જંગલો સાફ થવાના કારણે ત્યાંના પ્રાણીઓની મુશ્કેલી દિવસે ને દિવસે વધી રહી હતી એટલે બધા પ્રાણીઓ એ નક્કી કર્યું કે હવે આપણે જ એક નવા જંગલનું સર્જન કરવું પડશે.. એટલે પ્રાણીઓના મુખ્યા રાજા સિંહ પાસે આવેદન લઈ ને ગયા.. સિંહ પણ ચિંતિત થઈ આ વિષે જ ચિંતન કરતા હતા ત્યારે બધા મુખ્યા ત્યાં આવી ગયા.. સિંહએ પૂછ્યું, "બોલો શુ કામ પડ્યું મારુ અત્યારે"? એટલે એક મુખ્યાએ કીધું, " રાજાજી આપ તો જાણો જ છો કે જંગલ સાફ થઈ રહ્યા છે જેણે લીધે આપણે રહેવામાં મુશ્કેલીઓ પડી રહી છે એટલે માટે અમે એવું નક્કી કર્યું છે કે એક નવું જંગલ બનાવીશું.. સિંહ રાજા એ કહ્યું કે હું પણ એ વિષય પર ચિંતન કરી રહ્યો હતો.. સિંહ એ કહ્યું , "એટલા માં તમે આવ્યા એટલે એવું બધા જ ચિંતન કરી રહ્યા છો એ જોઈ હું ખુશ થયો..." સિંહએ એક કમિટી રચી બધા ને કામે લગાવ્યા...
ખોદવાનું કામ :- કુતરાઓ, શિયાળ, ઉંદર ને સોંપ્યું
બીજ supply કરવાનું કામ :- ચકલી, કાગડો , મોર વગેરે પક્ષી ના પક્ષ માં ગયું
વાવવાનું કામ :- ખિસકોલી, વાંદરા, કીડી ને સોંપ્યું
પાણી આપવાનું કામ :- હાથી ના ભાગ માં આવ્યું
ખાતર માટે બધા જ પ્રાણી ના ગોબર નો ઉપયોગ કરવામાં આવ્યો
હવે બાકી રહી સુરક્ષા તો એ વીંછી, સાપ, બાજ ને સોંપાયું...
એટલે નક્કી કરેલા વિસ્તાર માં બધા જ કામે લાગી ગયા અને 15 દિવસ માં વાવેતર સાથે બધું કામ થઈ ગયું હવે બસ નિયમિત પાણી અને છોડ નો ઉછેર કામ કરવાનું જ હતું.. હાથી ભાઈ એ કામ માં expert એટલે સવારે નદી પર જાય ને સૂંઢ માં પાણી ભરી બધી જ જગ્યા એ છાંટી દીયે.. એટલા એરિયા માં સુરક્ષાની કોઈ કમી રાખવામાં આવી નહીં... સાપની ચાલ , બાજની નજર, વીંછીના ડંખ માથે કોઈને શંકા નહોતી... આમ ધીમે ધીમે સમય વીત્યો છોડનું જતન કરતા કરતા વૃક્ષો થવા લાગ્યા..
લગભગ પાંચ વર્ષની કઠોર મેહનત પછી પ્રાણી અને પક્ષી સમાજની ઈચ્છાશક્તિ રંગ લાવી હતી.. હવે તેમને સ્વતંત્ર જંગલ ની રચના કરી હતી નામ રાખ્યું સુંદરવન જ્યાં માણસો કોઈ પણ પ્રકારની અવર જવર અને નુકસાન ન કરી શકે... આમ જંગલ ની સ્થાપના થયા પછી રાજા એ ફરી એક મીટિંગ યોજી જેમાં બધા જ પ્રાણી અને પક્ષીને રહેવાની એક ચોક્કસ જગ્યા ફળવામાં આવી જેથી કરીને કોઈ ઝગડો ના થાય... અને એ નક્કી કરાયું કે જ્યાં સુધી વરસાદ ના થાય ત્યાં સુધી હાથી સમાજ પ્રાણી પહોંચાડે . એટલે હાથી સમાજે એ કામ સ્વીકારી લીધુ.. જંગલ ની વચ્ચોવચ એક મોટું તળાવ બનાવમાં આવ્યું જેથી કરીને વરસાદ આવે ત્યારે પાણી નો પુષ્કાળ સંગ્રહ થાય.. બધા જ પ્રાણીઓએ શપથ લીધી કે કોઈ પણ પ્રકારનો કચરો કરીશું નહીં અને જંગલ ને સ્વચ્છ રાખીશું જેથી કરીને કોઈ પણ પ્રકારનું નુકસાન પર્યાવરણ ને ના થાય... હવે બધા જ પ્રાણીઓ પક્ષીઓ અને જીવજંતુઓ માટે હરવા ફરવા , ખાવા પીવાની બધી સગવડો હતી.. આ એક એવું જંગલ હતું જ્યાં માણસ ની કોઈ દખલગીરી નહોતી જેમના લીધે બધા જંગલમાં શાંતિ થી રહેતા હતા.. પણ હવે બધા જ પ્રાણી પક્ષીઓ ને એક જ વાત ની ચિંતા હતી કે એ વિસ્તારમાં માં કોઈ વરસાદ નહોતો થયો જેના લીધે તળાવ સૂકું હતું ને પાણી બહાર થી લાઇ આવવું પડતું હતું.. હાથી સમાજ પણ પ્રાર્થના કરી રહ્યું હતું કે વરસાદ આવે જેથી કરીને એમનું વધારાનું કામ ઓછું થાય... શું સુંદરવનમાં વરસાદ આવશે? કે હજી પણ પેલું તળાવ સૂકું ને સૂકું જ રહેશે... ?