Saanj - 5 (Last part) in Gujarati Fiction Stories by AJ Maker books and stories PDF | સાંજ - ૫ (અંતિમ ભાગ)

Featured Books
Categories
Share

સાંજ - ૫ (અંતિમ ભાગ)

સાંજ
ભાગ – ૫

અરમાનને જીયાની વાત પર વિશ્વાસ આવી ગયો, તેણે આનંદિત થતાં તરત જ જીયાના હાથ - પગ ખોલી દીધાં. હાથ પગ ખુલતાની સાથે જ જીયા ઉભી થઈ અને અરમાનને ભેટી પડી. જીયાના ઉષ્મા ભરેલા હાથ અરમાનની પીઠ પર ફરવા લાગ્યા, અરમાન પણ જીયાને ભેટીને પોતાની ઉષ્મા દેખાડવા લાગ્યો.
થોડી ક્ષણો એકબીજાની ઉષ્મા અનુભવ્યા બાદ બંને થોડા છૂટા પડ્યા. અરમાન જીયા સામે આછું સ્મિત કરતા જોઈ રહ્યો હતો, સામેવાળા વ્યક્તિની દૃષ્ટિને પારખી જનારી સ્ત્રી સહજ સ્વભાવવાળી જીયા એ અરમાનની આંખોમાં હવસ પારખી લીધી. જે રીતે અરમાનની નજર અને હાથ જીયાના શરીર પર ફરી રહ્યા હતા એ કોઈ પ્રેમીના નહિ પણ એક સહવાસ ભૂખ્યા વ્યક્તિના હતા. જીયા એ શરમાઈને મોઢું ફેરવી લીધું. અરમાને જીયાનું મોઢું પોતા તરફ ફેરવ્યું અને અધરોષ્ટનું પાન કરવા તલપાપડ થતાં હોઠ તેની તરફ આગળ વધાર્યા. જીયા અરમાનને સામાન્ય ધક્કો મારીને થોડી દૂર એક દીવાલને ટેકે ઉભી રહી ગઈ. જીયાની આ શરમ અરમાનને વધુ તેના તરફ આકર્ષિત કરવા લાગી. તે જીયાની નજીક આવ્યો, મોઢું ફેરવીને ઉભેલી જીયાને પોતા તરફ ફેરવીને તે પાછો જીયાની નજીક આવ્યો. આ વખતે જીયાએ પણ આંખો બંધ કરી લીધી. અરમાનને થયું કે જીયા હવે સંપૂર્ણ સમર્પણ માટે તૈયાર છે, તે પોતાના હોઠ જીયાની એક નજીક લઇ ગયો, તેને થયું કે બસ, હમણાંજ એક સુંદર આહ્લાદક અનુભૂતિ થશે, પરંતુ ત્યારે જ જીયા એ બાજુમાં પડેલું પથ્થરનું ફ્લાવરપોર્ટ અરમાનના માથામાં માર્યું. અણધાર્યો ઘા થવાથી અરમાન હેબતાઈ ગયો અને જમીન પર ઢળી પડ્યો, તેના માથામાંથી લોહીની ધારા વહેવા લાગી. જીયા તરત જ એ રૂમ મુકીને બહાર ભાગી. અરમાને જોયું એટલે માથું દબાવીને જીયાની પાછળ દોડ્યો.
“ઉભીરે સાલી....” અરમાને પાછળ દોડતા સાથે બે ગાળ ફટકારી. પણ એ જીયા પાસે પહોચે એ પહેલા જીયા ઘરની બહાર ભાઈ નીકળી. અરમાનનો અવાજ સાંભળીને શ્યામ પણ બહાર આવ્યો.
“શું થયું સાહેબ....” શ્યામે ગભરાયેલા અને ચિંતા ભરેલ સ્વરે કહ્યું.
“શું થયું ના સગલા, પેલી ભાગી નીકળી. પકડ તેને...” કહીને અરમાને શ્યામને પણ બે ગાળો ફટકારી.
