Bhul - 11 in Gujarati Horror Stories by Pritesh Vaishnav books and stories PDF | ભૂલ. - 11

Featured Books
Categories
Share

ભૂલ. - 11

[ આગળના પાર્ટમાં બધાને એક સરખું એડ્રેસ મળે છે.બધા મંદિરે મળવાનું નક્કી કરે છે. કવિતાને ઘરેથી હા પાડી દે છે. ]

" બ્રિસા , તારે મારી સાથે આવવાનું છે. " કવિતા બ્રિસાને કોલ કરતા બોલી. " હું તને એ જ કે'વા કોલ કરતી હતી. " બ્રિસા બોલી. " એ બધું પછી. તારે મારી સાથે આવવાનું છે. " કવિતા બોલી. " ક્યાં ? " બ્રિસાએ પૂછ્યું. કવિતાએ બધી કહાની કીધી. " શું ! મારી સાથે પણ એવું જ થયું. " બ્રિસાએ પોતાની કહાની કહી. " હા તો આવી જા મારા ઘરે. મારા મમ્મીને માંડ મનાવ્યાં છે." કવિતા બોલી. " મારે પણ મનાવવા પડશે. હું કામ કરૂં છું. મમ્મીની વાત તારા મમ્મી સાથે કરવી દવ. " બ્રિસા બોલી. "હા એ બરાબર રે' શે. " કવિતા બોલી.

" હેલો ! " કવિતાના મમ્મી કાને મોબાઈલ રાખતા બોલ્યા. "કેમ છે નણંદજી ?" બ્રિસાના મમ્મી બોલ્યા. " સારું. હું તમને જ યાદ કરતી હતી. " કવિતાના મમ્મીએ બધી માહિતી આપી. " હા મને ખબર છે મેં પણ બ્રિસાને પવિત્રા બાંધીને મોકલી છે. " બ્રિસાના મમ્મી બોલ્યા. " સારું. જય શ્રી કૃષ્ણ. " કવિતાના મમ્મી એ કોલ મૂકી દીધો.
*

" મમ્મી હું જાવ છું. " નીલમ બોલી. " ક્યાં જાય છે સવાર સવારમાં ? હજુ તો તું આવી છે હોસ્પિટલેથી. " નિલમના મમ્મી બોલ્યા. " પણ મારે જવું પડશે. " નીલમ બોલી. " અને તું પેલી રિંગનું પૂછતી હતી એનું શું થયું ? " નિલમના મમ્મીએ પૂછ્યું. નિલમે પુરી કહાની કહી. " અને તારે હજુ ત્યાં જવું છે ? " નિલમના મમ્મી ગુસ્સા સાથે બોલ્યા. " નથી જવાનું તારે સમજાયું. " નિલમને રોકતા બોલી. " મારે જવું છે. હું મરતા મરતા બચી અને તું હજુ મને ના પાડે છે. " નીલમ બોલી. " ત્યાં જઈને જાણે તારું ભલું થવાનું હોય જાણે. " નીલમના મમ્મી બોલ્યા. " અને અહીંયા રહીને પણ ક્યાં મારુ ભલું થશે. " નીલમ બોલી. " પણ તું અહીં રહીશ તો હું તારી મદદ કરી શકીશ. ત્યાં તારી મદદ કરવા કોણ આવશે ? " નિલમના મમ્મી બોલ્યા. " ભગવાન આવશે. " નીલમ બોલી. " ના તારે નથી જવાનું. " નીલમના મમ્મી ગુસ્સે થતા બોલ્યા. " ના મારે જવું છે. તું ચાલ મારી સાથે. " નીલમ બોલી. " હું એટલું બધું ના ચાલી શકું. અને તારે પણ નથી જવાનું. " નીલમના મમ્મી નીલમ નું બેગ લેતા બોલ્યા. નીલમ દોડીને પોતાના રૂમમાં ચાલી ગઈ.

*

" આવી ગયો ચાલો. " દીપ બોલ્યો. બધા મંદિરમાં જઈને પ્રાર્થના કરી અને પૂજારીને મળીને બધી વાત કરી. " ત્યાં જવા જેવું નથી. અને ગયું છે તે પાછું નથી આવ્યું. " પુજારીએ કહ્યું. " આ અમે ઘણી વખત સાંભળી લીધું છે. હવે અમે પાછા નથી જવાના. અમે નક્કી કરી લીધું છે." કુશ બોલ્યો. " હા. પણ મારી રોકવાની ફરજ બને છે. " પૂજારી બોલીને અંદર ચાલ્યા ગયા. થોડીવારમાં બહાર આવ્યા. હાથમાં થોડી માળાઓ , બીલી પત્ર અને એક ડબલી હતી. " આ લો. આ માળા પહેરી લો. આનાથી તમને કોઈ ખરાબ શક્તિ સ્પર્શી પણ નઇ શકે. " પૂજારી બોલ્યા. બધાએ માળા ગાળામાં પહેરી લીધી. બધાના હાથમાં એક એક બીલી પત્ર આપ્યું. " આ બીલી પત્ર કાલ સવારની આરતી સુધી જ જીવિત રહેશે. " પૂજારી બોલ્યા. " અને આ છે ભભૂત. તે અહીં કરવામાં આવેલા હવનની છે. તેનાથી કોઈપણ ખરાબ શક્તિનો નાશ થઈ શકે એમ છે." પૂજારી એ ડબલી નિલને આપતા બોલ્યા." ભોળાનાથના આશીર્વાદ તમારી સાથે છે. " પૂજારી બોલ્યા. બધા પૂજારીને પગે લાગીને ત્યાંથી નીકળી ગયા.

" મજા આવી ગઈ. " દીપ બોલ્યા. બધા હસવા લાગ્યા. " હા આ ભાઈને હવે કઈ નઇ થાય એવો મજબૂત થઈ ગયો છે. " કુશ બોલ્યો. "હા તો એકલો જઇ આવે આપણી હવે જરૂર નથી. " નિલ બોલ્યો. " એ ના. જરૂર છે. " દીપ બોલ્યો. બધા હસવા લાગ્યા. " ચાલો જઈએ. " બધા સાઇકલ ચલાવવા લાગ્યા.

*

" આપણે કેવી રીતે જશું ? " કવિતા એ પૂછ્યું. " મારી એક્ટિવા લઈને. " બ્રિસા બોલી. બન્ને એક્ટિવા લઈને નીકળી ગયા. " થોડો નાસ્તો લઈએ. " બ્રિસા બોલી. એક દુકાન પર તે ઉભી રહી અને થોડો નાસ્તો લઈ લીધો. અચાનક ખૂબ ઝડપથી પવન ફૂંકાવા લાગ્યો. બ્રિસાના પગ સાથે કઈક અથડાયું. બ્રિસાએ ઉપાડીને જોયું.

પ્રતિભાવ આપશો.