મારી નિર્દોષ ભુલને લીધે એમની સામે ખોટા પડી ગયા,
એક ફુલ કરમાયુ અને એ નવો છોડ ઉગાડવા નીકળી ગયા.
પ્રેમ તો અમે પણ કરેત તમને ઘણો બધો,
પણ નદી નો એક કિનારો સુકાણો
અને તમે દરિયા તરફ વળી ગયા.
ફક્ત તમે જ મારી જીંદગી છો એમ કહું તો
બીજા અને મારામાં કાંઈ ફરક નહી રહે.
પ્રેમની કદાચ વાત કરું તો તમને થશે
અમે પણ એ લોકોમાં ભળી ગયા.
તમે કાંઈ ન કરો તો કાંઈ નહી
બસ હસીને બોલજો મારી સાથે,
નહી તો મને લાગશે
સપનું બતાવી નિંદ્રામાંથી જગાવી ગયા.
કાંઈક તો હશેને આપણી વચ્ચે
એમને એમ થોડા એકબીજાને મળી ગયા!
મારા તો નસીબમાં તમે નહી હોય,
તમે જેમના માટે બન્યા હશો
એમના સારા નસીબ મને નળી ગયા.
[ભાગ ૩]
એણે પિલાને 'ના' કહ્યા પછી પિલાથી કદાચ ભુલ તો નથી થઈ ને! એવું વિચારી એક અઠવાડિયા સુધી એમની નજરોથી દુર રહ્યો. આ વાત એણે ના ગમી અને જ્યારે પિલાએ એમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે નજર તો ના જ મળાવી શક્યો પણ એના માટે લખેલા શબ્દો નજર જુકાવી સંભળાવી દીધા. એણે એ શબ્દો સાંભળ્યા અને કીધું "સરસ, પણ કોણ છો તમે?" કદાચ આટલા દિવસ એની સાથે પિલો બોલતો નહી એટલા માટે કીધું હશે, અનેે પિલાએ એ શબ્દથી એમના માટે લખતા કહ્યું કે,હું કોણ છું એ મને ખબર ના હતી,
તમે મળ્યા પછી એ ખબર પડી હતી.
સામે જ્યારે પણ તમે આવતા તો ચહેરા પર
મુસ્કાન આવતી હતી,
દુર જો થોડા પણ થતા તો આંખો જોવા તરસતી હતી.
તમારી કોઈપણ વાતો મારા મનને ગમતી હતી,
બોલ્યા વિના જો જતા રહેતા તો એ વાત મનને દુભાવતી હતી.
મારા ફોન પર સ્ક્રીન લોક ખુલે તો સીધી
તારી જ ચેટ ખુલતી હતી,
શું કામ? કેમકે,
મારા મેસેજનો તમારો રિપ્લાય હું મીસ ના કરી જાવ
એવું ધડકન હંમેશા વિચારતી હતી
મને એવુ થતું જેટલો સમય મળતા એમાં પણ
ખુશ હતા અમે
જ્યારે એ વાત પુછી એમને તો એવુ કહ્યું કે,
કોણ છો તમે!