માં
“ ગોળ વિના મોળો કંસાર, “
“ માતા વિના સૂનો સંસાર “
“કવિ પ્રેમાનંદએ સાચું કહ્યું છે કે ગોળ વિના કંસાર મોળો લાગે પણ માં વિના તો સંસાર સૂનો લાગે છે.” માં એક જ શબ્દ છે પણ તેમાં દુનિયાનો સમાવેશ થઈ જાય છે. માં વિશે જેટલું લખો એટલું ઓછું છે.
એક સ્ત્રીના ઘણા બધાય રૂપ હોય છે. જ્યારેથી જન્મે છે કે મૃત્યુ સુધી એને માત્ર કામ જ કરવાનું છે. પણ પોતાના માટે નહીં. એક બાળકીનો જ્યારે જન્મ થાય ત્યારે તે એક માતાની દીકરી બની ને કામ કરે છે. જ્યારે તેના લગ્ન કરવામાં આવે ત્યારે તે પત્ની બની ને પતીની સેવા કરે છે. અને ત્યાર બાદ માતા બની છોકરાઓની ચિંતા કરે છે. જેના માથા ઉપર માતાનો છાયડોના પડે એનું જીવન નિરાથક છે. માં એક વડલો છે. જે પોતાના કર્મોના ફળ તમને આપે છે. પરંતુ બદલામાં તમારી પાસે કઈ લેવાની આશા નથી હોતી. માં ના મનમાં જેટલો વાલ એના બાળક પ્રત્યે હોય એટલો કોઈના પ્રત્યે નથી હોતો. માં ભલે તમારી ભૂલ ઉપર તમને મારે પણ એ તમને નહીં પણ એને એવું લાગે છે કે હું પોતાને મારી રહી
છું. બાળક માંનું એક અંગ છે. માં એના અંગ માથી આપણને જન્મ આપ્યો. આપડે એનો આભાર માનવો જોઈએ.
જ્યારે આપડી માં ઉપર દુખ આવે છે ત્યારે,,,,,,,,,,,,
માં જ્યારે તને કઈક થઈ જાય છે. તો અમે બધાય ટૂટી જઈએ છી. અમને એવું લાગે છે કે આ દુનિયામાં અમારું તારા વગર કોઈ નથી. જ્યારે અમને દુખ આવે ત્યારે અમારી ચિંતામાં તું જાગે છે. પણ તારા દુખમાં કોણ ? જ્યારે કોઈ તહેવાર આવે તો અમે નવા કપડાં લઈએ છીએ પણ તને નવા કપડાં આપવા વાળું કોણ ? જ્યારે અમે કોઈ દિવસ જમવાની ના પાડોએ છીએ પણ છતાય તું અમને જમાડે છે. પણ તને જમાડવા વાળું કોણ ? અમારી ચિંતા તું કરે છે. પણ તારી ચિંતા કરવાવાળું કોણ ? અમને તો નારાજ થવામાં પણ આનંદ થાય છે. જ્યારે અમે તારાથી નારાજ થઈએ અને પછી તું અમને મનાવવા માટે જે વાલ કરે છે. એવું લાગે છે કે આ પળો માટે વારમ-વાર આ દુનિયામાં જન્મ લઉં અને તારો દીકરો/દીકરી બનું. માં તું અમારી જનની છો તારા જેવી જોડ અમને કિયાય નહીં મળે. માં જ્યારે અમે બહાર ગયા હોય અને જમવામાં મોડુ થઈ જાય તો પણ જ્યાં સુધી અમે આવીને જમવી નહીં ત્યાં સુધી તું જમતી નથી. જ્યાં સુધી અમારા પેટમાં અનનો જાય ત્યાં સુધી તું નથી જમતી.
