😊 ચાલ જીવી લઈએ - 5 ☺️
લખન - આ જો ધવલીના ...
તારા કારણે આજે પેલું સાંભળવું પડ્યુ... તારા કામ જ આવા હોય...પોતે તો.શૂળી એ ચડે અને બીજને પણ ચડાવે.....
ધવલ - જો ભાઈ આપડે સાંભળવુ ન હોય ને કોઈ નું તો વહેલા અવાય..... મોડા મોડા ન અવાય ....
લખન - એ ભાઈ હું વહેલા જ આવ્યો હતો હો...તારા ઘરે....
મોડો નહીં...
ધવલ - હા પણ...
હું એ જ કહું છું કે મને લેવા માટે ઘરે વહેલુ અવાય...
હા હા હા...
એટલી જ વારમાં લખન ધવલની પાછળ દોડે છે અને પકડે છે બસ ધવલને મસ્તીમાં મારે અને આમ જ મસ્તી કરતા કરતા બંને હસી પડે છે.....
બંને મિત્રો ક્લાસરૂમમાં એન્ટર થાય છે અને બંને
પોત પોતાની સીટ પર બેસે છે અને અલકમલક ની વાતો કરે છે. એટલામાં જ એક છોકરી એ કલાસરૂમમાં એન્ટર થાય છે.
એન્ટર થતા જ બધા બોયઝની નજર એ છોકરી પડે છે.
છોકરી જોવામાં તો એક દમ મોર્ડન હોય છે પણ સાથે સંસ્કારી પણ હોય છે, જોવામાં એક દમ સુંદર હોય છે, બ્લેક અને ગોલ્ડન લટ વાળા એના ખુલ્લા વાળ , આંખમાં લગાવેલું કાજલ , અને એની ચાલ.........
બધા તો બસ થોડી વાર એને જ જોયા કરે છે પણ આપણા લખન અને ધવલને કહી પણ ફેર પડતો નથી. બસ એ બંને તો પોતાની મસ્તીમાં છે અને જે લોકો એ છોકરીની સામે જુએ છે એ લોકોની મશ્કરી ઉડાવે છે.
ધવલ - એલ્યા લખન્યા તને નથી લાગતુ કે આજ કાલ માખીઓ(ખરાબ છોકરાઓ ) બોવ વધી ગઈ હોય એવું....
લખન - કેમ ભાઈ તને કેમ એવું લાગે છે ???
ધવલ - અરે ના બસ આ તો એ મ એલ્યા...
ખબર નહીં પણ કોઈ મીઠાઈ ( છોકરીઓ ) જો ખુલ્લી રાખવામાં આવે ને તો ખબર નથી પડતી કે ક્યાંથી એટલી બધી માખીઓ ઉભરાઈ જાય છે. ઉભરાઈ એ પણ વાંધો નહીં પણ આ માખીઓ તો એવું માને છે કે હમણાં એને ખાઈ જશે..
લખન - ઓહ ભાઈ ભાઈ..
એવી બધી માખીઓ હોય છે ???
ધવલ - હા ભાઈ... હવે તો એવી માખીઓ બોવ વધી ગઈ છે.
આ સાંભળતા જ આગળ બેઠેલો દ્રવ્ય ગુસ્સામાં આવી જાય છે. ( દ્રવ્ય - જેને ધવલ અને લખન સાથે ઓછું બને છે અને વાત વાતમાં ઝઘડવાની કોશિશ કરે છે ) ગુસ્સામાં આવીને ધવલને કહે છે..
દ્રવ્ય - હા ધવલ હા... તું સાચો જ છો ને ભઈ
અને તું શા માટે એટલા બધા ઉછાળા મારે છે ?
મીઠાઈ તો તારી નથી ને ??? અમે જે કરીયે તે !!!
ચાખીયે કે પછી ખાઈ જઈએ..
ધવલ - જો ભાઈ દ્રવ્ય..
મને આમ પણ મીઠાઈનો શોખ છે નહીં.
અને હા.... જો વાત રહી મીઠાઈની તો ભલે એ મારી મીઠાઈ હોય કે ના હોય પણ કોઈક ના ઘરની મીઠાઈ કે ચાસણી તો છે જ..
માટે માખીની જેમ ઉડવાનું બંધ કરી દેશો તો મીઠાઈ શાંતિથી આગળ વધી શકશે અને ફ્રીડમ મળી રહેશે. બાકી તો ક્યારે માખી ભમરા બને એતો ખબર નહીં..
એટલું બોલતા જ દ્રવ્ય ધવલ પાસે આવીને કાઠલો પકડવાની ટ્રાય કરે છે પણ લખન વચ્ચે આવી જાય છે....
દ્રવ્ય - ધવલ.... તું જે હોય તે પણ માપમાં રહેજે..
ધવલ - ઓ મારા ભઈ હું તો માપમાં જ છુ જ. બસ તમે રહો તો વધારે સારું. કેમ કે મીઠાઈઓના પણ કંઇક સપના હોય છે , એમને પણ આગળ વધવુ હોય છે , એને પણ ભવિષ્યમાં કશું બનવાની ઈચ્છા હોય છે , બધા સાથે હસવા બોલવાની ઈચ્છા હોય છે પણ શું થાય ????
તમારા જેવી માખીઓ બસ એ મીઠાઈઓ પર જ ગણગણ કર્યા કરતી હોય છે..
