The Author MR.PATEL Follow Current Read મુક્તિ - 5 By MR.PATEL Gujarati Horror Stories Share Facebook Twitter Whatsapp Featured Books ધ ગ્રેટ રોબરી વૈશ્વિક સ્તરે લુંટફાટની ઘટનાઓ સામાન્ય છે અને દરેક દેશનો પોલી... જીવન પ્રેરક વાતો - ભાગ 13 - 14 ગતાનુગતિક 13 किमन्ये पुण्यकर्माणः न धीमांश्चिन्तयेदिद... ફરે તે ફરફરે - 54 ફરે તે ફરફરે - ૫૪ "હેરાફેરી"ફિલમની કારમા જેમ આઠ સરદાર... એક શિક્ષક તરીકે પ્રવાસ ની યાદી... શ્રી સાધના શૈક્ષણિક સંકુલ ~ પ્રવાસ ની યાદી...2024/25પ્રવાસ ન... આંખની વાતો પુષ્ટિ બગીચામાં ફરતી હતી અને પોતાના ભૂતકાળની વાતો યાદ કરત... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by MR.PATEL in Gujarati Horror Stories Total Episodes : 6 Share મુક્તિ - 5 (33) 1.8k 4.3k 3 સહુ પ્રથમ તો વાચક મિત્રો ને ઘણા લાંબા સમય પછી મુક્તિ નો આગળ નો ભાગ મૂકવા માટે માફી ચાહું છું કારણકે વચ્ચે હું પ્રોફેશનલ વર્ક માટે વિદેશ હતો એટલે આટલા લાંબા સમય પછી મુક્તિ નો આગલો પાર્ટ આપ સહુ સમક્ષ મુકી રહ્યો છું. પાછલા ભાગ માં આપણે જોયુ કે ધ્રુવ ની અંદર રહેલી શેતાની શક્તિ કઈ રીતે તેનો પરચો હોસ્પિટલ માં બતાવે છે અને હવે ઘરે આવ્યા પછી તે શેતાની આત્મા તેની વિતક કથા કહેવાનુ ચાલુ કરે છે..... હવે આગળ ધ્રુવ ની અંદર રહેલી એ શેતાની આત્મા બોલવાનુ ચાલુ કરે છે. મારું નામ સુહાની છે અને હું અહીંયા બાજુના ગામ વિલાસપુર માં રહેતી હતી. અમારી આર્થિક હાલત ઠીક ઠીક કહી શકાય એવી હતી. મારી જોડે જ્યારે આ ઘટના બની એ વખતે હું 12 માં ધોરણ માં હતી અને હું અને મારી ફ્રેન્ડ સોનલ ટ્યૂશન લેવા માટે આ ધરમપુર ગામ માં આવતા કારણકે અમારા ગામમાં જનમેદની ઓછી હોવાથી ત્યાં ટ્યૂશન ક્લાસ નહિવત હતા. આથી મારા પપ્પા એ મને જવા આવવા માટે સ્કુટી લઇ આપેલું આથી હું એ સ્કુટી લઇને રોજ ધરમપુર અમારા ઘરેથી 15 કિલોમીટર નું અંતર કાપીને આવતી હતી. એક દિવસ હું અને મારી બીજી સહેલી સોનલ ટ્યૂશન ક્લાસ થી છૂટીને ઘરે જઈ રહી હતી. ઘરે જતા ધરમપુર થી આગળ એક સૂમસાન રસ્તો પડતો હતો અને ત્યાં લોકલ ગુંડાઓ નો બહુ ત્રાસ રહેતો. તેઓ રસ્તે જતી આવતી છોકરીઓ અને બીજી બહેનો ની છેડતી કરતા અને ખૂબ હેરાન કરતા. સોનલ ને આ લોકો થી ખૂબ ડર લાગતો અને હું એને નજર અંદાજ કરીને ના ડરવા માટે સમજાવતી હતી. અમે જઈ રહ્યા હતા અને તેમની ટોળી નો સરદાર જેવો લાગતો ગુંડો અમારા રસ્તા ની વચ્ચે આવીને ઉભો રહી ગયો અને સોનલ ને ખેંચીને નીચે ઉતારી લીધી અને તેનો હાથ પકડી લીધો અને એ લંપટો ખૂબ જોર જોરથી હસવા લાગ્યા. હું સોનલ ડરવાનું ના કહેવા વાળી હું સખત રીતે આ ઓચિંતી ઘટના થી હેબતાઈ ગઈ અને રડવા લાગી અને એ સરદાર જેવા દેખાતા ગુંડા ને પગે પડીને સોનલ ને છોડી દેવા માટે રીતસરની કરગરવા લાગી. અચાનક દૂરથી ક્યાંક થી પોલિસ ની જીપ ની સાયરન સાંભળતા તેઓ નાસી ગયા અને અમને જોઈ લેવાનું કહીને નાસી ગયા. મે સોનલ ને ઊભી કરી અને મારા છાતી સરસે ચાંપી દીધી અને એ ધ્રુસકે ને ધ્રુસકે રડવા માંડી. માંડ માંડ એને શાંત કરીને હું એને સ્કુટી પાછળ બેસાડીને ઘરે મુકી આવી અને ખાસ તાકીદ કરીને કહ્યું કે આ વિશે એના ઘરમાં કઈ વાત કરે નહીં કારણકે એમ કરવા જતાં એ અસામાજિક તત્વો ને લીધે એમનું ભણવાનું બંધ થઈ જાય એવું હતું પણ આ વાત તેઓ પોતાના ઘરે ના કરીને ગંભીર ભૂલ કરી રહ્યા હતા જે આગળ જતાં એમને કેટલી ભારે પડવાની હતી એતો આગળ જતાં જ ખબર પડવાની હતી. બીજા દિવસે જ્યારે હું સોનલ ને ટ્યૂશન માટે બોલાવા ગઈ તો ખબર પડી કે એને કાલની ઘટના થી સખત તાવ આવી ગયેલો છે એટલે હું એને મૂકીને એકલી જ ટ્યૂશન જવા માટે નીકળી પડી. પણ એ દિવસે વિધાતા ને કાંઈક અલગ જ મંજૂર હશે. હું એ દિવસે એકલી જવા નીકળી પણ મનમાં કાંઈક અજીબ બેચેની જ હતી. છેવટે તે પોતાના ક્લાસીસ પર પોહચી અને ભણવામાં ધ્યાન આપવા લાગી. વધુ આવતા અંકમાં...... ‹ Previous Chapterમુક્તિ - 4 › Next Chapter મુક્તિ - અંતિમ ભાગ Download Our App