Ajnabi Humsafar - 3 in Gujarati Love Stories by Dipika Kakadiya books and stories PDF | અજનબી હમસફર - ૩

Featured Books
  • નિતુ - પ્રકરણ 70

    નિતુ માટે જન્મેલ નવીનનું નાનકડું આકર્ષણ દિવસેને દિવસે પ્રબળ...

  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

Categories
Share

અજનબી હમસફર - ૩

દિયા પોતાના વિચારોમાં જ હતી ત્યાં રાકેશે એને પૂછ્યું ,"આજે તને પોસ્ટિંગ મળવાનું છે તો તું કયો તાલુકો પ્રિફર કરે છે?
દિયા એ કહ્યું," મને તો કોઈ પણ ચાલે પણ પપ્પાએ કહ્યું છે કે જ્યાંથી ટ્રાન્સપોર્ટેશન સારું પડે અને રહેવા માટે પણ વ્યવસ્થિત હોય એ તાલુકો હોય તો સારું"
"બરાબર ",રાકેશ કહ્યું
"તારે આજે લેટ થશે નહીં "દિયા ઍ રાકેશ ને પૂછ્યું .
"અરે ના ના એવું કશું નથી થવાનું કારણ કે હું વિચારું છું કે આમોદ જઈ આવુ
"ત્યાં કેમ"? દિયાએ પૂછ્યું
કેમકે જંબુસરમા રહેવાની સુવિધા નથી અને આમોદ ત્યાંથી નજીક થાય છે એટલે ત્યાં રહેવા માટે ફેસીલીટી પણ સારી છે. તારે જંબુસર ના આવે તો સારું કેમ કે ત્યાં ખાવું-પીવું રહેવું ,ફરવું થોડું અઘરું છે ..એ મને નથી ફાવતું..તારે આમોદ, ભરૂચ કે અંકલેશ્વર એવો કોઈ તાલુકો આવે તો સારું ."રાકેશે તેની વાત પૂરી કરી.
દિયા એ કહ્યુ "હા હું પણ એ જ છું ઇચ્છું છું કેમકે અપડાઉન તો પોસીબલ નથી એટલે અહીં જ રહેવું પડશે એટલે કોઈ સારો તાલુકો આવે તો રહેવામાં સારું પડે"

