરતાં સમયે એક એવું પેપર તેનાં હાથે લાગ્યું હતું...કે જે અંજુને હંમેશા પરેશાન કરતું હતું. તે સમયે તો તેણે તે પેપર ને જેમ અને તેમ પાછું ગોઠવી દીધું હતું...પરંતુ ત્યારપછી તેને કેટલાય દિવસો સુધી ઉંધ ન્હોતી આવી. અને જ્યારે તે વાત ની તેણે પોતે યોગ્ય રીતે ખાત્રી કરી ત્યારે અંજલિ નાં પગ નીચે થી જમીન સરકી ગઈ હતી. પરંતુ ત્યાર પછી તેને અનુરાગ સર પ્રત્યે જે માન હતું તેમાં અનેક ઘણો વધારો થયો હતો.
અંજલિ નાં ચહેરા પર આજે પહેલીવાર એવું લાગતું હતું કે તેણે આ વાત ને અદિતી ને કહેવી જોઈએ. મન કહેતું હતું કે તેણે કહેવું જોઈએ જ્યારે મગજ કહેતું હતું કે ના...રોકાઈ જા અંજલિ...આમ કરવા જઈને તું તારા જ જીવનમાં અજાણતાં જ આગ લગાવી દઈશ. જે વાત ને તે આટલા વર્ષો સુધી મન માં ઘરબી રાખી હતી તે ને આમ ઉજાગર કરવામાં લાભ કરતા નુકશાન વધારે છે.પરંતુ આ મન ને કોણ સમજાવે ?? મન ક્યાં ક્યારેય લાભ કે નુકશાન ને જોવે છે ??? મન તો દિશા વગર નું જ હોયછે ને...અને રસ્તા વિના પણ જ્યારે અને જ્યાં ઈચ્છે તે બાજુ દોડતુ હોય છે.
અંજલિ ને આજે અંધારી રાત માં મન ના કોઈ ખુણામાં સત્ય નાં અજવાળા ની રોશની ની જરૂર હતી. ખુબ વિચારો કરવા લાગી અંજુ...પોતાના જ ભુતકાળ માં ઘટિત થયેલી અમુક ઘટનાઓ ને અંજુ પોતાનાં મન ના શક નું સમાધાન કરવા માટે ફરી ફરીને યાદ કરીને તાજી કરી રહી હતી. કયા સમયે શુ થયું હતુ ??? અને શુ થયું હોઈ શકે ? આ બધીજ વાતો નાં ખુલાસાઓ અગાઉ પણ મેળવેલાં જ હતા...છતાં પણ...અંજુ આજે પણ તે વાત વિચારતી હતી.
અંજલિ નાં ચહેરા પર હજુ પણ એજ પરસેવા ના બિંદુ ઓ ઝામેલા હતા.
અંજલિ યે આખે આખી તે ઘટના ને યાદ કરવા લાગી...
અનુરાગ સર ને ત્યાં ની તે નોકરીમાં તે સમયે એટલેકે પ્રયાગ નાં જન્મ ના પહેલાનો તે સમય જ્યારે તેનાં તથા વિશાલ ના લાખ પ્રયત્નો પછી પણ અંજલિ ની કુખ ખાલી જ હતી. કેટલા બધા ડોક્ટર બદલ્યા હતા, કેટલી બધી બાધા ઓ અંજુ એ રાખી હતી ફક્ત તેનાં શરીર નાં એક અંશ માં થી બીજો અંશ છુટો પડતો જોવા કે જે તેનો વંશ આગળ વધારે...પરંતુ સફળતા હંમેશા તેનાંથી ચાર ડગલા આગળ જ રહેતી હતી. ઘર નો કકળાટ, સાસુ ની સતામણી, પજવણી,મહેણાં ટોણાં, ઘર માં ક્યારેય કોઈ જ હકદાવો નાં કરી શકાય...અને વિશાલ નો અસહકાર...
અંજલિ નાં મગજ માં બધી જ બનેલી ઘટનાઓ ના વમળો સર્જાઈ રહ્યા હતા.
