Kitlithi cafe sudhi - 13 in Gujarati Fiction Stories by Anand books and stories PDF | કીટલીથી કેફે સુધી... - 13

The Author
Featured Books
  • You Are My Choice - 35

    "सर..."  राखी ने रॉनित को रोका। "ही इस माई ब्रदर।""ओह।" रॉनि...

  • सनातन - 3

    ...मैं दिखने में प्रौढ़ और वेशभूषा से पंडित किस्म का आदमी हूँ...

  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

Categories
Share

કીટલીથી કેફે સુધી... - 13

કીટલીથી કેફે સુધી
આનંદ
(13)

“એલા મેક્સીકો વાળા એય નય વીચાયરુ હોય કે પીઝા ખાઇને ચા પીવાય કે નય...” એક હાથમા હેલ્મેટ પકડીને પગથીયા ચઢતા દેવાંગ બોલ્યો.

“પણ આપડે વીચાયરુ ને તો બસ...” હુ મારા પરાક્રમનુ ગર્વ લેતો હોય એમ બોલ્યો.

“તારુ તો લેવલ જ અલગ છે ભાઇ...તુ કયા ઇ બધાયની ગણતરી મા આવ એમ છો...મોરબી સ્ટેટના માલીક...” મને કાઇ પણ બોલવાનો ટાઇમ ન મળે એટલી ઝડપથી બોલી ગયો.

“હા ભાઇ એમા તો કાઇ કેવા જેવુ જ નો હોય ને...” અમે બેય કારણ વગરની અને કામ વગરની વાતો કર્યે જતા હતા.

લીફ્ટ બંધ હતી એનો થોડો તો ફાયદો થયો. અમે ચાલવા માટે પગનો થોડો ઉપયોગ કર્યો. ત્રીજા માળથી લઇને બઘા માળ પર કામ ચાલે છે. અમારો રુમ પહેલા માળ પર છે. ત્રણ પલંગ એમા બધાની વચ્ચે “કેળી મારગ” જેટલી હાલવાની જગ્યા. પાછળની બાજુ મોટી લાંબી બારી અને સામેની દીવાલ ઉપર ટીવી. એનાથી ડાબા પડખે એ.સી. અને એની સામે સીધા હાલો એટલે દેખાય એ બાથરુમનો દરવાજો.
હુ સામાન રાખીને ગયો ત્યારે ત્રીજો રુમમેટ નહોતો. અમે પાછા આવ્યા ત્યારે બેડ પર લંબાવીને એક જણો બેઠો તો. લગભગ ત્રીસેક જેવી ઉમર લાગે છે.

“ઓહ હેલો તુમ્હારા દોસ્ત આ ગયા કયા...” દેવાંગને જોઇને એકધારો હસ્યો અને મારી સાથે હાથ મીલાવ્યો.

“હા આ ગયા...અભી હી આયા હે...” દેવાંગને પુરુ હીન્દી બોલતા નથી આવડતુ એ જાણીને મને મજા આવે છે. એ વાત ય ખોટી છે કે હુ પુરેપુરુ હીન્દી બોલી શકુ છુ.

એ બેય હીન્દીમા વાતો કરે છે. મારે વધારે રસ નહોતો લેવો. હુ આગળ જઇને રુમમા બધુ જોવા લાગ્યો. એ.સી. અને ટી.વી. ના...પ્લગ...સોકેટ...સ્વિચબોર્ડ...ટી.વી. ના કેબલ...કયા છે અને શુ કાઇ છે એ જોવાનો મારો નવાબી શોખ. આવુ બધુ મળી જાય પછી મને થોડો બીજી કોઇ વાતમા રસ પડવાનો.

“વેસે આપ કરતે કયા હો...?” પાછળથી હીન્દીભાષી બોલ્યો.

મને થયુ એ બેય કાઇ વાતો કરે છે. “કયા નામ હે આપકા...” એની બોલી પરથી ચોખ્ખુ વર્તાય છે કે યુ.પી. કે એમ.પી. બાજુ નો હોય શકે. મજાની વાત તો એ છે અમે આવ્યા એને આટલા બધા ટાઇમ પછી નામ પુછવાનુ યાદ ન આવ્યુ. હુ હસવાનો રોકી ન શક્યો. બે-ત્રણ વાર તો એની સામે હસ્યો.

“હેલો...મે રાજ...” હુ સામેથી બોલી ગયો. “યહા પે આર્કીટેક્ચર કી ઇન્ટર્નશીપ કરને આયા હુ...”

“ઓહ...અચ્છા તો તુમ દોનો એક હી ફીલ્ડ વાલે હો હેના...સહી પકડે હે...” અમે બેય એક ફીલ્ડના જાણીને આ એવો તે કેવો ખુશ થયો એ સમજાતુ નથી. એની વાત કરવાની રીત મને જરાક વીચીત્ર લાગતી હતી.

“હા હમ દોનો તીન સાલ પહેલે ભી સાથ મે રહેતે થે...” મે ઉમેર્યુ.

“ઓહ અચ્છા...” એ જોરથી બોલ્યો. મને અચાનક જ યાદ આવ્યુ કે એણે પોતાનુ નામ તો કીધુ જ નથી.

