Devil Return-2.0 - 25 in Gujarati Horror Stories by Jatin.R.patel books and stories PDF | ડેવિલ રિટર્ન-2.0 - 25

Featured Books
Categories
Share

ડેવિલ રિટર્ન-2.0 - 25

ડેવિલ રિટર્ન-2.0

25

પોતાનાં પુત્ર અભિમન્યુને વેમ્પયરોની ચુંગાલમાંથી છોડાવવાની તરકીબ શોધવા અર્જુન ફાધર વિલિયમને મળે છે. ફાધર અર્જુનને વુલ્ફ બનાવવાની વાત કરે છે જે બહુ ખતરનાક હોવાનું પણ ફાધર જણાવે છે. આખરે અર્જુનને વરૂમાનવ બનાવવાની વિધિ પૂર્ણ થાય છે.. મનુષ્યમાંથી વરુ બનેલો અર્જુન ફાધર વિલિયમની રજા લઈ દરિયા તરફ ચાલી નીકળે છે.

મોટી-મોટી ફલાંગો ભરતો અર્જુન ગુસ્સામાં દરિયા તરફ આગળ વધ્યો એ સાથે જ અર્જુનનાં ખાસ મિત્ર સમાન નાયકે પોતાનાં અન્ય સાથી પોલીસ કર્મચારીઓને ઉદ્દેશીને કહ્યું.

"એસીપી સાહેબે અત્યાર સુધી આપણાં બધાં માટે અને આ શહેરનાં લોકો માટે જે કંઈપણ કર્યું છે એનું ઋણ ચૂકવવું અશક્ય છે.. છતાં આજે આપણે બધાં મળીને એવું કંઈક કરીએ જે એમનું ઋણ થોડું તો થોડું ઉતારી શકે. "

આટલું કહી નાયકે જાની, વાઘેલા, અબ્દુલ અને અશોકને ઉદ્દેશીને એક યોજના કહી સંભળાવી.. એ લોકોએ પણ નાયકની દરેક વાતમાં એનો સાથ આપવાની તૈયારી બતાવી.

એ લોકોનો સાથ મળતાં નાયકે ફટાફટ પોતાની યોજના અમલમાં મુકવાનું નક્કી કરી ફાધર વિલિયમ અને બધાં પોલીસકર્મીઓને જીપમાં બેસવા જણાવ્યું અને જીપને ચર્ચ તરફ દોડાવી મુકી.

*****

અર્જુન પોતાનાં પુત્રને કોઈપણ ભોગે બચાવવા આવશે જરૂર એ જાણતો ક્રિસ અને એની બંને બહેનો ઈવ અને ટ્રીસા એ વાતથી અજાણ હતાં કે અર્જુન ત્યાં આવી તો રહ્યો હતો પણ એ હવે મનુષ્ય નહીં પણ એમની જેમ એક શૈતાન બની ચુક્યો હતો.

જેમ ગુજરાતીમાં કહેવત છે કે લોખંડને કાપવા લોખંડ વપરાય એમ જ આજે શૈતાની શક્તિઓની સામે ટક્કર લેવાં અર્જુન એક શૈતાન બની ચુક્યો હતો.. હા એ વાત અલગ હતી કે આમ કરવાં પાછળ અર્જુનની મજબૂરી હતી.

"ક્રિસ, તને લાગે છે કે અર્જુન આવશે.. ?"જહાજનાં તૂતક પર ઉભેલાં ક્રિસ ને ઉદ્દેશીને ઈવ બોલી.

"હા, એ અર્જુનને અહીં આવવું જ પડશે પોતાનાં પુત્રને બચાવવા. આ જહાજ આપણો અભેદ્ય કિલ્લો છે જ્યાં આપણી શક્તિઓ બમણી થઈ જાય છે માટે અહીં અર્જુન અને એની ટીમનાં સભ્યો આવશે જરૂર પણ પાછાં નહીં જઈ શકે. "ચહેરા પર ક્રૂર સ્મિત સાથે ક્રિસ બોલ્યો.

"તો પછી એનાં આ દીકરાનું શું કરીશું.. ?"તૂતક પર બેહોશ પડેલાં અર્જુનનાં દીકરા અભિમન્યુ તરફ જોઈ ટ્રીસા બોલી.

"અત્યારે એને કંઈ નથી કરવું.. સમય આવે આ છોકરો અર્જુનને ફસાવવાની જાળ સાબિત થવાનો.. તું આને લઈ જઈ જહાજની અંદર બંધ કરી દે.. પછી વિચારીશું આનું શું કરવું.. "ટ્રીસા ને ઉદ્દેશી ક્રિસ આમ બોલ્યો એ સાથે જ ટ્રીસા એ અભિમન્યુને ગોદમાં લીધો અને જહાજનાં ભંડકીયાંમાં મુકી આવી.

