Raghav pandit - 15 in Gujarati Fiction Stories by Pratik Patel books and stories PDF | રાઘવ પંડિત - 15

Featured Books
Categories
Share

રાઘવ પંડિત - 15




હેલો મારા ફેવરિટ વાચકમિત્રો.

સૌને મારા જય શ્રી કૃષ્ણ તમને આગળનો ભાગ કેવો લાગ્યો તેના સૂચનો અને રીવ્યુ અવશ્ય જણાવજો.
**********************************************
અચાનકજ અમિત ની આંખો ખુલે છે કેટલા ટાઈમથી એક જગ્યા પર બેહોશીની હાલતમાં હોય છે તે ચારે બાજુ નજર ફેરવે છે ત્યાં તેને પોતાની બાજુમાં બેહોશ સૌરવ જોવા મળે છે બાકી આખા રૂમમાં કોઈ જ હોતું નથી અમિત થોડા પ્રયાસથી સૌરવ ની પાસે ખુરશી લઈ જાય છે તે સૌરવ ને જગાડવાની કોશિશ કરે છે અને સૌરવ પણ આંખો ખોલે છે તે આંખો ખોલતા જ ફરી બૂમો પાડવા નું સ્ટાર્ટ કરી દે છે.
અમિત તેને ચૂપ રહેવા કહેશે આપણે કેમેરાની નજરમાં છીએ તો પ્લીઝ તું શાંત થઈ જા મારી પાસે એક યોજના છે અહીંથી બહાર નીકળવાની પણ તું પહેલા શાંત થઈ જા.
સૌરવ એકદમ ચૂપ થઈ જાય છે.
અમિત પોતાની ખુરશીને સૌરવ તરફ કરે છે જેથી તેના પાછળ બાંધેલા હાથ સૌરવ તરફ આવે અને તે સૌરવને પોતાના હાથ ખોલવા માટે કહે છે સૌરવ થોડા પ્રયાસો પછી અમિત ના હાથ ખોલી દે છે અમિત ફટાફટ પોતાના પગની રસીઓ ખોલીને સૌરવને પણ મુક્ત કરે છે પછી તે સૌરવને પોતાની પાછળ આવવા કહે છે તેઓ બંને દરવાજા પર પહોંચે છે અમિત દરવાજો ખોલે છે તે ખુલ્લો જ હોય છે તેઓ ફટાફટ ગેલેરી માં આવે છે ત્યાં કોઈ જ ગાર્ડ હોતું નથી ધીમે ધીમે તેઓ આગળ વધે છે અને એક ખુલ્લા હોલ તરફ પહોંચે છે અમિત ચારેય તરફ જુએ છે તેમની નજરમાં એક ગાર્ડ આવે છે તેના હાથમાં રાઇફલ હોય છે અમિત સૌરવને એકદમ ચૂપ રહેવા ઈશારો કરે છે અને તેને ઈશારાથી જ કહે છે જો જરૂર પડે તો તું મને કવર આપજે અમિત ધીરેથી લપાતા છુપાતા ગાર્ડ ની એકદમ પાછળ આવીને ઊભો રહી જાય છે ગાર્ડ ને પોતાની પાછળ કઈ મહેસુસ થાય છે પરંતુ ઘડીના છઠ્ઠા ભાગમાં અમિત ગાર્ડ ની ગરદન મરોડી નાખે છે.
અમિત તેની રાઇફલ લઈ લે છે અને સૌરવ ને તે તરફ આવવા કહે છે ગાર્ડ ત્યાં જ મૃત્યુ પામ્યો હોય છે. અમિત સૌરવને સાવધાન રેહવા કહે છે આગળ વધારે ગનમેન પણ હોઈ શકે બંને ખૂબ જ સાવધાનીથી આગળ વધે છે તેઓ એક સીડી પાસે પહોંચે છે બંને સીડી થી ઉપર જાય છે ઉપર એક ધક્કન હોય છે અમિત તેને ખોલવાનો પ્રયાસ કરે છે પરંતુ તે લોક હોય તેવુ લાગે છે અમિત ગુસ્સામાં જોર થી એક ધક્કો મારે છે ધકકન એકદમ થી ખુલી જાય છે બને ખૂબ ખુશ થાય જાય છે બને ઉપર જાય છે. અમિતના ચેહરા પર એક મુસ્કાન આવી જાય છે તે સૌરવ ને કહે છે હવે આપણે આઝાદ છીએ. પરંતુ સૌરવના ચહેરા પર હજી પણ માયુસી છવાયેલી હોય છે અમિત તેને કહે છે તું હજી પણ દુઃખી છે ખુશ થઇ જા હવે આપણે આઝાદ છીએ સૌરવ અમિતને ચારે તરફ જોવા કહે છે અમિત પોતાની દ્રષ્ટિ ચારે તરફ ઘુમાવે છે અને તેના ચહેરા પર પણ એકદમથી માયુસી છવાઈ જાય છે કારણકે જ્યાં સુધી તેમની દ્રષ્ટિ પડે ત્યાં સુધી ચારે તરફ પાણી જ પાણી હોય છે તેમને જમીનનો એક ટુકડો પણ ક્યાંય જોવા મળતો નથી તેઓ એક જહાજ પર હોય છે બંને માયુસ થઈને નીચે આવે છે નીચે આવતા જ એક ખડખડાટ હાસ્ય તેમને સંભળાય છે જે હોલમાં લાગેલા સ્પીકર માંથી આવતું હોય છે. તમે બંને ખરેખર મૂર્ખ છો તમને શું લાગે છે હું તમને આટલી આસાનીથી જવા દઈશ તમે મારી જેલમાં છો તમારી પાસે મારા કામ કરવા સિવાય બીજો કોઈ ઓપ્શન જ નથી.
અમિત ખુબજ ગુસ્સામાં આવી જાય છે તે જોરથી સામેની દિવાલમાં મૂકો મારે છે.
ફરી તે અવાજ હોલ માં ગુંજે છે તમે આજે જે ભૂલ કરી એ હવે પછી થશે તો તમને બંનેને શૂટ કરીને દરિયામાં ફેંકી દઈશ હવે તો મારી પાસે ટાઈમ નથી તમે અત્યારે જ ડિસાઈડ કરો મારું કામ નહીં તો દર્દનાક મોત.
બંને પોતાનો પ્લાન ફ્લોપ થવાથી ખુબજ ડરી ગયા હોય છે અમિત વિચારે છે આમ તો બધુ તેના હાથમાં જ છે. હવે બચવા માટે એક જ ઉપાય છે તેનું કામ હાથમાં લઈને મોકો મળતા ભાગી જવું તેથી તે હા પાડી દે છે.
થોડીવારમાં બે ગનમેન આવે છે તે આ બંનેને એક રૂમમાં લઈ જાય છે ત્યાં બધી જ સુવિધાઓ હોય છે અને તેમના જમવાની પણ વ્યવસ્થા હોય છે ત્યાં પણ સ્પીકર અને કેમેરો હોય છે સ્પીકર માંથી ફરી અવાજ આવે છે તમે બંને અત્યારે જમી ને થોડો આરામ કરો તમને કાલે સવારે બધી ડિટેલ મળી જશે તમારે શું કરવાનું છે.
**********************************************

