મિલન મને લાગે છે કે આ સમડી અને ગીધ આપણને નહિ જીવતા રહેવા દે.આપડે આ મહેશની લાશને અહીં મેકીને જ જવું પડશે.સોનલને આપડે કહી દેવું જોઈએ કે મહેશનું મુત્યું થયું છે.નહી જીગર આપડે એવું ક્યારેય નહીં કરીએ.મિલન તું સમજવાની કોશિશ કર.તું હજુ પણ આ મહેશની લાશને પ્રેમ કરી રહયો છે.તું તારા દિલમાંથી મહેશને ખાલી કર.તું વિચાર મહેશની લાશને લીધે આપણા બધાનું મુત્યું થઈ શકે છે.
***********************************
હા,જીગર હું જાણું છું.પણ મહેશને હું હજુ પણ એટલો જ પ્રેમ કરું છું.મને હજુ પણ એવું નથી લાગતું કે મહેશનું મુત્યું થયું છે.સોનલને હવે આપણે કહેવું જોઈએ હું તારી વાત સાથે સહમત છું.
જીગર અને મિલન સોનલની નજીક આવિયા.સોનલ બે પગ વચ્ચે માથું નાંખી મહેશના વિચાર કરી રહી હતી.સોનલ અમે તને એકવાત કહેવા આવિયા છીયે.
તું તારું હયું થોડું મજબૂત રાખજે.
બોલ મિલન હવે શું બાકી રહી ગયું છે.તું મને એમજ કહેવા આવીયો છો ને કે મહેશને આપડે નહીં બચાવી શકીયે.આ રાત્રીએ પાણી ક્યાંથી શોધવા જવું.
નહિ સોનલ એવું નથી.આ ઉપર તને ગીધ અને સમડી દેખાય રહ્યાં છે,એ મહેશની લાશ માંથી દુર્ગંધ
આવી રહી છે.એના કારણે ગીધ અને ચમડી ઉપર ચક્કર લગાવી રહ્યા છે.સોનલ ત્યાં જ ઉભી થઇ ગઇ અને બોલી તો શું મહેશનું મુત્યું થયું છે?
હા,સોનલ મહેશનું મુત્યું થયું છે.અમે તેની જીવિત રાખવામાં નિષ્ફળ ગયા સોનલ.ત્યાં જ સોનલે જોરથી રાડ પાડી મહેશ..મહેશ મહેશ..!!!!!ઉપર ગીધ અને સમડી પણ થોડીવાર બોલતા બંધ થઇ ગયા.આખા રેગીસ્તાનમાં મહેશ,મહેશના પડઘા હજુ પણ પડી રહ્યા હતા.સોનલ દોડતી દોડતી મહેશની લાશ પાસે ગઈ.નહીં મારા મહેશને કહી નથી થયું.મહેશ જીવે જ છે.સોનલ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી.કવિતા અને માધવીએ જલ્દી તેની પાસે જઈને શાંત કરવાની કોશિશ કરી.
મને ખબર હતી જીગર કે મહેશને તમે નહિ બચાવી શકો.અને અંતે તમે મારી પાસે આવીને કહેશો કે મહેશનું મુત્યું થયું છે સોનલ અને એવું જ બન્યું.મેં કહ્યું હતું તમને કાલ સાંજે જ તમને યાદ છે ને કે આ રેગીસ્તાન એક પછી એક આપણા બધાના કોળિયા કરીને ખાય જશે.આજ ઈશ્વરે મહેશથી જ શરૂવાત કરી દીધી છે.
હૈ ઈશ્વર હું તને ધિકારું છું.મેં ઘણી તને પ્રાર્થના કરી પણ તે એક પણ પ્રાર્થના મારી સાંભળી નહિ.તારે મુત્યું જ દેવું હતું મહેશને તો તે આ રેગીસ્તાન જેવું સ્થળ કેમ પસંદ કર્યું.મને તારા પર ઘણો વિશ્વાસ હતો પણ હવે મને વિશ્વાસ નથી.હું તને હંમેશા માટે ધિકારીશ.તારાથી હમેશા હું દૂર રહેવાનો પ્રયત્ન કરીશ.
મિલન અને કિશન,માધવી,જીગર,કવિતા બધા જ રડી રહ્યા હતાં.શું કરવા અહીં આવિયા હતા,અને શું થઈ ગયું તે કહેવું મુશ્કેલ હતું.બધા એક સાથે આનંદ માટે રેગીસ્તાનમાં આવિયા હતા,પણ આ રેગીસ્તાન પણ અમારા લોહીનું ઘણા દિવસથી તરશું હોઈ એવું આજ લાગી રહ્યું હતું.