એ પાછો હાલવા ગયો. ત્યારે મે રોક્યો. “આપકા નામ તો બતાઓ...” હુ હસ્યો.

“ઓહ સોરી...માય સેલ્ફ અભયસીહ રાઠોડ...આઇ એમ ફ્રોમ એમ.પી...યહા પે ઓપો કમ્પનીમે માર્કેટીંગ હેડ હુ...” અચકાયા વગર એમ.પી. ની હીન્દીમા બોલ્યો. દેવાંગ ઇયર ફોન શોધવામા પડયો છે. એ ભુલી ને કે એના ખભ્ભા પર જ ઇયર ફોન છે.

“આ વચ્ચેનો બેડ અને છેલ્લો કબાટ તારો...” દેવાંગ બોલ્યો.

“વાંધો નહી ચાલશે...” મે ઉમેર્યુ.

“આ ભાઇ થોડા દીવસમા જ બીજે જાય છે પછી છેલ્લો બેડ તુ લઇ લેજે...” એ ગુજરાતીમા બોલ્યો. એને ખબર છે હીન્દીભાષી તો ગુજરાતી સમજતો નથી.

પછી હુ ટી.વી. મા ચેનલો બદલાવતો હતો. દેવલો કાનમા ઇયરફોન નાખીને કાઇક કરતો હતો. અભય ઉંધો થઇને એના બેડ પર સુતો છે. રુમમા એકદમ શાંતી છે કોઇના બોલવાનો પણ કાઇ અવાજ નથી આવતો.

અચાનક જ અડધા પગ પર બેસે એવી રીતે ઉઠીને દેવાંગને બોલાવ્યો. હુ તો વીચારુ કે અચાનક જ આ માણસને શુ થયુ. આવી રીતે સુતા-સુતા અચાનક જ કેમ ઉભો થઇ ગયો.

“દેવાંગ...” મોટેથી બોલ્યો. એણે કદાચ સાંભળ્યુ નહી. દેવાંગે કાઇ જવાબ ન આપ્યો.

“દેવાંગ...યાર યે પુરા દીન કાન મે ઇયર ફોન લગાકે પડા રહેતા હે...” નીરાશા જેવા ભાવે બોલ્યો.

મને ખબર પડી કે હુ એ બેયની વચ્ચે અમ્પાયરની જેમ જોતો હતો. મે હીમ્મત આપતો હોય એમ ઇશારો કર્યો કે હુ બોલાવુ છુ; પણ એ જે રીતે બેઠો છે એ જોઇને હુ હસવાનુ રોકી નથી શકતો. કોઇ યોગાસન નુ આસન પણ આટલી વાર નહી ચાલતુ હોય.

એ જેમ હતો એમનો એમ હજી પણ બેઠો છે. હુ મારુ હસવાનુ માંડ રોકી શકુ છુ. મારી બાજુમા પડેલુ ઓશીકુ ઉપાડીને મે દેવાંગના માથે માર્યુ. એણે તરત જ કાનમાથી ઇયર ફોન કાઢયા.

“શુ બોલને...આયવા ભેગો ચાલુ થઇ ગયો ને...” મારી સામે એકધારો જોતો રહ્યો.

“બોલાવે તને...” મે કીધુ.

“કોણ...ઓ હા...બોલો ને...” થોડીવાર પછી જાણે નીંદરમાથી જાગ્યો હોય એમ બોલ્યો.

“યાર એક બાત પે તુમ્હારી રાય લેના ચાહતા હુ...” કોઇ ઉમરલાયક અને અનુભવી માણસ ને પુછતો હોય એવી રીતે બોલ્યો.

“હા બોલોને...શુ થયુ...” એ બે ની વચ્ચે હુ તો અનુમાન લગાવતો રહ્યો કે શુ વાત હોઇ શકે.

“યાર સોચ રહા હુ યહા પે એક ટુ બી.એચ.કે. કા એપાર્ટમેન્ટ લે લુ...ફીર દો તીન મહીને મે બીવી ઓર બચ્ચો કો ભી યહા બુલા લુ...” ફેમીલી સાથે ન રહી શકવાની વ્યથા એની વાતમા ચોખ્ખી વર્તાય છે.

“હા લે ભી શકતે હે...પહેલે ભાવ ઓર રેન્ટ ઓર સબ ચીઝો કે બારે મે કીસી સે પુછો...” દેવાંગ ભાંગેલી તુટેલી હીન્દીમા બોલે છે.

થોડીવાર એમ રહી ને ફરી પાછો એ સુઇ ગયો. ટી.વી. બંધ કરીને પછી અમે રાજકોટ વાળી કથા ચાલુ કરી.

મને મનમા દુર આવ્યાનો વસવસો તો ઘણો છે પણ હુ એ વ્યક્ત કરી શકુ એમ નથી. મે તરત જ વાઇ-ફાઇ વીશે પુછયુ. દેવાંગે મને પાસવર્ડ આપ્યો.