આ તરફ રોની અને તેની ટીમને ૩ પોલીસ મેન એક ગાડીમાં એક ગાડીમાં લઈ જતા હોય છે રોની વિચારતો હોય છે કોઈપણ સંજોગોમાં ફિનલેન્ડ પોલીસ અને બીજા લોકોને હાથ આ મિશન ની માહિતી ના આવવી જોઈએ અને જો આ જેલ સુધી પહોંચી જઈશું તો અમે ઇન્ડિયન એજન્ટ હોવાની અને મિશનની માહિતી લીક થવાનો ખતરો હતો તેથી રોની મનમાં જ કંઈક ડિસાઈડ કરે છે.
દ્રષ્ટિ એક ધ્યાનથી જ રોની ને જોઈ રહી હોય છે જ્યારથી ટીમ ફાઇટમાં બંને એ જોડે ફાઈર્ટ કરી હોય છે ત્યારથી દ્રષ્ટિનો વિશ્વાસ રોની પર ખુબજ વધી ગયો હોય છે તેથી જ આવા સંજોગોમાં તે રોની પર ખુબજ ભરોસો કરતી થઈ ગઈ હોય છે.
રોની એ કાલે જ પુરા ફિનલેન્ડ નો નકશો પોતાના માઈન્ડમાં ઉતારી દીધો હોય છે આગળ જતા બે કિલોમીટર પછી એક ભૂગર્ભ રોડ આવવાનો હોય છે જે પાંચ કિલોમીટર લાંબો હોય છે અને ગાડીની સ્પીડ ૧૦૦ આસપાસ હોય છે જો કોઈ ડ્રાઇવિંગ સીટ પર કંટ્રોલ કરી શકે તો બધી પરિસ્થિતિ કંટ્રોલમાં આવી જાય તેમ છે તેથી રોની દ્રષ્ટિની સામું જુએ છે બંનેની આંખો એકબીજાની સામે જુએ છે રોની આંખોથી કોડ વર્ડ માં દ્રષ્ટિ ને કંઈક સમજાવે છે સામે દૃષ્ટિ પણ આંખોથી જ હા પાડે છે બસ હવે ટનલ આવતી જ હોય છે.
જેવી ગાડી રાઈટ સાઈડ ટર્ન લે છે તરત જ ટનલ શરૂ થાય છે પોલીસમેન એકદમ બેફિકર થી બેઠા હોય છે તેમને એવું હોય છે કે બધી પરિસ્થિતિ તેમના કંટ્રોલમાં છે.
પરંતુ તેમને ખ્યાલ નથી કે તેમનો પંગો પણ રોની સાથે થયો છે અને તેના પરિણામ થી તેઓ બિલકુલ અંજાન હોય છે રોની જે કરવા જઈ રહ્યો છે તેનાથી પૂરો ફિનલેન્ડ પોલીસ ડિપાર્ટમેન્ટ હલી જવાનો હોય છે અને બધી ફિનલેન્ડ પોલીસ રોની ની પાછળ લાગી જવાની હોય છે જેના પરિણામ સ્વરૂપ ભયંકર આવવાના હોય છે પરંતુ સામે પણ રોની હોય છે તે પોતાના નિર્ણય પર ક્યારે ય શંકા નથી કરતો અને બધી પરિસ્થિતિમાં પોતાનું કામ પૂરું કરવાની આવડત હોય છે.