વાત કરતા કરતા દિયાની નજર બારી બહાર ગઈ. બારીમાંથી સુંદર તાપી નદી દેખાઈ રહી હતી. દિયા એક નજરે નદીની સુંદરતા નિહાળી રહી હતી અને કંઈક વિચારવા લાગી .
રાકેશે તેને આમ ખોવાયેલી જોઈ પૂછ્યું ,"શું વિચારે છે ,ક્યાં ખોવાઈ ગઈ ?
"કંઈ નહી ..બસ આ બહારનું દૃશ્ય જોવું છું કેટલુ સુંદર છે ને ..મને કુદરતી વાતાવરણ ખૂબ જ ગમે ..
રાકેશે કહ્યું , "હા ખરેખર સુંદર છે ..તુ ક્યારેક મારા ઘરે આવજે .મારુ ઘર આવા જ વાતાવરણની વચ્ચે છે.કદાચ તને ગમશે
" હા ચોક્કસ ક્યારેક મોકો મળશે તો જરૂર આવીશ"દિયા એ કહ્યું
" અરે એમાં મોકો શુ શોધવાનો આવી જવાનું .ક્યારેક મારી સાથે આવી જજે હું લઈ જઈશ તને"
" હા બાબા ચોક્કસ આવીશ બસ ..તારા લગ્નમાં "એમ કહી દિયા હસવા લાગી
અરે યાર તારે મારા ઘરે ક્યારેય આવું જ નથી ?
કેમ? દિયા એ પૂછ્યું
કેમ કે મારે લગ્ન જ નથી કરવા એમ કહી રાકેશ હસવા લાગ્યો.
રાકેશ ની વાત સાંભળી બંને હસવા લાગ્યા
હસતા હસતા દિયા એ પૂછ્યું ,"રાકેશ તુ તો સુરત ઘણી વાર આવ્યો હશે ને સુરતમાં શું ગમે તને મતલબ કે કઈ વસ્તુ સારી લાગી ?"
રાકેશ થોડીવાર દિયા સામે જોઈ વિચારવા લાગ્યો" મને તો અત્યારે ફક્ત તારા કાનના ઝૂમખા સારા લાગે એની સામે બધુ ફીક્કુ લાગે છે" રાકેશ પોતાના વિચારો ખંખેરી મજાક કરતા બોલ્યો ,"મને તો સુરત ની છોકરીઓ ખૂબ જ સારી લાગી"
" અચ્છા બચ્ચુ ફ્લર્ટ કરે છે"
" ના ના મજાક કરું છું, પણ સાચું કહુ દિયા સુરત સીટી સારૂ છે અને મને ખાવાનો ખૂબ જ શોખ છે જે સુરતમાં ખુબ સારી રીતે પૂરો થાય છે."રાકેશ એ કહ્યું
" અરે ખાવા ઉપરથી યાદ આવ્યું હું તારા માટે કંઈક લાવી છું"
શું છે ? રાકેશે ઉત્સાહિત થઈ પૂછ્યું
" દુધીનો હલવો અને ઢોકળા "મેં સ્પેશિયલી બે અલગ અલગ ટિફિન ભર્યા એક તારું અને એક મારૂ
" ઓહ.. વાવ.. મારા ફેવરેટ ઢોકળા ! મજા આવશે આજે તો" રાકેશ એ કહ્યું
પોતાની બેગમાંથી એક ટિફિન બોક્સ કાઢી રાકેશને આપ્યું
રાકેશ હાથમાં લેતા જ ખુશ થઈ ગયો અને કહ્યું," થેન્ક યુ.. થેન્ક યુ સો મચ.. તને ખબર નથી મને ઢોકળા કેટલા ભાવે છે ..આજે તો મજા પડવાની છે લંચમાં"
"અરે એમાં થેન્ક્યુ શું કહેવાનું તે જે મારા માટે કર્યું છે એની સામે તો આ કઈ નથી.. ખરેખર ..કાલ માટે થેન્ક્યુ મારે તને કહેવું જોઈએ. તુ ખૂબ જ કેરિંગ છે. ખૂબ જ નસીબદાર હશે જે તારી જીવન સંગીની બનશે."