અંજલિ ને યાદ આવ્યું કે પોતે અનુરાગ સર ને ત્યાં જોબ કરતી હતી તે દરમ્યાન તેની સાસુ ઘણી વખત ઓફીસમાં આવી ને તેને અપમાનીત કરી જતા હતા...તેવા જ એક દિવસે કંટાળી અને અનુરાગ સર ની સલાહ માની ને તેણે ડોક્ટર ત્રિવેદી ની સારવાર શરૂ કરી હતી. અને તેમાં પણ ખુબ લાંબા સમય ની સારવારમાં પણ પરિણામ ધાર્યું નહોતું મળી રહ્યું ત્યારે તેવા સમયે તેની હાજરીમાં જ તેની સાસુએ ડોક્ટર ને પણ નાં કહેવાય તેવા શબ્દો થી અપમાનિત કર્યા હતા...અને..અને તે વિશાલ નાં રિપોર્ટસ...પોતાની વિવશતા અને સાસુ નાં મહેણાં ટોણાં નો મારો....અંજુ નું મન ભરાઈ આવતુ હતું હંમેશા આ વાત ને યાદ કરે ત્યારે...અને પછીની પુરેપુરી ઘટનાં ક્રમ માં અંજુ નું જીવન બદલાઈ ગયું હતું.
વિશાલ ના રિપોર્ટ મુજબ ડોક્ટર જે તે સમયે કોઈ ચોકક્સ નિષ્કર્ષ પર નહોતાં પહોંચી શક્યા કે વિશાલ ક્યારેય ભવિષ્ય માં પિતા બની શકશે કે કેમ ? અને તેજ સમયે અંજુ પોતે જ થોડા કલાકો માટે મૂર્છિત અવસ્થામાં ધકેલાઇ ગઇ હતી...અને પછી શુ થયું હતુ તેની અંજુ ને આજે પણ સાચી ખબર ન્હોતી..બસ ભાન માં આવી ત્યારે અંજુ ની આસપાસ માં નિશી મેડમ,અનુરાગ સર તથા ડોક્ટર ની ટીમ હતી.ત્યારે જ તે સમયે નક્કી કોઈ બીના ઘટીત થઈ ગઈ હતી જેની જાણ અંજલિ ને ન્હોતી થઈ. પરંતુ ત્યાર પછીથી જ અંજલિ તેનાં લાડકા દિકરા પ્રયાગ ની મમ્મી બની હતી. અંજલિ નાં ચહેરા પર તાજા જ એકસીડન્ટ થયાં નો હલકો હલકો ડર હતો..
અંજલિ નાં મન માં કોઈ વાત કોઈ બીના જે તેનાં જીવનમાં ઘટીત થઈ હતી...તેને યોગ્ય વ્યક્તિ ને તે વાત કરી ને પોતાના મન પર નાં તે ભાર ને હળવો કરી ને પોતાના અંતરાત્મા ને જવાબ આપવો હતો. અંજલિ પોતે તો સાવ જ નિર્દોષ અને આખી વાત થી અજાણ જ હતી...પરંતુ તેમ છતાં પણ તેને તે વાત તેનાં જીવન ના અંત પહેલા કોઈ યોગ્ય વ્યક્તિ ને યોગ્ય સમયે કહેવી જ હતી..ખુબજ વિચારો કર્યા પછી તેને લાગ્યું કે કદાચ અદિતી જ યોગ્ય વ્યક્તિ છે જેને તે કહી શકશે અને કદાચ અદિતી જ તે વાત ને આજીવન પોતાના મન માં તેનાં છેલ્લા શ્વાસ સુધી સાચવી શકશે.
કોઈ ની વાત કોઈના પણ જીવન નું એક એવું સત્ય જે હંમેશા થી સુવાસિત થઈ ને મહેકતુ રહ્યું છે તે ને કોઈપણ વ્યક્તિ ને કહેવાથી જે તે વ્યક્તિ જો તેનું જતન નાં કરી શકે તો ?? ખુબજ ઝીણવટ ભર્યો વિચાર માંગી લે છે જીવન ની અમુક વાતો. અજાણતા જ જે વાત થી જીવનમાં રંગોળી પુરાઈ હતી આજે તેને ઉજાગર કરીને કદાચ પોતે કોઈ એવું કામ કરવા તો નથી જઈ રહીને કે આવનારી બધી પેઢી નું ભવિષ્ય,તેમના સ્વપ્નાં, બધુંજ ચુરચુર થઈ જાય ?? અને જો ખરેખર જ આવુ કશું નકારાત્મક થયું તો ??? એક ડર અંજુને ફરી સતાવા લાગ્યો.