મને બીજે દીવસે ઓફીસે જવાનુ છે એ વીચારવાના બદલે હવે “હેકીંગ...” મા આગળ કેમ વધી શકાય એજ વાતમા રસ હતો. વાઇ-ફાઇ ચાલુ કરીને મે અવનવા “એક્સ્પેરીમેન્ટ” કર્યા. સાંજે બારે ક્યાંક જઇએ એવુ અમે નક્કી કર્યુ.

મારા મગજમા એટલા બધા વીચારો હાલે છે. દેવાંગને ચાર વાગ્યે ગમે તેમ કરીને લઇ ગયો. એપાર્ટમેન્ટમાથી ઉતરીને ડાબે સીધા હાલો એટલે આર્કીટેક્ટ અપુર્વ અમીનની ઓફીસ આવે ત્યાથી ફરી ડાબે વળો અને મોટા રસ્તા પર સીધા હાલીને ફરી ડાબે વળો એટલે એસ.જી. હાઇવે આવે.

ત્યા સર્વિસ રોડ પર સીધા હાલ્યા એટલે ખુણા ઉપર એક મેલી-ઘેલી દુકાન દેખાય છે. પાછળ પતરાની કેબીન છે અને આગળ એક પતરાનો ખરાબ ઓટલો. ત્યા ચુલો રાખીને એક માણસ ચા બનાવે છે.

દેવાંગે એના “જીકસર બાઇક” ને “બ્રેક” લગાવી અને અમે ત્યા ઉભા રહ્યા. મને મનમા અરુચી થઇ. મને ત્યા ચા પીવાની કોઇ જ ઇચ્છા નહોતી પણ “ચા તો છેલ્લે ચા જ છે...એના વગર જીંદગી થોડી ચાલવાની...” એવુ વીચારીને મે બે ચા કીધી. દેવાંગ આવીને એક કરાવી ગયો. પરાણે પીવડાવવા મે જીદ કરી પણ તે ન જ માન્યો. છેલ્લે મારે એક જ કેવી પડી.

“પાંચ વાળી કે દસ વાળી...” પોપટ જેવા લાંબા નાક વાળા ચા વાળા એ કહ્યુ.

“દસ વાળી...” મારાથી બોલાઇ ગયુ. ચા વીશેની મારી વ્યાખ્યા બદલાવાની શરુઆત થઇ ગઇ છે. મને થયુ “આપણા સૌરાષ્ટ્રમા...” “આપડા કાઠીયાવાડ મા...” માણસો “અડધી...” કે “આખી...” એમ પુછે પણ “આયા તો...” પૈસાથી જ વાત ચાલુ કરે અને પૈસાથી જ પુરી કરે. સીધા “પાંચ વાળી...” કે “દસ વાળી...”. અત્યાર સુધી મે સૌરાષ્ટ્ર ના આવકાર વીશે સાંભળ્યુ જ છે.

આજ નો દીવસ એવો છે જયારે મે સૌરાષ્ટ્રને માણ્યુ છે. મને જીવનમા પહેલીવાર કાઠીયાવાડી હોવાનો ગર્વ થયો એ આ દીવસ છે. મે એકલા એ ચા પીધી. ચા મા કાઇ ખાસ સ્વાદ ન લાગ્યો પણ મનને શાંતી થઇ કે ચા મળી ગઇ.

દેવાંગે “બાઇક” ચાલુ કર્યુ. એજ રસ્તે સીધા હાલ્યા એટલે આગળ એક મોટુ “સર્કલ” આવ્યુ. મને તો રસ્તા જોઇને પણ બીક લાગે છે. મે અત્યાર સુધીમા ક્યારેય આવા મોટા રસ્તા ઉપર વાહન નથી ચલાવ્યુ. સર્કલથી વળીને જમણે વળ્યા અને આગળની શેરીનો સીગ્નલ ખુલવાની રાહ જોતા ઉભા રહ્યા.

મને સીગ્નલ પર કેમ ચલાવવુ અને સીગ્નલ બંધ હોય ત્યારે કઇ બાજુ વળી શકાય એવી કાંઇ જ ખબર નથી પડતી. મને નથી ખબર એ વાત દેવાંગને નો સમજાવુ જોઇએ એવુ મારા મગજમા ચાલે છે.

વાત-વાતમા એને ખબર ન પડે એ રીતે એને સીગ્નલ અને નીયમ હુ પુછયે રાખુ છુ.યુનીવર્સીટી રોડ પર બાજુ-બાજુમા આવેલી કોલેજો એક પછી એક મને બતાવી.

સાંજના લગભગ છએક વાગ્યે અમે નાસ્તો કર્યો. અમદાવાદના વાતાવરણની અસર મારા પર થવાની છે કે નહી એ વીચાર મને આવતો રહ્યો. બીજી બાજુ હુ મારા સૌરાષ્ટ્ર વીશે વીચારતો રહ્યો.

રસ્તા પર મને એક ચા ની કીટલી દેખાઇ એટલે મે “બાઇક” ઉભુ રખાવ્યુ.

આ વખતે મે બે જ ચા નુ કઇને પરાણે દેવાંગને ચા પીવડાવી. ત્યારે મને હાસકારો થયો.
(ક્રમશ:)