અર્જુન એનાં સાથી કર્મચારીઓ સાથે અવશ્ય પોતાનાં દીકરાને બચાવવા ટૂંક સમયમાં આવતો જ હશે એમ વિચારી ક્રિસ, ઈવ અને ટ્રીસા જહાજનાં તૂતક પર દરિયાકિનારા તરફ નજર કરી ઉભાં રહી ગયાં. રાત જેમ-જેમ ધીરે-ધીરે વધુ ઘેરી બનતી જતી હતી એમ-એમ અર્જુનની રાહ જોઇને ઉભેલો ક્રિસ વધુ અકળામણ અનુભવી રહ્યો હતો.

અચાનક જહાજ પર કોઈ ભારે વસ્તુ પડવાનાં અવાજે ક્રિસ, ઈવ અને ટ્રીસાનું ધ્યાન એ તરફ ખેંચ્યું.

"ભાઈ, ત્યાં પાછળ કોઈક છે.. ?"તૂતક પર બનેલી કેબિનનાં પાછળ નાં ભાગ તરફ આંગળી કરતાં ટ્રીસા બોલી.

"ચલો ત્યાં જઈને ચેક કરીએ.. "ક્રિસ પોતાની બંને બહેનો તરફ જોઈ બોલ્યો.

ક્રિસની સાથે ઈવ અને ટ્રીસા જે તરફથી અવાજ આવ્યો હતો એ તરફ ચાલી નીકળ્યાં.. કેબિનની પાછળનાં ભાગ તરફ એ લોકોએ જઈને જોયું તો ત્યાં તૂતક પર એક જગ્યાએ લગાવેલાં લાકડાંનાં પાટિયા તૂટીને બેસી ગયાં હતાં. જાણે કોઈ વજનદાર વસ્તુ ખૂબ જોરથી ત્યાં અથડાઈ હોય એવું જોતાં જ લાગી રહ્યું હતું.

"ક્રિસ, અહીંયા કંઈપણ દેખાતું નથી તો પછી આવું કઈ રીતે થયું.. ?"ઈવે આજુબાજુ નજર ઘુમાવતાં કહ્યું.

ક્રિસને પણ આ દ્રશ્ય વિચિત્ર લાગી રહ્યું હતું કે અહીં કોઈ વસ્તુ જોરથી પડવાની નિશાની તો છે પણ એવી કોઈ વસ્તુ ત્યાં નજરે કેમ નથી પડી રહી.. ?નક્કી કંઈક તો એવું બન્યું હતું જે ક્રિસની સમજશક્તિથી ઉપર હતું એ સમજી ચુકેલાં ક્રિસે પોતાની બંને બહેનોને વધુ સાવધ રહેવાં જણાવી દીધું.

"ચાલો, આગળ જઈએ.. "ક્રિસ આટલું કહી તૂતકનાં આગળનાં ભાગ તરફ જવાં જતો હતો ત્યાં એની નજર તૂતક પર પડતાં એક પડછાયા પર પડી. આ પડછાયો કોઈ વિશાળકાય માનવાકૃતિ સમાન ભાસતો હતો. કેબિન પર કોઈ ઉભું હોવાનું સમજી ચુકેલાં ક્રિસે ઈવ અને ટ્રીસાની તરફ જોઈ આંખોનાં ઈશારામાં જ એ પડછાયો જોવાં જણાવ્યું.

ટ્રીસા અને ઈવે પણ જેવો જ એ પડછાયો જોયો એ સાથે જ તેઓ ચમકી ઉઠયાં.. કોઈ અચાનક આ રીતે એમનાં અભેદ્ય કિલ્લા સમાન જહાજ પર આવી ચડે એ એમનાં માટે આંચકાજનક બાબત હતી.

ક્રિસ, ઈવ અને ટ્રીસા જેમ-જેમ જહાજનાં તૂતકની આગળની તરફ વધી રહ્યાં હતાં એમ-એમ કેબિન પર મોજુદ પડછાયો એ લોકોની તરફ ચહેરો ઘુમાવી રહ્યો હતો. એ પડછાયો જેનો હતો એ વરૂમાનવ બનેલો અર્જુન હતો.. હવે અર્જુને ક્રિસ પર હુમલો કરવાનું મન બનાવી લીધું અને જોરદાર ત્રાડ સાથે ક્રિસ, ઈવ અને ટ્રીસા પર કૂદકો લગાવી દીધો.

ક્રિસ, ઈવ અને ટ્રીસાનું ધ્યાન અર્જુનનાં તૂતક પર પડતાં પડછાયા પર કાયમ હોવાથી એ ત્રણેય અર્જુનનાં એ લોકોની ઉપર કૂદકો લગાવતાં જ એક તરફ ખસી ગયાં જેનાં લીધે અર્જુન જોરથી જહાજની ઉપર પછડાયો.

