Truth Behind Love - 49 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | ટ્રુથ બિહાઇન્ડ લવ - 49

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ટ્રુથ બિહાઇન્ડ લવ - 49

પ્રકરણ-49
ટ્રુથ બિહાઇન્ડ લવ
શ્રૃતિ કોફી અને નાસ્તો લાવી હતી એણે સ્તવનને સ્તુતિનો હાથ હાથમાં લઇ સૂતેલો જોયો. સ્તવનને કોફી આપી ડોક્ટર પણ રાઉન્ડમાં આવી જલ્દી ભાનમાં આવશે એવી હૈયાધારણ આપીને ગયાં. જરૂર પડે કેન્ટીનમાંથી મંગાવવાની પણ સલાહ આપી પણ શ્રૃતિએ સ્તવનને ના પાડી કે હું જ સવાર બપોર સાંજ આવી જઇશ. કેન્ટીનમાંથી નથી મંગાવવાનું.
સ્તવને કહ્યું "પણ તારે ઘરે કામ હોય પાપાનું પણ જોવાનું. અહીં હું મેનેજ કરી લઇશ.
શ્રૃતિએ કહ્યું કંઇ મેનેજ નથી કરવાનું હું મારાં કામ સાથે તમે આવી જનાનું મેનેજ કરીશ. એ બહાને દીદીને આવીને જોઇ લઇશ પ્લીજ જીજુ આમ મને કશામાં ના ના પાડો.
સ્તવને ના છૂટકે કહેલુ પડેલું "ઓકે તમે ઠીક લાગે એમ કરજો. અને શ્રૃતિ સ્તુતિ પાસે આવી બેઠી અને એનાં હાથે હાથ ફેરવવા માંડી અને સ્તવનનાં ફોન પર રીંગ વાગી એણે જોયું પાપા છે. એણે કહ્યું "હાં પાપા બોલો.. હાં હા પહેલાં કરતાં સારુ છે.. ડોક્ટર હમણાં આવીને ગયાં એમણે કહ્યું જલ્દી ભાનમાં આવી જશે ચિંતા ના કરશો. હાં- હાં પાપા પણ ના તમારે હમણાં આવવાની જરૂર નથી. અહીં શ્રૃતિ આવી છે એટલે હું એને બેસાડીને ઘરે આવુ છું નહાઇ ધોઇ પાછો હુંઆવી જઇશ. ઓકે કહીને ફોન મૂક્યો.
સ્તવને શ્રૃતિને કહ્યું "જો તારી દીદી... કેવી સૂતી છે એને કંઇ ખબર છે ? હું કેટલી ચિંતા કરુ છું. એને આ શું થઇ ગયું કહીને એ ઢીલો થઇ ગયો. આંખમાં આંસુ ઘસી આવ્યાં.
શ્રૃતિ ઉભી થઇને સ્તવન પાસે આવી અને ખભે હાથ મૂકી સાંત્વના આપી કહ્યું "જીજુ તમે તો પુરુષ છો આમ ઢીલા થાવ કેમ ચાલે ? તો પછી અમને હિંમત કોણ આપશે ? અમારું તો તમારા સિવાય કોઇ નથી. અને શ્રૃતિ પણ રડી પડી એણે સ્તવનની છાતી પર માથુ મૂકીને રડવા માંડ્યુ.
સ્તવને એને માથે હાથ ફેરવીને સ્વસ્થ થયો કહ્યુ નહીં રડુ પણ હવે સ્તુતિએ ઉઠવું જ પડશે અમ નહી ચાલે શ્રૃતિ સ્તવનને વળગીને રડતી જ રહી. સ્તવને કહ્યું બસ કર હવે સ્તુતિને ભાન આવવું જ જોઇએ.
થોડીવાર પછી બંન્ને સ્વસ્થ થયાં. સ્તવને કહ્યું તું હમણાં બેસ હું ઘરેથી નહાઇ ધોઇને આવું ત્યાં સુધી મારી સ્તુતિનું ધ્યાન રાખજે કંઇ જરૂર પડે લાવવું મૂકવું અને ફોન કરજે હું લેતો આવીશ અને સ્તુતિ તરફ એક નજર કરીને એ નમ આંખે ત્યાંથી નીકળી ગયો.
