Premno Kinaro - 7 in Gujarati Love Stories by Chaudhari sandhya books and stories PDF | પ્રેમનો કિનારો - ભાગ-૭

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

પ્રેમનો કિનારો - ભાગ-૭

સવારે મુક્તિ ઉઠીને નાહી ધોઈને ફ્રેશ થઈ. ચા નાસ્તો કરી મોબાઈલ લીધો. મોબાઈલમાં જોયું તો લવ નો Good morning નો મેસેજ હતો.
ત્યાં જ બીજો મેસેજ આવ્યો "સમય અને સ્થળ તો કહ્યા પણ ક્યા દિવસે આવવાનું તે તો કહ્યું જ નહિ."

ચાહત:- "તમે જ્યારે પણ ફ્રી હોવ ત્યારે આવી શકો છો. કારણ કે દરરોજ સાંજે હું દરિયાકિનારે જ જાઉં છું..."

લવ:- "ઑકે આજે સાંજે હું આવીશ..."

ચાહત:- "ઑકે..."

મુક્તિ અને કૃતિકા કૉલેજ પહોંચે છે. અનુરાગ અને એનું ગ્રુપ રિહર્સલ રૂમમાં બેઠા હતા.
મુક્તિ અને કૃતિકા રિહર્સલ હૉલમાં આવે છે.

કૃતિકા:- "Hi guys good morning..."

બધા Hi કહે છે.

મુક્તિ:- "What's up guys..."

અનુરાગ થોડે દૂર બેઠો હતો.

પછી "hi hoty..." કહેતી મુક્તિ અનુરાગ પાસે બેસે છે.

અનુરાગ:- "Hi mukti How are you?"

મુક્તિ:- "Fine..."

અનુરાગ:- "મુક્તિ હવે આપણી વચ્ચે કોઈ ઈસ્યું નથી. Right?"

મુક્તિ:- "હા હવે આપણી વચ્ચે કોઈ ઈસ્યું નથી."

અનુરાગ:- "તો તારો મોબાઈલ નંબર આપ."

મુક્તિ:- "મારો મોબાઈલ નંબર શું કરવા જોઈએ છીએ?"

અનુરાગ:- "બસ એમજ વાત કરવા...ચેટ કરવા..."

મુક્તિ:- "Sorry અનુરાગ...પણ હું તને નંબર ન આપી શકું. જો તું કંઈ ગેરસમજ ન કરતો."

અનુરાગ:- "ઑકે ફાઈન...તારો મોબાઈલ નંબર નથી જોઈતો. પણ એક વાત કહું..."

મુક્તિ:-"બોલ..."

"તારા નખરાં તો બહુ મોંઘા છે. એક મોબાઈલ નંબર આપવામાં તે કેટલા નખરાં કર્યા. તું કંઈક વધારે જ જીદ્દી છે. હું તો એ વિચારું છું કે તારો બોયફ્રેન્ડ બનશે તેની શું હાલત થશે." એમ કહી અનુરાગ હસી પડ્યો.

મુક્તિ પણ એની વાત સાંભળી હસી પડી.

સાંજે મુક્તિ દરિયાકિનારે બેસી ક્ષિતિજને જોઈ રહે છે.

અનુરાગ:- "Hey mukti...પણ તું અહીં શું કરે છે? એ પણ આમ એકલી..."

મુક્તિ:- "કેમ એકલીને ન આવી શકાય..."

અનુરાગ:- "તું બધી યુવતીઓ કરતા અલગ છે."

મુક્તિ:- "નહિ હું બધી યુવતીઓ જેવી જ છું...
પણ તું અહીં? ગઈકાલે પણ અહીં હતો. આજે પણ અહીં. આજે સવારે મારો મોબાઈલ નંબર માંગ્યો. ક્યાંક તું મારો પીછો તો નથી કરતો."

અનુરાગ:- "હું અહીં કોઈને મળવા આવ્યો હતો પણ તું મળી ગઈ. સારું થયું કે મને તારી કંપની મળી ગઈ."

મુક્તિ:- "કોને મળવા આવ્યો છે?"

અનુરાગ:- "છે એક છોકરી."

મુક્તિ:- "Coincident...actually હું પણ અહીં એક યુવકને મળવા આવી છું...હું એને ફોન કરી લઉં."

અનુરાગ:- "ઑકે..."

મુક્તિ ફોન કરે છે ત્યારે મુક્તિની સ્ક્રીન પર અનુરાગે "Love" નામ જોયું.

અનુરાગ:- "ઑહ તો તે Boyfriend પણ બનાવી લીધો."

અનુરાગ પર કોઈ અજાણ્યા નંબરથી ફોન આવે છે. અનુરાગ ફોન રિસીવ કરે છે.

મુક્તિ:- "હેલો...લવ..."

અનુરાગ:- "હેલો...મિસ ચાહત..."

અનુરાગે ચાહતનું અને મુક્તિએ લવનું નામ લીધુ એટલે બંને એકબીજાને જોઈ રહ્યા.
અનુરાગે ફોન કટ કરી ફરી એ જ ફોન લગાવ્યો. મુક્તિ મોબાઈલની સ્ક્રીન પર "Love" નામ જોયું.

