Dil ka rishta - 5 in Gujarati Love Stories by Tinu Rathod _તમન્ના_ books and stories PDF | દિલ કા રિશ્તા - 5

Featured Books
Categories
Share

દિલ કા રિશ્તા - 5

( મિત્રો આપણે આગળના ભાગમાં જોયું કે વિરાજ એના દોસ્તો અને અપના ઘરના સદસ્યો આબુ અંબાજીમા ખૂબ એન્જોય કરે છે. અને ગુરુ શિખર ચઢતાં ચઢતાં આશ્કા એના જીવનની આપબીતી કાવેરીબેનને કહે છે. હવે જોઈશું આગળ શું થાય છે. )

ગુરુ શિખર પર જઈ બધાં દત્તાત્રેયના દર્શન કરે છે અને મોજ મસ્તી કરતાં કરતાં નીચે ઉતરે છે. અને છેલ્લે નકી લેક તરફ જાય છે. નકી લેક એ આબુનું ખૂબ જ પ્રખ્યાત એવું પીકનીક સ્પોટ છે. જ્યા બાળકોથી લઈને વૃદ્ધો બધાં જ આનંદ મેળવી શકે છે. પૌરાણિક કથા અનુસાર એના માટે કહેવાયું છે કે, ભગવાને એમનાં નખથી આ તળાવનું સર્જન કર્યું હતું. તેથી આ તળાવનું નામ નખી લેક પડ્યું હતું. જેને ઘણાં નકી લેક પણ કહે છે. શિયાળાના સમયમાં જ્યારે તાપમાન માઈનસ ડીગ્રી થઈ જાય છે ત્યારે આખું તળાવ થીજી જાય છે. ત્યારે એનો નઝારો જોવાલાયક હોય છે. હમણાં પણ શિયાળો હોવાથી બપોરનો સમય પણ ખૂબ આલ્હાદક લાગે છે. બાળકો ત્યા બોટીંગની મજા માણે છે. અને વૃદ્ધો પણ અહીંની તાજી હવા શ્વાસમાં લઈને એકદમ ફ્રેશ થઈ જાય છે. વિધવા બહેનો પણ પોતાનું બધું દુઃખ ભૂલી બાળકો સાથે મસ્તીમાં જોડાય છે. ગાર્ડનમાં પણ બાળકોને ખૂબ મજા પડે છે. ખૂબ મસ્તી મજા કરીને હવે તેઓ ફરીથી આશ્રમ તરફ રવાના થાય છે. નકી લેક પર બધાંએ નાસ્તો કર્યો હોવાથી એ લોકો નીચે જઈને જમવાનું કરશે એવું નક્કી કરી એમની બસ તળેટી તરફ ગતિ કરે છે.

બસમાં બધાં છોકરાંઓ મસ્તી મજાક કરે છે. બીજાં બધાં આખો દિવસ ફરવાને કારણે થાકી ગયા હોવાથી શાંતિ થી બેઠાં હોય છે. કાવેરીબેનને થોડી બેચેની જેવું લાગે છે પણ બધાં ખૂબ ખુશ હોવાથી તેઓ કોઈને કંઈ કેહતા નથી. આશ્કા એમને પૂછે પણ છે કે શું થયું પણ તેઓ કંઈ નથી થયું એમ કહી વાત ટાળી દે છે.

નીચે પહોંચતા રાત થઈ જાય છે. એક સારી હોટલ પર બસ ઊભી રાખે છે. અને બધાં ત્યાં જમે છે. જમતી વખતે પણ કાવેરીબેનની તબીયત સારી ના હોવાથી તેઓ જમતાં નથી. બધાં જમીને થોડીવાર બસની બહાર ઊભાં રહી વાતો કરતાં હોય છે. એટલામાં કાવેરીબેનને વોમિટ થાય છે. આશ્કા ફટાફટ એમની પાસે જાય છે. અને એમને પાણી આપે છે. પણ કાવેરીબેનની તબીયત વધારે ખરાબ થઈ જાય છે. આશ્કા દોડતી જઈ વિરાજ પાસે જાય છે અને રડતાં રડતાં કહે છે, વિરાજ સર જલ્દી ચાલો માસીની તબીયત બગડી છે.

વિરાજ જલ્દીથી કાવેરીબેન પાસે પહોંચે છે. કાવેરીબેન હ્રદય પર હાથ રાખીને કણસતા હોય છે. એમનું શરીર પરસેવાથી લથપથ થઈ ગયું હોય છે. વિરાજ ફટાફટ એમને તપાસે છે. એને ખ્યાલ આવી ગયો હોય છે કે કાવેરીબેનને heart attack આવ્યો છે. એ એમની પ્રાથમિક સારવાર કરે છે. અને ફટાફટ ગાડી કરી આબુની સારી હોસ્પિટલમાં એમને લઈ જાય છે.