પોતાનો પહેલો હુમલો વિફળ જતાં વરૂમાનવ બનેલો અર્જુન છંછેડાઈ ગયો અને ક્રોધથી ચિલ્લાવા લાગ્યો.. પોતાની સામે મોજુદ વરૂમાનવ ને જોઈ ક્રિસ, ઈવ અને ટ્રીસા આભા બની ગયાં. એ લોકોનાં પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ હોય એવું એમનાં ભાવ દર્શાવી રહ્યાં હતાં.

પોતાનાં જહાજ પર હોવાં છતાં પોતાની સમક્ષ મોજુદ વરૂમાનવને જોતાંવેંત જ ક્રિસ, ઈવ અને ટ્રીસા ડર અનુભવવા લાગ્યાં જે સાફ દર્શાવતું હતું કે ફાધર વિલિયમે કેમ અર્જુનને વરૂમાનવ બનાવ્યો હતો.

"ક્રિસ, એક હ્યુમનવુલ્ફ અહીંયા કેવી રીતે.. ?"ઈવે ક્રિસની તરફ જોઈ ડરતાં-ડરતાં કહ્યું.

"મને નથી ખબર આ અહીં કેવી રીતે આવ્યો.. પણ એક વાત નક્કી છે કે આ આપણાં માટે કોઈ સારી ખબર લઈને તો નથી જ આવ્યો.. આમ પણ આ વરુઓને વર્ષોથી આપણી પ્રજાતી જોડે અકારણ દુશ્મની છે અને દરેક લડાઈમાં એમનો હાથ આપણાંથી ઉપર જ રહ્યો છે. "ક્રિસ બોલ્યો.

ક્રિસ આગળ બોલે એ પહેલાં તો અર્જુને ગગનભેદી ત્રાડ નાંખી ક્રિસ પર કૂદકો લગાવી દીધો.. અર્જુનનાં શરીરનું વજન એટલું વધુ હતું કે અર્જુનનાં અથડાતાંની સાથે જ ક્રિસ દૂર પટકાયો. નીચે પડેલાં ક્રિસની તરફ વરૂમાનવ બનેલો અર્જુન આગળ વધી રહ્યો હતો એ જોઈ ઈવ અને ટ્રીસા પોતાનાં ભાઈ ક્રિસની વ્હારે આવી.

આખરે વરૂમાનવ બનેલાં અર્જુન અને વેમ્પાયર પરિવારનાં બચેલાં ત્રણેય સભ્યો વચ્ચે ચાંદનીનાં આછા પ્રકાશમાં જહાજનાં તૂતક પર ભારે ઘમાસાણ મચી. રાત્રીનાં અંધકાર અને અર્જુનનાં બદલાયેલાં દેખાવનાં લીધે ક્રિસ, ઈવ કે ટ્રીસા એ સમજી ના શક્યાં કે એમનો કાળ બનીને ત્યાં આવેલો વરૂમાનવ બીજું કોઈ નહીં પણ પોતાનાં પુત્ર અભિમન્યુને બચાવવા આવેલો અર્જુન છે.

ઈવ, ટ્રીસા અને ક્રિસ પોતાનાં ધારદાર દાંત અને નહોરથી ઘણીવાર અર્જુનને ઇજાગ્રસ્ત કરવામાં સફળ થયાં પણ અર્જુન હવે સામાન્ય મનુષ્ય મટીને વરૂમાનવ બની ગયો હોવાથી એને આ લોકોની અપાયેલી ઈજાઓ સામાન્ય લાગી રહી હતી. લગભગ અડધો-પોણો કલાક સુધી વેમ્પાયર પરિવાર અને વુલ્ફ બનેલાં અર્જુન વચ્ચે ભીક્ષણ ઘમાસાણ ચાલતું રહ્યું.

આ ઘમાસાણનાં લીધે થોડાં સમયમાં તો ત્રણેય વેમ્પાયર ભાઈ-બહેનો અને અર્જુન હાંફવા લાગ્યાં.. એ લોકોનાં બમણી ગતિમાં ચાલતાં શ્વાસોશ્વાસ અને જહાજનાં તૂતક પર ઠેર-ઠેર ઉખડી ચુકેલાં પાટિયા એ દર્શાવી રહ્યાં હતાં કે એ લોકો વચ્ચે એક જોરદાર કાંટાની ટક્કર થઈ છે.