અરે મારે આ ઉપાધિમાં નથી પડવું, આપણે તો એકલા જ સારા"
કેમ તને છોકરીઓ ની એલર્જી છે? દિયા એ પૂછ્યું
ના.. કોઈ એલર્જી નથી પણ અત્યારની છોકરીઓને ફક્ત પૈસાવાળા છોકરાઓ ગમે. અત્યાર ની છોકરીઓ પૈસાને પ્રેમ કરે વ્યક્તિના દિલને નહિ એટલે જ્યારે મને એવી છોકરી મળશે કે જેને મારા પૈસા નહીં પરંતુ મારા વિચારો અને મારી લાગણી સાથે મતલબ હોય ત્યારે હું લગ્ન કરી લઈશ.
વાતો વાતોમાં ભરૂચ આવી ગયું બસ સ્ટોપ પર બસ ઉભી રહેતા દિયા બસમાંથી નીચે ઉતરવા લાગી અને રાકેશને બાઈ કહ્યું
રાકેશ પણ દિયા ને બાઈ કહ્યું અને કહ્યું કે "તને પોસ્ટિંગ મળી જાય એટલે મને ફોન કરી દેજે અને કઈ ટેન્શન ના લેતી .ઓલ ધ બેસ્ટ."
"થેન્ક્સ.. હા હું તરત જ ફોન કરીશ અને તું પણ હલવો અને ઢોકળા ખાઈ લેજે" દિયા એ કહ્યું
બસ સ્ટોપ પરથી નીકળી ગયા દિયા કલેકટર ઓફિસ તરફ ચાલવા લાગી અને પોતાની ઓફિસ પહોંચી. પોતાની ટેબલ પર બેઠી .તેની સાથે તેની કલીગ નયના બેઠી હતી તેને હાઈ કહ્યું નયના એ પણ સ્માઈલ આપીને દિયા ને હાઈ કહ્યું અને પૂછ્યું" શું થયું તારા પોસ્ટિંગ નુ? કાલે ન મળ્યું?"
દિયા એ કહ્યું "ના.. આજે આપવાના છે "
"આ લોકો આવું જ કરે મારૂ પણ આવું જ કરેલું "નયના એ પોતાનો બળાપો કાઢતા કહ્યુ અને બંને કામમાં લાગી ગયા લગભગ અડધો કલાક ગયો હશે ત્યાં પ્યુન આવીને દિયા નું નામ બોલ્યો અને કહ્યું "તમને કલેકટર સાહેબ બોલાવે છે "
દિયા ખુશ થતા બોલી," આવું છું" અને ફટાફટ કલેકટર ઓફિસ તરફ જવા લાગી .
કલેકટર ઓફિસના દરવાજે ઊભા રહીને અંદર આવવાની પરમિશન માંગી
કલેકટરે માથું હલાવીને પરમિશન આપી દિયા કલેકટર ની સામે ટેબલ પાસે ઉભી રહી ગઈ
કલેક્ટરે તેની સામે એક કાગળ આપ્યો અને કહ્યું તમને આમોદ તાલુકામાં મામલતદાર કચેરીમાં ક્લાર્કનુ પોસ્ટિંગ આપવામાં આવ્યું છે તમે બને એટલા જલ્દી ત્યાં હાજર થઈ તમારી જોબ શરૂ કરી દો
આ સાંભળી દિયા ખુબ જ ખુશ થઇ અને કહ્યું ,"હા સર હું કાલથી જ હાજર થઈ જાઉં છું "
"કાલે નહીં અત્યારે જ "કલેક્ટરે ‌આદેશ આપતા કહ્યું "ઓકે સર હું હમણાં જ જાવ છું "
"સારુ તમે જોઈ શકો છો" કલેક્ટર એ કહ્યું
દિયા આ સાંભળતા જ ઓફિસની બહાર નીકળી સૌપ્રથમ તેના પપ્પાને ફોન કર્યો અને આ ખુશખબર આપી પછી તેને યાદ આવ્યું કે રાકેશે પણ ફોન કરવા કહ્યું હતું એટલે તરત તેણે રાકેશ ને ફોન કર્યો થોડીવાર રીંગ વાગ્યા પછી સામે છેડેથી રાકેશ નો અવાજ આવ્યો
" હા બોલ દિયા "એટલે દિયા એ કહ્યું," શું કરે છે?"
રાકેશ એ કહ્યું," કંઈ નહી જો આમોદમાં છું એક બે મકાન જોયા પણ કંઈ મેળ નથી આવતો "
દિયા એ સાંભળી ખુશ થઈ ગઈ કેમકે તે પણ હવે આમોદ જવાની હતી એટલે ખુશ થઈ રાકેશને કહ્યું મારું પોસ્ટિંગ પણ આમોદમાં છે અને હું હમણાં આમોદ આવું છું તો તું થોડી વાર ત્યાં રોકાઈ જઈશ? દિયા એ રાકેશ ને વિનંતીના સૂરમાં કહ્યુ.
કોન્ગ્રેચ્યુલેશન આમોદ સારો તાલુકો છે તને અહીંયા જોબ કરવાની મજા આવશે અને આજે તો મારે આખો દિવસ અહીયાં જ કાઢવાનો છે ઘર શોધવા માટે.. મેં મારી ઓફિસે પણ વાત કરી દીધી છે .તુ આવ શાંતિથી હું તારી બસ સ્ટેન્ડ પાસે રાહ જોઈશ . મળીએ પછી"
"સારું ચલ મળીએ "એમ કહી દિયા એ ફોન કટ કર્યો.નયનાને ખુશખબર આપી પોતાની બેગ પેક કરી ઓફિસની બહાર નીકળી ગઈ ચાલતા ચાલતા ભરૂચ બસ સ્ટોપ પર પહોંચી ગઈ અને આમોદ જતી બસમાં ચડી.બસમા મુસાફરોની સંખ્યા ઓછી હતી એટલે દિયા ને બારી પાસેની સીટ મળી ગઈ.દિયા ખુબ જ ખુશ હતી.એ ખુશી જોબ જોઈન કરવાની હતી કે રાકેશને મળવાની એ વિશે એ વિચારવા લાગી.