સ્તવનનાં ગયાં પછી શ્રૃતિ સ્તુતિ પાસે આવીને બેઠી બોલી "દીદી બોલોને શું થયું હતું ? તમે ક્યાં કેમ ગયાં હતાં? તમારો ફોન મૂકી મારો કેમ લઇ ગયાં હતાં. શું વાત છે ? તમે જલ્દી ભાનમાં આવી જાવ જીજુ પણ ખૂબ દુઃખી છે બોલોને દીદી.. એમ કહી એણે સ્તુતિનાં હાથ પર હાથ ફેરવવા માંડ્યો થોડાં સ્પર્શ પછી સ્તુતિનાં હાથમાં ફરીથી સળવળાટ થયો આ વખતે વધુ હલનચલન હતું.. સ્તુતિની આંખો પણ જાણે ફરકતી હોય એવો આભાસ થયો. શ્રૃતિએ એ જોયું અને નર્સને બૂમ પાડી. નર્સ દોડતી આવી.
સ્તુતિએ કહ્યું જો જો દીદીની આંખ ફરકે છે એનાં હાથમાં પણ હલનચલન હતું મેં જોયું છે જુઓ ડોક્ટરને બોલાવો પ્લીઝ.
નર્સે કહ્યું "ડોક્ટર હમણાં જ જોઇને ગયાં છે કહીને જ ગયાં છે કે પોઝીટીવ પ્રોગ્રેસ થશે જ આવું થવાનું થવા દો આ જલ્દી ભાનમાં આવવાની જ નિશાની છે.
શ્રૃતિએ કહ્યું "થેંક્સ મેડમ બસ દીદી જલ્દી ભાનમાં આવે અને પછી.. એ આગળ વિચારતી અટકી ગઇ એનું મન બે બાજુનું વિચારતુ થઇ ગયું. પછી પાછા એણે પોતાનાં વિચારને દાબી દીધો.
**********
સ્તવન ઘરે પહોચ્યો પહેલાં તરતજ નહાવા ગયો અને પછી ફ્રેશ થઇ કપડાં બદલીને આવ્યો એટલે માં એ પૂછ્યું "દીકરા સ્તુતિને કેવું છે ? ડોક્ટરને શું કહ્યું ? વિનોદભાઇ પણ ત્યાં આવી ગયાં જાણવા.
સ્તવને કહ્યું "માં ધીમે ધીમે સારું થઇ રહ્યું છે ડોક્ટરે કહ્યું જલ્દી ભાનમાં આવી જશે. ચિંતાની વાત નથી.
માં એ કહ્યું "સારુ એવું થાય તો... બધાં જ મુશ્કેલીમાં મૂકાઇ ગયાં છે. આ છોકરીએ આવું કેમ કર્યું હશે ?
સ્તવન કહે "માં જ્યાં સુધી એ ભાનમાં ના આવે ત્યાં સુધી કંઇ જ ખબર ના પડે. મારે એજ જાણવું છે આણે કેમ આવું કર્યું ? કંઇ નહીં માં હુ જઊં હોસ્પીટલ અને મારું જમવાનું ના બનાવશો શ્રૃતિ લાવવાની છે અને તમે લોકો હોસ્પીટલ ધક્કો ના ખાશો અંદર જ નહીં. આવવા દે પણ જરૂર લાગે સ્તુતિનાં ઘરે જજો ત્યાં જરૂર છે... મંમીને સારૂ લાગશે પ્લીઝ.
વિનોદાબહેન અને તો જવાનાં જ છીએ અને ક્યાંય ઊણા નહીં ઉતરીએ પણ મને ચિંતા એ જ છે કે આ છોકરીએ આવું કેમ કર્યું ? તારું ભણવાનું પણ ડીસ્ટર્બ થયું છે કોલેજમાં કહીને આવ્યો છે ને ? આમને આમ તો તારુ ભણતર.. સ્તવને માં આગળ બોલે પહેલા કહ્યું "માં કાંઇ ચિંતા ના કરો કંઇ અમંગળ ના બોલશો કે ના વિચારશો. મે કોલેજમાં કીધુ છે અને હમણાં મેઇલ પણ કરી દઊં છું. મારું ભણવાનું નહીં બગડે.. અત્યારે હું સ્તુતિને જોઊં કે બીજું ?...
વિનોદાબેન આગળ કંઇ બોલ્યા નહીં ચૂપ થઇ ગયાં. એમણે વિનોદભાઇની સામે જોયું એમણે શાંત રહેવા ઇશારો કર્યો.
