(આગળ આપણે જોયું કે, સંધ્યા મુંબઈ પહોંચી સુરજને બધી હકીકત જણાવવાનું નક્કી કરી લે છે.હવે જોઈએ આગળ.)
મુંબઈ પહોંચી સુરજને બધી હકીકત જણાવવાનું નક્કી કરી.સંધ્યા સુવા માટે બેડ પર લંબાવે છે, પરંતુ,આજે પણ સંધ્યા ની આંખોમાં ઉંઘ નું નામ નહોતું.તેનો મગજ મીરાં અને કાર્તિક ની વાતો યાદ કરીને ચકરાવે ચડ્યું હતું.
મોડા સુધી વિચાર કર્યા બાદ આખરે રાતે ત્રણ વાગે સંધ્યા ની આંખ બંધ થાય છે.હજુ જેવી તેવી ઉંઘ આવી જ હતી.ત્યા જ સવારે સાત વાગ્યે તેનો મોબાઈલ વાઈબ્રન્ટ થાય છે.સંધ્યા આંખો ચોળતી ચોળતી મોબાઇલ માં જોવે છે.સ્ક્રીન પર સુરજ નું નામ ફ્લેશ થતું હતું.સંધ્યા કોલ રિસીવ કરે છે, ત્યાં જ સુરજ કહે છે,"જલ્દી નીચે આવ.બધા મુંબઈ જવા માટે તૈયાર છે."
મુંબઈ ની વાત સાંભળી સંધ્યા કહે છે,"હા,બસ આવું જ છું."
સંધ્યા ની વાત સાંભળી સુરજ ફોન કાપી નાંખે છે.સંધ્યા સુરજને બધી હકીકત જણાવવા અધીરી બની ગઈ હતી.તે હવે કોઈ પણ કાળે સુરજને બધું જણાવી જે બની રહ્યું હતું.તેના વિશે જાણવા માંગતી હતી.સંધ્યા ફટાફટ તૈયાર થઈ ને પોતાનો સામાન લઈને નીચે જાય છે.બધા બસમાં બેસતાં હતાં.સંધ્યા પણ પોતાનો સામાન લઈને બસમાં ચડી જાય છે.સંધ્યા જેમ બને એમ જલ્દી સુરજને બધું જણાવવા માંગતી હતી.પણ,બધાની હાજરીમાં એ શક્ય નહોતું.
આ વખતે સંધ્યા કોમલ ની બાજુ માં બેઠી હતી.સુરજ તો કાર્તિક સાથે જ બેઠો હતો.ક્રિષ્ના ચાર્મી સાથે બેઠી હતી.ચાર્મી ક્રિષ્ના ની બહેન હતી.તો સંધ્યા એ તેને ક્રિષ્ના પાસેથી ઉઠાડી નહીં.ને કોમલ સિવાય કોઈ ની સીટમાં જગ્યા નહોતી.મીરા અનન્યા પાસે બેઠી હતી.તો સંધ્યા પાસે કોમલ ની સીટમાં બેસવા સિવાય કોઈ રસ્તો નહોતો.સંધ્યા કોમલ પાસે બેસી તો જાય છે,પણ કોમલ તેની સાથે બોલતી નથી.સંધ્યા એ કોમલ ને ઘણીવાર બોલાવા માટે પ્રયત્ન કર્યો.કોમલ મીરાં ની જેમ જ સંધ્યા ને ઈગ્નોર કરી રહી હતી.જે સંધ્યા સમજી ગઈ હતી.તો તે કોમલ ને બોલાવવા વધુ પ્રયત્ન નથી કરતી.સંધ્યા મોબાઇલ કાઢી હેડફોન લગાવી ગીત સાંભળવા લાગે છે.ગીત સાંભળતા સાંભળતા સંધ્યા ને ઉંઘ આવી જાય છે.