મિલન અને કિશને એક મોટો ખાડો કર્યો.અને તેમાં મહેશના શરીરની લાશ મેકી ઉપર ધુડ નાંખી દીધી.સોનલ હજુ પણ મોટે મોટેથી રડી રહી હતી તે રડવાનું બંધ કરી રહી ન હતી.
થોડીજવારમાં સવાર પડી ગઈ.આજની રાત બધા માટે દુઃખ ભરી રહી હતી.બધાના શરીરમાં ફરી પહેલા જેવી જ અણશક્તિ આવી ગઇ હતી.આગળ ચાલવાનું કોઈને મન થઈ રહ્યું ન હતું.પણ આગળ ચાલવું જ પડે તેમ હતું બીજો કોઈ ઉપાય ન હતો.
માધવીએ સોનલ પાસે આવીને કહ્યું.સોનલ સવાર પડી ગઈ છે.આપડે હવે આગળ ચાલાવું જોઈએ.
નહીં માધવી હું હવે અહીંથી કઈ આગળ જવા માંગતી નથી.હું અહી જ મુત્યું પામીશ મહેશની પાસે જ.
નહીં સોનલ તું આવું ન કરી શકે તારામાં હજુ જીવ છે.
આપણને આગળ જતાં કોઈ ગામ મળી શકે છે.જે થવાનું હતું તે થઈ ગયું આપડે તેને ભૂલીને આગળ વધવું જોઈએ.
હા,જીગર હું પણ બધું ભૂલીને આગળ રેગીસ્તાનમાં કોઈ ગામ શોધવા માંગુ છું.પણ કોઈ ગામ આવી જશે તો મને હવે ડર લાગે છે.
કેમ?
કેમકે હું મહેશના પપ્પાને અને મમ્મીને શું જવાબ આપીશ.કે અમે બંને ફરવા ગયા હતા અને ત્યાં મહેશનું મુત્યું થયું.નહીં એવો જવાબ આપી હું મારી આખી જિંદગી મહેશને યાદ કરી પસ્તાવો કરીશ.માટે તમે મને અહીં જ મરવા દો.આ ઉપર ગીધ મારી રાહ જોઈ રહ્યા છે.તમે મને અહીં છોડી દો.તમે આગળ જઈ શકો છો.હું તમને રોકવાનો પ્રયત્ન નથી કરી રહી.
સોનલ તું સમજવાની કોશિશ કર.મહેશનું મુત્યું થયું એ આકસ્મિક હતું.એમાં તારો કોઈ વાંક નથી.તને કોઈ કહી નહિ કહે.અમે બધા તારી સાથે છીયે.જે થઈ ગયું તે થઈ ગયું.આપણે હવે તે ભૂલીને આગળ વધવું જોઈએ.નહી તો આપડે અહીંથી આગળ પણ નહીં વધી શકીયે.જેટલું તારા શરીરમાં મહેશ પ્રત્યે દુઃખ છે.એટલું અમને પણ છે.
સોનલ ઉભી થઈને મહેશના મૂર્તદેહનું જ્યાં દફન કર્યું હતું તેની પાસે આવી.તેના ગળામાં રહેલ સોનાનો ચેન
બહાર નીકાળી થોડી રેતી લઇને તેની નીચે મેકી દીધો.
તે રડતી રડતી એટલું જ બોલી શકી મહેશ મને માફ કરજે આ વાક્ય બોલી સોનલ એકપણ વાર પાછળ જોયા વગર આગળ ચાલવા લાગી.
જીવનમાં ઘણા દુઃખ આવે છે.પણ પરિસ્થિતિને સમજીને હમેશા યોગ્ય નિર્ણય લઈ આગળ વધવું જોઈએ.આજ સોનલ જો મહેશની પાસે જ રહી હોત તો શું મોત જ મળેત ને?પણ આજ સોનલે તેના જીવનો યોગ્ય નિર્ણય લીધો હતો.હજુ તો આ બળબળતા રેગીસ્તાનમાં આગળ શું થશે એની જાણ ન હતી પણ સોનલનો નિર્ણય યોગ્ય હતો.
***********ક્રમશ**************
રાજસ્થાનના રેગીસ્તાનના થાર મરૂસ્થળમાં હનીમૂન મનાવવા માટે ચાર કપલ જાય છે,અને બનવાનું જોગ એવું બને છે,કે આ રેગીસ્તાનમાં તેનું જીવન નરક બની જાય છે,તેવોને એવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવું પડે છે કે પેટનો ખાડો પુરવા તેના મિત્રના જ શરીરના ટુકડા કરીને તેમને ખાવા પડે છે.
લેખક -કલ્પેશ દિયોરા.
આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...
મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.
મો-8140732001(whtup)