જીયા ઘરથી નીકળીને સીધી હાઈવે તરફ ભાગવા લાગી, શ્યામ અને અરમાન તેની પાછળ આવી રહ્યા હતા. મોડી રાતનો સમય હતો અને અરમાનનો ઘર અતિશય શાંત એરીઆમાં હતો એ એરિયામાં એવા સમયે લોકો ઘરમાં ચાલ્યા જતા. જેથી અરમાનને અને જીયાને દોડતા જોવા માટે માંડ એકલ દોકલ માણસો જ હતા. શ્યામ જીયાને પકડવા અરમાનથી આગળ નીકળી ગયો. લોહી વધુ નીકળવાના કારણે અરમાનને ચક્કર આવવા લાગ્યા હતા, તે લથડીયા ખાતાં ખાતાં રોડ પર આવી ગયો, એજ સમયે એક કારની જોરદાર ટક્કર તેને વાગી, અરમાન ઉછળીને રોડની બીજી બાજુ જઈને પડ્યો. એ ટક્કરના અવાજથી શ્યામ અને જીયા બંનેના પગ થંભી ગયા. શ્યામે બાજુમાં આવીને જોયું તો કારમાંથી ઉતરનાર વ્યક્તિ અન્ય કોઈ નહિ પણ મિ. તોગડિયા પોતે જ હતા. શ્યામના પગ ત્યાંજ થીજી ગયા. જીયા પણ અરમાનને જોવા પાછી આવી, તરતજ બાજુમાં ઉભેલા એકલ દોકલ લોકોમાંથી એક એ એમ્બ્યુલેન્સને કોલ લાગ્ડ્યો, પણ ત્યાંસુધીમાં અરમાનની મૃત્યુ થઇ ગઈ હતી. મિ.તોગડિયા અરમાનના શવને ખોળામાં લઈને રડવા લાગ્યા. પોતાનું કામ પતાવીને બાજુના એપાર્ટમેન્ટ માંથી એ નીકળતા જ હતા કે એમણે અરમાનના ઘરમાંથી જીયાને ભાગતાં અને એની પાછળ શ્યામ અને અરમાનને ભાગતા જોયા. એ કાર સ્ટાર્ટ કરીને જીયાને રોકવા અને તેની મદદ કરવા જાય ત્યાં સુધીમાં અજાણતા અરમાન એમની કારની હડફેટે આવી ગયો.
જીયા પણ અરમાનના શવની બાજુમાં બેઠી, મિ.તોગડીયા એ રડતી આંખે જીયા સામે જોયું, જેમાં ગુસ્સો નહિ પરંતુ અપરાધ ભાવ હતું. ધીરે ધીરે લોકો ટોળે વળવા લાગ્યા હતાં, અંદરો અંદર પ્રશ્નો થવા લાગ્યા હતા કે અ કેવી રીતે થયું? લોકોના મોઢે જીયાનું નામ પણ સાંભળાવા લાગ્યું. એ સાંભળીને મિ,તોગડિયા એ જીયા સામે હાથ જોડતા કહ્યું.
“પ્લીઝ બેટા, અરમાન તો નથી રહ્યો, પરંતુ અમારા પરિવારની ઈજ્જત બચી શકે એવું કંઇક કહે જે.” મિ.તોગડીયાની આજીજી ભરેલી વાત સાંભળીને જીયા એ માત્ર હકારમાં માથું ધુણાવ્યું અને કંઇજ બોલ્યા વગર ત્યાંથી ચાલી ગઈ. ત્યારેજ વરસાદ વરસવા લાગ્યો, આવીજ એક સાંજના સમયે અરમાને જીયાને જોઈ હતી, આવાજ એક વરસાદી માહોલે અરમાનને જીયા તરફ આકર્ષિત કરી હતી, આજે એવીજ એક સાંજના સમયે એક દિગ્ગજ કહેવતો પણ વિકૃત માનસિકતા વાળો લેખક અરમાન આ દુનિયા છોડીને ચાલ્યો ગયો હતો. આ મૃત્યુ એક સાહિત્યકાર અરમાનની નહિ પણ એક વિકૃત માનસ ધરાવનાર અરમાનની હતી, જેણે પોતાના અરમાન કાબૂમાં ન કરી શકતા એના અરમાનો એજ એનો ભોગ લીધો હતો. રડતી આંખે રસ્તાની બીજી બાજુથી વરસાદમાં પલળી રહેલી અને એ વરસાદના પાણીથી જાણે પોતાના શરીર પર વરસેલી અરમાનની હવસને સ્વચ્છ કરતી, અરમાનના શવને જોઈ રહેલી જીયાને અરમાનના શબ્દો યાદ આવ્યા.....
“એ હતી એક સાંજ વર્ષા ભીની સાંજ....
The end
By – A.J.Maker