જ્યારે સંધ્યા ઉઠે છે, ત્યારે રાત નાં આઠ વાગ્યા હતાં.ત્યા જ જર્નાલિઝમના મિતેષ સર આવીને કહે છે,"આગળ એક હોટેલમાં એક કલાક માટે રોકાવાનું છે, જેને જે જમવું હોય એ જમી,ફ્રેશ થઈને બરાબર નવ વાગ્યે બસ માં ચડી જજો."
હોટેલ આવતા બધાં નીચે ઊતરવા લાગે છે.બધા પોતાનું મનપસંદ જમવાનું ઓર્ડર કરી દે છે.સંધ્યા બસમાંથી ઊતરી એક બાજુ ઉભી રહી જાય છે.સુરજ કાર્તિક સાથે હોટેલમાં ચાલ્યો ગયો હતો.તે બધી બાજુ નજર કરી સંધ્યા ને શોધે છે.સંધ્યા ક્યાંય નાં મળતાં તે બહાર જઈને તેને શોધે છે.આમ તેમ નજર કર્યા બાદ તેની નજર બસ તરફ જાય છે.સંધ્યા ચૂપચાપ બસ ને ટેકો દઈને ઉભી હતી.સુરજ તેને આમ ઉભી જોઈ તેની પાસે જાય છે ને કહે છે,"શું થયું?કેમ આમ અહીં ઉભી છે? તબિયત તો ઠીક છે ને?જમવું નથી તારે?"
સુરજના એક સાથે બહું બધા પૂછાયેલા સવાલો થી સંધ્યા તેની સામે જોવા લાગે છે.સંધ્યા ની આંખો માં એક અલગ જ પ્રકારની ઉદાસી અને ડર છવાયેલો હતો.જે જોઈ કાર્તિક તેનાં ગાલ પર હાથ રાખીને કહે છે,"શું થયું છે?બોલ ને.કેમ ઉદાસ છે તું?"
સંધ્યા ને ઈચ્છા તો હતી.કે તે અત્યારે જ સુરજને બધું કહી દે.તે વિચાર માં ને વિચાર માં એમ પણ બોલી જાય છે કે,"સુરજ મારે તને એક વાત કહેવી છે."
જે સાંભળીને સુરજ કહે છે,"હા બોલ ને.તારે શું કહેવું છે?"
સંધ્યા થી હવે વધુ સંયમ ના રખાતાં તે કહે છે,"સુરજ મીરાં અને....."
સંધ્યા હજું આગળ કાંઈ કહે એ પહેલાં જ કાર્તિક ત્યાં આવી જાય છે ને કહે છે,"સુરજ તું ત્યાં શું કરે છે? હમણાં એક કલાકમાં આપણે નીકળી જવાનું છે.તારે જમવું નથી?"
કાર્તિક ની વાત સાંભળી સુરજ કહે છે,"બસ હમણાં આવું તું જમવાનું ઓર્ડર કર."
કાર્તિક નાં ગયાં પછી સુરજ સંધ્યા ને પૂછે છે,"બોલ.તુ શું કહેતી હતી?"
સંધ્યા ને અત્યારે કાંઈ કહેવું યોગ્ય નાં લાગતાં તે કહે છે,"કાંઈ નહીં.ચાલ જમી લઈએ."
સુરજ ની ઈચ્છા તો હતી.સંધ્યા શું કહેવા માંગતી હતી.એ જાણવાની,પણ તે અત્યારે કાંઈ ના પૂછી બંને જમવા માટે જાય છે.આમ પણ સંધ્યા ની તબિયત ખરાબ હતી.તો તેને સમયસર જમવું જરૂરી હતું.એટલે તે બંને અંદર જાય છે.હોટેલમા પ્રવેશી સંધ્યા ક્રિષ્ના અને ચાર્મી બેઠી હતી.એ ટેબલ તરફ જાય છે,ને સુરજ કાર્તિક પાસે જાય છે.ક્રિષ્ના એ સંધ્યા માટે પણ જમવાનું ઓર્ડર કરી દીધું હતું.ને કાર્તિક એ સુરજ માટે ઓર્ડર કરી દીધું હતું.બધા જમી બરાબર નવ વાગ્યે બસ પાસે પહોંચી જાય છે.
