રાત ના પોણા બે વાગ્યા પણ ઊંઘ નહોતી આવતી, છેલ્લા ચાર દિવસ થયા કાઈ ખાધું નહોતું , આંખે અંધારા આવતા હતા, ઉપર ખુલ્લું આકાસ નીચે સુમસાન રસ્તો ભયંકર અંધારી રાત હતી, અચાનક રસ્તા ની ડાબી બાજુ બે ત્રણ ખેતર દૂર સામે કોઈ પ્રકાશ દેખાયો એક નાનકડો દીવો જેમ બંધ કમરા માં ઉજાસ ફેલાવે એ રીતે જ એ પ્રકાશ આંખો ને આંજી ગયો! પેટ માં જાણે જ્વાળાઓ ઉપળી હતી, મગજ વંટોળે ચડ્યું હતું, ધીરે ધીરે શરીર કામ ન આપતું હોવા છતાં નાનકડાં પ્રકાશ ના કિરણ પાસે પહોચવા ની કસીસ કરી રહ્યું હતું , ના જાણે મન અને પેટ બંને ની જ્વાળાઓ મારા "સ્વાભિમાન" ને બાળતી હતી, શું કરવું કાઈ સૂઝતું ન હતું , પ્રકાશ નજીક જેમ તેમ પહોચતા લાગ્યું કે એ એક વૃક્ષ નીચે થી આવી રહ્યો હતો.
થોડી વાર મગજ સુન્ન થઈ ગયું , ભૂતો આત્માઓ વિશે વાતો તો સાંભળી પણ આજ ખરેખર આમના દર્શન થયા???? જેમતેમ કરીને પ્રકાશ ની સાવ નજીક પહોચતા જ ખબર પડી કે આ તો કૈક અજીબ તાકાત છે, એમની સામે જતા જ મો પર એકદમ પ્રકાશ પડ્યો શરીર માં તાકાત નો સંચાર થયો મગજ શાંત થયું અચાનક કપાળ ગરમ થવા લાગ્યું જાને તાવ ચડ્યો હોય એવું લાગ્યું આ તે કેવો અનુભવ જે હમણાં તો શરીર સશક્ત જણાતું હતું એટલી જ વાર માં મસ્તક કેમ ગરમ થયું , અચાનક શરીર માં કંપારી છૂટી ચકકર આવી ને પળી ગયો, એક નીરવ શાંતિ નો અનુભવ થયો.
ચકલા કાબર મોર ના અવાજ તીણા તીણા આવતા કઈક સમજ આવી કે રાતે હું અહી પળી ગયેલો આજ પાંચ મો દિવસ હતો પાણી શિવાઈ કાઈ પેટ માં પડયુ ન હતું, લડાઈ પોતાની જાત સાથે ની હતી અસ્તિત્વ ને ટકાવવા ની લડાઈ હતી, દિલ તો પહેલેથી જ ભગ્ન હતું દુનિયા થી કાઈ નિસબત ન હતી , પાંચમા દિવસે પણ ચાલી શકાતું હતું ધીરે ધીરે ઉભા થઈ ને ચાલવાનું શરૂ કર્યું અચાનક આંખો પર અંધારા આવવા લાગ્યા ફરી પડ્યો , સૂર્ય ના કિરણો આંખો પર પડ્યા ધીરે ધીરે સૂર્ય ચડવા લાગ્યો હતો. કાન એ સાંભળવાનું બંધ કર્યું આંખ તો પહલે થી જ બંધ હતી!
