આગલા ભાગમાં આપણે જોયું કે હસીના કઈ રીતે હરિણીને મોત આપે છે, જયરાજ, અક્ષય અને રાજુ એ જગ્યા પર પહોંચે એ પહેલા જ પોલીસની જીપ તેમની આગળ ઉભી રહે છે, હવે આગળ,
જયરાજ અક્ષયના હાથમાંથી મોબાઈલ લે છે જેમાં છોટુ હરિણી સાથે બળાત્કાર ગુજારે છે એનો વિડીયો ચાલતો હોય છે,
એટલામાં શાહઆલમ પોલીસની જીપ તેમની આગળ ઉભી રહે છે અને એક બીજા બિલ્ડિંગમાં પોલીસીકર્મીઓ નીકળે છે, જયરાજ રાજુને ત્યાં જવા માટે કહે છે, અક્ષય પણ તેની સાથે જ આગળ વધે છે,
જયરાજ ફોનમાં બતાવેલ લોકેશન પર આગળ વધે છે, ધીરે ધીરે દરગાહની પાછળ એક બંધ ફેક્ટરી પાસે લોકેશન પૂરું થાય છે, જયરાજ તેની સ્ટોપર ખોલીને અંદર પ્રવેશે છે, જયરાજની જાણ વગર તે પોતે અત્યારે લાઈવ રેકોર્ડમાં કેદ થઇ જાય છે,
જયરાજ બીજા રૂમમાં જાય છે તો ત્યાં હરિણીની દયનિય હત્યાં જોઈને જયરાજને પણ કપાળે પરસેવો વળી જાય છે, તેની આંખોમાં આંસુ આવી જાય છે કે પોતે હરિણીને ના બચાવી શક્યો, થોડીવાર બાદ અક્ષય, રાજુ અને શાહઆલમ પોલીસકર્મીઓ પણ ત્યાં આવી પહોંચે છે,
અક્ષય હરિણીની આવી હાલત જોઈને જમીન પર જ ફસડાઈ પડે છે, જયરાજ પોતાની જગ્યાએથી ઉભો થઈને રાજુને ફોરેન્સિક લેબ અને ક્રાઇમ બ્રાન્ચને જાણ કરવા માટે કહે છે, હજુ તો રાજુ ફોન કરે એ પહેલા જ ક્રાઇમ બ્રાન્ચ આવીને જયરાજને હરિણીના ખૂન પાછળ ગિરફ્તાર કરે છે,
જયરાજ : આ શું કરો છો તમે?? હરિણીના ખૂન પાછળ મારો કોઈ હાથ નથી,
જયરાજના આટલું બોલતા ક્રાઇમ બ્રાન્ચના અધિકારી જયરાજને હરિણીનો લાઈવ વિડીયો બતાવે છે જેમાં ખૂનીએ જયરાજ જેવા જ કપડાં પહેર્યા હોય છે અને તેમાં ચહેરો બિલકુલ નથી દેખાતો, થોડીવાર બાદ જયરાજ જયારે તે રૂમમાં પ્રવેશે છે ત્યારે તે સ્પષ્ટ રૂપે તેમાં દેખાય છે,
જયરાજ વિડીયો જોઈને પાગલોની જેમ હસવા લાગે છે, રાજુ તેમને રોકે છે કે ઇન્સ્પેક્ટર જયરાજ તો અમારી સાથે હતા, તમે રોડ પર લાગેલ સીસીટીવી કેમેરામાં જોઈ શકો છો,
જયરાજ : રાજુ તને શું લાગે છે ખૂનીએ એ ફૂટેજ હટાવી નહીં હોય....
રાજુ : પણ સર....
જયરાજ : રાજુ આપણા ન્યાય પર મને વિશ્વાસ છે, એ કાંઈ ખોટું નહીં કરે,
જયરાજના આટલું બોલ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચ તેને પોતાની સાથે લઇ જાય છે,
ક્રાઇમ બ્રાન્ચના હેડ નિલેશ મજમુદાર અને ડિસિપી સાહેબ અંદરોઅંદર વાતચીત કરતા હોય છે, થોડીવાર બાદ નિલેશ મજમુદાર જયરાજને રાખેલ ટોર્ચરરૂમમાં આવે છે,
નિલેશ : ચલો ઇન્સ્પેક્ટર જયરાજ હું અને મારી ટીમ માની લઈએ કે તમે ખૂન નથી કર્યું તો તમે એકલા જ ત્યાં જવાનું સાહસ કેમનું કર્યું??
જયરાજ : હું એકલો નહોતો, કોન્સ્ટેબલ રાજુ અને હરિણીના પતિ Mr.અક્ષય પણ મારી સાથે જ હતા,
નિલેશ : મેં સાંભળ્યું છે કે અક્ષય અને હરિણીને બિલકુલ બનતું જ નહોતું, એનો મતલબ કે તમે બેઉએ હરિણીએ આવી કરુણ મોત આપી અને રાજુએ પણ તમને સાથ આપ્યો,
જયરાજ : આ તદ્દન ખોટું છે... ખૂની મારો ભાઈ દિવ્યરાજ છે,
નિલેશ : અચ્છા તો તમે જાણો છો કે એ તમારો જ ભાઈ છે, તમારા ભાઈ સાથે મળીને તમે આ હત્યા કરી છે બરાબર ને?? !!