પ્રોફેસર નાં આવ્યા પછી બધાં બસમાં બેસી જાય છે,ને ફરી મનાલી થી મુંબઈ નું સફર ચાલુ થઈ જાય છે.આ વખતે બધાં થાકના લીધે સૂઈ જાય છે.આખી બસમાં સંધ્યા, સુરજ, મીરાં અને કાર્તિક સિવાય કોઈ જાગતું નહોતું.કાર્તિકે જ્યારથી સંધ્યા ને સુરજ સાથે બસ પાસે ઉભેલી જોઈ ત્યારથી તેને એક ડર સતાવી રહ્યો હતો.કે સંધ્યા એ ક્યાંક સુરજને બધી હકીકત કહી તો નહીં દીધી હોય ને?બીજી તરફ મીરાં પણ સંધ્યા ને લઈને પરેશાન હતી.પણ તેની પરેશાની નું કારણ સંધ્યા સુરજને બધું કહી દે એ બાબત નહોતી.પેલા વ્યક્તિ એ મીરાં ને સંધ્યા ને મારવાનું કહ્યું હતું.ને મીરાં એ તે વ્યક્તિ ને નાં પાડી દીધી હતી.પણ તે વ્યક્તિ એમ જ બેઠો રહે એવો નહોતો.પરંતુ અત્યાર સુધીમાં મીરાં એ સંધ્યા સાથે કાંઈ એવું આડું અવળું થતાં નહોતું જોયું,કે જેમાં એ વ્યક્તિ નો હાથ હોય.મીરા સંધ્યા ને કાંઈ નથી થયું એ વાત પર ખુશ હતી.પરંતુ એ વ્યક્તિ નો સ્વભાવ જોઈને આગળ પણ સંધ્યા સુરક્ષિત રહેશે.એ કહેવું મુશ્કેલ હતું.જે વાત પર મીરાં ડરી ગયેલી હતી.
સુરજે સંધ્યા ને તે કેમ પરેશાન છે,એ પૂછ્યું ત્યારે સંધ્યા મીરાં નુ નામ લઈને અટકી ગઈ હતી.એ વાત યાદ આવે છે,તો સુરજ પણ સંધ્યા મીરાં વિશે શું કહેવા માંગતી હતી.એ વિચારવા લાગે છે.સુરજ, મીરાં અને કાર્તિક બધાં અલગ-અલગ વિચારોમાં ખોવાયેલાં હતાં.ત્યારે સંધ્યા થાકીને સૂઈ ગઈ હતી.સંધ્યા ને સૂતેલી જોઈ કાર્તિક મનોમન બોલે છે,("અહીં અમને બધાંને પરેશાન કરી પોતે તો નિરાંતે સૂઈ ગઈ છે.ખબર નહીં મુંબઈ પહોંચી અમારી શું હાલત થશે? નક્કી Mr.DK એ અમારા માટે કોઈ મોટી સજા શોધી રાખી હશે.કેમ કે, મીરાં નાં લીધે સંધ્યા ને મારી પણ ખબર પડી ગઈ છે,કે હું પણ મીરાં સાથે મેળેલો છું.એમા મીરાં એ સંધ્યા ને મારવાની પણ ના પાડી દીધી.હવે તો Mr.DK અમને નહીં છોડે.હે,ભગવાન અમને બચાવી લેજો.")
કાર્તિક મનોમન ભગવાન ને પ્રાર્થના કરી રહ્યો હતો.કે તે આવનારી મુસીબત થી બચી જાય.આખી બસમાં નિરવ શાંતિ હતી.જ્યારે કાર્તિક અને મીરાં નુ મન હિલોળે ચડ્યું હતું.શાંત વાતાવરણ માં પણ જો મન ને શાંતિ નો અનુભવ ના થાય તો એ વ્યક્તિ કાં તો દિલ થી તૂટેલો હોય.કા તો મનમાં કંઈ ખોટું કર્યા નો અપરાધભાવ હોય.ને અહીં તો કાર્તિક અને મીરાં નાં મનમાં ખોટું કર્યા નો અપરાધભાવ અને પકડાવવાનો ડર બંને સાથે હતાં.
