Koobo Sneh no - 26 in Gujarati Fiction Stories by Artisoni books and stories PDF | કૂબો સ્નેહનો - 25

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

કૂબો સ્નેહનો - 25

🌺આરતીસોની🌺
પ્રકરણ : 25

માઉન્ટ આબુથી વિરાજ અને દિક્ષા પાછા ફર્યા ત્યારે અમ્માએ પરંપરાગત રીતરિવાજ મુજબ મંજરીના સીમંત માટેની પહેરામણીથી માંડીને સઘળી તૈયારીઓ કરી લીધી હતી. સઘડી સંધર્ષની...

❣️કૂબો સ્નેહનો❣️

મંજરીનો લગ્ન પ્રસંગ સાવ સાદાઈથી પૂર્ણ કર્યો હોવાથી એના સીમંત પ્રસંગે કોઈ જ પ્રકારની કોઈને ઊણપ ન વર્તાય અને વ્યવહારિક રીતરિવાજ મુજબ, પરંપરાગત રીતે ધામધૂમથી ઉજવાય એવી અમ્માની ઈચ્છા હતી.

અમ્માએ મંજરીનું સીમંત ભરવાની પહેરામણીથી માંડીને સઘળી તૈયારીઓ કરી લીધી હતી. કાળજીપૂર્વક અને જતનથી ભરવામાં આવતા સીમંત પ્રસંગમાં વ્યવહારિક રિતરિવાજ મુજબ કોઈ પણ પ્રકારની ભૂલચૂક ન થાય એનાં માટે મંજરીના સાસરે પહોંચ્યા પછી શું કરવાનું એવું દિક્ષાને વારે વારે અમ્મા સમજાવી એમને રવાના કર્યા હતાં.

વિરાજ ભઈલું અને દિક્ષા ભાભીને પોતાને સાસરે પહેલી વખત આવેલા જોઈને મંજરી હરખાઈ ઉઠી હતી અને એ તો પહેલી વખત દિક્ષાને મળી હતી એટલે આંખે અશ્રૃધારાની હેલી વરસી પડી હતી. ત્રણેય ભાઈ, બહેન અને ભાભી એકબીજાને ભેટી પડ્યાં હતાં.

રિતરિવાજ મુજબ પહેલાં તો બેડું ઉતારવાની વિધિ કરવામાં આવી હતી. જેમાં મંજરીએ પોતાના પિયરનું ભાઈ-ભાભી લઈને આવેલા પાટણનું પટોળું પહેરીને પાણી ભરેલું બેડું માથે ઊંચકવાનુ હતું અને પાડોશીને ત્યાં પાણીયારે એ બેડું ઉતારવાની પરંપરા હોવાથી દિક્ષા અચરજ રહી ગઈ હતી. કેમકે આવાં સમયે ભારે વસ્તુ ઉપાડવી હિતાવહ નથી. એણે મંજરીને આવું ન કરવાં વિનંતી કરવા લાગી હતી.

એને ચિંતા સતાવતી હતી કે પેટમાં રહેલા બાળકને સમય પહેલાં કોઈ અનહોની ન થાય!! પણ મંજરીએ દિક્ષાને સમજાવતાં કહ્યું હતું,
"ભાભી ચિંતા ન કરો આ બેડું તો ઘણું નાનું છે, કોઈ તકલીફ નહીં પડે. માથે બેડું ઉપાડવા પાછળ અંદર રહેલા બાળકની મજબૂતાઈ વધે છે અને હવે કોઈ ભારે વજનદાર વસ્તુ નહીં ઉંચકીને આ પ્રકારની કોઈજ મહેનત ન પડે એવી પ્રવૃતિમાંથી એક સંકેતાત્મક રીતે સભર્ગા સ્ત્રીને, આવા ભારે કામમાંથી મુક્તિ આપવામાં આવે છે."

બેડું ઉતાર્યા બાદ એ પાડોશીને ઘરેથી પોતાના સાસરના ઘર સુધી કંકુ પગલાં પાડતા આવવાનું હતું, જેમાં ભાભી દિક્ષાએ મંજીના પગની એડી પર પાછળથી પગલે પગલે કંકુ ભરીને પગ પીલતી વખતે દિક્ષા, આનંદ સાથે રોમાંચિત થઈ ઊઠી હતી.

ગણપતિ સામે બેસીને જુની પરંપરાગત રીતરિવાજ મુજબ પૂજન વિધિ કરવામાં આવી અને અન્ય એક રિવાજ મુજબ મંજરીના દિયરે ભાભીને પ્રેમ પૂર્વક લાફો મારવાનો હોય છે. જેમાં આડકતરી રીતે સભર્ગા ભાભીને સુવાવડની કસોટીના સમયે દીયરે સાથ આપવાનું વચન આપવામાં આવે છે. કોઈ અનુભવી ઘરડા બાએ હોંકારો ભણ્યો હતો,

"મંજરી વહુના દિયરને મોકલો કોઈ.. ભાભીને લાફો મારવા!!"


લાફો મારવાની બૂમ પડતાની સાથે જ વિરાજ ચિંતિત થઈને સનસની ગયો હતો, એણે દિક્ષા સામે દ્રષ્ટિ ફેરવી, ત્યારે દિક્ષાએ હાથથી ઇશારો કરીને કહ્યું હતું,

"આ એક પરંપરાગત રીતરિવાજ મુજબની એક વિધિ જ છે. ચિંતા ના કર, અમ્માએ કહ્યું છે." અને એક કવર આપતા એણે વિરાજને કહ્યું હતું,

"આ કવર લાફો મારનાર દિયરને તારે, આપવાનું છે."