જયરાજ : ના મેં આ હત્યા નથી કરી, હરિણીને બચાવવાં માટે અમે નીકળ્યાં હતા,
નિલેશ : (જોરથી ચિલ્લાઈને ) તો પછી ક્રાઇમ બ્રાન્ચને આ વાતની જાણ તમે પહેલા કેમ ના કરી?? આ કેસ અમને સોંપવામાં આવ્યો હતો સાંભળ્યું અમને, તો તમે એમાં દખલગીરી કેમ કરી??
જયરાજ : જો નિલેશ હું જાણું છું તું મારી સાથે ભૂતકાળનો બદલો લઈશ આજે, પણ જો હું જે પણ કહું છું એ સત્ય છે, ખૂન મેં નથી કર્યું,
નિલેશ : ભૂતકાળમાં જે પણ થયું એનો મને કોઈજ અફસોસ નથી, એમ પણ ઇશિતા જેવી પત્ની મને ના મળી એ જ સારુ થયું, એવી ચારિત્ર્યહીન પત્ની હોવી એના કરતા ના હોવી સારી છે,
જયરાજને ગુસ્સો આવે છે અને જોરથી નિલેશને મોંઢા પર તમાચો મારી દે છે,
બહાર ઉભેલ ડિસિપી સાહેબ અંદર આવે છે અને નિલેશને રોકી લે છે,
નિલેશ : હું આને છોડીશ નહીં સર, આની હિંમત કઈ રીતે થઇ મારા પર હાથ ઉપાડવાની !!
ડીસીપી સાહેબ : જયરાજ તું અત્યારે ગુનેગાર થઈને બેઠો છું અને પાછો ક્રાઇમ બ્રાન્ચ પર હાથ ઉપાડવાની હિંમત કરે છે, મને શરમ આવે છે તારા જેવા ઓફિસર ઉપર..
જયરાજ : પણ સર નિલેશ....
ડીસીપી સાહેબ : મારે કંઈજ નથી સાંભળવું, તારા પર હવે કોર્ટ જ ચુકાદો આપશે...
આટલું કહીને ડીસીપી સાહેબ નીકળી જાય છે,
નિલેશ પણ બહાર જાય છે પણ જયરાજ વાતચીત કરે છે,
*********************
હસીના : છોટુ જરા ન્યુઝ ચેનલ તો ચાલુ કર, જયરાજની બરબાદીના ન્યુઝ તો સાંભળું,
છોટુ : જી દીદી,
આટલું કહીને છોટુ ટીવી ઓન કરે છે,
'પોલીસે જ રચ્યું કાવતરું ' 'જયરાજની પાછળ છુપાયેલ ભયાનક ચહેરો ' 'હરિણીની હત્યા કરનાર ખુદ ઇન્સ્પેક્ટર જયરાજ '
આવા ન્યુઝ સાંભળીને હસીના જોરજોરથી હસવા લાગે છે,
હસીના : જોયું જયરાજ મારી સાથે ખોટું કરવાની સજા તને કેવી મળી, હવે જો હું કઈ રીતે ઇશિતાને પણ મારી નાખીશ અને ત્યારબાદ એકસાથે કેટલીય છોકરીઓની બલી ચઢાવીશ, માં ખુબ જ ખુશ થઇ જશે અને હું ખૂબજ શક્તિશાળી બની જઈશ, કોઈ મારું કશું પણ નહીં બગાડી શકે... હાહાહા
છોટુ જા જઈને હવે ઇશિતાનો ખેલ ખતમ કરવાનો છે, જયરાજની છેલ્લી ઉમ્મીદને પણ હું આજે જ મરતાં જોવા માંગુ છું,
છોટુ : દીદી ત્યાં તો ખૂબજ પહેરો છે, ઇશિતા સુધી પહોંચવું કેમનું??
હસીના : સાંભળ, ઇશિતા સુધી જે પણ જમવાનું જતું હોય એમાં આ ઝેર ભેળવી દે એટલે આપણું કામ પૂરું,
છોટુ : પણ હું ઇશિતાને આપવામાં આવતા ભોજન સુધી કેમનો પહોંચું??
હસીના : ડફોળ, અંડરગ્રાઉન્ડ પાઈપલાઈનથી જા, બધું મારે ના કહેવાનું હોય, જવા દે તું રહેવા દે, હું જ આ કામ જાતે કરવા માંગુ છું, ઇશિતાને તડપતી મરતાં જોઈને મને બહુજ મજા આવશે,
આટલું બોલીને હસીના ઉભી થાય છે,
'છોટુ ચાલ આજે ઇશિતાનો પણ ખાતમો બોલાવી જ નાખીએ 'આટલું કહીને હસીના તેના માણસ સાથે કારમાં બેસીને રવાના થાય છે,
આ બાજુ રાજુ અને અક્ષય બંને પોતાના કથનમાં જયરાજ નિર્દોષ છે તેવી વાત ક્રાઇમ બ્રાન્ચના અધિકારી નિલેશ મજમુદારને કરે છે,
એટલામાં પાછળથી કોઈકનો અવાજ આવે છે,
'Mr.નિલેશ જયરાજ સંપૂર્ણ નિર્દોષ છે, એની સાબિતી આ રહી......
કોણ હશે એ વ્યક્તિ?? જયરાજ નિર્દોષ સાબિત થશે?? હસીના ઇશિતાને મારી શકશે?? જયરાજ ઇશિતાને બચાવી લેશે?? જાણવા માટે વાંચતા રહો હસીના - the lady killer નો આવતો ભાગ...