સતત બે દિવસ અને આઠ કલાક નું સફર કર્યા પછી આખરે બધાં મુંબઈ પહોંચી જાય છે.બધા પોતપોતાના ઘરે જઈને આરામ કરે છે.ટ્રિપ દરમિયાન જે કાંઈ થયું.એ પછી કાર્તિક પાસે તો આરામ કરવાનો સમય જ નહોતો.તે જેવો ઘરે પહોંચે છે,કે તેનાં મુંબઈ આવ્યા ની જાણ Mr.DK ને થઈ જાય છે,ને તરત જ કાર્તિક ને તેનો ફોન આવે છે."હેલ્લો સર, કંઈ કામ હતું? હું બસ ઘરે પહોંચ્યો જ હતો.થોડી વારમાં તમારી ઘરે જ આવવાનો હતો."
કાર્તિક નો સાવ શાંત અવાજ સાંભળી Mr.Dk ગુસ્સા ભર્યા સ્વરે કહે છે,"તું ક્યારે પહોંચ્યો.એ મને ખબર છે.તો મારે એ કાઈ સાંભળવુ નથી.ને તું મારી ઘરે નહીં મારાં બીજાં બંગલા પર પહોંચ અત્યારે જ."
અત્યારે જ શબ્દ પર Mr.DK એ જે રીતે ભાર આપ્યો.એ જોઈ કાર્તિક સમજી ગયો કે હવે તો તેને Mr.DK થી કોઈ બચાવી નહીં શકે.એમા તેણે જે બંગલે કાર્તિક ને બોલાવ્યો હતો.એ બંગલો જ કોઈ પણ વ્યક્તિ ને ડરાવવા માટે કાફી હતો.કાર્તિક બેગ મૂકી ફટાફટ પોતાનું બાઈક લઈને Mr.DK નાં બંગલે જવા નીકળે છે.
***
સંધ્યા ઘરે પહોંચી ફ્રેશ થઈને નીચે જમવા માટે આવે છે.રુકમણી બેન સંધ્યા ને પોતાના હાથથી જમાડવા માટે ક્યારના ઉતાવળા થતાં હતાં.સંધ્યા ના નીચે આવતાં જ મોહનભાઈ રુકમણી બેન ને કહે છે,"લો આવી ગઈ તમારી લાડલી.જમાડો હવે જેટલું જમાડવું હોય એટલું."
મોહનભાઈ ની વાત સાંભળી રુકમણી બેન કહે છે,"હા તો જમાડીશ જ.પણ તમારે તો જલ્દી હલવો ખાવાની ઉતાવળ છે.એ મને સારી રીતે ખબર છે.એટલે જ અધીરા બન્યા હતાં.કે સંધ્યા ક્યારે જમવા આવશે?"
મમ્મી-પપ્પા વચ્ચે થતો મીઠો ઝઘડો જોઈ સંધ્યા તેનાં મમ્મી-પપ્પા ને પ્રેમથી ભેટે છે.બધા જમવાના ટેબલ પર ગોઠવાય છે.સંધ્યા નાં મમ્મી સંધ્યા ને પોતાના હાથે જમાડે છે.કેટલાય સમય પછી મમ્મી ના હાથની રસોઈ જમીને સંધ્યા પણ બહુ ખુશ થાય છે.મોહનભાઈ તો બીજું જમવાનું છોડી હલવો જ ખાવા લાગે છે.જે જોઈ સંધ્યા અને રુકમણી બેન હસવા લાગે છે.
