પ્રકરણ-52
સ્તુતિને આવેલાં અચાનક એટેકથી ડોક્ટર, સ્તવન બધાંજ ચિંતામાં આવી ગયેલાં. કોઇ ભેદી ભય એને સતાવી રહ્યો છે એવું સ્પષ્ટ લાગતું હતું અને એ કોમાંમાં જતી રહી છતાં ભરોસો હતો કે જલ્દી ભાનમાં આવી જશે.
ટીફીન લઇને આવેલી શ્રૃતિને સ્તવને કહ્યું "આપણે બન્ને ખૂબ ચિંતામાં પડી ગયાં છીએ. શ્રૃતિએ આસ્વાસન આપી કહ્યું કે આપણે કઠણ થયું પડશે આમ હિંમત હારે નહીં ચાલે. એ સ્તવનને હાથ ફેરવી આશ્વસાન અને હુંફ આપી રહી હતી.
સ્તવને કહ્યું એનાં અપરાધીને હું નહીં છોડું ખૂબ સજા કરીશ એનાં જીવ લઇશ ભલે મારે ફાંસીએ ચઢવુ પડે.
શ્રૃતિએ કહ્યું જીજુ એનો સજા પામશે જ પણ તમે કેમ આમ ઢીલા થાવ છો ? ચાલો હું ટીફીન લાવી છું થોડું જમી લઇએ હું પણ તમારી સાથે જમીશ. નહીતર આપણે બિમાર થઇશું તો કોણ કરશે ? ચાલો થોડું જમી લઇએ મને ખબર છે આપણાં ગળે કોળીયાં નહીં ઉતરે પણ કોઇ વિકલ્પ નથી.
શ્રૃતિએ સ્તવનને બાજુમાં રૂમમાં લઇ આવી અને નર્સને ત્યાં બેસી ધ્યાન રાખવા કીધું. એણે પ્લેટમાં જમવાનું કાઢીને સ્તવનને આપુ અને પોતે પણ લીધુ. સ્તવન જમવા જ તૈયાર નહોતો. શ્રૃતિએ પોતાનાં હાથમાં રોટીશાક લઇને સ્તવનનાં મોંઢામાં મૂક્યુ... જીજુ પ્લીઝ જમી લો. અને સ્તવને પછી જમવાનું ચાલુ કર્યુ. એ શ્રૃતિની સામે જોઇ રહ્યો. એને શ્રૃતિમાં જાણે સ્તુતિ જમાડતી હોયએવો ભાવ આવ્યો અને જમવાનું શરૃ કર્યું.
સ્તવને પણ જમવાનો કોળીયો શ્રૃતિનાં મોંઢામાં મૂકી કહ્યું "સ્તુતિ પ્લીઝ ખાઇ લે તારામાં તાકાત આવશે. આવું સાંભળી શ્રુતિની આંખમાં પાણી આવ્યાં અને એણે કોળીયો મોઢામાં મૂકીને સ્તવનને વળગી પડી અને ધૂસ્કે ધૂસ્કે રડવા લાગી... તમને સ્તુતિ કેટલી વ્હાલી છે. તમને મારામાં પણ સ્તુતિ દેખાય છે..
સ્તવને પણ એનાં બરડે હાથ ફેરવી આશ્વસન આપ્યુ જાણે સ્તવન અને સ્તુતિ છે સાથે જમી રહ્યાં છે. બંન્ને જણાં એકબીજાને મનાવતા સમજાવતાં જમાડી રહ્યાં અને પછી આજે થોડી આનંદ અને હાંશની લાગણી થઇ આવી.
***********
ચીફ સિધ્ધાર્થ હોસ્પીટલ આવ્યો એણે સ્તુતિ પાસે આવીને જોયું કે શ્રૃતિ અને સ્તવન બેઠાં છે સ્તવને સ્તુતિનો હાથ પકડ્યો છે અને શ્રૃતિ સ્તવનની પાસે બેઠી છે એણે ખોંખારો ખાઇને ધ્યાન દોરીને બંન્નેને બહાર બોલાવ્યાં.