કાવેરીબેનની તબીયત લથડવાથી બધાં ઘણાં દુઃખી થઈ જાય છે. વિરાજ પોતે એક હાર્ટ સર્જન હોવાં છતાં પણ એની મમ્મીની હાલત જોઈ એ પણ બેબાકળો થઈ જાય છે. સાચું જ કહેવાય છે કે માણસ ગમે તેવી મુસીબત સામે લડી લે પણ જ્યારે વાત પોતાનાં લોકોની આવે ત્યારે એ બધી સૂઝબૂઝ ગૂમાવી દે છે. વિરાજની હાલત પણ અત્યારે એવી જ હોય છે. એ એની મમ્મીની આ હાલત જોઈ બહાવરો બની જાય છે.

વિરાજના બધાં દોસ્ત એને સંભાળે છે. અને સમજાવે છે. પછી વિરાજ પણ શાંત થાય છે અને ત્યાના હાર્ટ સર્જન સાથે મસલત કરી એના મમ્મીના ઓપરેશનની તૈયારી કરે છે.

આ બાજું આશ્કા અને બીજી બે ત્રણ મહિલા પણ હોસ્પિટલમાં એમની સાથે હોય છે. વિરાજ બીજા દોસ્તો અને મેનેજર ટ્રસ્ટીઓને બીજા બધાંને લઈને બસ લઈ પાછા ફરવાનું કહે છે. પણ આશ્કા જવાની ના કહે છે. વિરાજ એને સમજાવે છે પણ આશ્કા એને ત્યાં રહી કાવેરીબેનની દેખભાળ કરવા માટે આજીજી કરે છે. ના છૂટકે વિરાજે એની વાત માનવી પડે છે. છેલ્લે વિરાજ, સમર્થ, આશ્કા અને આશ્રમનાં બીજા બહેન ત્યાં રોકાઈ છે. અને બીજાં બધાં પાછા ફરે છે.

ઓપરેશન થિયેટરની બહાર આશ્કા અને બીજાં લોકો કાવેરીબેન માટે ભગવાનને પ્રાર્થના કરે છે. લગભગ બે કલાક પછી વિરાજ અને એની ટીમ ઓપરેશન થિયેટરની બહાર આવે છે. વિરાજના મુખ પર પોતાની મમ્મીની જાન બચાવવાનો સંતોષ સાફ સાફ દેખાય છે. કાવેરીબેનને ICU માં સીફ્ટ કરવામાં આવે છે. અત્યારે તો એમને ઘેનનુ ઈન્જેક્શન આપ્યું હોવાથી તેઓ બેહોશ હોય છે. એટલે બધાં વેઈટીંગ રૂમમાં બેસે છે.

આશ્કા કેન્ટીનમાં જઈ બધાં માટે કૉફી લઈ આવે છે. જે પીને બધાં રિલેક્સ થાય છે. આંખો દિવસની ભાગ દોડ અને પછી કાવેરીબેનની આવી હાલતના કારણે બધાં શારીરિક અને માનસિક રીતે ખૂબ થાકી ગયા હોય છે. થોડીવારમાં બધાં ત્યાં બેઠાં બેઠાં જ સૂઈ જાય છે.

સવારે જ્યારે વિરાજની આંખ ખૂલે છે ત્યારે એ એની મમ્મી પાસે જાય છે. ત્યાં જઈને જુએ છે તો આશ્કા ત્યાં પહેલેથી હાજર હોય છે. અને એમને બેઠાં થવામાં મદદ કરતી હોય છે. વિરાજ એની મમ્મી પાસે જાય છે અને કહે છે,

વિરાજ : મમ્મી હવે કેમ છે તમને ? તમે તો કાલે મને ડરાવી જ મૂક્યો. એક પળ માટે તો મને લાગ્યું મે તમને ગુમાવી જ દીધાં છે. Please હવે કોઈ દિવસ આમ ના કરતાં. તમને ખબર છે એક રાતમાં મારી શું હાલત થઈ છે.

કાવેરીબેન : બેટા હું તને છોડીને ક્યાં જવાની.. બસ આ તો થોડી તબિયત ખરાબ થઈ ગઈ છે.

વિરાજ : હા પણ હવે તમારે મારા માટે પોતાનો ખ્યાલ રાખવો પડશે હવેથી હું કહું તેમ તમારે કરવું પડશે.

આશ્કા : હા માસી હવે તમારે તમારો વધારે ખ્યાલ રાખવો પડશે. વિરાજ સર માસીને કંઈક જ્યુસ કે સૂપ એવું ક્યારે આપવાનું છે.

વિરાજ : બસ થોડાં કલાક પછી એમને જ્યુસ આપીશું. પછી એ પછી બીજું કંઈ ચાલું કરીશું.
ધીરે ધીરે કાવેરીબેનની તબીયતમાં સુધાર આવે છે. આશ્કા એમની ખૂબ સારી રીતે દેખભાળ કરે છે. એમની દવા અને ખોરાક બધાનું એ ધ્યાન રાખે છે. વિરાજ આ બધું જુએ છે અને સમર્થને કહે છે,

વિરાજ : સમર્થ આ આશ્કા છે તો ઘણું સારું છે. એ એક ઘરનાં મેમ્બરની જેમ મમ્મીની દેખભાળ કરે છે.