બાપડા વ અવે ખેતર ભણી જાહું ઉભા થાવ એમ કહી ને ખેડૂતે પોતાના વાળા મા બાંધેલા બે મુંજળા બળદ ને ડચકારો કર્યો , ડચકારતા જ હડફ દઈ ને બેઠા થયેલા બળદો એ પોતાના માલિક ને જોતા જ સિંગડાઓ નીચા કર્યા રમતે ચડ્યા
ખેડૂત ના કાંડા નું કૌવત તો એ ધરતી જ જાણતી હોય છે! ગાડે જોતરી ને ખેડૂતે ખંભે ખપારી નાખી , ગાડુ હાલ્યું ને ડાબી આંખ ફરકી ! કુદરત ને ખોળે રહેનાર માનવી ને આંખો થી શી મતલબ પણ આ તો ખેડૂત જાત વન વગડે રેવા, ધરતી ખેડવી અનેક બલા સામે પડે પણ પાછું ન વડવું, કુદરતે બીજો સંકેત આપ્યો નેર માં ઉતરતા ની સાથે જ ખેડુ ને આડે "ઘો" ઉતરી ઘડીક મન મુંજાયુ પણ ધરતી ના છોરું ને સે ભે ભાઈ એમ કહી ને ખેડુ એ મન ને માર્યું પણ નારાયણે કૈક જુદુજ ભાળ્યું તું એના કરમ માં તે આજ અપશુકન જ લખેલા , એકાદ ગાવ ને માથે સિમ માં તરભેટે આડો બિલાડો ઉતર્યો હેઠ આ કાળમુખો આજ આયે?? ખેડુ વિચારે ચડ્યો ત્રણ ત્રણ અપશુકન આજ મારા નારાયણે કેવો દિ ઘયડો હશે??
હે જગતજનની આજ રાખજે લાજ મારી એમ બોલી ઉતરેલા ચહેરે ખેડુ એ ગાડુ હાક્યું!
બળદ ને મોઇલા પગ માં ઠેસ આવી ને નાક માંથી ફિણ આવ્યા ખેડુ એ બોલ દીધો "બાપલા આજ નારણે કે કરમ લખો સે હે ચયાર ચયાર વાર દિ બગડ્યો??"બળદે જવાબ આપતા હામી ભરતા માથું હલાવ્યું! હવે ભગવતી રાખે એ ઠેક એમ કહી ને ડચકારો દીધો" આગળ આંબલી આવી ને ઉગતે પોર ને માથે "ખેડુ ની જમણી આંખ ફરકી" હેકઠ બાપ મુંજકા આજ તો કેવો દા'ડો સે હે સમજ ની પડતી ઘડી શકન તો ઘડી કૌતુક જાગતું સ! પણ હજાર હાથવાળી કરે ઈ ઠીક એમાં મારો આયતમો રાજી" આગળ વધતા વધતા અડધી મજલ કાપી હસે ત્યાં સામે થી પોતાના કબીલા નું મુખી પંખી એવું ગરુડ પક્ષી સામે આવતું જોયું ને શકન ભાળ્યું" ભોળાનાથ જેવા ભોળા ખેડુ એ બે હાથ આકાશ ને દેખાડી ને ગરુડ ને નોતરું દીધું ઉયધે બેહવાનું, બળદો ભડકયા ગરુડ ભાળી!
ગરુડે નજીક આવી પાંખો ફેલાવી ત્યાંતો આખું ગાડુ ઢકાઈ જાય એવું ગરુડ મહાકાય ઉધે આઈ ને બેઠું, મનમાં નવી ઉર્જા આવી ને ખેડુ થિ રેવાયું નહિ, હે બાપ મુંજડાઓ આ નારાણે તો એના વાહન ને આજ આપણું મે'માન કીધું.આજ નો દા'ડો કૈક કૌતુક નો સ, ખેડુ એ રાઈસ પકડી ને બે હાથ થી નમન કર્યા ગરુડ ને ગરુડ થોડી વાર બેસી ને ઉડી ગયું. ખેડૂત ના મનમાં વિચારો ના વમળ ચાલતા હતા ને ત્યાંજ કોઈએ હાક દીધી સામે રસ્તે
"ઉભો રે ખેડુ સિમ માં ન જા આજ ચૌદસ છે, તારે કપાળે આજ ભૂત નો ભેટો ને કરમે આજ લખપતિ થવાના ગ્રહો છે"
ગાડે થી ખેડૂત આમ નજર કરે ત્યાં તો તામ્રવર્ણ , મુખ જેનું મલકતું , વસ્ત્રો માં ફક્ત ને ફક્ત એક કંતાન પહેરેલ , જટા
જાણે હિમાલય જેવડી , જોગંદર ભૂરી લટાળો , હાથ માં માનવ ખપર , શરીરે સ્મશાન ની તાજી રાખનું લીપણ, આંખો લાલ ચોળ , નગ્ન પણ લાગતો રૂડો એવો એ "અઘોર" જટાળો જોગી "અઘોરી" ને ગળે એકમુખી એવા રુદ્રાક્ષ ની માળાઓ અને હાથ માં એક અઘોર દંડ આટલું ભાળી ખેડુ એ બળદ ની રાઈસુ ખેચી અવાજ દીધો!