બસ આમ દ્રવ્ય અને ધવલ વચ્ચે બોલચાલ થતી હોય છે ત્યાં જ ક્લાસમાં પ્રોફેસર આવી જાય છે.. જેથી શાંતિથી બધા પોતપોતાની જગ્યા ઉપર બેસી જાય છે અને આરામ થી સ્ટડી કરવા લાગે છે. થોડી વાર પછી બ્રેક આવે છે તો બધા લોકો કેન્ટીનમાં જવા માટે નીકળે છે પણ હજી સુધી દ્રવ્યનો ગુસ્સો ધવલ પર જ હોય છે તેથી તે એનો બદલો લેવાનું વિચારે છે.
દ્રવ્ય પહેલી છોકરી પાસે જાય છે અને Hi Hello થી શરૂઆત કરે છે. અલકમલક ની સારી વાતો કરે છે પછી ધવલ અને લખન સામે આંગળી દેખાડી ને કહે છે કે એ બંને સાવ કેરેકટરલેસ છે તમે ધ્યાન રાખજો. આ તો મેં તને જોઈ એટલે લાગ્યું કે તું એક સારા ઘરની છોકરી છે તો તને કહેવા માટે આવી ગયો.
તમે જ્યારે ક્લાસમાં આવ્યા ત્યારે એ તારા વિશે કેવું ગંદુ ગંદુ બોલતા હતા કે કલાસમાં જો નવો મા** આવ્યો. હવે મઝા આવશે. એવું તો જાણે એ કેટલું બધુ બોલતા હતા પણ તમે ટેંશન ન લો. મારુ નામ દ્રવ્ય છે તારે કઈ હેલ્પ જોતી હોય તો તું મને કહી શકે છે..
બસ એટલી વાત કરી દ્રવ્ય ત્યાંથી નીકળી જાય છે પણ સાથે સાથે પહેલી છોકરીના મનમાં ધવલ અને લખન પ્રત્યે ખરાબ છાપ ઉભી થઈ જાય છે..
પહેલી છોકરી પણ સારા ઘરની હોય છે અને એક દમ ફ્રી માઈન્ડ વાળી હોય છે સાથે જ ડેરિંગ અને બધાને મોં પર બોલવા વાળી હોય છે તેથી ધવલ અને લખન વિશે જાણ થતાં તે એવું વિચારે છે કે હમણાં કેન્ટીનમાં જઈને આ બંને ને સંભળાવી દવ..
બધા કેન્ટીનમાં જતા હોય છે અને સાથે ધવલ અને લખન પણ. અને આ બાજુ પેલી છોકરીની નજર ધવલ પર હોય છે.
થોડી જ વારમાં બધા કેન્ટીનમાં પહોંચી જાય છે.
ધવલ અને લખન પોતાનું દરરોજનું મેનુ " ચા " અને "કોફી લઈને આવે છે. લખન ચા પીવાનો ખૂબ શોખીન છે અને ધવલને કોફી પીવાનો..
લખન - શુ યાર .... ધવલ.....
શા માટે દ્રવ્ય સાથે પંગો લે છે..
એ તો સારું કહે આજે હું હતો બાકી શુય થાત...
ધવલ - હા સાચું કિધુ. શુય થાત દ્રવ્યનુ..
લખન - ઓ મારા ગરમ મગજ વાળા ભઇ... થોડો મગજને કાબુમાં રાખો.. અને શા માટે બધાની ઊડતી વાતો લઈને ફરે છે તું.
ધવલ - અરે પણ હું ક્યાં કઈ બોલ્યો હતો ....... એ સામેથી આવ્યો હતો તો હું શુ કરું ???
લખન - જો ભઈ ભૂલ આપણી હતી કે આપણે બોલ્યા હતા પહેલા...
ધવલ - ઓ ભઈ ભઈ .. પહેલી વસ્તુ કે ભુલ આપણી ન હતી અને બીજી વસ્તુ એ કે આ દ્રવ્ય જેવા ને થોડાક સુધારવા પડે તેમ છે અને હા તને તો ખબર જ હશે કે દ્રવ્ય કેવો દૂધનો ધોયેલો છે એ... હે..... ને......
મને બસ ન ગમ્યુ કે તેઓ પહેલી છોકરીને ખરાબ રીતે તાડતા હતા એ , અને બીજુ એ એવું બોલ્યો ને કે ચાખીયે પણ ખરા અને ખાઈ પણ જઈએ એટલે વધારે ગુસ્સો આવ્યો...
લખન- ઓકે હશે મારા ભાઈ ચાલો જવા દો વાત ને બસ...
બસ આમ બંને જણા આ વાતનો અંત કરે છે. લખન બિલ આપવા માટે કાઉન્ટર પાસે જાય છે ,,, એટલી જ વારમાં પહેલી છોકરી ધવલ પાસે આવે છે અને......
ક્રમશઃ
હવે એ છોકરી ધવલને શુ કહે છે એ જોઈશું
ચાલ જીવી લઈએ -૬ માં
બસ ત્યાં સુધી મારી અન્ય નવલકથા
લવની ભવાઈ અને
નામ મેં ક્યાં રખ્ખા હૈ વાંચતા રહો..
અને હા ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ના ભૂલતા જેથી તમને દરરોજ મારા નવા નવા અપડેટ મળી રહે અને સાથે જ મારા Quotes પણ વાંચી શકો...
IG id - @ dhaval_limbani_official
- @ wings_of _writers
😊Thank You....