અંજલિ ને ફરીથી એક વખત આખી વાત પર વિચાર કરવા નું સૂઝ્યું...મનોમંથન કરતાં કરતાં યાદ આવ્યું કે આ આખી બાબતમાં હું કેમ આટલી સ્વાર્થી બની ને વિચારી રહી હતી ?? આખી વાત અને આ બાબતે મારાં મન માં જે કાંઈ પણ પ્રશ્નો ઉદભવી રહ્યા છે તેને મારે અનુરાગ સર સાથે ચર્ચા કરવી જ પડે ને ?? મને આ બાબત જેટલી સ્પર્શે છે તેટલી જ અનુરાગ સર ને પણ સ્પર્શી શકે છે. તો એમની સલાહ લીધાં પછીથી વિચારીશું કે શું કરવું જોઈએ.
રાત્રી જામી હતી...અંધકાર છવાયેલો હતો, બર્ફીલા વાતાવરણમાં કડકડતી ઠંડી નો માહોલ હતો અને વિચારો નો બોઝ અંજલિ ને સુવા નહોતો દેતો. વિચારો માં ને વિચારો માં એક કડી થી બીજી કડીઓ ને પોતાની જાતે અને પોતાની જ રીતે ગોઠવી રહી હતી.સામેની દિવાલ પર લાગેલી વોલ ક્લોક પર નજર પડી ત્યારે રાત નાં ત્રણ વાગી રહ્યા હતા. ઈન્ડીયા માં હતી ત્યારે અંજુ ક્યારેય આટલું લેટ સુધી ખાસ જાગતી નહોતી...આજે અંહિ કેમ આવું થઈ રહ્યું હશે તે અંજુ પોતે પણ ન્હોતી સમજી શકતી હતી. પોતાના રૂમમાં અને પોતાનાં જ બેડ પર છું તેમ માની અને અંજુ એ ભગવાન ને પ્રાર્થના કરી....અને સુવાનો પ્રયત્ન કર્યો...થોડીકવાર માં જ ઘોર નિંદ્રામાં સરી પડી અંજલિ..
બીજા દિવસે સવારે ફરી થી એજ ઘટનાં ક્રમ અદિતી જ સૌથી વહેલા અને પહેલા આવી ગઈ હતી...ત્યારે આગલા દિવસ ની જેમ જ અનુરાગ સર વહેલા રેડી થઇ અને ગાર્ડનમાં બેઠા હતાં,જ્યારે સ્વરા કીચન માં હતી.
અદિતી રેડી થઇ ને આવી હતી...સૌથી પહેલા સીધા જ તેનાં સાસુ તથા તેનાં આદર્શ એવા અંજલિ ના રૂમ માં ગઈ, અંજુ ને આગલી રાત નો ઉજાગરો હતો, અને ખુબ વિચારો કરીને મન અને મગજ પણ ભારે થઈ ગયું હતું, એટલે હજુ પણ સુઈ રહી હતી. અદિતી ધીમા અવાજે અને ધીમે પગલે અંજલિ ના રૂમ ના દરવાજા પાસે પહોંચી અને જોયું તો દરવાજો અર્ધ ખુલ્લા જેવો જ હતો અને અંજુ તેનાં બેડ પર હજુયે સુતી જ હતી. ધીરે થી દરવાજા ને ધક્કો મારીને અદિતી અંજલિ ના બેડરૂમમાં પ્રવેશી...તથા ગાઢ નિદ્રામાં સુઈ રહેલી અંજુને એકી ટસે જોતી રહી.....મન મા કોઈ ઉદગાર કર્યો અદિતી એ.....વાહ...મમ્મીજી આપ આ ઉમ્મરે પણ કેટલા અનુપમ અને સૌંદર્યવાન ભાસો છો...મને નહીં કોઈપણ ઉંમર ની સ્ત્રી આપને જોવે તો એકવખત તો તેને આપનાં માટે થોડીક ઈર્ષા આવી જ જાય. ભગવાને આપને રૂપ ની સાથે સાથે બુધ્ધી ચાતુર્યતા, ગુણ, અને ઉદારતા પણ ભરપુર આપ્યા છે.