સ્તવન ઘરેથી હોસ્પીટલ જવા નીકળી ગયો. સ્તવને હોસ્પીટલ આવીને જાણ્યુ કે સ્તુતિએ આંખો ફટકાવી અને આંગળીઓમાં પણ હલચલ છે. એ ખૂબજ ખુશ થઇ ગયો. એણે શ્રૃતિને કહ્યું "તું જા તારે ઘરે ઘણાં કમ હશે હું અહીં બેઠો છું શ્રૃતિએ કહ્યું "ઓકે હું હવે ટીફીન લઇને જ આવીશ અને ત્યાંજ શ્રૃતિનાં ફોનમાં રીંગ વાગી.. જે સ્તુતિનો નંબર હતો. હજી એણે નવુ સીમ નહોતું લીધુ સમય જ નહોતો મળ્યો. એણે જોયું અનારનો ફોન છે. એણે ફોન ચાલુ રાખી સ્તવનને કહ્યું "જીજુ હું જઊં ટીફીન લઇને આવીશ. એમ કહી ફોન કાને રાખી બહાર નીકળી ગઇ. સ્તવન એને જતાં જોઇ રહ્યો જાણે સ્તુતિ જ જઇ રહી છે.
શ્રૃતિએ પૂછ્યું "હાં અનાર બોલ તને ખબર છે આ દી... નો નંબર છે. અનારે કહ્યું "હાં મને ખબર છે તેં તો મને કીધેલુ કે તારો ફોન તો સ્તુતિ પાસે અને તારી પાસે દી.. નો બાય ધવે કેમ છે સ્તુતિને ? ભાન આવ્યુ ? કંઇ કીધુ ? શ્રૃતિએ કહ્યું "ના ભાન જ નથી આવ્યું હજી કહે શું પછી ?
અનારે કહ્યું "ખરું થઇ ગયું કેમ આમ અચાનક ? આવું તો ધાર્યુ જ નહોતું કે આવું થઇ જશે ? એણે આવું પગલું કેમ ભર્યું હશે ? તારી એને ખૂબ ચિંતા હતી એવું લાગે.
શ્રૃતિએ કહ્યું પણ આવું કેમ કર્યુ હું એજ શોધી રહી છું અને જીજુનું કામ કરીને આવું છું એમ કેમ કીધુ ? જીજુએ એવું કશુ કામ સોંપ્યુ કે એ ફાઇવસ્ટર હોટલમાં ગઇ.. ? પણ જીજુ કહે અમારે 2 -દિવસથી વાત જ નથી થઇ તો હું કામ કંઇ રીતે સોપુ ? મને નથી સમજાતું.
અનારે કહ્યું "તમને ઘરનાને કંઇ નથી સમજાતું ? એવે તો કહ્યું રહસ્ય છે કે તમે કોઇ જાણો નહીં અને સ્તુતિ એવું કોઇ કામ કરવા ગઇ ? શ્રૃતિ તું સાચે જ કંઇ નથી જાણતી ? કે કોઇ રહસ્ય તારું છે ? સાચું કહેજે.
શ્રૃતિ ભડકી.. કેમ આવું બોલે ? મારું શું રહસ્ય હોય ? હોય તો હું જણાવી ના દઊં આટલે સુધી બધુ થવા દઊ ? અનાર તું કેમ આવા પ્રશ્ન કરે છે ? કેમ તું કંઇ જાણે છે ? એવું હોયતો સ્પષ્ટ કર.
અનારે કહ્યું "હું કંઇ નથી જાણતી પણ મને જે કંઇ વિચાર આવ્યા એટલે તને પૂછું છું મને કેવી રીતે ખબર હોય ?
શ્રૃતિએ કહ્યું "અનારે તું કહેતી હતી કે તું દીદીને આ થયું એનાં 2-3 દિવસ પહેલાં ઓફીસે મળવા ગયેલ ?
અનારે ચાલાકીથી કહ્યું "એ તો હું તમે જ મળવા આવી હતી.. ઘણાં સમયથી મળવાનુ નહોતું એટલે બીજુ કંઇ કારણ નહોતું પછી અનારે શ્રૃતિને કહ્યું "શ્રૃતિ હું તને પછી ફોન કરું મારે કોઇ ઇમોરટન્ટ ફોન આવે છે હું કટ કરું છું કહીને એણે ફોન મૂકી દીધો.
શ્રૃતિ વિચારોમાં પડી ગઇ.. આ બધુ શું છે ? દીદી બધાં જ રહસ્ય સાથે રાખીને ભાન ગુમાવી બેઠી છે. શ્રૃતિને સાથે સાથે બીજા વિચાર આવી ગયાં એણે મહાપરાણે વિચાર બંધ કર્યા.
શ્રૃતિનાં મનમાં ચાલતા વિચારોએ એને થોડું દુઃખ અને થોડો મલકાટ આવ્યો. એણે પાછું વિચારવા માંડ્યુ.. ઘરે પાપા.. અને બધાં જ મને સ્તુતિ જ સમજે છે કાશ... સ્તવન પણ એવું.....
વધુ આવતા અંકે ---- પ્રકરણ-50