The Author AJ Maker Follow Current Read સાંજ - ૪ By AJ Maker Gujarati Fiction Stories Share Facebook Twitter Whatsapp Featured Books લવ યુ યાર - ભાગ 69 સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ... નિતુ - પ્રકરણ 51 નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું... હું અને મારા અહસાસ - 108 બ્રહ્માંડના હૃદયમાંથી નફરતને નાબૂદ કરતા રહો. ચાલો પ્રેમની જ્... પ્રેમ થાય કે કરાય? ભાગ - 20 પ્રેમડાબે હાથે પહેરેલી સ્માર્ટવોચમાં રહેલા ફીચર એકપછી એક માન... સમસ્યા અને સમાધાન ઘણા સમય પહેલા એક મહાન સિદ્ધપુરુષ હિમાલયની પહાડીઓમાં ખુબ... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by AJ Maker in Gujarati Fiction Stories Total Episodes : 5 Share સાંજ - ૪ (27) 1.6k 3.8k 3 સાંજભાગ – ૪ત્રણેય હજી પગથીયા ઉતારવાની તૈયારી કરી જ રહ્યા હતા કે બાજુના ગેસ્ટરૂમમાં કંઇક પડવાનો અવાજ આવ્યો. એ અવાજથી અરમાન અને શ્યામને પાછો ધ્રાસકો પડ્યો.“અ શેનો અવાજ હતો?” મિ.તોગડિયા એ તરત જ પૂછ્યું.“અરે શ્યામ, તને કેટલી વખત કહ્યું છે કે ગેસ્ટરૂમની બારી બંધ રાખતો જા, વારંવાર બિલાડી આવી જાય છે.” અરમાનએ શ્યામને ખોટા ગુસ્સામાં કહ્યું. મિ.તોગડિયાને પ્રતમ તો અરમાનની વાત પર વિશ્વાસ ન આવ્યો, પરંતુ થોડીવાર પહેલાની અરમાનની વાતો અને દયામણો ચહેરો યાદ આવતા એમને થયું કે કદાચ સાચું જ કહી રહ્યો હશે.“રૂમની બારીઓ વ્યવસ્થિત બંધ રાખતો જ શ્યામ, હવે કહેવું ન પડે એ ધ્યાન રાખજે.”કહેતા મિ.તોગડિયા નીચે ઉતારવા લાગ્યા, સાથે સાથે અરમાન અને શ્યામ પણ નીચે ઉતર્યા.“મને પાછળના એપાર્ટમેન્ટમાં થોડું અરજન્ટ કામ છે, પછી આવું છું. ધ્યાન રાખ્જ્જો બંને.” કહીને મિ.તોગડિયા ઘરની બહાર ચાલ્યા ગયા. એમના જતાંની સાથે જ દરવાજો ઝડપથી બંધ કરીને અરમાન ઉપરના રૂમની સીડીઓ ચડવા લાગ્યો, શ્યામ સર્વન્ટ રૂમમાં ચાલ્યો ગયો, તેને ખ્યાલ હતું કે હવે તો અરમાન પોતાની ઈચ્છાને અંજામ આપીને જ રહેશે. અરમાન ઉપ રૂમમાં આવ્યો ત્યારે જીયા ખુરશી પરથી છૂટવા માટે પ્રયત્નો કરી રહી હતી. અરમાન તેની નજીક આવ્યો અને ફરી જીયાને એક જોરદાર થપ્પડ મારીને દુઃખી અને લાગણીશીલ હોવાનો ડોળ કરતાં કહ્યું.વર્તમાન સમય “એ હતી એક સાંજ, ખૂબજ સુંદર સાંજ, મનોરંજક સાંજતું હતી સાથે, વર્ષા વર્ષી હતી સાથે, પણ અધૂરાશ પણ રહી સંગાથે,હું ઈચ્છું છું માંગું છું યાચું છું હજી એક સાંજ, એવી જ મનોરંજક સાંજ, એક સંપૂર્ણ સાંજ” પોતાની આગવી કાવ્ય શૈલીમાં અરમાને કહ્યું અને અચનાક એક નાના બાળકની જેમ રડતા રડતા આજીજી કરતાં કહ્યું “શા માટે તું મને આમ ધુત્કારે છે? શું ખોટ છે મારા માં? હું વધુ કઈ નથી માંગી રહ્યો બસ એક સુંદર સંપૂર્ણ સાંજ માંગુ છું તારી પાસે, પણ...