સિધ્ધાર્થે કહ્યું "શ્રૃતિ તારાં ફોનનું આજેજ સીમ કઢાવી લે નવું અને ફોનમાં નાંખી ચાલુ કર. અને બધાંજ ફોન કોલ્સ નો રેકર્ડ કઢાવવા આપ્યો છે આજ સાંજ સુધીમાં મને મળી જશે પછી ઘણુ બધું બહાર આવશે. કોણે ફોન કર્યા છે અને એણે કોને કર્યો છે. તું ખાસ નવું સીમ કરાવીને ચાલુ કરાવ પછી જે કોઇ અજાણ્યાં કે જાણીતાં જેનાં પણ ફોન આવે એની મને જાણ કર. હોટલનાં સીસીટીવી કેમેરાંનાં ફુટેજની પણ સ્ટડી ચાલે છે મને વિશ્વાસ છે કે થોડાંક સમયમાં બધુ જ રહસ્ય ખૂલી જશે. જો કોઇ આની પાછળ છે એને અને પકડી લઇશું પરંતુ તમારો સહકાર જરૂરી છે.
સ્તવન તારાં ફોન કોલ્સની પણ ડીટેઇલ્ટ અમે કઢાવીશું તારો નંબર છે મારી પાસે જસ્ટ જાણ કરું છું એટલે તપાસમાં કોઇ જ ખૂણો તપાસવો બાકીનાં રહે.
સ્તવને કહ્યું "ઓકે સર મને મંજૂર છે અને મારાં ફોન કોલ્સ હમણાં પણ ચેક કરી શકો છો એમ કહીને મોબાઇલ ધર્યો.
સિધ્ધાર્થે કહ્યું "અમારે મોબાઇલની જરૂર નથી અમને તો પ્રોવાઇડર્સ પાસેથી કઢાવવા કહી દીધું છે. થેંક્સ ફોર યોર કો.ઓપરેશન અને શ્રૃતિનું આમે જ સીમ નવુ લઇ ફોન ચાલુ કર. તારો અને સ્તુતિનો બંન્ને નંબર અમારી પાસે છે જ. સ્તુતિનો ફોન તો તારી પાસેજ છે ને ?
શ્રૃતિ કહે મારી પાસે છે લો આ રહ્યો. મારે ઘરે બીજું ઇન્સ્ટ્રુમેન્ટ પડ્યું છે તે હું યુઝ કરી મારો ચાલુ કરાવું છું.
સિધ્ધાર્થ કહ્યું ફોનની જરૂર પડશે તો માંગીશ હમણાં મારે જરૂર નથી. પણ હવે કોઇ અજાણ્યા કે એવાં નબર હોય જાણ કરજો કદાચ બે દિવસમાં અમે આરોપી સુધી પહોચી જઇશું એટલી ઝડપી તપાસ ચાલુ છે અને મારું એમાંજ ધ્યાન કેન્દ્રીત છે કહીને ચાલ્યો ગયો.
સિધ્ધાર્થનાં ગયાં પછી શ્રૃતિએ કહ્યું "હું મારો નંબર ચાલુ કરાવી આવું ઘરેથી મારે આઇ.ડી.પ્રુફ વગેરે લઇ જવું પડશે હું ચાલુ કરાવીને આવું છું. શ્રૃતિ એવું બોલે તરતજ સામેથી એની મંમી અને વિનોદાબહેનને આવતાં જોયાં એ અટકી.
માં એ પૂછ્યું "સ્તુતિને કેમ છે ? હું તો તારા પપ્પામાં અટવાઇ હતી આવી નથી શકી. તું અને સ્તવન અહીં જ હતાં એટલી હૈયા ધારણ હતી. પણ સ્તુતિને કેમ છે ? વિનોદાબહેન શ્રૃતિ અને સ્તવન સામે જોઇ રહ્યાં પછી સ્તુતિ તરફ નજર કરી.
સ્તવને જે કંઇ થયુ હતું એ બધુ જ કહ્યુ અને અનસુયાબહેનથી રડી પડાયું. મારી દીકરીએ આ શું થઇ ગયું છે ક્યા રાક્ષસોએ આવી દશા કરી છે ? ક્યારે ભાનમાં આવશે ? આવશે કે નહી ? કોમામાં જતી રહી છે. આ એને શું થઇ ગયું ? વિનોદાબ્હેન આશ્વાસન આપતાં કહ્યું " તમે ધીરજ રાખો સહુ સારાંવાનાં થશે.
અનસુયાબહેન કહે ? હવે કેટલી ધીરજ રાખુ ? મારાં ઘર પર તો વીજળી પડી છે બધાનાં જીવન જાણે બદલી નાંખ્યાં મારી ફૂલ જેવી દીકરીને પત્થર બનાવી દીધી નરાધમોએ.
સ્તવને કહ્યું "મંમી આમ ના રડો. વિશ્વાસ રાખો સારું થઇ જશે જ. પાપાને કેમ છે ?