અનુરાગ:- "ઑહ તો તું છે ચાહત..."

"Bye Mr.love..." એમ કહી મુક્તિ ચાલવા લાગે છે.

અનુરાગ મુક્તિની પાછળ પાછળ જાય છે.

અનુરાગ:- "Listen mukti થોડી વાર તો રોકાઈ જા."

મુક્તિ:- "રોકાઈ જતે. જો તારી જગ્યાએ બીજુ કોઈ હોત તો. મને તો ખબર જ નહોતી કે તું જ લવ છે."

અનુરાગ:- "મને પણ ક્યાં ખબર હતી કે તું જ ચાહત છે."

મુક્તિ:- "હવે તો ખબર પડી ગઈ ને?"

અનુરાગ:- "સાંભળ તો ખરી...આપણી પહેલી અને છેલ્લી મુલાકાત છે તો તું આ રીતે ન જઈ શકે. "

મુક્તિ:- "અનુરાગ મને જરા પણ અણસાર આવતે કે તું જ લવ છે તો હું ક્યારેય તને મળવા ન આવતે."

અનુરાગ:- "છેલ્લી મુલાકાત છે તો થોડીવાર તો રોકાઈ જા...પ્લીઝ...પ્લીઝ..."

મુક્તિ:- "મારે ઘરે જવું છે. Bye..."

અનુરાગ:- "હું ઘરે સુધી મૂકી જાવ છું."

મુક્તિ:- "It's ok અનુરાગ...હું મારી મેળે જતી રહીશ..."

અનુરાગ:- "ના મે કહ્યું ને કે હું મૂકવા આવું છું..."

મુક્તિ:- "ઑકે..."

અનુરાગ મુક્તિને ઘરે મૂકવા જાય છે.
બંને મુક્તિના ઘરે પહોંચે છે.

અનુરાગ હસી રહ્યો હતો.

મુક્તિ:- "કેમ હસે છે?"

અનુરાગ:- "કંઈ નહિ...એમજ એક વાત યાદ આવી ગઈ."

મુક્તિ:- "કંઈ વાત યાદ આવી."

અનુરાગ:- "આજે સવારે મને તારો મોબાઈલ નંબર આપી દેવો જોઈતો હતો."

મુક્તિ:- "બસ હો બહુ હસી લીધું...Bye..."

અનુરાગ:- "કેમ Bye? અરે યાર ઘરે તો ઈન્વાઈટ કર..."

મુક્તિ:- "ઘરે કોઈ નથી...તો તું જઈ શકે છે."

અનુરાગ:- "great..."

મુક્તિની પાછળ પાછળ અનુરાગ પણ આવે છે.

મુક્તિ:- "અનુરાગ જવાનું શું લઈશ..."

અનુરાગ:- "બહુ ભૂખ લાગી છે."

મુક્તિ:- "Wait હું કંઈક ખાવાનું લઈ આવુ છું...ખાઈ લીધા પછી તરત જ જતો રહેજે."

અનુરાગ:- "જતો જ રહીશ પણ પહેલા પેટ પૂજા તો કરવા દે."

મુક્તિ રસોડામાં જાય છે. અનુરાગ પણ મુક્તિની પાછળ જાય છે.

અનુરાગ:- "શું બનાવે છે?"

મુક્તિ:- "નૂડલ્સ..."

અનુરાગ:- "તને બનાવતા આવડે છે?"

મુક્તિ અનુરાગ તરફ જોય છે.

અનુરાગ:- "તને જોઈને લાગતું નથી કે તને પાણી ઉકાળતા પણ આવડતું હોય."

મુક્તિ:- "થઈ ગયું તારું...ડિસ્ટર્બ ન કર મને."

મુક્તિએ નૂડલ્સ બનાવી દીધુ અને અનુરાગને આપ્યું.

અનુરાગ:- "Wow! મુક્તિ કહેવું પડે હો. ખૂબ ટેસ્ટી છે."

મુક્તિ:- "ચા ભાવશે તને?"

અનુરાગ:- "હા હા જરૂર...કેમ નહિ?"

મુક્તિ ચા બનાવે છે. ચાના મગ લઈ બંને બહાર લૉનમાં બેસે છે.

અનુરાગ:- "Wow! ચા પણ સારી બનાવી લે છે તું."

મુક્તિ:- "મમ્મી તો એમ જ જાણે છે કે મને ખાવાનું બનાવતા નથી આવડતું."

અનુરાગ:- "મને એક વાત સમજમાં ન આવી."

મુક્તિ:- "કંઈ વાત?"

અનુરાગ:- "ઘણાંને ઘણાં બધા શોખ હોય છે. પણ તારા તો શોખ પણ ડિફરન્ટ છે. છુપાવવાનો શોખ..."

મુક્તિ અને અનુરાગ ઘણાં સમય સુધી વાતો કરતા રહ્યા.

ક્રમશઃ