અને પ્રેમથી મંજરીએ પણ સામે નાના દિયરને હળવેથી કંકુ વાળા હાથ વડે લાફો માર્યો હતો અને વાતાવરણમાં દિયર ભાભી વચ્ચે હલકી ફુલકી મીઠી લડાઈ થઈ હતી અને ઉપસ્થિત મહેમાનોમાં હાસ્યના ઝરણાં વરસી પડ્યાં હતાં.

સંબધોને કાચની માફક જતન કરવું પડે છે.
કે છુપાવી દર્દ ભીતર, દિલ ગહન કરવું પડે છે.
હું અને તું વચ્ચે અટવાયા વગર તરતી રહી છું
સ્પંદનો ઉઠે છે, અંતરથી મનન કરવું પડે છે.
સામી છાતી લડવું છે થઈ દંભી બાખડવું નથી ને
અહી ઘસીને જાત, ચાહતનું વજન કરવું પડે છે.© રુહાના

આમ મંજરીના સીમંત પ્રસંગમાં આનંદિત વાતાવરણ વચ્ચે માતા-પિતા, ભાઈ-બહેન, પતિ-પત્ની અને દિયર-ભાભી દરેકની વચ્ચે એક લાગણીભર્યો સંવેદનશીલ સેતુ બંધાયો હતો. જેના કારણે મંજરી સુવાવડમાં માનસિક રીતે સાંત્વના સાથે સજ્જતા ધારણ કરી રહી હતી, એ દિક્ષા પણ અનુભવી રહી હતી.

આવી અન્ય વિધિ પૂર્ણ કર્યા બાદ સીમંત પ્રસંગમાં આવેલા મહાનુભાવ વડીલો અને ઘરડાંઓના અનુભવો, આશિર્વાદ દ્વારા મંજરીને આપ્યાં હતાં અને અનુભવ સિદ્ધ કેટલીક પ્રસૂતિને લગતી શિખામણ પણ એમણે મંજરીને આપી હતી. પહેરામણીની વહેંચણી થઈ ગયાં બાદ મંજરીને એના સાસુ-સસરાએ, આશિર્વાદ આપી, 'વેરાસર સુખદ સમાચાર' મોકલવાનું કહી વિદાય આપી હતી.

બીજી તરફ અમ્મા ઘરે મંજરીની કાગડોળે રાહ જોઈને બેસી રહ્યાં હતાં. ને ત્યાં જ ટેક્સીનો હોર્ન વાગ્યો. અમ્માએ વ્યવહારિક રિતરિવાજ મુજબ ઉંબરે મંજરીને પોંખી માથે લોટો ફેરવી નજર ઉતારીને એને ઘરમાં આવકારો આપ્યો હતો. મજૂરીનું સીમંત સુખ શાંતિથી પૂર્ણ થવાનો અમ્માને આનંદ હતો અને બીજી બે ખુશીઓ પણ હતી. એક જ અઠવાડિયામાં 'હરિ સદનને' બારણે બે બે પોંખણા કરવાનો પ્રસંગ ઘટ્યો હતો. વિરાજ અને દિક્ષા વહુના ગૃહ પ્રવેશથી ઘર ખુશીઓની ખુશ્બુથી મહેંકી ઉઠ્યું હતું, ને વળી મંજરીના આવવાથી ઘર હર્યુ ભર્યુ થઈ ગયું હતું. પરંતુ સૌના મનના એક ખૂણે ભારોભાર દુઃખ સતાવી રહ્યું હતું વિરાજ જવાનો હતો એનું.


વિરાજ ભઈલું અને દિક્ષા ભાભીના અમેરિકા જવાની વાત સાંભળી મંજી દુઃખી થઈ ગઈ હતી. એ ખૂબ મનાવવાની કોશિશ કરી રહી હતી, કેમકે એને દિક્ષા ભાભી સાથે રહેવાનો મોકો જ મળ્યો નહોતો, પરંતુ વિરાજે એને સમજાવતા કહ્યું હતું કે,


"અમેરિકન કંપનીનો, પંદર દિવસ પછી ત્યાં પહોંચવાનો ઍપોઇન્ટમેન્ટ લેટર મળી ગયો છે અને પહેલી તારીખે ત્યાં પહોંચી, કંપનીનો ચાર્જ સંભાળવો જરૂરી છે. અમદાવાદ પહોંચી અમેરિકા જવાના જોઈતા પેપર્સ પણ તૈયાર કરવાનાં છે. મંજી હવે ટાઇમ ખૂબ ઓછો રહ્યો છે."

જીવનમાં ઉઠતાં ચઢાવ ઉતારની ઘટમાળ પ્રમાણેના બીબામાં ઢળી જવું એજ અમ્મા પોતાનો ધર્મ માનતાં આવ્યાં હતાં. ઉંમરના અમુક પડાવ પછી સ્વાભાવિક છે દીકરા વિના ફક્ત સ્મૃતિના આધારે જીવવું અઘરું હતું એમના માટે.

વિરાજ અને દિક્ષાને છોડવાનું અમ્માને મનોમન સખત દુઃખ હતું. ધ્રુજતાં હોઠે ભારે હૈયે, વિરાજ અને વહુ દિક્ષાને અમેરિકા જવાની વિદાય આપી હતી.©

ક્રમશઃ વધુ આવતા પ્રકરણ 26 માં સમયનો કાંટો આગળ વધતો ચાલ્યો. અમ્મા પરિસ્થિતિ પ્રમાણે આગળ જીવન વ્યતીત કરવા લાગ્યાં. દસ વર્ષના અંતરાલ બાદ ફરી એજ દિવસો સાથે અમ્માનું અનુસંધાન થયું.

-આરતીસોની ©