અનસુયાબ્હેન કહે એમને તો ઘણું સારુ છે પણ ઉભા થવાય એવુ નથી. એમને તો હજી કંઇજ જણાવ્યુ નથી આમને આમ દિવસો જાય છે જૂઠુ બોલીએ છીએ. છોકરીઓનાં નામ બદલી કામ ચલાવીએ છીએ ? ક્યાં સુધી છૂપાવીશુ ? કહેવું તો પડવાનું જ છે. તારાં પાપાને એમની પાસે બેસાડીને આવી છું મારો જીવ તો બેઉ બાજુ છે અહીં મારી દીકરી અને ત્યાં એ. હુ શું કરું ?
સ્તવને કહ્યું "કંઇ નહીં સારુ થાય સમય આવ્યો બધું કહી જ દેજો આમ ક્યાં સુધી હકીક્ત પર પડદો રાખીશુ અને સ્તુતિને સારુ થશે જ.
વિનોદાબ્હેન કહે "પ્રણવભાઇએ ઓફીસની કામની ચિંતા કરે છે... આજે કહે શ્રૃતિને એની કંપનીનું કામ રહેતું હોય તો સ્તુતિને કહેજો બરાબર ધ્યાન રાખે. નવાં નવાં કલાયન્ટ છે ક્યાંક કામ ના જતું રહે. મારી એક્સીડેન્ટ થયો તે બધુ જ ગૂંચવાઇ ગયું છે મને સારું થાય હું બધુ સંભાળી લઇશ. અને બજારમાં કામ છે કહીને નીકળી આવ્યાં કે ફુટ ને થોડો સામન લઇને આવીએ છીએ પણ હવે કહેવું પડશે.
શ્રૃતિ કહે "પાપાને માંડ સારું થયું છે એકતો એ નબળા હૃદયનાં છે હમણાં જ નથી કહેવાનું ભલે મારે સ્તુતિ બની એમનાં જવાબ આપવા પડે. મને વાંધો નથી પરંતુ સાચુ કહેવા જતાં વધુ સ્થિતિ બગડે નહીં.
સ્તવને કહ્યું "કંઇ નહીં થોડી ધીરજ રાખો થોડાંક 4 દિવસનો સવાલ છે ને. ત્યાં સુધીમાં સ્તુતિને ભાન આવી જાય તો કોઇ પ્રશ્ન જ નહીં રહે.
વિનોદાબહેન કહે "સ્તવન શ્રૃતિની વાત સાચી છે આટલાં દિવસ સચવાયુ છે આગળ સચવાઇ જશે અને શ્રૃતિ એમનાં કલાયન્ટનો કોન્ટેક્ટ કરીને વાત કરી લેશે.
સ્તુતિની પાસે અનસુયાબહેન થોડીવાર શાંતિથી બેઠાં. સ્તવન, શ્રૃતિ અને વિનોદાબેન બહાર નીકળ્યાં.
અનસુયા બહેને સ્તુતિનો હાથ હાથમાં લીધો અને હળવે હળવે પંપાળતાં રહ્યાં. માં નો સ્પર્શ જાણે સ્તુતિને સ્પર્શી ગયો એણે હળવો હળવો પ્રતિસાદ આપતો અનુસુયા બહેને ખુશ થતાં કહ્યું "સ્તુતિ તું ઓળખે છે ને મારો હાથ ? જો હું તને મળવા આવી છું દીકરી આંખો ખોલ મારી સાથે વાતો કર. મને જણાવ દીકરાં તારી સાથે શું થયું. ક્યાંય કોઇ ભયના રાખીશ હું બેઠી છું ને ? કંઇ નહીં થાય.
સ્તુતિનાં ચેહરામાં હાવભાવ જાણે બદલાયાં... ધીમી ધીમી ચ્હેરાં પર રેખાઓ બદલાઇ... થોડી તંગ થઇ પછી હળવી થઇ એનાં હોઠ થોડાં હલચલમાં આવ્યાં. આંખો ખૂલી નહીં પણ ત્યાંય હલચલ હતી.
અનસુયા બ્હેને જોયું "બોલો દીકરા બોલ તારી માં તારી પાસે બેઠી છે કહે મને તારી બધી વાત દીકરા બોલ.. સ્તુતિ પાછી સ્થિર થઇ ગઇ.
અનસુયાબ્હેને હાથ પર ચહરો રાખી ધુસ્કે ધૂસ્કે રડી પડ્યાં અશ્રુઓ સ્તુતિનાં હાથ પર પ્રસર્યા અને....
વધુ આવતા અંકે ---પ્રકરણ-53