જેવી ટનલની શરૂઆત થાય છે કે તરત જ રોની પોલીસમેન પર જપટે છે બંને પોલીસમેન પાસે ગન હોય છે પરંતુ રોની અચાનક જ એક પોલીસમેન ને ગરદન પકડીને તેની ગરદન પર એક કરાટે નો વાર કરે છે તે ત્યાં જ ઢળી જય છે અને બીજા પોલીસમેન પર પોતાના પગથી જ એક કિક મારે છે બીજી તરફ દ્રષ્ટિ પણ એક્શન માં આવી જાય છે તે ડ્રાઇવિંગ કરી રહેલા પોલીસમેન પર હુમલો કરે છે તેની ગરદન પકડી લે છે પરંતુ આવું થવાથી ગાડી ૧૦૦ ની સ્પીડમાં રોડ પર આ તરફથી પેલી તરફ થવા લાગે છે દ્રષ્ટિ એક હાથ થી પોલીસમેનની ગરદન પર ભાર વધારે છે અને બીજા હાથ થી સ્ટેરીંગ સંભાળવાનો પ્રયાસ કરે છે આવું કરવામાં પોલીસમેનના પગનું વજન એક્સિલેટર પર વધે છે ગાડી ટોપ સ્પીડ માં એક ઝટકા સાથે ભાગે છે જો આ પરિસ્થિતિમાં સામેના કોઈ વહન જોડે એક્સિડન્ટ થાય તો ત્યાં જ બધા પોતાની આખરી શ્વાસ ગણી લે. આ તરફ એક્સીલેટર ના ઝટકા ના લીધે પોલીસમેન ની પકડેલી ગન ફાયર થાય છે જે રોનીના એક હાથ ને ટચ થતી નીકળી જાય છે રોનીના શરીરમાં દર્દનો એક લહેકો ઊઠે છે તેના મોંમાંથી એક જોરથી બૂમ નીકળી જાય છે બીજી ક્ષણે રોની પોતાને કંટ્રોલ કરે છે ત્યાં જ તે પોલીસમેનના ગન પોઇન્ટ પર આવી જાય છે. બધા ખુબજ ડરી જાય છે રોની પોતાના હાથ ઉપર કરે છે પોલીસમેન તેના તરફ આગળ વધે તે પહેલા દ્રષ્ટિ એક સાઈડ સ્ટેરીંગ ઘૂમાવે છે ફરી એક ઝટકો લાગે છે તે સાથે જ બે ઘટનાઓ ઘટે છે.
જેવી દ્રષ્ટિ સ્ટેરીંગ ઘુમવે છે તે સાથે જ તે ઝટકામાં રોની પોલીસમેન ની ગન લેવા જાય છે ત્યાં જ રોની પોલીસમેન પર પટકાઈ છે અને તે બંને વાન માં નીચે તરફ પટકાઈ છે અને એક ફાયર થાય છે અને બીજી તરફ દ્રષ્ટિ પોલીસમેનને આગળની સીટ તરફ જઈને એક બટન દબાવે છે અને એક જોરદાર કિક પોલીસમેનને મારે છે બટન દબાવવાથી ઓટોમેટીક ડ્રાઇવિંગ સાઇડનો ડોર ખુલે છે અને જોરદાર કિક મારવાથી પોલીસ મેન સીટ બેલ્ટ સહિત ૧૦૦ ની સ્પીડ માં ચાલતા ગાડીમાંથી રોડ પર પડે છે દ્રષ્ટિ ડ્રાઇવિંગ સીટ સંભાળી લે છે અને ગાડીને કંટ્રોલ કરે છે આ તરફ બધા રોની ને જોઈને ડરતા હોય છે કારણ કે ગાડીમાં ખૂબ જ લોહી વહી ગયું હોય છે અને રોની ની બોડીમાં કોઇ હલનચલન હોતી નથી.





To be continue...............




આગળ શું થશે તેના માટે વાંચતા રહો રાઘવ પંડિત અને આ બુક તમને કેવી લાગે છે તેના કીમતી સુચનો અને રિવ્યૂ આપવાનુ નું ભૂલતા નહીં.