હસતાં હસતાં રુકમણી બેન ની આંખો છલકાઈ જાય છે.જે જોઈ સંધ્યા કહે છે,"મમ્મી હવે હું આવી ગઈ છું.હવે તું શા માટે રડે છે?"
સંધ્યા ની વાત સાંભળી રુકમણી બેન કહે છે,"એ તને અત્યારે નહીં સમજાય.જ્યારે તું માં બનીશ.ત્યારે તને એક માં ની તેનાં સંતાનો પ્રત્યે ની લાગણી નો અનુભવ થશે.ખરેખર,એક માં તેનાં સંતાનો નું જે રીતે ધ્યાન રાખે.તેમને વ્હાલ કરે.તેમની નાની નાની વાતો સમજી શકે.એ બધું તો કોઈ પણ વ્યક્તિ વગર અનુભવે ના જ સમજી શકે.ને એક માં જ હોય છે,જે કોઈ પણ અનુભવ કે તાલીમ વગર તેનાં સંતાનો ને એટલી સારી રીતે ઉછેરી શકે છે,ને અહીં તો સંધ્યા ને માં ની સાથે પિતા પણ બહુ સમજદાર મળ્યા હતાં.તેઓએ પણ સંધ્યા ની એકેએક વાત માં સાથ આપી.સંધ્યા ને પૂરતી સમજદારી અને વ્હાલ આપી.પિતા તરીકેની યોગ્ય ફરજ પૂરી પાડી હતી.સંતાનો ને ઉછેરવામાં એક પિતા નું પણ સારું એવું યોગદાન હોય છે,જે મોહનભાઈ એ સારી રીતે આપ્યું હતું.
સંધ્યા પોતાને ખુશનસીબ સમજતી હતી.કે તેને આટલાં સમજનારા ને પ્રેમ કરનારાં મમ્મી-પપ્પા મળ્યા છે.પૂરો પરિવાર જમવાનું પૂરું કરી કામે વળગે છે.સંધ્યા રુકમણી બેન ને ઘરકામમાં મદદ કરતી હતી.ત્યા જ તેને યાદ આવે છે,કે તેને કોલેજમાં એક કામ સોંપાયું હતું.જેની બધી માહિતી મીરાં પાસે હતી.આ વાત ઘણાં સમય પહેલાં ની હતી.સંધ્યા અને મીરાં ને એ કામ સાથે મળીને કરવાનું હતું.એટલે સંધ્યા એ તે કામ ની બધી માહિતી વાળી બુક મીરાં ને આપી હતી.જે અત્યારે જ મીરાં પાસે લેવાં જવું જરૂરી હતું.હવે મીરાં સંધ્યા સાથે કામ કરશે કે નહીં?એ વાત ની સંધ્યા ને ખબર નહોતી.પણ એ કામ નાં માર્ક્સ જર્નાલિઝમ ની ફાઈનલ એક્ઝામ માં ઉમેરાવાના હતાં.તો સંધ્યા માટે એ કામ કરવું જરૂરી હતું.એટલે સંધ્યા એ બુક લેવાં મીરાં ની ઘરે જવા નીકળે છે.
સંધ્યા એક્ટિવા ની ચાવી લેવાં હોલમાં જાય છે,તો ત્યાં ચાવી નહોતી.એ જોઈ સંધ્યા તેનાં મમ્મી ને પૂછે છે,"મમ્મી મારી એક્ટિવા ની ચાવી ક્યાં?"
રુકમણી બેન કિચન માંથી હોલમાં આવી કહે છે,"એ તો પેલી બાજુવાળી નિશા લઈ ગઈ.તેની આજે એક્ઝામ હતી.ને કોલેજ જવામાં મોડું થયું હતું.તો ઓટો મળે કે નહી.એમ વિચારી મેં તેને તારું એક્ટિવા લઈ જવા કહ્યું."