સમર્થ : હા યાર ખરેખર આશ્કા એક ખૂબ જ સમજદાર છોકરી છે એને કોઈ પણ વાત એકવાર સમજાવી પડે છે. પછી એ તરત જ એ પ્રમાણે કરે છે.

હવે તો કાવેરીબેનને સ્પેશિયલ વોર્ડમાં સીફ્ટ કરવામાં આવે છે. વિરાજ કાવેરીબેન પાસે બેસેલો હોય છે.અને આશ્કા ત્યાં સૂપ અને જમવાની બે ડીશ લઈને આવે છે. અને કહે છે,

આશ્કા : ચાલો માસી તમારા સૂપ પીવાનો ટાઈમ થઈ ગયો છે.

વિરાજ : હા મમ્મી તમે સૂપ પી લો ત્યાં સુધી હું ડોક્ટરને મળી આવું.

આશ્કા : ના સર તમારે પણ અત્યારે ક્યાંય નથી જવાનું તમે પણ સવારથી કંઈ નથી ખાધું તો તમે પણ જમી લો.

વિરાજ : ના મને ભૂખ નથી. તુ જમી.. ?

આશ્કા : હા હું પણ જમી લઈશ. પણ તમે તો જમી લો. માસી તમે સર ને કંઈક કહો ને..

કાવેરીબેન : ખાલી સરને જ નહી તને પણ મારવાની જરૂર છે. મને ખબર છે તમે બંને એ કંઈ ખાધું નથી તો મારી સામે જ જમી લો.

અને વિરાજ ને આશ્કા એમની સાથે જ ગમે છે. વિરાજ અને આશ્કાને આમ એક સાથે જમતાં જોઈને કાવેરીબેનને એક ખ્યાલ આવે છે. અને એ આશ્કાને પાણી લેવાને બહાને બહાર મોકલે છે.અને વિરાજને કહે છે,

કાવેરીબેન : વિરાજ સાચું કહું તો જયારે મને હ્રદયરોગનો હુમલો થયો ત્યારે મને બસ તારી જ ચિંતા થતી હતી. કે મારા પછી તારું કોણ હશે જે તારી પરવાહ કરે. અને સાચું કહું તો હવે મને એની કોઈ ચિંતા નથી. બેટા, મારી ઈચ્છા છે કે તું આશ્કા સાથે મેરેજ કરી લે.

વિરાજ : what.. what are you talking mom.. તમને ખબર છે તમે શું કહો છો. તમને તો ખબર છે ને હું રાહીને પ્રેમ કરું છું.

કાવેરીબેન : બેટા, રાહી તારું અતિથ છે અને અતિથને વાગોળાય ખરું પણ એની સાથે જીવાય નહી. બેટા મને હંમેશા તારી જ ચિંતા રહે છે તું એકવાર તારી જીંદગીમાં આગળ વધશે તો હું પણ નિરાંતે જીવી શકીશ.

એટલાંમા સમર્થ ત્યાં આવે છે. કાવેરીબેન એને પણ વિરાજને સમજાવવાનું કહે છે.

સમર્થ : હા વિરાજ આન્ટી સાચું કહે છે. આશ્કા ખૂબ સારી છોકરી છે. એ તારા જીવનમાં ફરીથી રંગો દેશે.
વિરાજ : હું ક્યાં કહું છું કે આશ્કા ખરાબ છે. એ ખરેખર ખૂબ સારી છે. પણ તને ખબર છે ને હું રાહીની જગ્યા કોઈને ના આપી શકું.

સમર્થ : હા તો અમે ક્યાં કહીએ છીએ કે તું રાખીને ભૂલી જા કે એની જગ્યા બીજા કોઈને આપ. પણ બીજા કોઈ માટે તો જગા બનાવી શકાય ને. એવું તો નથી ને કે આશ્કા વિધવા છે એટલે તું ના કહે છે.

વિરાજ : what rubbished..તુ જાણે છે હું એવું ક્યારેય ના વિચારી શકું. તુ તારા દોસ્તને આટલું જ જાણે છે.

કાવેરીબેન : તો પછી હા કહી દે ને બેટા. તારા જીવનમાં કોઈ હશે તો હું પણ શાંતિથી જીવી શકીશ.

સમર્થ : હા યાર હા કહી દે.આન્ટીને વધારે જીવાડવુ હોય તો હા કહી દે.

વિરાજ : સારું હું આશ્કા સાથે ત્યારે જ મેરેજ કરીશ જ્યારે આશ્કા હા કેહશે.

કાવેરીબેન અને સમર્થ ખુશ થઈ જાય છે. અને કહે છે, હા અમે આશ્કા સાથે વાત કરીશું.

મિત્રો કાવેરીબેન અને સમર્થના સમજાવાથી વિરાજ તો મેરેજ માટે માની જાય છે. પણ આશ્કાનો શું નિર્ણય હશે તે જોઈશું આગળના ભાગમાં..

** ** **

મિત્રો સ્ટોરી પસંદ આવે તો કમેન્ટ જરૂર કરજો..

** ** **

Tinu Rathod - Tamanna..