Matru Bhasa Gujarati in Gujarati Motivational Stories by Pandya Ravi books and stories PDF | માતૃભાષા ગુજરાતી

Featured Books
Categories
Share

માતૃભાષા ગુજરાતી

21 મી ફેબુઆરી આમ તો માતૃભાષા દિવસની ઉજવણી કરતા હોય છીએ.માતૃભાષા દિવસની ઉજવણી આપણે શું કરવા માટે કરવી પડે તે પણ આપણે વિચારવું પડે ?

કોઇ પણ દેશમાં આમ તો ધણી બધી ભાષા હોય .પરંતુ માતૃભાષા તેના પ્રત્યે ગૌરવ ખુબ જ હોય.પહેલા હું ભારત દેશનો નાગરિક છું .ગુજરાત રાજયનો વતની છું તો મને મારી ભાષા પ્રત્યે માન હોય જ તે સ્વાભાવિક છે.પરંતુ આજના આધુનિક યુગમાં પશ્ધિમીકરણ નું અનુકરૂણ થઇ રહયું છે તેથી માતૃભાષા પ્રત્યે થોડીક ચિંતા છે . 21 મી સદીના બાળકોને પહેલા થી અંગ્રેજી માધ્યમ મોકલીને અંગ્રેજી શિખવાતા કરવા છે તેવો વિચાર રૂઢિચુસ્ત ગણાતા માતા પિતાનો છે .

આમ તો સૌથી પહેલાના સમયમાં બોલાતી પ્રાચીન ભાષા સંસ્કૃત છે. સંસ્કૃત માંથી જ બીજી ભાષાનો ઉદય થયો છે.સંસ્કૃત ભાષાને જનની કહી શકાય.સામાન્ય રીતે જોઇએ તો કોઈ પણ દેશ હોય કે રાજય હોય તેની ઓળખ એક તો સંસ્કૃતિ થી અને બીજી તેની ભાષા છે.

કોઇ પણ વ્યકિત તેની વાત ને અસરકારક રીતે રજુ કરવાની હોય તો તેના માટે તેને ભાષાની અને શબ્દોની જરૂર પડે જ છે.ભાષા એક જ એવું માધ્યમ છે કે તેનાથી કોઇ પણ વ્યકિતને સરલ રીતે પ્રભાવિત કરી શકાય છે.શબ્દોની ગોઠવણ હોવી જોઇએ
આમ જોઇએ તો બધી ભાષાઓને પોતપોતાનું એક વિશિષ્ટ અને આગવી ઓળખ હોય છે કોઇ ભાષાને આપણે નબળી ના ગણવી જોઇએ.ભાષા પોતાની રીતે સમૃધ્ધ હોય છે માત્ર આપણે એટલું જોવું જોઇએ કે આપણે જે ભાષા બોલીએ છીએ તે ભાષાના શબ્દો શૃ્ધ્ધ રીતે બોલીએ.

અંગ્રેજી સારૂ છે
પણ ગુજરાતી મારૂ છે.

ગુજરાત ના અસ્તિત્વ માટે જે લોકો મહા ગુજરાત આંદોલનમાં શહીદી વહોરી છે તે લોકોને દીલ થી નમન કરૂ છું.ગુજરાતમાં 92 % લોકો ગુજરાતી ભાષા બોલે છે તે ગર્વની વાત છે.ગુજરાતી લોકો માટે એક કહેવત પણ કહેવાય છે . 'જયાં જયાં વસે ગુજરાતી ,ત્યાં ત્યાં સદા કાળ '
ગુજરાતી સાહિત્યમાં નરસિંહ મહેતા , મીરા બાઇ , પ્રેમાનંદ , અખો , કનૈયા લાલ મુનશી , ધુમકેતુ , પન્નાલાલ પટેલ, રા ,વિ, પાઠક વગેરે લોકો ગુજરાતી ભાષાને સમૃધ્ધ બનાવી છે.ગુજરાતી સાહિત્યને ઉંચે સુધી લઇ જવાનું મહાન કાર્ય કર્યું છે.
મારો મુખ્ય વિષય હિન્દી હોવા છતાં પણ હું વાત તો મારી માતૃભાષામાં જ કરૂ છું ગુજરાતી ભાષા માં મારાપણણાનો જે ભાવ જોવા મળે છે તે બીજી એક પણ ભાષામાં જોવા મળતો નથી.
આજના આધુનિક વાલીઓને પણ એક વિનંતી છે કે તમે તમારા બાળકોને અંગ્રેજી મીડિયમમાં ભલે ભણવા મુકો તેનાથી કોઇ પણ જાતનો વાંધો નથી . પરંતુ તેની સાથે સાથે તમારા બાળકોને ગુજરાતી વાંચતા , અને લખતા , બોલતા શીખાડાવો.
ગુજરાતી હોય એટલે તેમને કાંઇ કહેવું ના પડે , તે જયાં પણ જાય ત્યાં તેના વર્તન થી જ પોતાની ઓળખ કરાવી દે કે તે ગુજજુ છે. ગુજરાત માંથી ગાંધી જી થયા જેઓ દેશના રાષ્ટ્રપિતા તરીકે ઓળખ પામ્યા, સરદાર પટેલ જેઓ લોખંડી પુરૂષ તરીકે ઓળખ પામ્યા. આ ગુજરાત ની અને ગુજરાતી ભાષાની અને ગુજરાતી શબ્દોની તાકત છે.

માતૃભાષા દિવસના દિવસે વોટસએપમાં એક મેસેજ ફરતો હતો કે બધા જ લોકો સંકલ્પ કરીએ અને મોઢે કકકો બોલી શકી તે માટે કકકો યાદ કરી લઇએ.આ વાત એકદમ સાચી છે કકકો તો આવડવો જોઇએ.

આપણે બધા જ લોકો સંકલ્પ કરવો જોઇએ કે અમે ગુજરાતી ભાષાનો વધુને વધુ ઉપયોગ કરશું.ગુજરાતી ભાષાનો પ્રચાર - પ્રસાર કરીશું.ગુજરાતીની બોલબાલા ઉભી કરીશું .

જય જય ગરવી ગુજરાત