જહાજ પર હોવાથી વેમ્પયરોની શૈતાની શક્તિઓ બમણી હોવાં છતાં આજે વરૂમાનવ બનેલાં અર્જુન આગળ એમની એક નહોતી ચાલી રહી.. ઈવ નો કોણીથી ભાંગી ચુકેલો જમણો હાથ એ દર્શાવી રહ્યો હતો કે વરૂમાનવ દ્વારા એ લોકોને મળતી ઈજાઓ એમની એમ જ કાયમ રહે છે. ક્રિસ ને પણ કપાળનાં ભાગમાં સારું એવું વાગ્યું હતું જેમાંથી લોહી વહી રહ્યું હતું.

ક્રિસ, ઈવ અને ટ્રીસા એ વાત સમજી ચુક્યાં હતાં કે એમની સામે ઉભેલો આ હ્યુમન વુલ્ફ એ લોકોનો કાળ બનીને આવ્યો છે.. વરૂમાનવ બનેલાં અર્જુનની અસલી ઓળખથી અજાણ વેમ્પાયર ભાઈ-બહેનો પોતાની જાતને નિઃસહાય મહેસુસ કરી રહ્યાં હતાં ત્યાં ટ્રીસાનાં હાથમાં કંઈક આવ્યું. એ વસ્તુ એક નેમ્પ્લેટ હતી જે પોલીસ યુનિફોર્મ પર લગાવવામાં આવે છે. અર્જુનનાં ચીંથરેહાલ કપડાં પરથી એ સમજી ના શકાયું કે એ કોઈ પોલીસકર્મી હશે પણ એનાં નામની નેમ્પ્લેટ હાથમાં આવતાં ટ્રીસા ચમકી ગઈ.

ટ્રીસાનાં ચહેરા પર ઉપસી આવેલું આશ્ચર્ય જોઈ ક્રિસ અને ઈવ ને નવાઈ લાગી.. ઈવ જ્યારે અર્જુન સાથે લડાઈમાં વ્યસ્ત હતી ત્યારે ક્રિસે ટેલીપથી વડે ટ્રીસા જોડે સંપર્ક સાધી એનાં હાથમાં શું છે એવો સવાલ કર્યો.. જવાબમાં ટ્રીસાએ વરૂમાનવ બનેલો વ્યક્તિ અર્જુન હોવાની જાણકારી આપતાં ક્રિસનું શૈતાની દિમાગ હરકતમાં આવી ગયું . ક્રિસે ટ્રીસા ને કંઈક સૂચન કર્યું અને પોતે પછી અર્જુન સામે લડતી ઈવ ની મદદે પહોંચી ગયો.

વધતાં સમયની સાથે અર્જુન ક્રિસ અને ઈવ માટે વધુ બળવાન સાબિત થઈ રહ્યો હતો.. ઈવ તો એકવાર દરિયામાં પડતાં માંડ-માંડ બચી હતી. ક્રિસ પણ હવે અર્જુનનાં મજબૂત હાથની પકડમાં સપડાઈ ચુક્યો હતો. અર્જુનનાં હાથની મજબૂત પકડ ધીરે-ધીરે ક્રિસનો શ્વાસ રોકી રહી હતી.

ક્રિસને હવે પોતાની મોત નજીક લાગી રહી હતી ત્યાં અચાનક અર્જુનનાં કાને એક અવાજ પડ્યો જેનાં લીધે એને ક્રિસને છોડી દીધો.

"પપ્પા.. "અભિમન્યુનાં આ શબ્દો સાંભળતાં જ અર્જુનનો ગુસ્સો ઓગળી ગયો અને એ જડવત ઉભો રહી પોતાનાં પુત્રનો અવાજ જે દિશામાંથી આવ્યો હતો એ તરફ જોવાં લાગ્યો.

******

વધુ આવતાં ભાગમાં.

અર્જુન હવે આગળ શું કરશે. ?નાયકની યોજના શું હતી. ?વેમ્પાયર પરિવારનાં બચેલાં લોકો સાથે શું થશે.. ?વેમ્પાયર પરિવારનાં આક્રમણથી અર્જુન કઈ રીતે શહેરનાં લોકોને બચાવશે.. ?અર્જુન કઈ રીતે અભિમન્યુને બચાવશે.. ?આગામી સમય શું નવું રહસ્ય લઈને આવવાનો હતો.. ?આવાં જ સવાલો નાં જવાબ માટે વાંચતાં રહો આ રહસ્યમય હોરર સસ્પેન્સ નોવેલનો ભાગ.

તમે આ નોવેલ અંગે તમારાં કિંમતી અભિપ્રાય મને મારાં whatsup નંબર 8733097096 પર પહોંચાડી શકો છો.. આ સિવાય તમે ફેસબુક પર author jatin patel અને ઈન્સ્ટાગ્રામ પર jatiin_the_star સર્ચ કરી મને રિકવેસ્ટ મોકલાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોત ની સફર અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

પ્રેમ-અગન

મર્ડર એટ રિવરફ્રન્ટ

The ring

~જતીન. આર. પટેલ (શિવાય)

***