આદેશ આદેશ આદેશ ......!!! આજ વનવગડે અઘોર જમાત ના નાથ આયી તમારા દર્શન કરી ધન કયરૂ જીવતર!
અઘોરીની આંખો ફરી , એ ખેડૂત તુમ ચિલમ દો મુજે"
જી કહી ને ખેડુ એ પોતાના પેરણ માંથી ચિલમ કાઢી ને અઘોરી ને આપી! ચિલમ માં ફૂંક મારી અઘોરી એ કીધું!
ખેડુ તને આગળ તારા ખેતર માં એક નવજુવાન નજરે પડશે એણે પાંચ પાંચ દી થયા અન્ન નો દાણો નથી નાયખો પેટ માં અગ્નિ ની જ્વાળાઓ જેવું એનું કપાળ હશે, એના શરીર માંથી પ્રકાશ ના તણખા જરતા હશે ને હાથ માં એક અઘોર ની નાળ હશે, એ બવ દૂર ની મંજિલ થી આવ્યો હશે એને તારા ખેતર ના ઓતરાદા ખંઢેર ની ભૂતાવળ ના આગેવાન બાબરા ભૂત ના રક્ષણ છે, એને ખવડાવી શુદ્ધ કરી જંગલ ની ટેકરી માં ગુરુ ગોરખનાથ ની ગુફા માં આવતી ચતરદશી ના દીને લાવજે અને આજ હાતી હાંકતા તને ચાંદી ની દેગ મળશે એને સદકામ માં વાપરજે! આદેશ !!!!
આટલું કહીને જેમ આગ ઓલવાય એમ અઘોરી ઓલવાયો, બળદો ભડકયા!
ખેડૂ મનમાં મલકાયો આજદિન લગણ બાપા પહે હાંભડયું તું કે અઘોરી ના બેસણા સે જંગલ ને આપણા ખેતર માં રાતે વાહું જતા ઘણે રાતે ખંડેર માં રોવાનો અવાજ પણ હંભળેલો પણ નારાયણે કોઈ દી ભેટો ન કરાયો ભૂત નો ,પણ આજ શિવ ના દુતે કીધું એ કેટલું ખરું જાણવું જોહે અઘોરીબાવા ના વેણ ફોગટ ન હોવા' હે હજાર હાથવાડી રખોપા કરજે બાપ" આટલું બોલી ખેડુ એ ગાડુ વેતું કર્યું!
●●●●●●●
બંધ આંખો માં પ્રકાશ પડ્યો ! સ્મશાન ની રાખ ની સુગંધ આવી અલખ આદેશ નો નાદ સાંભડાયો! આંખો ખોલવા ની કોશિશ કરી પણ નિષ્ફળ રહ્યો! ને અવાજ આવ્યો બચ્ચા અભી તુજે બહુત જંગ કરની હૈ! આજ જીતના સોના હો ઉતના સો લો બાદ મે નીંદ નસીબ નહિ તેરી! હું બોલવા ગયો કકકો...ણ આઆપ..! તેરી મંજિલ તય આજ સે ઠીક ચૌદહ દિન બાદ તય હોગી ઔર મે તય કરુંગા! આટલું જ સંભળાયું ફરી ચીર નિંદ્રા માં ગરકાવ થઈ જવાયું! ભૂખ તરસ ને લીધે માથું ફાટતું હતું કઈ સમજ નહોતી પડતી ભાન રહી ન હતી! બસ લાગતું હતું કે અવે છેલ્લી ઘડીઓ છે. પણ ત્યાતો ચહેરા પર.......