સંધ્યા ને મીરાં પાસે જઈને બુક લઈ.સુરજ પાસે પણ જવું હતું.તો એ રુકમણી બેન ને "કાંઈ વાંધો નહીં.હુ મીરાં ની ઘરે એક કામથી જાવ છું.આવવામા મોડું થશે.એમ કહી નીકળી જાય છે."
આજે જ સંધ્યા આવી ને આજે પણ ઘરે રહેવાનાં બદલે બહાર નીકળી ગઈ.એ જોઈ રુકમણી બેન કહે છે,"અરે પણ એવું શું કામ છે?કાલ તો કોલેજ જવાનું જ છે.કાલ જે કામ હોય એ કરી લેજે ને."
રુકમણી બેન તો બોલતાં રહ્યાં.ત્યા સંધ્યા તો ઓટો લઈ નીકળી પણ ગઈ.જે જોઈ રુકમણી બેન થોડી વાર માટે ઉદાસ થઈ ગયાં.રુકમણી બેનને ઉદાસ જોઈ.મોહનભાઈ કહેવા લાગ્યા,"તેને હશે કોઈ જરૂરી કામ.આવી જશે.તુ ચિંતા શા માટે કરે છે ?"
મોહનભાઈ ની વાત સાંભળી રુકમણી બેન કહે છે,"એ હું ઘરે નહોતી ત્યારે જ ટ્રિપ માટે ચાલી ગઈ.ને કેટલાં દિવસ પછી આવી તો પણ ઘરે રહેવાનાં બદલે બહાર જતી રહી.તો ચિંતા તો થાય ને."
***
સંધ્યા ઓટો રીક્ષા લઈ ને મીરાં નાં ઘરે જાય છે.થોડે દૂર જતાં જ ઓટોરીક્ષાવાળો અચાનક ઓટો રીક્ષા રોકી દે છે.અચાનક ઓટો રીક્ષા રોકાવાથી સંધ્યા કહે છે,"શું થયું?કેમ ઓટો રીક્ષા રોકી દીધી?"
"આ જોવો ને મેડમ.કોઈ ની નાની એવી છોકરી ઓટો આગળ આવી ને ઉભી રહી ગઈ.તો ઓટો રોકવી તો પડે ને."ઓટો રીક્ષા વાળો સંધ્યા ને કહે છે.
છોકરી ની વાત આવતાં સંધ્યા ફટાફટ ઓટો રીક્ષામાથી ઉતરી તે છોકરીને કાંઈ લાગ્યું તો નથી ને એ જોવા નીચે ઉતરે છે.એક નાની એવી છોકરી ગુલાબી કલરનુ પરી ફ્રોક પહેરી ને ઓટો રીક્ષા પાસે ઉભી હતી.તેના હાથમાં એક ટેડી હતું.છોકરી માંડ સાત વર્ષ ની હોય એવું લાગતું હતું.આજુ બાજું જોઈને સંધ્યા ને લાગે છે.છોકરી એકલી જ હતી.તેની સાથે કોઈ આવ્યું નહોતું.સંધ્યા છોકરી પાસે જઈને પૂછે છે,"બેટા તમે એકલાં જ આવ્યા છો?તમારી સાથે કોઈ છે નહીં?"
છોકરી સંધ્યા નાં સવાલ નો કોઈ જવાબ આપતી નથી.બસ સંધ્યા સામે જોઈ રહે છે.સંધ્યા ને લાગે છે,કે છોકરી ડરી ગઈ છે.તો એ છોકરી ને પાસે ની દુકાન માંથી પાણી ની બોટલ લઈને પાણી પીવા આપે છે,ને પછી તે ક્યાં રહે છે?એમ પૂછે છે.