મન માં જ બોલી ને અદિતી તેની સાસુ અંજલિ ની બાજુમાં જ બેસીને અંજલિ ને નિરખી રહી હતી...પરંતુ અંજુ ને તો કશું જ ધ્યાન નહોતું કે તેનાં રૂમ માં કોઈ આવ્યું છે અથવા તો તેનાં બેડ પર તેની જ બાજુમાં કોઈ બેઠુ છે, વિચારો ના થાક થી મગજ જાણે અનંત ની યાત્રા કરીને આવ્યું હોય તેવો થાક અનુભવી રહ્યું હતું. અદિતી એ પોતાની સાસુ અંજલિ નો હાથ પકડ્યો અને તેનાં હાથ માં લીધો...
પરંતુ આ શુ ??? અંજુ નો હાથ તો એકદમ ગરમ હતો...અદિતી એ અંજુ નુ શરીર તપાસ્યું તો તે પણ ખુબ ગરમ હતું. અદિતી ને તરતજ તો કશુ નાં સૂઝ્યું કે શુ કરવું જોઈએ ?? ગાઢ નિદ્રામાં ડૂબી ગયેલી પોતાની સાસુ ને ઉઠાડી અને હેરાન કરવા નું મન જ ના થયુ અદિતી ને...એટલે ત્યાં થોડીક વાર બેસી જ રહી અને પછી અંજુ ના દિકરા અને પોતાનાં થનારા પતિ નાં રૂમમાં જઈ અને તેને જગાડવા નું મન થઈ આવ્યું...એટલે અદિતી ત્યાં થી ઊભી થઈ અને પ્રયાગ નાં રૂમ માં જવા માટે નીકળી. ઊભા થતા પહેલાં અદિતી એ તેની સાસુ અંજલિ ને બ્લેન્કેટ બરાબર ઓઢાડ્યુ ...ત્યાં જ તેનું ધ્યાન રૂમમાં સામે ની દિવાલ પર લાગેલા અનુરાગ સર તથા તેમના પરિવાર ના ફોટો પર પડ્યું...અને સાથે શ્લોક અને તેની મમ્મી એટલે કે નિશી ને પણ તે ફોટા માં કેદ થયેલી જોઈ. વાહ ભગવાન નિશીજી નું પણ કેવું સૌભાગ્ય કે તેમને પણ અનુરાગ સર જેવી વ્યક્તિ જીવનસાથી તરીકે મળ્યાં છે. મન માં આટલું બોલતી બોલતી અદિતી ત્યાં થી નીકળી ને પ્રયાગ ના રૂમ માં જવા નીકળી.
ત્યારે પ્રયાગ ઉઠી ને ફ્રેસ થવા બાથરુમ માં ગયો હતો. અદિતી એ જોયું તો પ્રયાગ નો રૂમ પણ અંજલિ ના રૂમ ની માફક જ અર્ધખુલો હતો...ધીમે થી દરવાજો ખોલી ને અદિતી રૂમ માં ગઈ...પરંતુ પ્રયાગ ને ના જોયો અદિતી એ...પરંતુ બાથરૂમમાં માં થી સાવર નો અવાજ આવી રહ્યો હતો...એટલે સમજી ગઈ કે પ્રયાગ જરૂર નહાવા જ ગયો છે. અદિતી એ ત્યારે પ્રયાગ ના રૂમમાં જ બેસીને તેને ફ્રેસ થઈ ને બહાર આવે નહીં ત્યાં સુધી રાહ જોવાનું વિચાર્યું અને ત્યાં જ તેનાં બેડ પર બેસી ગઈ...અને પોતાના ડ્રીમમેન પ્રયાગ ના બહાર આવવાની રાહ જોતી રહી.

**********( ક્રમશ :)**********