માં જ્યારે તું અમને છોડીને જાય છે. ત્યારે એવું લાગે છે કે માં તારી આંગળી પકડીને રસ્તામાં તારી સાથે ચાલતા હતા. પણ તે આંગળી છોડી દીધી શું અમારાથી આ રસ્તો પાર થશે. આ જીવન નીકળશે. માં તું જ્યારે અમારી સાથે હોઇ છે ત્યારે અમને તારી કદર નથી હોતી. પણ તારા ગયા પછી ખબર પડી કે તારા વગર જીવવું નકામું છે. જ્યારે પણ ભગવાન પાસે જન્મ માંગો તો એમ માંગો કે માતાનો સાથ જરૂર આપે. બાકી બીજું બધુ દુનિયામાં મળી રહે છે. માં તમને નવ મહિના એના પેટમાં રાખે છે. એની રોટલી અડધી કરીને તમને જમાડે છે. એ દુખ માં ભલે રહે પણ તમને સુખમાં રાખે છે. પણ એને કદી તમારો બોજ લાગતો નથી. પરંતુ તમે મોટા થાવ એટલે તમને એવું લાગે છે કે તમારી માં તમારા ઉપર બોજ છે. ના એવું નથી એનામાં કામ કરવાની ક્ષમતા નથી. નકે અજી તમે વુર્દ્ધ થાવ ત્યાં સુધી તમને સાચવે એમ છે માં. માં જેટલું બલિદાન વિશ્વમાં કોઈના આપી શકે. જ્યારે તમે કોઈ ભૂલ કરો અને ઘરે આવીને મમ્મીને ના કહો છતાં એને ખબર પડી જાય છે. તમે તમારી ભૂલની વાત માં ને કરશો પણ પપ્પાને નહીં કરો. એમનાથી ડરશો. અને માં તમને વાહલ કરીને પણ સમજાવશે. માંને ખબર હોય છે. કે મારૂ બાળક શું કરે છે. અથવા શું કરી શકે છે. શું ના કરી શકે. માંને તમારી બધી ખબર હોય છે. તમે એના અંગનોજ ભાગ છો. અને આપડા અંગની આપણે ખબર હોય જ ના હોય એવું ના બને.
આના ઉપર મારી એક કવિતા કહેવા માંગુ છું.
માં તું અદભૂત છે, ન્યારી છે,
દુનિયા કરતાં મારી માં રૂપાળી છે,
એના હ્રદયમાં રાખે છે મને,
મારી જાન કરતાં મારી માં વાહલી છે,
ભલે ગમે તેવી મુશ્કેલી કે દુખ હોય,
પણ રાત્રે મને મારી માં પ્રેમથી જમાડે છે,
ભલે હું ગમે તેવો હોય પણ,
મારી માં જાણે છે કે મારામાં શું ખુમારી છે,
એના કરતાં વધારે મને સાચવે છે,
માં તું મને છોડીને ના જઈશ,
તારા વગર આ દુનિયા એકલી લાગે છે.
@Riyansh
આના ઉપર કવિ શ્રી મલબારી કહે છે કે “ અર્પી દઉં સૌ જન્મ એવડું માં તુજ લેહણું “
એટલે માં મારા સૌ જન્મ તને આપી દઉંને તોય તારું લેણું ના ચૂકવાય.
એક મારી લાઇન પણ કહું કે
“ એક માલાકી હૈ તું દોર,”
“ હમ સબ માલા કે મોતી, “
“ અગર ટૂટ ગઈ એ દોર, “
“ બિખર જાયેગે હમ સબ મોતી છોર, “
“ હમે કહા મિલેગી એસી જનની કી જોડ. “
દુનિયામાં બધાય પાપ કરજો પણ માંને દુખ આપવાનું પાપના કરતાં. કારણ એના કર્મો માથી તમે કિયારે મૂક્ત નથી થવાના. અને જે વ્યક્તિ પોતાની માંને ના સાચવી શકે એ બીજાને શું સાચવવાનો એનામાં લાયકાત નથી. તમારામાં લાયકાત ના હોય અને તમે માં ને વૃદ્ધાઆશ્રમ માં મૂકવા જાવ ત્યારે માં ના મુખમાંથી શબ્દો નીકળશે કે દીકરા જ્યાં રહે ત્યાં પણ તું સુખી રહે. માં ને બીજું કઈ નહીં પણ જ્યારે વૃદ્ધ થાય અને ત્યારે તમે તમારો થોડો સમય એની સેવામાં આપો બીજું માં કઈ ના માંગે. અને માં માટે તમે થોડોક સમય ના આપી શકો ? તો જીવન લીધો પણ નકામો કારણ માં ના પગમાં સ્વર્ગના દ્વાર હોય છે. એટલે રોજ એને પગે લાગો. માં થી અમૂલ્ય બીજું કઈ નથી. અને છેલ્લે માં માટે કઈ ના કરી શકો તો કઈ નહીં પણ એના મનને દુખી ના કરતાં.
આભાર આપના પ્રતિભાવો કોમેન્ટમાં આપજો............