છોકરી સંધ્યા સામે જોઈ ને પોતે બોરિવલી માં સત્ય શ્રીપાલ નગર માં રહે છે.એમ કહે છે.સંધ્યા પણ બોરીવલી જતી હોવાથી.પોતે જ એ છોકરીને તેની ઘરે મૂકી આવવાનો નિર્ણય કરે છે.પહેલા સંધ્યા એ છોકરીને પોતાની ઘરે મૂકી ને પછી મીરાં ની ઘરે જશે.એવુ વિચારી ઓટો વાળાને સત્ય શ્રીપાલ નગર રોડ તરફ ઓટો લેવાનું કહે છે.સંધ્યા જતાં જતાં એ છોકરીને તેનું નામ પૂછે છે.છોકરી પોતાનું નામ એંજલ કહે છે.
ઓટો રીક્ષા વાળો વારંવાર એ છોકરી સામે જોયા કરતો હતો.એટલે સંધ્યા તેને પૂછે છે,"તમે આ રીતે શું જોવો છો?"
ઓટો રીક્ષા વાળો સંધ્યા ને કહે છે,"મેં આ બાળકીને ક્યાંક જોઈ હોય એવું લાગે છે.તો ક્યાં જોઈ છે? એ જ વિચારું છું."
ઓટો રીક્ષા વાળાની વાત સાંભળી સંધ્યા કહે છે.આ સત્ય શ્રીપાલ નગર માં જ રહે છે.તો હું તેને તેનાં ઘર સુધી મુકવા જ જાવ છું.આનુ નામ એંજલ છે.એંજલ નામ સાંભળતા જ ઓટો વાળો કહે છે,"અરે આ તો મારા ભાઈ નાં ઘર ની સામે જ રહે છે.મે આને મારા ભાઈ ની ઘરે જતો હોઉં.ત્યારે જ જોઈ હતી.
ઓટોરીક્ષા વાળો અને સંધ્યા બંને વાતો કરતાં જ હતાં.ત્યા જ સામે અચાનક એક ટ્રક આવે છે.જેને જોઈ ઓટો વાળો ફટાફટ પોતાની ઓટો નું હેંડલ ઘુમાવે છે.પણ તે ઓટોરીક્ષા વાળી નથી શકતો.
ત્યારે જ ટ્રક વાળા ને કોઈકનો ફોન આવે છે,ને ટ્રકવાળો જ બીજાં રોડ પર પોતાનો ટ્રક ઘુમાવી લે છે.જે જોઈ સંધ્યા અને ઓટો રીક્ષા વાળો મનોમન હાશકારો અનુભવે છે.
***
પેલો ટ્રકવાળો ટ્રક સાઈડમાં રાખી.કોઈ જોડે વાત કરવા લાગે છે.સામે થી કોઈનો બહુ ગુસ્સાવાળો અવાજ સંભળાય છે,"તને અક્કલ છે કે નહીં?એ ઓટો રીક્ષામાં મારી છોકરી કેવી રીતે આવી?"
ટ્રક વાળો એ વ્યક્તિ ની વાત નાં સમજાતાં કહે છે,"કોણ તમારી છોકરી?હું તો બસ તમે સોંપેલ કામ કરતો હતો.તમારી છોકરી ઓટો રીક્ષામાં કેમ આવી એ મને શું ખબર."
ટ્રક વાળો જે કહેતો હતો.એ સાચું હતું.તે તો પોતે સોંપેલ કામ કરતો હતો.ત્યા પોતાની છોકરી કેવી રીતે આવી એ તેને ક્યાંથી ખબર હોય.એમ વિચારી પેલો વ્યકિત કહે છે,"હવે તારે કોઈ કામ કરવાનું નથી.તને તે જેટલું કામ કર્યું તેનાં રૂપિયા મળી જશે.તુ અત્યારે જ ત્યાંથી નીકળી જા."
સામે છેડેથી ફોન કપાઈ જતાં.ટ્રક વાળો પોતાનો ટ્રક લઈને ચાલ્યો જાય છે.
(આખરે કોણ હતી આ એંજલ?કોની છોકરી હતી એ?અને ટ્રક વાળો શું કામ કરવા આવ્યો હતો?તે કોની સાથે વાત કરી રહ્યો હતો?આ બધું જાણશુ આગળ નાં ભાગમાં )