પણ તું એ પણ દેવા તૈયાર નથી?” રડતાં રડતાં એ મોઢું નીચું કરીને ઘુટણપર બેસી ગયો. એની સામે એક ખુરશી પર બંધાયેલી હાલતમાં ગુસ્સા અને ઘૃણા સાથે જીયા બેઠી હતી. એ જાણતી હતી કે અરમાનની વાતોમાં પ્રેમની સુવાસ નહિ પણ સહવાસ ભોગવવાની ગંધ છે.“સાચે, અરમાન? હું એટલી ગમું છું તને?” જીયા એ એકદમ લાગણી ભરેલા સ્વરે કહ્યું. જીયાની આ વાત સાંભળીને અરમાનને પણ આશ્ચર્ય થયો.“હા જીયા, હું દિવાનો છું તારી ખૂબસુરતીનો, આજથી નહી પ્રથમવાર તને જોઈ ત્યારથી તું મારી આંખોમાં વસી ગઈ છો. તારા સિવસ બીજું કંઇજ સુજતુ નથી મને.” અરમાને પણ સામે લાગણીશીલ હોવાનો વધુ ડોળ કર્યો.“ઓહ ડીઅર, તો શરૂઆતથી જ કહેવું હતું ને, હું તો આફરીન છું તારા ઉપર, પણ આમ અચાનક તારું આ સ્વરૂપ જોઇને હેબતાઈ ગઈ હતી. બાકી તારા જેવો સાથી કદાચ એકરાત માટે પણ મળે તો હું મારી જાતને વધુ ખુશનશીબ માનીશ.” જીયા એ પણ સામે હવસની ઝાંખી કરાવતાં કહ્યું. “તારા શબ્દોની જેમ તું પણ અટ્રેક્ટીવ છે, તારો આ મજબૂત બાંધો, આ સ્માઈલી ફેસ, અને એ ફેસ પર લાંબા ઝીણા હોઠ વાળી કીલર સ્માઈલ પર હું શરૂઆતથી જ ઘાયલ થઇ ગઈ હતી, પણ મને થયું કે કદાચ તું મોટો લેખક છે તો વધુ પડતો સિદ્ધાંતવાદી અને સંસ્કારી હશે, આ બધી વસ્તુ તારા માટે એન્જોયમેન્ટ નહી પણ ઈમોશનલ અટેચમેન્ટ હશે, તારી છબી મારા મનમાં એક મોટા રાઈટરની હતી એટલા માટે જ તારી મારા પ્રત્યેની ઘેલછા હું પચાવી ન શકી.”અરમાન મનોમન જીયાની વાતો સાંભળીને ખુશ થયો પણ સાથે સાથે શંકા હતી કે કદાચ આ એની છૂટવા માટેની ચાલ પણ હોઈ શકે છે. માટે તે યથાવત્ બેઠો જ રહ્યો.“પ્લીઝ અરમાન, મારા હાથ ખોલી દે, મને ખ્યાલ છે કે મારા આવા વર્તન બાદ તું મારા પર વિશ્વાસ નહિ કરી શકે. પણ જરા વિચાર કે કદાચ હું ના પાડતી રહેત તો પણ તું બળ જબરીથી તારી કામના પૂરી કરત જ. હું એક છોકરી છુ આખરે કેટલી વાર સુધી ટકી શકીશ તારી સામે? હું પોતે પણ ઈચ્છું છું કે તું મારો રેપ કરે અને હું દુઃખી થઉં એ કરતાં તારો પ્રસ્તાવ સ્વીકારીને દુઃખની જગ્યા એ તારી સાથે સહવાસનો આનંદ મેળવું. તને હજી મારા પર વિશ્વાસ નથી આવતો ને? જરા નજીક આવ (અરમાન જરા ખચકાટ અનુભવવા લાગ્યો) પ્લીઝ અરમાન નજીક આવ. (અરમાન જીયાની નજીક આવ્યો) આટલો નહિ, હં તારા શ્વાસને અનુભવી શકું એટલો નજીક આવ. (જીયાની વાતથી અરમાને આશ્ચર્ય થયું, પણ જીયાના હાથ પગ બાંધેલા હોવાથી તે ડર વિના જીયાની એકદમ નજીક આવ્યો, અરમાનનજીક આવતા જ જીયાએ અરમાનણા હોઠ પર ચુંબન જડી દીધું. અરમાન અચાનક મળેલા અ ચુંબનથી વધુ આશ્ચર્યચકિત થઇ ગયો.) હવે વિશ્વાસ આવ્યો? પ્લીઝ અરમાન મારા હાથ ખોલી દે.”અરમાનને જીયાની વાત પર વિશ્વાસ આવી ગયો, તેણે આનંદિત થતાં તરત જ જીયાના હાથ - પગ ખોલી દીધાં. હાથ પગ ખુલતાની સાથે જ જીયા ઉભી થઈ અને અરમાનને ભેટી પડી. જીયાના ઉષ્મા ભરેલા હાથ અરમાની પીઠ પર ફરવા લાગ્યા, અરમાન પણ જીયાને ભેટીને પોતાની ઉષ્મા દેખાડવા લાગ્યો. * * * * *By – A.J.Maker ‹ Previous Chapterસાંજ - ૩ › Next Chapter સાંજ - ૫ (અંતિમ ભાગ) Download Our App